
Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Jan 17, 2026 11:04 pm
ગુજરાત કેડરના IAS અધિકારીની બદલી
ગુજરાત કેડરના IAS અધિકારી અનુપમ આનંદની બદલી,તેમના સેવાઓ કેન્દ્ર સરકારના હવાલે મૂકવામાં આવી,IN-SPACe અમદાવાદના જોઈન્ટ સેક્રેટરી બનાવાયા,IN-SPACe ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ કાર્યરત.
Jan 17, 2026 10:56 pm
દ્વારકાના ગુગળી બ્રાહ્મણો કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે
દ્વારકાના ગુગળી બ્રાહ્મણો કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે,બેટ દ્વારકા મંદિર અંદર બ્રાહ્મણોને યજમાન વૃત્તિની મનાઇ કરી,દેવસ્થાન સમિતિના ટ્રસ્ટીઓના નિર્ણયનો બ્રાહ્મણોએ કર્યો વિરોધ,ટ્રસ્ટીઓ અને ગુગળી બ્રાહ્મણ 505 વચ્ચે વિવાદ,ગુગળી બ્રાહ્મણો પેઢી દર પેઢી યજમાન વૃતિ કરે છે,યજમાનવૃત્તિ બંધ થતા બ્રાહ્મણ પરિવાર બેરોજગાર બન્યા.
Jan 17, 2026 09:56 pm
દિલ્હીમાં પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચ્યું,દિલ્હીમાં GRAP-4 નિયમો લાગુ કરાયા,ટ્રકોનો દિલ્હીમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો,સ્કૂલોને હાઇબ્રીડ મોડમાં ચલાવવાનો નિર્દેશ,શનિવારે દિલ્હીનો AQI 428ના ભયજનક સ્તરે.
Jan 17, 2026 09:56 pm
યુએસ પ્રેસિડેન્ટ પર ખોમેનેઇએ સાધ્યું નિશાન,ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનમાં મચાવી તબાહીઃ ખોમેનેઇઇરાનના સુપ્રીમ લીડરે ટ્રમ્પને ક્રિમિનલ ગણાવ્યા,‘ઇરાનમાં થયેલા મોત, નુકસાન માટે ટ્રમ્પ જવાબદાર,
Jan 17, 2026 09:09 pm
DGCAએ ઇન્ડિગો પર સૌથી મોટી કાર્યવાહી,ઇન્ડિગોને 22.20 કરોડનો દંડ ફટકાર્યો,50 કરોડ રૂપિયાની બેંક ગેરન્ટી આપવી પડશે,ડિસેમ્બર 2025માં ફ્લાઇટ કેન્સલ મામલે કાર્યવાહી,સીનિયર VPને પદ પરથી હટાવવાનો નિર્દેશ,3-5 ડિસેમ્બર વચ્ચે ઇન્ડિગોની 2,507 ફ્લાઇટ રદ.
Jan 17, 2026 08:34 pm
ગુજરાત સરકારની પોક્સો કેસમાં ઝીરો ટોલરન્સની નીતિ,2022 થી 2025માં ઝડપી ચાર્જશીટના કેસોની વિગત,માત્ર 15 દિવસમાં ચાર્જશીટ કરી હોય તેવા 286 પોક્સો કેસ,માત્ર 30 દિવસમાં ચાર્જશીટ કરી હોય તેવા 1,291 કેસ,45 દિવસમાં ચાર્જશીટ કરી હોય તેવા 5,467 કેસ,60 દિવસની અંદર ચાર્જશીટ કરી હોય તેવા 1,814 કેસ,881 પોક્સો કેસમાં 909 આરોપીઓને આજીવન કેદ,2022 થી 2026માં 14 આરોપીઓને ફાંસીની સજા.
Jan 17, 2026 08:06 pm
વેરાવળ શહેરના 80 ફૂટ રોડ રોળ અને બંદર રોડ પર ઓવરબ્રિજની ધીમી કામગીરીની ફરિયાદ,ઓવરબ્રિજના કામમાં વિલંબથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકી,ધીમી કામગીરી બાબતે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ લીધી ઓવરબ્રિજની મુલાકાત,ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ઓવરબ્રિજના કામની કરી સમીક્ષા,સંબંધિત તમામ અધિકારીઓને સ્થળ પર બોલાવી કામ ધીમું પડવાનું કારણ અંગે કરી ચર્ચા,જનહિતને પ્રાથમિકતા આપી કામમાં ગતિ લાવવા ધારાસભ્યે આપી સૂચના.
Jan 17, 2026 07:39 pm
શૈક્ષણિક વર્ષ 2026-27માં 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) હેઠળ પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા શહેરની તમામ ખાનગી શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓની સંખ્યા અને ઉપલબ્ધ બેઠકોની વિગતો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
Jan 17, 2026 07:19 pm
સુરતમાં આવાસ યોજનાના નામે છેતરપિંડીનો કેસ
સુરતમાં આવાસ યોજનાના નામે છેતરપિંડીનો કેસ,મયંક મિશ્રાની દિલ્હીથી ઇકો સેલે કરી ધરપકડ,કોર્ટે આરોપીની 5 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર,ફ્લેટ અને દુકાનો અપાવવાના બહાને ઠગાઇ કરી,49 લોકો પાસેથી રૂ. 60.21 લાખની છેતરપિંડી કરી,મનપામાં નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી,મયંક મિશ્રાએ લોકોને વિશ્વાસમાં લઇ ઠગાઇ કરી,SBIના બોગસ DD અને સિક્યુરિટી ચેક આપ્યા હતા.
Jan 17, 2026 07:18 pm
બોટાદના તુરખા ગામે હુમલામાં મહિલાનું મોત,15 જાન્યુઆરીએ 13 લોકોએ કર્યો હતો હુમલો,પરિવાર પર હુમલામાં મહિલાનું મોત, 4 ઘાયલ થયા,બોટાદ પોલીસે 13 લોકો સામે ગુનો નોંધ્યો હતો,મૃતકના પરિવારજનોનો તંત્ર સામે રોષ,આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે,મહિલાનો મૃતદેહ હાલ ભાવનગર સિવિલમાં.
Jan 17, 2026 07:17 pm
વડોદરામાં વિટકોસ બસને ગંભીર અકસ્માત
વડોદરામાં વિટકોસ બસને ગંભીર અકસ્માત,ડ્રાઇવરને ખેંચ આવતા બસ ઝાડ સાથે અથડાઈ,બસમાં સવાર 20 મુસાફરો સદનસીબે સુરક્ષિત,ફાયર બ્રિગેડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું,એક્સિલેટરમાં ફસાયેલા ડ્રાઇવરનો પગ બહાર કાઢાયો,ઈજાગ્રસ્ત ડ્રાઇવરને સરકારી હોસ્પિટલ ખસેડાયો.
Jan 17, 2026 07:17 pm
CM યોગી આદિત્યનાથ સુરતની મુલાકાતે
યુપીના CM યોગી આદિત્યનાથ સુરતની મુલાકાતે,યોગીને આવકારવા સુરતના મેયર, સાંસદ પહોંચ્યા,યોગી ઉદ્યોગપતિના પ્રસંગમાં હાજરી આપવા પહોંચ્યા,પાર્લે પોઇન્ટ ખાતે ખાનગી હોટલમાં આપી હાજરી,ઉદ્યોગપતિના પુત્રની સગાઈના પ્રસંગમાં હાજરી આપી,યોગી આદિત્યનાથ પ્રસંગમાં હાજરી આપી યુપી રવાના.
Jan 17, 2026 07:16 pm
થાનગઢમાં ડ્રોના નામે ઠગાઇનો આરોપ
સુરેન્દ્રનગરના થાનગઢમાં ડ્રોના નામે ઠગાઇનો આરોપ,અમરાપરની કૃષ્ણ ગૌશાળાના નામે યોજાયો હતો ડ્રો,લક્કી ડ્રોની ટિકીટ લઇ લોકોએ રાત સુધી રાહ જોઇ,આયોજકોએ ડ્રો ના કરી લોકો સાથે કરી છેતરપિંડી,ટિકીટ ખરીદનારાઓએ ડે.કલેકટરની કરી રજૂઆત,લક્કી ડ્રોના 6 સંચાલકો સામે કાર્યવાહી કરવાની માગ.
Jan 17, 2026 06:28 pm
રાજુલા નાગરિક બેન્કના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી,પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઇ,વિજય કોટીલા પ્રમુખ, કશ્યપ શેઠ ઉપપ્રમુખ બન્યા,વેપારીઓએ પ્રમુખ, ઉપપ્રમુખનું કર્યું સન્માન.
Jan 17, 2026 06:18 pm
રખડતા કૂતરા મુદ્દે વડોદરા મનપા એકશનમાં,4 હજાર સ્ટ્રીટ ડોગ માટે શેલ્ટર હોમ બનશે,સ્થાયી સમિતિ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીનું નિવેદન,સ્ટ્રીટ ડોગ ન હોવા જોઇએ તેવા 897 સ્થળ નક્કી કરાયા ,45,000 મેલ, 33,000 ફિમેલ ડોગનું વેક્સીનેશન,વાહન ખરીદવા, શેલ્ટર હોમ બનાવવા ટેન્ડર બહાર પડાશે,એન્ટી રેબીઝ રસી ડોગને આપવાની કામગીરી કરાશે,ખટંબાના સેન્ટરમાં અંદાજે 350 થી 500 ડૉગની ક્ષમતા,સ્ટ્રીટ ડૉગને રાખવા 4 ઝોનમાં VMC શેલ્ટર હોમ બનાવશે.
Jan 17, 2026 06:17 pm
દાહોદના લીમખેડામાં રખડતા શ્વાનનો આતંક,અંધારીમાં બાલવાડીમાં ભણતા માસૂમ પર હુમલો,શ્વાને બાળકના મોંઢા પર અને ગાલે બચકાં ભર્યા,4 વર્ષના બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો.
Jan 17, 2026 06:03 pm
સુરતમાં વિકાસલક્ષી કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન,DYCM હર્ષ સંઘવીએ કર્યું વિકાસ કાર્યક્રમોનું ઉદ્ઘાટન,કલ્પતરુ આરોગ્ય ,ધન અને સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન,યુટીલિટી બિલ્ડીંગ, મ્યુઝીયમનું ભૂમિ પૂજન,DYCMએ સ્ટાર્ટઅપ બિલ્ડીંગનું ભૂમિ પૂજન કર્યું,ગુજરાતમાં હજારો યુવાનોને રોજગાર મળ્યાઃ DYCM,‘PMએ ગુજરાતમાં રોકાણ માટેના પ્રયાસો કર્યા.
Jan 17, 2026 05:53 pm
કાંકરેજના વડામાં રાજપૂત સમાજનું મહાસંમેલન,સામાજિક બંધારણને લઇ આવતીકાલે સંમેલન,રાજપૂત સમાજના 7 વિભાગના લોકો રહેશે હાજર,સમાજમાં શિક્ષણ ક્ષેત્રે સુધારાને લઇ ઘડાશે બંધારણ,રાજપૂત જાગીરદાર સમાજના આગેવાનો રહેશે હાજર.
Jan 17, 2026 05:45 pm
ભાવનગરમાં હત્યા કેસના 5 આરોપીઓનું રિ-કન્સ્ટ્રક્શન,સ્કૂટર ન આપવા જેવી બાબતે એક યુવકની હત્યા કરી હતી,પોલીસે તમામ 5 આરોપીઓને કરાવ્યું કાયદાનું ભાન,કુંભારવાડા હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સરઘસ કઢાયુ,રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર.
Jan 17, 2026 05:32 pm
ભાજપ MLA અમિત શાહની સંકલન બેઠકમાં રજૂઆત,જમાલપુરમાં વાવ પૂરીને મકાન બનાવવા અંગે રજૂઆત,100 ટનના ટ્રેલરનું વજન સહન કરી શકે બ્રિજ બનાવો,પ્રદુષણ ઘટાડવા સાઇટ ઉપર ફુવારા મુકવા રજૂઆત,AQI સુધારવા કન્સ્ટ્રક્શન સાઇટ પર બોર્ડ મૂકોઃ MLA,મ્યુનિસિપલ શાળાના સ્થાને શોપિંગ સેન્ટર બની ગયું,MLA અમિત શાહની શૈલેષ પરમારને ચેલેન્જ,પોતાના વિસ્તારમાં દબાણ અંગે સર્વે કરવાની ચેલેન્જ,સંકલન બેઠકમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર,MLA અમિત શાહે હેરિટેજ વાવ અંગે માંગી વિગતો,1985 પહેલા બાંધકામને લઇ માંગી વિગતો,ગત 24 ડિસેમ્બરે સંદેશ ન્યુઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો.
Jan 17, 2026 05:14 pm
અમદાવાદમાં AMC સંકલન સમિતિની બેઠક,બેઠકમાં ધારાસભ્ય શૈલેષ પરમારની રજૂઆત.અશાંતધારો દૂર કરવા ધારાસભ્યની રજૂઆત,અશાંતધારાના નામે હેરાનગતિ કરાય છેઃ MLA,‘રાજકીય કિન્નાખોરી રાખી મકાન તોડાય છે’,‘દબાણ દર્શાવી તેને તોડવાની કામગીરી કરાય છે’,‘5 વર્ષમાં 80 હજાર મકાનોને નોટિસ આપી’,‘મકાનોને નોટિસ આપવા છતા ન તોડાયા.
Jan 17, 2026 05:04 pm
SIR અંગે ગાંધીનગર કમલમમાં મહત્વની બેઠક,જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ભાજપની બેઠક,ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ઓ.પી.ધનખડ હાજર,ત્રણેય પ્રદેશ મહામંત્રીઓ બેઠકમાં હાજર રહ્યા,SIRની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ.
Jan 17, 2026 04:51 pm
કડીની ઇન્દ્રાડ ગ્રામ પંચાયતની GPCBને રજૂઆત,GPCB મહેસાણા, તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત,કેમિકલ કંપનીઓ દ્વારા પ્રદૂષણ અટકાવવા રજૂઆત,કેમિકલ કંપનીઓ સામે લેખિત ફરિયાદ કરાઈ,DDOએ બે દિવસ પહેલા ઇન્દ્રાડની મુલાકાત લીધી હતી,ગ્રામજનોએ દૂષિત પાણી અંગે DDOને કરી હતી રજૂઆત.
Jan 17, 2026 04:49 pm
સિવિલમાં આંતરરાષ્ટ્રીય બ્લેડર એક્સટ્રોફી વર્કશોપ,23 જાન્યુઆરી સુધી ચાલશે બ્લેડર એક્સટ્રોફી વર્કશોપ,14 દેશોના નિષ્ણાતો બ્લેડર ઓપરેશન શીખવા આવશે,નેપાળ અને ભારતનાં મળી 125 દર્દીઓને મળશે સારવાર,20 જટિલ સર્જરીનો મેડિકલ માઇલસ્ટોન એચિવ કરશે,'સેન્ટર ઓફ એક્સેલન્સ'માં મળી રહી છે તાલીમ,ડોક્ટરોને જટીલ સર્જરીની મળે છે શ્રેષ્ઠ તાલીમ.
Jan 17, 2026 04:40 pm
વાંકાનેરમાં હત્યારાને આજીવન કેદ
મોરબીના વાંકાનેરમાં હત્યારાને આજીવન કેદ,વિક્રમ ફુલતરીયાને આજીવન કેદની સજા,મોરબી કોર્ટે આરોપીને 26 હજારનો દંડ ફટકાર્યો,વાલાસણમાં 23 ઓગસ્ટ 2020ના રોજ બની ઘટના,કંચનબેનની હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો,મૃતકની પુત્રીએ પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી.
Jan 17, 2026 04:38 pm
સુરત શહેરના કાપોદ્રામાં મોટી દુર્ઘટના, હીરાના કારખાનામાં યુવકનું કરુણ મોત,સરણ ફાટતા રત્નકલાકાર નવીનનું મોત,અન્ય ઘાયલ યુવક હાલ સારવાર હેઠળ,પરિવારની ન્યાય અને યોગ્ય વળતરની માંગ,મૃતકના પરિજનો સ્મિમેર હોસ્પિટલ એકઠા થયા,કારખાના માલિકે યોગ્ય જવાબ ન આપતા રોષ.
Jan 17, 2026 04:25 pm
સુરત પોલીસ કમિશનર કચેરીએ હોબાળો,અલ્પેશ કથીરિયા સામે ફરિયાદની ઉગ્ર માંગ,પતંગ ખરીદી વખતે યુવકો સાથે થઇ હતી મારામારી,મારામારીનો વીડિયો છતાં માત્ર અરજી લેવાઇ,કોળી સમાજના યુવાનોએ ન્યાયની કરી માગ,ચંદ્રેશ ભાલીયા નામના યુવાન માટે ન્યાયની માગ કરી.
Jan 17, 2026 04:16 pm
દાંતાની એબેનેઝર સ્કૂલમાં ધર્માંતરણના આક્ષેપો,VHPએ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન આપ્યું,ધર્માંતરણની પ્રવૃતિને સાંખી નહીં લેવાયઃ VHP,પ્રવૃતિ નહીં અટકે તો શાળાને તાળાબંધીની ચીમકી,ઉગ્ર આંદોલન કરવાની VHPએ ઉચ્ચારી ચીમકી.
Jan 17, 2026 04:15 pm
ભરુચના જંબુસરમાં શ્રમિકનું મોત,સિરામીક પાવડરની ગુણો નીચે શ્રમિક દટાયો,કલકની ક્રિષ્ના કંપની ખાતે બની ઘટના,શ્રમિક ઘનશ્યામ રાઠોડનું ઘટના સ્થળે મોત,પરિવારે કંપની પાસે વળતરની માંગ કરી,પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર.
Jan 17, 2026 03:42 pm
મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા સહિત 4 ઝડપાયા, આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર, આરોપીઓ બિલ્ડરો, નેતાઓના AI વીડિયો બનાવતા, વીડિયો બનાવી બદનામ કરી ખંડણીનું રેકેટ ચલાવતા, પૂર્વ કૃષિ મંત્રી, જામનગર ગ્રામ્યના MLAને બદનામ કર્યા, જાણીતા લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કર્યા, આરોપી વિશાલ નેપાળમાં બેસીને પોસ્ટ અપલોડ કરતો.
Jan 17, 2026 03:37 pm
શિંદે જૂથના ચૂંટાયેલા નેતાઓને લઇને ડર, તમામ જીતેલા ઉમેદવારોને હોટલમાં ખસેડાયા, તોડજોડના ડરને લીધે કરવામાં આવ્યા નિર્ણય, શિંદે જૂથ શિવસેના હાલ કિંગમેકરની ભૂમિકામાં.
Jan 17, 2026 03:33 pm
સોલિટેર કોમ્પ્લેક્સના ઋત્વી સ્ટુડિયોમાં ચોરી, બે કેમેરોની કિટ ચોરતો તસ્કર CCTVમાં કેદ, સ્ટુડિયોમાંથી આશરે 7 લાખના મુદ્દામાલની ચોરી.
Jan 17, 2026 03:27 pm
AMC કચેરીમાં યોજાઈ સંકલન સમિતિની બેઠક, કમિશનર બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં બેઠક, બેઠકમાં ભાજપ-કોંગ્રેસનાં ધારાસભ્ય ઉપસ્થિત, ધારાસભ્યોએ પોતાના વિસ્તારના દબાણના મુદ્દા ઉઠાવ્યા.
Jan 17, 2026 03:19 pm
ઠગબાજ અજય તોલાનીની મોટી ટોકીઝ પાસેથી ધરપકડ, નકલી પાનકાર્ડથી GST નંબર મેળવી કરી હતી ઠગાઇ, વેપારી સાથે કુલ રૂ.1.98 કરોડની કરી હતી ઠગાઇ, ઠગબાજે RJ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ઉભી કરી હતી.
Jan 17, 2026 03:07 pm
હોટલમાં જમવા ગયેલા વ્યક્તિ પર બે લોકોનો હુમલો, સામાન્ય બાબતે બોલાચાલી બાદ મારામારી, રહીમ નામના વ્યક્તિ પર બે લોકોનો હુમલો, મારા અને શરીરના ભાગે ઢોર માર માર્યો, મારામારીની સમગ્ર ઘટના CCTVમાં કેદ, પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
Jan 17, 2026 02:52 pm
નાણાકીય લેતીદેતીમાં ગેરજ સળગાવ્યું, 2 ગેરેજ સંચાલકોએ સળગાવ્યું ગેરેજ, 500 રૂપિયાની લેતીદેતીમાં ગેરેજ સળગાવ્યું, ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ, અલથાણ પોલીસે તપાસ શરૂ કરી.
Jan 17, 2026 02:38 pm
02 - Railway News : 18 જાન્યુઆરીએ અમદાવાદ સ્ટેશન પર ટ્રાફિક બ્લોકના કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે
06 - visa વિના મુસાફરી મુશ્કેલ! ભારતની નજીકના આ 4 દેશોના પાસપોર્ટ સૌથી નબળા
07 - Vijay Hazare Trophy: કોણ છે વિશ્વરાજ જાડેજા? જેને 165 રન ફટકારી સૌરાષ્ટ્રને અપાવી ફાઇનલની ટિકિટ
08 - PM મોદીએ વંદે ભારત સ્લીપર ટ્રેનનું કર્યું ઉદ્ઘાટન
09 - U19 World Cup: બાંગ્લાદેશે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
10 - Ghazipurમાં માતા-પિતા પોતાના જ બાળકોને બાંધવા મજબૂર! સત્ય ચોંકાવી દેશે
Jan 17, 2026 02:27 pm
ઉત્તરાખંડ સરકારના પૂર્વ મંત્રીએ યોગીને આપી ભેટ, મકરસંક્રાંતિના પ્રસંગે કર્નલ કોઠિયાલએ આપી ભેટ, કેદારનાથના પવિત્ર દેવદારના લાકડાથી બન્યું સિંહાસન, પ્રોજેક્ટમાંથી બચેલા દેવદારના લાકડાનો ઉપયોગ, સિંહાસનની ડિઝાઇન કૃષ્ણ કુડિયાલે તૈયાર કરી.
Jan 17, 2026 02:10 pm
દિવાલમાં બાકોરું પાડીને ચોરીને અંજામ આપ્યો, ક્રાઈમ બ્રાન્ચે આરોપી અશ્વિન ખડીયાને ઝડપ્યો, અમરાઈવાડીમાં મહાલક્ષ્મી જ્વેલર્સમાં ચોરી, આરોપી પાસેથી રૂ. 1.75 લાખનો મુદ્દામાલ જપ્ત.
Jan 17, 2026 01:59 pm
પંજાબમાં ધુમ્મસના કારણે સર્જાયો અકસ્માત, એક મહિલા પોલીસ કર્મચારી સહિત 5ના મોત, તમામ મૃતકો વાવ-થરાદના દિયોદર તાલુકાના, ભઠિંડા જિલ્લાના ગુડતરી ગામે અકસ્માત નડ્યો.
Jan 17, 2026 01:59 pm
રાજ્યના હવામાન વિભાગની આગાહી, ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા બેવડી ઋતુ, આગામી 7 દિવસ બેવડી ઋતુની શક્યતા, 2 થી 5 ડિગ્રી મહત્તમ તાપમાન વધશે, લઘુત્તમ તાપમાન 14થી 15 ડિગ્રી સુધી રહેશે, નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું.
Jan 17, 2026 01:57 pm
PMએ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલીઝંડી આપી, હાવડાથી ગુવાહાટી વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન, ટ્રેન 14 કલાકમાં હાવડાથી કામાખ્યા પહોંચાડશે, આ ટ્રેન 958 કિમીનું અંતર ફક્ત 14 કલાકમાં કાપશે, આ ટ્રેન રાજધાની એક્સપ્રેસ કરતા પણ ઝડપી, 19 જાન્યુઆરીએ 9 અમૃત ભારત ટ્રેનની ભેટ આપશે.
Jan 17, 2026 01:40 pm
SITની ટીમ દ્વારા PI ડિ.વી.ડાંગરની પૂછપરછ, ભાવનગર રેન્જ IG દ્વારા પૂછપરછ હાથ ધરાઈ, 29 ડિસેમ્બરે નવનીત બાલધીયા ઉપર હુમલો, મહિલા PI આરોપીઓને છાવરતા હોવાનો આક્ષેપ.
Jan 17, 2026 01:39 pm
મોડે મોડે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આંખ ઉઘડી, રાહુલ ગાંધી બે સપ્તાહ બાદ ઇન્દોર પહોંચ્યા, દૂષિત પાણીથી પ્રભાવિત ભાગીરથપુરાની લીધી મુલાકાત, દૂષિત પાણી કાંડમાં 24 લોકોના થયા હતા મોત, 3300થી વધુ લોકો બિમારીમાં સપડાયા હતા, હોસ્પિટલમાં દાખલ બીમાર લોકોની કરી મુલાકાત.
Jan 17, 2026 01:23 pm
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના સાણંદ–છારોડી સ્ટેશનો વચ્ચે આવેલ રેલવે ક્રોસિંગ નં. 29 કિમી 533/2-4 (ખોડા રેલવે ફાટક) ની મરામત તથા જાળવણીના કામ માટે 18 જાન્યુઆરી 2026ના રોજ સવારે 08.00 વાગ્યાથી 26 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 20.00 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.આ સમયગાળા દરમિયાન માર્ગ ઉપયોગકર્તાઓ રેલવે ક્રોસિંગ નં. 37 (સચાણા રેલવે ફાટક) અને રેલવે ક્રોસિંગ નં. 22A (ROB-જોગણી માતા રેલવે ફાટક)નો ઉપયોગ કરી શકશે.
Jan 17, 2026 01:23 pm
01-ગાડી સંખ્યા 20959/20960 વલસાડ–વડનગર–વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ રહેશે.
02-ગાડી સંખ્યા 19036/19035 મણિનગર–વડોદરા–વટવા ઇન્ટરસિટી એક્સપ્રેસ સંપૂર્ણ રીતે રદ રહેશે.
03-ગાડી સંખ્યા 69101/69102 વડોદરા–વટવા–વડોદરા મેમુ સંપૂર્ણ રીતે રદ રહેશે.
04-ગાડી સંખ્યા 69115/69130 વડોદરા–વટવા–આણંદ મેમુ સંપૂર્ણ રીતે રદ રહેશે.
06-ગાડી સંખ્યા 59549/59550 વડોદરા–વટવા–વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર સંપૂર્ણ રીતે રદ રહેશે.
Jan 17, 2026 01:23 pm
01-ગાડી સંખ્યા 19033 વલસાડ–અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
02-ગાડી સંખ્યા 22953 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ વટવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે તથા વટવા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
Jan 17, 2026 01:22 pm
18 જાન્યુઆરી 2026 ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના કારણે કેટલીક ટ્રેનો આંશિક રદ તથા કેટલીક ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પર પુનર્વિકાસનું કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. પુનર્વિકાસ કાર્યના અંતર્ગત અમદાવાદ સ્ટેશન પર રેલવે લાઇન સંખ્યા 06, 07, 08, 09 અને 10 ઉપર નવા દક્ષિણ ફૂટ ઓવર બ્રિજ (FOB)ના સ્પાન-03 માટે કમ્પોઝિટ સ્ટીલ ગર્ડરોનું લોન્ચિંગ કાર્ય એઆરટી ક્રેન તથા હાઈડ્રા ની મદદથી કરવામાં આવશે. યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી આયોજન કરે. ટ્રેનો અંગેની વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને મુલાકાત લઈ શકે છે.
Jan 17, 2026 01:12 pm
અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળે થયું મોત, રાજપારડી ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાયો, ક્રેનની મદદથી ટ્રક ઉંચકી મૃતદેહ બહાર કઢાયો, અકસ્માત સર્જીને ડમ્પરચાલક થયો ફરાર.
Jan 17, 2026 12:54 pm
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમઓયુ, ખોરજ ખાતે રૂ.35 હજાર કરોડનું રોકાણ કરશે, નવો વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા નિર્ણય, 1750 એકર જમીન પર પ્રોજેક્ટ વિકસાવવા પ્રસ્તાવ.
Jan 17, 2026 12:53 pm
આટકોટમાં દુષ્કર્મીને લઈ DyCMનું નિવેદન,
‘દીકરીઓ કે બહેનો પર હુમલો એટલે જીવનનો અંત'
40 દિવસની અંદર આરોપીને ફાંસીની સજા:DyCM
‘100 દિવસમાં સજા અપાવતું એક માત્ર ગુજરાત રાજ્ય’
‘દીકરીઓને હાથ લગાવે તેવાને કડક સજા અપાવીશું’
‘અનેક માતાઓએ ફોન કરી ન્યાયની માંગ કરી હતી’
‘આજે એ તમામની માંગ 40 દિવસમાં પુરી કરી છે’
‘ભવિષ્યમાં આવી ઘટનામાં મજબૂતાઇથી લડીશું’
આવા એક નહીં અનેક ચુકાદા લાવીશું :DyCM
આવી ઘટના બને તે ચલાવી ન લેવાય :DyCM
Jan 17, 2026 12:33 pm
અમદાવાદ–ગાંધીનગર મેટ્રો સેવાના કારણે છેલ્લા 3 વર્ષોમાં મુસાફરોને સસ્તા અને કાર્યક્ષમ અર્બન પરિવહનનો અનુભવ મળ્યો છે. ઑક્ટોબર 2022થી ડિસેમ્બર 2025 દરમિયાન કુલ 11.50 કરોડથી વધુ મુસાફરોએ મેટ્રોમાં મુસાફરી કરી છે. જો મહિના અનુસાર આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2023 દરમિયાન દર મહિને સરેરાશ 12થી 27 લાખ મુસાફરોએ મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. આ સંખ્યા 2024માં વધીને માસિક અંદાજે 27થી 35 લાખ નોંધાઈ હતી. વર્ષ 2025માં આ આંકડામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ખાસ કરીને જુલાઈ અને સપ્ટેમ્બરમાં માસિક 44 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો સેવાનો લાભ લીધો હતો.
Jan 17, 2026 12:33 pm
પ્રવાસીઓને હવે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન સુધીની સીધી કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, અક્ષરધામ મંદિર અને દાંડી કુટીર જેવા મહત્વના પ્રવાસન સ્થળો સુધી મેટ્રો દ્વારા સરળતાથી પહોંચી શકાશે. મેટ્રો નેટવર્કના આ વિસ્તરણને કારણે હજારો કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને મોટો ફાયદો થશે. ખાસ કરીને, મહાત્મા મંદિરમાં આયોજિત રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોમાં આવતા મહેમાનો તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.
Jan 17, 2026 12:33 pm
અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવા આજે ઝડપી, સુરક્ષિત અને વિશ્વસનીય જાહેર પરિવહનનું મજબૂત ઉદાહરણ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત 11મી જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-2 માં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાનો શુભારંભ કરાવ્યો હતો. મેટ્રો નેટવર્કનું હવે મહાત્મા મંદિર સુધી વિસ્તરણ થતાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ સુગમ બનશે તેમજ ખર્ચની પણ બચત થશે.
Jan 17, 2026 12:19 pm
અલગ અલગ 3 અકસ્માતમાં 4 વ્યક્તિઓના મોત, માવલ પાસે ત્રિપલ અકસ્માતમાં ટ્રેલરચાલકનું મોત, સાતપુર પાસે કારે ટેમ્પોને ટક્કર મારતા એકનું મોત, મુંગઠલા પાસે અજાણ્યા વાહનની અડફેટે 2ના મોત.
Jan 17, 2026 12:19 pm
અશ્લિલ હરકતો સાથે ડાન્સનો વીડિયો વાયરલ, ધરમપુરના મોહના કાવંચાલી ગામે હત્યા લગ્ન, લગ્ન સમયે યુવક કપડા ઉતારી નાચવા લાગ્યો, વાયરલ વીડિયો અંગે પોલીસમાં કરાઇ અરજી, યુવક સામે કડક કાર્યવાહી કરવા માટે માગ.
Jan 17, 2026 11:52 am
12 જાન્યુઆરીએ આરોપીને દોષી જાહેર કરાયો હતો, આરોપી રામસિંગે બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, આરોપી રામસિંગ ડુડવાને ફાંસીની સજા ફટકારી, ગ્રામ્ય પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી, ડે - ટુ - ડે ટ્રાયલ બાદ 33માં દિવસે બાળકીને ન્યાય, 7 વર્ષની માસૂમ પર રામસિંગે આચર્યું હતું દુષ્કર્મ, રિકન્સ્ટ્રક્શનમાં રામસિંગે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગની ફરજ પડી હતી.
Jan 17, 2026 11:41 am
04 - Weather News : ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત, કેશોદ સૌથી ઠંડુગાર શહેર બન્યું
07 - 25 વર્ષ પછી, Mumbaiમાં નવો મેયર કોણ બનશે? જાણો તારીખ અને પ્રક્રિયા
08 - Vande bharat Sleeper: ઓટોમેટિક દરવાજા, લક્ઝરી કોચ..જાણો વંદે ભારત સ્લીપરની શું છે વિશેષતા
10 - A R Rahman એ હિન્દી સિનેમાને ગણાવ્યું 'કોમવાદી', દિવાકરચાર્ય મહારાજે કહ્યું આ 'જેહાદી' છે!
Jan 17, 2026 11:34 am
નિશાંનસિંઘ લુહાર નામના કેદીએ કર્યો આપઘાત, નવી જેલના શાંતિનિકેતન યાર્ડમાં કર્યો આપઘાત, પાઘડીના કાપડથી ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત, રેલવે પોલીસે ચોરીના ગુનામાં કરી હતી ધરપકડ, કેદી ડિપ્રેશનમાં હોવાનું પ્રાથમિક અનુમાન, આપઘાત મુદ્દે રાણીપ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Jan 17, 2026 11:34 am
આરોપી રામસિંગને ફાંસીની સજા ફટકારી, રાજકોટ ગ્રામ્ય કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો, 12 જાન્યુઆરીએ આરોપીને દોષી જાહેર કરાયો હતો, આરોપી રામસિંગે બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, ગ્રામ્ય પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી, રિકન્સ્ટ્રક્શનમાં રામસિંગે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
Jan 17, 2026 10:53 am
અડાજણમાં પરિણતાના ઘરમાં ઘૂસી લાજ લેવાના ઇરાદે શારીરિક અડપલાં શખ્સે કર્યા હોવાની વાત સામે આવી છે અને મહિલાએ બુમાબુમ કરતા નરાધમ ભાગી છૂટ્યો હતો, ચોક બજારમાં કાપડનો વેપાર કરતા વેપારીએ આ કરતૂત કરી હતી અને પરિણીતાએ છેલ્લે પોલીસને વાત કરી અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પોલીસની તપાસમાં એવી વાત સામે આવી છે કે, ભોગ બનનાર પરિણીતા આરોપીના ત્યાં નોકરી કરતી હતી.
Jan 17, 2026 10:53 am
સુરતમાં શારીરિક અડપલાં કરનાર શખ્સ ઝડપાયો છે અને પરિણીતાને અડપલા કરી તે ભાગી છૂટયો હતો, ઘણા સમયથી આરોપી ફરાર હતો ત્યારે બાતમીના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતમાં શારીરિક અડપલા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે આરોપી ઇસ્માઇલ ઝવેરીની કરી ધરપકડ, પરિણીતાએ બુમાબૂમ કરતા ભાગી છૂટ્યો હતો અને ઘરમાં ઘૂસી પરિણીતા સાથે કર્યા હતા અપડલાં, તો ભોગ બનનાર પરિણીતા નોકરીએ પરત આવી ન હતી તેના કારણે દુકાનના માલિકે હદ વટાવી હતી.
Jan 17, 2026 10:35 am
કેન્દ્રીય ગૃહમંત્રીની ભલામણ બાદ ડેવલપની કામગીરી, સેક્ટર-4માં 2 વર્ષ પહેલા પૂરી દેવાયા હતા તળાવ, કન્સ્ટ્રક્શન સાઇટનો કચરો નાખી પૂરી દીધું હતું, 5 કરોડના ખર્ચે તળાવ ડેવલપની કામગીરી શરૂ, બે વર્ષ બાદ ગાંધીનગર કોર્પોરેશન હવે કામે લાગ્યું, 7962 ચોરસ મીટર વિસ્તારમાં તળાવ ડેવલપ કરાશે, તળાવ ફરતે વોકિંગ અને બેસવાની વ્યવસ્થા કરાશે, 11 મહિનામાં તળાવ ડેવલપની કામગીરી પૂર્ણ કરાશે.
Jan 17, 2026 10:23 am
લુદરા પાસે ટ્રક અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત, અકસ્માતમાં ટેન્કરચાલકનું સારવાર દરમિયાન મોત, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
Jan 17, 2026 10:11 am
ઠગબાજ પ્રજ્ઞેશ રૂ.7.50 લાખ લઈને રફુચક્કર, એક ખેલાડી દીઠ રૂ.30 હજાર ઉઘરાવ્યા હત્યા, વડોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટના નામે કરી છેતરપિંડી, ક્રિકેટ ટુર્નામેન્ટના બહાને ઉઘરાવ્યા હતા પૈસા.
Jan 17, 2026 10:11 am
પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી અને મૃતદેહને સ્થાનિકોની મદદથી પાણીમાંથી બાહાર કાઢતા પ્રથમ રીતે આ મરણ જનાર યુવક પર માથાના ભાગે બોથડ પદાર્થ થી ઘા મારેલ હોવાના નિશાન દેખાતા હતા અને યુવકના મૃતદેહને જ્યારે પાણીના ખાડામાંથી બહાર કાઢયો ત્યારે નગ્ન હાલતમાં જોવા મળ્યો હતો અને યુવકની માથાની ખોપરી પણ નીકળી ગયેલી હાલતમાં જોવા મળી હતી જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા DYSP, LCB, SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસમાં જોતરાયો હતો.
Jan 17, 2026 10:10 am
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરમાંથી હત્યા કરાયેલ પુરૂષનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી, ધ્રાંગધ્રા સીટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. સુરેન્દ્રનગર જીલ્લામાંથી બે નેશનલ હાઇવે પસાર થાય છે અને તેમાનો એક કચ્છ અમદાવાદ હાઇવે લાંબા અંતરનો પસાર થાય છે જેથી હાઇવે કાયમી ટ્રાફિકથી ધમધમતા હોય છે અને હાઇવે પર અવાર નવાર બિનવારસી મૃતદેહ મળતા હોય છે. ત્યારે ફરી ધ્રાંગધ્રા નાગાબાવાની વાવ પાસે આવેલ સરકારી ગોડાઉનની પાછળ અને ડીસીડબલ્યુ કંપનીના પાણીના ખાડામાં તરતી હાલતમાં પુરૂષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ પહોંચી હતી.
Jan 17, 2026 09:53 am
ચાંદખેડામાં સ્વિમિંગ પૂલ બનીને બે મહિનાથી તૈયાર, કરોડોના ખર્ચે તૈયાર સ્વિમિંગ પૂલનું નથી થયું ઉદ્ઘાટન, કરોડોના ખર્ચે બનેલું સ્વિમિંગ પૂલ ખાઈ રહ્યું છે ધૂળ, સ્વિમિંગ પૂલમાં બે મહિનાથી પાણી પણ ભરી દેવાયું, અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ છે સ્વિમિંગ પૂલ.
Jan 17, 2026 09:46 am
આ સમગ્ર ઘટનામાં મૃતકના પત્નીએ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, ઘટનાની જાણ થતા પોલીસ પણ પહોંચી હતી અને મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે, અચાનક વાહન રેલિંગ સાથે અથડાયું અને કેતન પંચાલનું મોત થયું છે.
Jan 17, 2026 09:46 am
અમદાવાદના આસ્ટોડિયામાં બીઆરટીએસ રૂટમાં ઘુસેલા શખ્સનો કોરીડોરમાં અકસ્માત થયો છે અને તેનું ઘટના સ્થળે મોત થયું છે, મૃતક શખ્સ કેતન પંચાલ છે અને હત્યાના ગુનામાં પેરોલ પર છૂટયો હતો. અમદાવાદમાં અકસ્માતમાં એક્ટિવા ચાલકનું મોત થયું છે, BRTS કોરીડોરમાં રેલિંગ સાથે અથડાતા અકસ્માત થયો અને ઘટના સ્થળે મોત થયું છે, કેતન પંચાલ હત્યાના ગુનામાં પેરોલ પર છૂટ્યો હતો અને આસ્ટોડિયા તરફ બીઆરટીએસ રૂટમાં તે વાહન ચલાવતો હતો અને રેલિંગ સાથે અથડાયો ત્યારબાદ મોત થયું છે.
Jan 17, 2026 09:25 am
ધમકી આપી 10 કરોડની ખંડણી માગી, આરજૂ બિશ્નોઇના નામે ફોન પર ધમકી મળી, મોહાલી પોલીસમાં નોંધાવી ફરિયાદ.
Jan 17, 2026 09:22 am
2 ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એકનું મોત, અકસ્માતમાં ડ્રાઈવરનું મોત, અન્ય 2 લોકો ગંભીર, અમીરગઢ પાસે વાસડા બ્રિજ પર અકસ્માત , પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Jan 17, 2026 09:21 am
3 સંતાનની માતા સગીર સાથે રફુચક્કર થઈ હતી, પોલીસે અમરેલી જિલ્લામાંથી બન્ને શોધી કાઢ્યા, પતિએ પોલીસ સ્ટેશનમાં આપી હતી અરજી, બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની લોકોમાં ચર્ચા, સગીર અને પરિણીતાને પરિવારજનોને સોંપ્યા
Jan 17, 2026 09:19 am
રૂ. 47.43 લાખની ઉચાપતમાં ધવલની ધરપકડ, કોટડાસાંગાણીમાં ઉચાપતની નોંધાઈ હતી ફરિયાદ, 2025માં રસ્તાના કામમાં ગેરરીતિ કર્યાની ફરિયાદ, તાલુકા વિકાસ અધિકારીએ નોંધાવી હતી ફરિયાદ, ખોટા રેકર્ડ રજૂ કરી ગેરરીતિ આચર્યાની ફરિયાદ, આરોપી ધવલ વઘાસીયા 3 દિવસના રિમાન્ડ પર
Jan 17, 2026 09:19 am
સિવિલ હોસ્પિટલમાં મૃતકના રૂ.19800 ગાયબ , 108ના સભ્યોએ સિવિલના સ્ટાફને પૈસા સોંપ્યા હતા, પરિવાર હોસ્પિટલ પહોંચતા પૈસા ગાયબ થઈ ગયા, મૃતકના પૈસા કોણ લઈ ગયું તે સૌથી મોટો સવાલ , સત્તાધીશો, ફરજ કર્મચારીઓએ હાથ અધ્ધર કર્યા, મૃતકના સગાઓએ ગોંડલ પોલીસમાં ફરિયાદ કરી
Jan 17, 2026 09:18 am
ધમકી આપી 10 કરોડની ખંડણી માગી, આરજૂ બિશ્નોઇના નામે ફોન પર ધમકી મળી , મોહાલી પોલીસમાં નોંધાવી ફરિયાદ
Jan 17, 2026 09:06 am
આજે ગ્રામ્ય કોર્ટ આરોપીની સજાનું એલાન કરશે, 12 જાન્યુઆરીએ આરોપીને દોષી જાહેર કરાયો હતો, આરોપી રામસિંગે બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, ગ્રામ્ય પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી , દુષ્કર્મના આરોપી રામસિંગને કોર્ટ સજા સંભળાવશે , રિકન્સ્ટ્રક્શનમાં રામસિંગે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, સરકારી વકીલની સખતમાં સખત સજાની માંગ
Jan 17, 2026 09:04 am
પોલીસે આરોપીઓને સાથે રાખી કર્યું રિકન્સ્ટ્રક્શન, પોલીસે અત્યાર સુધી 3 આરોપીની કરી છે ધરપકડ, મનુ, રાહુલ અને સુભાષ યાદવને સાથે રાખી તપાસ , સ્થાનિક મહિલાએ મકરપુરા પોલીસના કર્યા વખાણ , પોલીસને ગણતરીના કલાકમાં 3 આરોપીને ઝડપ્યા , જશોદાનગરમાં હત્યા કરનાર બે આરોપી હજુ ફરાર
Jan 17, 2026 09:03 am
વેપારી પ્રકાશ નવીન ઠક્કરે 15 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, વેપારી દર મહિને 75 હજાર વ્યાજ ચૂકવતો , વ્યાજ વધુ હોવાથી વેપારીને દુકાન વેચવાની ફરજ પડી, વેપારીએ 15 લાખ સામે 30 લાખ ભરપાઈ કર્યા હતા, તેમ છતાં પણ આરોપી કિશોરભા ગઢવી વધુ વ્યાજની માંગણી અને ધાક ધમકી આપતો, આરોપીના ત્રાસથી કંટાળી વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી
Jan 17, 2026 09:02 am
પોલીસે રાજકોટથી શૈલેષ લૂણગરીરાની કરી ધરપકડ , મ્યુલ બેંક એકાઉન્ટ ઓપરેટ કરી સાયબર ફ્રોડ કરતો, રિમાન્ડ દરમિયાન સામે આવી ચોંકાવનારી વિગતો , દેશના 3 રાજ્યમાં સાયબર ફ્રોડના 4 ગુનાઓનો પર્દાફાશ , મહારાષ્ટ્ર, આસામ અને વેસ્ટ બંગાળમાં સાયબર ફ્રોડ કર્યું
Jan 17, 2026 09:01 am
બેફામ કારચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત, અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર, કલ્યાણ ગઢ પાટિયા નજીક અકસ્માત સર્જી ફરાર, અકસ્માતમાં એકનું મોત, અન્ય એક યુવક ઈજાગ્રસ્ત, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Jan 17, 2026 08:58 am
પોલીસે આરોપી સાદિક આલમને ઝડપી પાડ્યો, ગેમ રમવાના નામે ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ ધમકી આપી ત્રીજા દિવસે પણ દુષ્કર્મ કર્યું, પીડિતાએ પતિને વાત કરતા ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી પાડ્યો
Jan 17, 2026 08:43 am
પોલીસે આરોપી વિશાલ પાટીલની કરી ધરપકડ, વિશાલે મકરપુરામાં બાઈકમાં તોડફોડ કરી હતી , બાઈક અથડાવવાની અદાવતમાં કરી હતી તોડફોડ, પોલીસે આરોપી વિશાલ પાસે ઉઠક બેઠક કરાવી
Jan 17, 2026 08:42 am
BRTS કોરીડોરમાં રેલિંગ સાથે અથડાતા અકસ્માત, કેતન પંચાલ હત્યાના ગુનામાં પેરોલ પર છૂટ્યો હતો, આસ્ટોડિયા દરવાજા પાસે BRTS કોરીડોરનો બનાવ, પત્નીએ મૃતક પતિ કેતન પંચાલ સામે નોંધાવી ફરિયાદ, ટ્રાફિક પોલીસે વધુ તપાસ હાથ ધરી
Jan 17, 2026 08:26 am
મકાન માલિકને ગોંધી રાખી માર માર્યો, ખેરા રોડ ઉપર આવેલ મકાનમાં લૂંટ ચલાવી, ચાર શખ્સોએ રૂ.8.06 લાખની લૂંટ ચલાવી, ચોરવાડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
Jan 17, 2026 08:16 am
પોલીસ તથા AMCની ટીમો દ્વારા વાહનો ટોઈગ કરવામાં આવતા હોવાથી વાહન ચાલકોને દંડ ભરવો પડે છે અને કફોડી સ્થિતમાં મુકાવું પડે છે. આ બાબતને ધ્યાનમાં લઈને ટ્રાફિકની સમ્યા હળવી કરવા માટે શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ એકમોએ પાર્કિંગની સુવિધા પૂરી પાડવા અંગે નિર્ણય લેવાયો છે. આમ, કોમર્શિયલ એકમોએ બહારના વાહનચાળકોને પણ પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની રહેશે. રહેશે. AMCની ટીમ અને પોલીસ દ્વારા કોમર્શિયલ એકમોની પિચાઈસીસમાં વાહન પાર્કિંગની જગ્યા ખાલી છે કે નહીં તે અંગે ચેકિંગ કરવામાં આવશે અને જગ્યા હોવા છતાં વાહનચાલકોને વાહન પાર્ક કરવાની ના પાડનાર કોમર્શિયલ એકમ સીલ કરવા સહિત કડક પગલાં લેવામાં આવશે.
Jan 17, 2026 08:16 am
AMC દ્વારા શહેરના પ્રહલાદનગર રોડ પર અને સિંધુ ભવન રોડ પર તૈયાર કરવામાં આવેલ માટીલેવલ પાર્કિંગનો શહેરીજનો ઉપયોગ કરવાનું વધારે તે માટે પ્રયાસો કરવામાં આવશે.પાંજરાપોળ, ઈન્કમટેક્સ જેવા ૧૦૦ જેટલા ટ્રાકિક જંક્શનો બ્યુટિફિકેશન કરી ડેવલપ કરારો. સ્ટેનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. નાના મોટા પંધાકીય એકમો, કોમર્શિયલ બિલ્ડિંગ, વગેરેમાં વાહનો ધાર્ક કરી શકાય તે માટે જગ્યા બશી હોવા છતાં બહારના વાહનચાલકોને વાહન પાર્ક કરવા દેતા ન હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ઠેર ઠેર રોડ સાઈડ પર મોટી સંખ્યામાં ટુ- વ્હીલર અને ફોર વ્હીલર વાહનો પાર્ક કરવાની ફરજ પડે છે.
Jan 17, 2026 08:16 am
શહેરમાં રોડ પર વાહનો પાર્ક કરવાને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બનતી અટકાવવા માટે શહેરમાં આવેલા પંધાકીય, કોમર્શિયલ એકમોમાં વાહન પાર્ક કરવા માટેની જગ્યા હોવા છતાં કોઈપણ વાહનચાલકને વાહન પાર્ક કરવા માટે ના પાડવામાં આવશે તો તેવા કોમર્શિયલ એકમોને સીલ કરવા સહિત પગલાં લેવાનો AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે. વાહનચાલકો રોડ પર વધાનો પાર્ક કરવાનું બંધ કરે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિરની આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરીને ભદ્ર વિસ્તારની જેમ ડેવલપ કરવામાં આવશે.
Jan 17, 2026 08:12 am
અમદાવાદમાં કોમર્શિયલ એકમમાં પાર્કિગને લઇ AMCની સૂચના છે અને પાર્કિગ હશે અને કોર્મશિયલ એકમ મનાઇ કરશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે, વાહનોને પાર્કિગ માટે ના પાડનારા એકમ દંડાશે. અમદાવાદમાં જગન્નાથ મંદિર વિસ્તારમાંથી દબાણો હટાવાશે અને મંદિર આસપાસ મોટી સંખ્યામાં બેસે છે ફેરિયાઓ, મંદિર આસપાસના તમામ ફેરિયાઓને હટાવશે મનપા અને ભદ્ર પરિસરની જેમ ખુલ્લું કરાશે જગન્નાથ મંદિર પરિસર. જગપ્રસિદ્ધ જગન્નાય મંદિરની આસપાસના ગેરકાયદે દબાણો પોલીસની મદદ લઈને હટાવવામાં આવશે અને જગન્નાય મંદિરના એરિયાને ભદ્ર પ્લાઝાની જેમ ડેવલપ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
Jan 17, 2026 08:02 am
ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો, મોડી રાત્રે 1:22 વાગ્યે ખાવડામાં ભૂકંપ નોંધાયો, ખાવડાથી 55 કિમી દૂર ભૂકંપનું એપિ સેન્ટર.
Jan 17, 2026 07:50 am
ભાજપના પૂર્વ ઉપપ્રમુખ બચુ સિસોદિયા આપમાં જોડાયા અને અનેક કાર્યકર્તાઓ સાથે ભાજપમાંથી છેડો ફાડ્યો છે, જવાહર ચાવડા સાથે બેઠક બાદ આપ્યું હતું રાજીનામું અને માળિયા હાટીના ભાજપ સંગઠનમાં મોટો ફેરફાર સામે આવ્યો છે, ખેડૂતો સાથે થતા અન્યાયનો વિરોધ નોંધાવી રાજીનામું આપ્યું છે, બચુભાઈના સમગ્ર પરિવારે ભાજપ સાથે છેડો ફાડ્યો અને નારાજ ભાજપ કાર્યકરોને આપમાં જોડાવા માટે અપીલ પણ કરી હતી.
Jan 17, 2026 07:49 am
ગોપાલ ઈટાલિયા તેમનું ભાષણ કરવા માટે સ્ટેજ પર પહોંચ્યા અને તેઓ ખેડૂતોને સંબોધિત કરી રહ્યાં હતા અને ભાષણ દરમિયાન એક શખ્સ તેમની તરફ જૂતું ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો છે અને કાર્યકરોનું ધ્યાન જતા તેને ઝડપી લેવામાં આવે છે, આ સમગ્ર ઘટનામાં ગોપાલ ઈટાલિયાને કોઈ ઈજા પહોંચી છે, અને કોના કહેવાથી આ કરવામાં આવ્યું તેને લઈ પોલીસની પણ તપાસ ચાલી રહી છે.
Jan 17, 2026 07:49 am
ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે, અગાઉ પણ એક સભામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતુ અને કાર્યકરની નજરે પડતા શખ્સને પકડી લીધો અને જૂતું ફેંકવાનો પ્રયાસ કરનારને પોલીસને સોંપાયો છે, આ મામલે ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, રાજકીય ઇશારે જૂતું ફેંકાયું છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે તે શખ્સની પૂછપરછ શરૂ કરી છે, આ શખ્સ કોણ છે તેની ઓળખ હજી થઈ નથી અને સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી.
Jan 17, 2026 07:48 am
જૂનાગઢમાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે, સ્ટેજની નજીક જઈ જૂતું ફેંકવાનો પ્રયાસ કરાતા કાર્યકર્તાઓ દ્વારા જૂતું ફેકનાર શખ્સને ઝડપી પોલીસને સોંપવામાં આવ્યો છે. જૂનાગઢના ગડુમાં AAPની ખેડૂત સભામાં જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એક શખ્સ ગોપાલ ઈટાલિયા ભાષણ આપવા માટે ઉભા થાય છે તે દરમિયાન નજીક આવીને તેમની પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરે છે તે પહેલા કાર્યકર્તાઓનું ધ્યાન પડે છે અને તે શખ્સને ઝડપી પોલીસને સોંપવામાં આવે છે.
Jan 17, 2026 07:28 am
આધિપત્ય જમાવવા સિંહણ ઉપર હાવી થતો સિંહ, ગિર જંગલ વિસ્તારનો વિડીયો વાયરલ, સિંહણ કરે છે સિંહ સામે પ્રતિકાર, સિંહ અને સિંહણ વચ્ચે મધ્ય જંગલમાં જામ્યો જંગ, સિંહણનો રૌદ્ર અવતાર જોઈ સિંહ પણ હેબતાયો, ક્રૂર લડાઈના જીવંત દ્રશ્યો પ્રવાસીઓના કેમેરામાં થયા કેદ, ગીરની કેડ પર વનરાજોનો અસલી મિજાજ જોવા મળ્યો, વન્યજીવોના આક્રમક તેવર જોઈ પ્રવાસીઓ પણ સ્તબ્ધ, સત્તાના વર્ચસ્વ માટે ગીરના જંગલમાં ભયાનક ઘર્ષણ.
Jan 17, 2026 07:15 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Jan 17, 2026 07:15 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Jan 17, 2026 07:15 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Jan 17, 2026 07:14 am
આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
Jan 17, 2026 07:13 am
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે અને પવનોની દિશાના બદલાતા ઠંડીમાં વધારો થયો હોવાની વાત સામે આવી છે, કેશોદ 8.01 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું છે અને પવનોની દિશા બદલાતા ઠંડી વધી છે. રાજ્યનું સૌથી નીચું તાપમાન કેશોદમાં 8.1 ડિગ્રી નોંધાયું છે, કંડલા એરપોર્ટમાં 8.6 ડિગ્રી, નલિયામાં 9.2 ડિગ્રી, અમરેલીમાં 9.4, દીવમાં 10.3 ડિગ્રી તાપમાન, ડીસામાં 11 ડિગ્રી, અમદાવાદમાં 14.5 ડિગ્રી, ભુજમાં 12.4 ડિગ્રી, મહુવામાં 12.5 ડિગ્રી, પોરબંદરમાં 13.6 ડિગ્રી, વેરાવળમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 17, 2026 07:02 am
કાશ્મીર ખીણ વિસ્તારમાં પારો નિચો જતા થીજી ગયા, પર્વતો પરથી વહેતા ઝરણાં, નદીનું પાણી બરફ બન્યું, વૃક્ષો પર ઝાકળ બરફમાં ફેરવાઈ, સ્થાનિકોનું જનજીવન પ્રભાવિત થયું, લોકો હાલાકીનો સામનો કરવા મજબુર, બીજી તરફ સહેલાણીઓની સંખ્યામાં વધારો.
Jan 17, 2026 07:01 am
મેહુલ ચોક્સીના પુત્ર રોહન ચોક્સીની સંડોવણી : ED, મેહુલે કૌભાંડ પર્દાફાશની આશંકાએ સંપત્તી પુત્રના નામે કરી, મની લોન્ડરીંગ કેસમાં EDનો દાવો રોહન ચોક્સી પણ સામેલ, સરકારે મેહુલ ચોક્સી વિરુદ્ધ પ્રત્યાર્પણની કાર્યવાહી કરી.
Jan 17, 2026 07:01 am
ડ્રોન પ્રવૃતિમાં વધારો થતા સુરક્ષા તંત્ર એલર્ટ, સેના પ્રમુખે સ્પષ્ટ કર્યું કે ડ્રોન દ્વારા જાસુસીનો હેતુ, જાસુસીના હેતુથી ડ્રોન મોકલવામાં આવે છે : સેના પ્રમુખ, ડ્રોન વડે પાક. પરીક્ષણ કરે છે : સેના પ્રમુખ, ‘ભારતીય રડાર કેટલાં જલ્દી એક્ટિવ થાય છે’,સાંબાં, રાજૌરીમાં, અને પુંછમાં જોવા મળ્યા હતા ડ્રોન.
Jan 17, 2026 06:58 am
માઇનસ 5.5 તાપમાનમાં લોકો ઠુંઠવાયા, વહેલી સવારે પાણીમાં બરફ જામી ગયો, હાડ થીજવતી ઠંડીમાં પણ સહેલાણીઓ ઉમટ્યા.
Jan 17, 2026 06:58 am
સેલા તળાવમાં લપસી જવાથી બે પ્રવાસીઓ ડૂબ્યા, તવાંગ જિલ્લામાં ગમખ્વાર ઘટના બની, 1 પ્રવાસીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો, અન્ય 1 યુવકની શોધખોળ હજુ ચાલુ.

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી