
Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Jan 21, 2026 11:09 pm
ગાંધીનગરના કલોલમાં સરપંચે નશો કરીને હોબાળો કર્યો હતો. વાંસજડા ગામના સરપંચે નશો કરીને ગેરવર્તન કર્યું હતું. સરપંચ ગુલાબજી કાળાજી ઠાકોરે નશો કરીને હોબાળો કર્યો હતો. સરપંચની બેફામ વાણી વિલાસથી ગ્રામ જનોમાં આક્રોશ જોવા મળ્યો છે. મામલો બિચકે નહીં તે માટે સરપંચને રવાના કરાયા હતાં.
Jan 21, 2026 11:00 pm
અમદાવાદના જુહાપુરામાં ડ્રગ્સના જથ્થા સાથે માતા અને પુત્રની ધરપકડ કરવામાં આવી છે. સમીમબાનુ અને મોમીનખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 7.74 લાખનું 246 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે.આ ડ્રગ્સ ફતેવાડીના સીરીન અલ્લારખ્ખાએ આપ્યું હતું. પોલીસે સીરીન અલ્લારખ્ખાની શોધખોળ હાથ ધરી છે.
Jan 21, 2026 10:45 pm
અમરેલીના રાજુલામાં ઘરમાં ઘૂસીને યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે. ઘાંસી વાડામાં યુવક પર ચાર લોકોએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતા રાજુલા પોલીસે તપાસ શરુ કરી
Jan 21, 2026 10:33 pm
અમદાવાદમાં ટ્રાવેલ્સ બસની અડફેટે આવતા એક બાળકનું મોત નિપજ્યું છે. સાયન્સ સિટી રોડ પર શુકન મોલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. બની અડફેટે ચાર વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. લકઝરી બસના ડ્રાઈવર જગદીશ ખટીકની ધરપકડ કરાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Jan 21, 2026 10:17 pm
અમરેલી ભાવનગર હાઈવે પર પીએસઆઈનો વચેટીયો લાંચ લેતા ઝડપાયો છે. ફરિયાદી સામે પાસા નહીં કરવા અને ટ્રકની ફાઈલ આપવા લાંચ માંગી હતી. ત્રણ લાખની લાંચ લેતા વચેટીયો આરીફ રવાજાણી ઝડપાયો છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પોલીસ કર્મી વતી લાંચ લીધી હતી. PSI આર.એમ.રાધનપરા સામે ગુનો નોંધાયો,પો.કર્મી આશિષસિંહ ઝાલા સામે ગુનો નોંધાયો,અમરેલી ACBએ આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરી
Jan 21, 2026 09:56 pm
વડોદરાના ગોત્રીમાં બોગસ બાનાખત બનાવવા મુદ્દે કોર્ટે બિલ્ડર ભુપેન્દ્ર શાહના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.ભુપેન્દ્ર શાહ અને સાગરિતના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.બિલ્ડર ભુપેન્દ્ર શાહ વિરુધ્ધ 4 પોલીસ મથકમાં નોંધાયેલા છે ગુના.ગોત્રીમાં બિલ્ડરે બોગસ બાનાખત બનાવ્યા હતા
Jan 21, 2026 09:48 pm
અમદાવાદમાં 12 વર્ષ પહેલા ગુમ થયેલી સગીરા મળી આવી છે. AHTU એ દ્વારા સગીરાનુ પરિવાર સાથે મિલન કરાવ્યું છે. વર્ષ 2014માં ગુમ થયેલી સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. દાણીલીમડા વિસ્તારમાંથી સગીરા ગુમ થઈ હતું. ક્રાઈમ બ્રાંચે સગીરાનું પરિવાર સાથે મિલન કરાવ્યુ છે.
Jan 21, 2026 09:39 pm
ભાવનગર આઈજી કચેરીમાં SIT દ્વારા જયરાજ આહિરની પૂછપરછ કરાઈ હતી. સતત ત્રણ કલાલ સુધી જયરાજ આહિરની પુછપરછ કરવામાં આવી હતી. બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાનો જયરાજ આહિર પર આરોપ છે. જયરાજ આહિરે કહ્યું હતું કે, મેં એસઆઈટીના તમામ સવાલોના જવાબ આપ્યા છે. મને કાયદા પર સંપૂર્ણ ભરોસો છે. મારૂ વધુ નિવેદન લેવા માટે ભવિષ્યમાં બોલાવશે તો પણ હું આવીશ.
Jan 21, 2026 09:25 pm
છોટા ઉદેપુરમા બુટલેગરો બેફામ બન્યાં છે. પોલીસે કરેલુ બેરિકેટિંગ તોડીને બુટલેગર ભાગ્યો હતો. પોલીસે બુટલેગરને પકડવા એક કિ.મી સુધી પીછો કર્યો હતો. પોલીસને જોઈને બુટલેગર ગાડી મુકીને ભાગ્યો હતો. પોલીસે 1.71 લાખનો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
Jan 21, 2026 09:06 pm
વડોદરામાં ગેસ બિલ નહીં ભરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. નવા પુરા વિસ્તારમાં 5.66 લાખની વસૂલાત કરાઈ છે. કૂલ 10 લાખથી વધુના ગેસ બિલ બાકી હોવાથી 87 ગેસ ધારકોને ત્યાં બિલ માટે કડકાઈ વર્તાઈ છે. 33 ગેસ કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે.
Jan 21, 2026 08:28 pm
હિંમતનગરમાં વધુ એક પોન્ઝી સ્કિમ બહાર આવી છે. એપી કન્સલ્ટન્સી ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું છે.આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીનું કૌભાંડ ઝડપાયું છે.આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મીનું કૌભાંડ ઝડપાયું છે.પોન્ઝી સ્કિમ ખોલી લોકોને રાતા પાણીએ રડાવ્યા છે.10 થી 15 ટકાના રિટર્નની લાલચ આપી ઠગાઇ કરી છે. ઓફિસને તાળા મારી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા, સિવિલના નર્સિંગ સ્ટાફ દંપતિ શિકાર થતા ફરિયાદ નોંધાઈ છે. અનિલ પરમાર સહિત છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. 12 રોકાણકારો સાથે 40.45 લાખની છેતરપિંડી સામે આવી છે.
Jan 21, 2026 08:02 pm
દ્વારકાના ભાણવડમાં 3,000 નામ કમી કરવા અરજી,મતદારોના નામ કરી કરવા અજાણ્યા વ્યક્તિની અરજી,મતદારોના નામ કમી કરવા ફોર્મ નંબર 7 ભરી અરજી કરી, વોર્ડ નંબર 5માં BLOએ ખરાઇ કરતા હકીકત બહાર આવી, અરજદારનું નામ, મોબાઇલ, ઇલેક્શન કાર્ડ નંબર ખોટા,મતદારે ઇલેક્શન અધિકારી, પોલીસને ફરિયાદ કરી
Jan 21, 2026 07:39 pm
ગુજરાતમાં આજે LRD અને PSI ભરતીના પ્રથમ દિવસે કુલ 10,500 ઉમેદવારોને બોલાવાયા હતાં. પહેલા દિવસે 6,340 ઉમેદવારો શારીરિક પરીક્ષામાં હાજર રહ્યા હતાં.2,576 ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થયા હતાં.13 માર્ચ સુધી ચાલશે શારીરિક કસોટી
Jan 21, 2026 07:26 pm
વાવ થરાદના ધરણીધર તાલુકામાં અકસ્માત સર્જાયો છે. ટડાવ ઢેરિયાણા રોડ પર અકસ્માત સર્જાયો છે. બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાળકનું મોત નિપજ્યું છે. બાળકના માતા પિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે.
Jan 21, 2026 07:10 pm
ટાટ હિતરક્ષક સંઘના આગેવાનોએ ગાંધીનગરમાં શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે. પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકના ચાર્જ બાબતે રજૂઆત કરી છે. ચાર્જ આપવાની સૂચનાઓના પરિપત્રમાં સુધારો કરવા રજૂઆત કરાઈ છે. તાજેતરમાં શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રમાં એચ ટાટ શિક્ષકોને લઈને નિર્ણય કરાયો હતો. 10 કિ.મીના દાયરામાં આવતી સ્કૂલો અંગે પણ નિર્ણય કરાયો હતો. સરકારના આ નિર્ણયથી એચ ટાટ શિક્ષકોમાં ભારે નારાજગી વ્યાપી હતી. 10 કિ.મીના નિયમમાં ફેર વિચારણા કરવા માગ કરાઈ છે. બાળકોના શિક્ષણ પર અસર થતી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.
Jan 21, 2026 06:53 pm
જૂનાગઢમાં ડિમોલિશનની કામગીરી સમયે હોબાળો મચી જવા પામ્યો હતો. જેતપુર અને સોમનાથ હાઈવે પર વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો. દબાણની કામગીરી સામે 200 જેટલા વેપારીઓ રસ્તા પર ઉતરી ગયા હતાં. જાણ કર્યા વિના જ ડિમોલિશન કરવામાં આવતા વેપારીઓએ વિરોધ કર્યો હતો. લેખિત કે મૌખિક નોટીસ વિના જ કાર્યવાહી કરવામાં આવતા સવાલો ઉભા થયા છે. ભારે હોબાળાને પગલે હાઈવે પર સ્થિતિ તંગ છે.
Jan 21, 2026 06:42 pm
સુરતના નવા ગામમાં જાહેર રોડ પર મારામારીનો બનાવ સામે આવ્યો છે. બે મહિલાઓએ એકબીજાના વાળ ખેંચ્યા હતાં. મારા મારી કયા કારણે થઈ તે હજી અકબંધ છે. મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Jan 21, 2026 06:31 pm
વાહન વ્યવહાર વિભાગે LED હેડલાઇટને લઈ સૂચના આપી છે. અતિ તીવ્રતાવાળી હેડલાઇટ સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે.LED હેડલાઇટ ધરાવતા વાહનો સામે કાર્યવાહીની સૂચના આપી છે.રાજ્યની તમામ RTOને વાહનવ્યવહાર વિભાગની સૂચના મળી છે.
Jan 21, 2026 06:13 pm
મહેસાણાની ખુશી આપઘાત કેસમાં આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. મહિલા આરોપી રમીલા પટેલને 10 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારાયો છે. મહિલા મૃતક સગીરાના પિતાની પૂર્વ પ્રેમિકા હતી. પિતા સાથે સંબંધ તૂટતા તેણે સગીરાને મરવા મજબૂર કરી હતી. 2020માં 16 વર્ષિય સગીરાએ કંટાળીને જીવન ટૂંકાવ્યું હતું. ખુશીએ લખેલી સુસાઈડ નોટ મહત્વનો પુરાવો સાબિત થઈ હતી. પુરાવાના અભાવે અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતાં.
Jan 21, 2026 05:55 pm
2. Ahmedabad News : આસારામ આશ્રમના દબાણો દૂર કરાશે, 32 એકમો સરકારી જગ્યા પર ઉભા કરાયા
3. Kheda News: રિયલ નમકીનના પ્રોડક્શન પર બ્રેક, લક્ષ્મી સ્નેક્સના 1,000 કામદારો હડતાલ પર ઉતર્યા
4.Gandhinagar News : 862 કરોડના સાયબર ફ્રોડમાં આઠ આરોપીઓની ધરપકડ, જાણો આખું રેકેટ ક્યાંથી ચાલતુ હતું
5.Union Budget 2026 : આ શબ્દો સમજો અને બજેટ ભાષણ બની જશે એકદમ સરળ
6. Rohit Sharmaએ T20 વર્લ્ડકપ અંગે કુલદીપ યાદવને આપી ચેતવણી, વાયરલ થયો VIDEO
7. BCCI પાસે Shubman Gilએ કરી માગ, હવે ખેલાડીઓએ કરવું પડશે આ કામ
8. Surat ટાંકી દુર્ઘટનામાં એક્શન, માંડવી પોલીસે બે એન્જિનિયર સહિત 7 આરોપીઓને જેલભેગા કર્યા
9. Salman Khanને દિલ્હી હાઈકોર્ટનો આંચકો! 4 અઠવાડિયામાં આપવો પડશે જવાબ! જાણો મામલો શું?
10. Rajkot News: નિષ્ઠુર પિતાએ ગળે ટૂંપો આપી પોતાના પાંચ વર્ષના દીકરાને મોતને ઘાટ ઉતાર્યો
Jan 21, 2026 05:41 pm
સમગ્ર દેશમા સાયબર ફ્રોડના બનાવો વધી રહ્યાં છે. આ પ્રકારના ફ્રોડ આચરવા માટે ભાડાના બેંક ખાતાનો ઉપયોગ થાય છે. જેથી ગુજરાતમાં સાયબર ફ્રોડની અટકાવવા માટે પોલીસ દ્વારા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની રચના કરવામાં આવી છે. આ સેન્ટર દ્વારા ઓપરેશન મ્યૂલ હન્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે કાર્યવાહી કરાઈ છે. 862 કરોડના સાયબર ઠગાઈનો ભેદ ઉકેલાયો છે અને તેમાં સંડોવાયેલા આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
Jan 21, 2026 05:18 pm
અમદાવાદમાં આસારામ આશ્રમના દબાણો દૂર કરાશે. 32 એકમો પર દબાણ ઉભા થતાં નોટીસ આપવામાં આવી છે. આ દબાણો તોડીને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં આવશે. 32 એકમો દ્વારા ઈમ્પેક્ટની અરજી કરાઈ હતી. કોર્પોરેશન દ્વારા આ અરજી ના મંજૂર કરાઈ છે.અરજી ના મંજૂર થતાં GUDAમા અરજી કરાઈ હતી. જેથી અરજીનો ઝડપથી નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે.
Jan 21, 2026 04:51 pm
તેમણે વધુમાં કહ્યું હતું કે, નાના કે મોટા કામ ગ્રાન્ટના અભાવે અટકતા હોય છે. ગ્રાન્ટના અભાવે કોઈ કામ ના અટકે તે બાબતે કેબિનેટની બેઠકમાં સૂચના આપવામાં આવી છે. જરૂર પ્રમાણે ગ્રાન્ટનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. કામો ઝડપથી આગળ વધે તે માટે પણ મુખ્યમંત્રીએ ટકોર કરી છે. મહેમદાવાદ મહુધાનો રોડ 200 કરોડના ખર્ચે તૈયાર થયો છે. રોડ બાબતે ફરિયાદ મળતાં જ મુખ્યમંત્રીએ જરૂરી તપાસ અને કાર્યવાહી કરવાની સૂચના આપી દીધી છે.
Jan 21, 2026 04:34 pm
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં ટેકાના ભાવે કરવામાં આવેલી ખરીદીને લઈને કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હતી. 8.21 લાખ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી સરકારે ખરીદી છે. 17.99 લાખ મેટ્રિક ટન પાકોની ખરીદી કરવામાં આવી છે. 9900 કરોડની રકમની ચૂકવણી કરાઈ છે. જે ગોડાઉનના પ્રશ્નો હતા તેનું સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું છે. ઓક્ટોબરમાં માત્ર કમોસમી વરસાદ થયો હતો. જેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. 33.76 લાખ અરજીમાંથઈ 33.08 લાખ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાં 32 લાખથી વધુ ખેડૂતોને 9466 કરોડની સહાય ચૂકવાઈ છે.
Jan 21, 2026 04:18 pm
સુરતના માંડવીના તડકેશ્વરમાં ધરાશાયી થયેલી પાણીની ટાંકીને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગુણવત્તાની ચકાસણીના કારણે સુધારો થયો. ક્ષતિ રહી જતી હોય તેમાં કોઈ બાંધછોડ ન કરે. કોન્ટ્રાક્ટરના બિલ અટકાવી દેવાયા છે. દોષિતોને સજા થાય તે માટે CMએ કડક સૂચના આપી છે. વિવિધ વિભાગો બાંધકામનું કામ કરે છે.ગુણવત્તા બાબતે સચિવોને કાર્યવાહી કરવાની સૂચના આપી છે.સરકાર કોઈની શેહશરમ રાખ્યા વિના પગલાં લઈ રહી છે
Jan 21, 2026 04:06 pm
પંચધાતુના દાગીના પર સોનાનો વરખ ચડાવી દેશભરના સોની વેપારીઓને ચૂનો લગાવતી ખતરનાક બંગાળી ગેંગના બે સભ્યોને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વડોદરા પાસેથી દબોચી લીધા છે. આ ગેંગે અત્યાર સુધીમાં 15 રાજ્યોના 56 શહેરોમાં છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે. સોના ચાંદીના વધતા જતા ભાવોને લઈને ઠગ ટોળકી સક્રિય બની છે.
Jan 21, 2026 03:54 pm
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ પૂરાં થતાં હોવાથી રાજ્યના કતલખાના બંધ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. 22 જાન્યુઆરીએ કતલખાના બંધ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગે પરિપત્ર કર્યો છે.
Jan 21, 2026 03:36 pm
સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ખનનને એક ગંભીર અપરાધ ગણાવ્યો, પર્યાવરણ પર તેની ગંભીર અસર પડી શકે છેઃ સુપ્રીમ કોર્ટ, 4 સપ્તાહમાં કેન્દ્ર, રાજ્યોને રિપોર્ટ દાખલ કરવા આદેશ, સુપ્રીમ કોર્ટે 100 મીટરના નિયમને લઇને રોક યથાવત રાખી, ગેરકાયદે ખનન રોકવા સ્વતંત્ર સમિતી બનાવવાનો સંકેત, સમસ્યાના મૂળ સુધી પહોંચવું જરુરીઃ સુપ્રીમ કોર્ટ.
Jan 21, 2026 03:23 pm
FSL,ગાંધીનગર વિજિલન્સ, માંડવી DYSP સ્થળે પહોંચ્યા, વિજિલન્સ ટીમે ધ્વસ્ત ટાંકીના સેમ્પલો લીધા, ધરાશાયી ટાંકીને ચારેબાજુથી કોર્ડન કરવામાં આવી, ટાંકી ધરાશાયી થવાની ઘટનામાં કુલ 5 સામે ફરિયાદ.
Jan 21, 2026 03:19 pm
ઉંઝા શહેરને 3 દિવસ રહેશે ધરોઈનું પાણી નહીં મળે, 21 જાન્યુ.થી 23 જાન્યુ. સુધી પાણી કાપ રહેશે, વાવ ખાતે અંદરગ્રાઉન્ડ વોટર ટાંકીની સફાઈ થતા કાપ, પાણી કાપને લઈ નાગરિકોને અગાઉથી જાણ કરાઈ.
Jan 21, 2026 03:12 pm
આગામી તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વની બોટાદ જિલ્લા કક્ષાની ઉજવણી ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, ગઢડા ખાતે આન, બાન અને શાન સાથે યોજાશે. આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પ્રભારી મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન કરાશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂ, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે હેતુસર જિલ્લા કલેક્ટર ડૉ. જીન્સી રોયની અધ્યક્ષતામાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, ગઢડા ખાતે પૂર્વતૈયારી અંગે બેઠક યોજાઈ હતી.
Jan 21, 2026 02:54 pm
સલડી ગામે થતી રેતી ચોરી પોલીસે ઝડપી, પોલીસે રેતી ભરેલા 2 ડમ્પર ઝડપ્યા, શેત્રુજી નદીમાંથી થતી રેતી ચોરી ઝડપી, ખાણ ખનીજ વિભાગે દંડની કાર્યવાહી કરી.
Jan 21, 2026 02:48 pm
જૈશના કોડ 26-26નો ખુલાસો થયો, કોડનો અર્થ હુમલાને અંજામ આપવાનો, પોલીસે આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા, વોન્ટેડ આતંકી રેહાનનો પણ ફોટો લગાવાયો, રિપબ્લિક ડે પહેલા દિલ્હીમાં પણ હાઇએલર્ટ.
Jan 21, 2026 02:45 pm
કમળાપુર પાસે ટ્રક-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં બાઇક ચાલક બંને યુવકોના મોત, બાઇક સાથે અકસ્માત થતા ટ્રક પલટ્યો.
Jan 21, 2026 02:39 pm
01 - Railway News : વેરાવળથી બાન્દ્રા ટર્મિનસ માટે સ્પેશિયલ ટ્રેન ચાલશે, આવતીકાલથી બુકિંગ થશે શરૂ
03 - Vadodara News : ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ મજૂર અમદાવાદ ખાતે સારવાર હેઠળ
06 - ICC વનડે રેન્કિંગમાં મોટો ફેરફાર, ડેરિલ મિશેલ બન્યો નંબર 1 બેટ્સમેન
10 - T20I વર્લ્ડકપ વિવાદ વચ્ચે બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે તોડ્યું મૌન,જાણો શું કહ્યું
Jan 21, 2026 02:28 pm
શહેરના નામાંકિત જ્વેલર્સ પર GSTના દરોડા, પરશુરામ દયારામ જવેલર્સના શો રૂમ પર GSTનું સર્ચ, શાહ નગીનદાસ ભગવાનદાસની 2 પેઢી પર દરોડા, CGST જૂનાગઢ ડિવિઝનની ટીમના દરોડા.
Jan 21, 2026 02:06 pm
રાજ્યમાં 7 દિવસ બેવડી ઋતુ રહેશેઃ હવામાન, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા સવારે ઠંડીનો અહેસાસ થશે, બપોરે 30 થી 32 ડિગ્રી સુધી મહતમ તાપમાન રહેશે, અનેક જિલ્લામાં લઘુતન તાપમાન 17 ડિગ્રી સુધી રહેશે, 48 કલાક બાદ લઘુતમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે, પવનની ગતિમાં વધારો રહેતા સવારે ઠંડીનો અહેસાસ થશે.
Jan 21, 2026 02:04 pm
ફરિયાદ બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો, માંગરોળના DySP બી.કે વાનરને તપાસ સોંપાઇ, DySP, FSLના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, એફએસએલ દ્વારા સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી.
Jan 21, 2026 01:57 pm
અમદાવાદના રાયખડમાંથી એક વ્યક્તિ ઝડપાયો, આગ્રા - રાજસ્થાન બોર્ડર પરથી લાવ્યો હતો પિસ્તોલ, એક પિસ્તોલ અને બે જીવતા કારતૂસ કબજે, પિસ્તોલ રાખવા અંગે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી.
Jan 21, 2026 01:42 pm
01-ટ્રેન નંબર 09018/09017 વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ
ટ્રેન નંબર 09017 બાન્દ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2026થી 22 ફેબ્રુઆરી, 2026 સુધી દર રવિવારે બાન્દ્રા ટર્મિનસથી બપોરે 14.40 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 08.05 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન બાન્દ્રા ટર્મિનસથી 25 જાન્યુઆરી, 01 ફેબ્રુઆરી, 08 ફેબ્રુઆરી, 15 ફેબ્રુઆરી અને 22 ફેબ્રુઆરી, 2026ના રોજ ચલાવવામાં આવશે.
02-આ ટ્રેન બંને દિશામાં કેશોદ, જૂનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, સુરેન્દ્રનગર જંકશન, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચો રહેશે. ટ્રેન નંબર 09018 અને 09017 માટે ટિકિટોની બુકિંગ 22.01.2026 (ગુરુવાર)થી યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમયપત્રક, સ્ટોપેજ અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટ પર જઈને અવલોકન કરી શકે છે.
Jan 21, 2026 01:41 pm
ટ્રેનોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળ અને બાન્દ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડે “સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09018 વેરાવળ–બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ 26 જાન્યુઆરી, 2026થી 23 ફેબ્રુઆરી, 2026 સુધી દર સોમવારે વેરાવળથી સવારે 11.05 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે પ્રાતઃ 04.55 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન વેરાવળથી 26 જાન્યુઆરી, 02 ફેબ્રુઆરી, 09 ફેબ્રુઆરી, 16 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ચલાવવામાં આવશે.
Jan 21, 2026 01:22 pm
સુરતળાવ માઇનોર કેનાલ તૂટતા પાણીનો વેડફાટ, ખેડૂતોએ કેનાલની બાજુમાં કાંસ બનાવી, કાંસમાં ઝાડી ઝાંખરાના કારણે પાણીનો ઓવરફ્લો, ઓવરફ્લો થઈ પાણી લોકોના ઘરો સુધી પહોંચ્યા, તંત્રની બેદરકારીથી ખેડૂતો-સ્થાનિકો વચ્ચે થાય છે સંઘર્ષ.
Jan 21, 2026 01:14 pm
અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે અપાઇ જવાબદારી
સંગઠનના અધ્યક્ષ બન્યા બાદ અનાર પટેલનું મોટું નિવેદન
દેડકાને ભેગા કરી શકાય પણ પટેલોને નહીંઃ અનાર પટેલ
મારી ઉપરનો વિશ્વાસ ક્યારે ડગવા નહિ દઉંઃ અનાર પટેલ
મને સમાજે કંઇક આપ્યું, હોદ્દો મળ્યો તે નિભાવીશઃ અનાર
ખોડલ ઈચ્છાથી બધું થાય છે, નરેશ પટેલે માં ને આગળ રાખ્યા
મતભેદ હોઇ શકે પણ મનભેદ ન હોવા જોઈએઃ અનાર
સમાજ મોટો છે આપણે મોટા નથીઃ અનાર પટેલ
નરેશ પટેલને ટેકો આપીએ ટીકા નહીંઃ અનાર પટેલ
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલનુ નિવેદન
વિચાર હોય ત્યાં હોદ્દાની જરુર નથીઃ નરેશ પટેલ
અનાર પટેલને સંગઠનના અધ્યક્ષ બનાવ્યાઃ નરેશ પટેલ
જેની બહેન ઠુમ્મરને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરાશેઃ નરેશ પટેલ
મેં કદી નથી કીધું મારો પુત્ર ચેરમેન બને : નરેશ પટેલ
‘એવો સમાજ બનાવો છે કે સરકાર આંગળી ન ચીંધી શકે’
પટેલ સમાજ ભોળપણમાંથી બહાર આવેઃ નરેશ પટેલ
ખોડલધામમાં રહેવા માટે ભવ્ય ભવન બનશેઃ નરેશ પટેલ
Jan 21, 2026 01:00 pm
તાલિમી વિમાન ક્રેશ થઇને તળાવમાં પડ્યુ, 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
Jan 21, 2026 12:54 pm
સજા માફીનો નિર્ણય લેવાય ત્યાં સુધી જેલમુક્ત થવા અરજી, SCના આદેશ બાદ સજા સસ્પેન્ડ કરવા HCમાં કરી અરજી, નારાયણ સાંઇએ અપીલ પર નિર્ણય સુધી જેલમુક્ત કરવા માગ, 26 ફેબ્રુઆરીએ અરજી પર સુનાવણી હાથ ધરાશે.
Jan 21, 2026 12:47 pm
25 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ થશે, અંબાજીમાં તૈયાર થયું ભવ્ય જય સોમનાથ ઉમિયાધામ, યાત્રિકોને રહેવા-જમવાની સહિતની તમામ સુવિધાઓ, જય સોમનાથ ઉમિયાધામ અદ્યતન સુવિધાઓ સજ્જ.
Jan 21, 2026 12:38 pm
16 મીટરને બદલે 14 મીટરનો રોડ બન્યો, સ્થાનિકોએ ત્રણ વાંદરા બતાવી વિરોધ કર્યો, સ્થાનિકોનો પોસ્ટર-બેનર સાથે વિરોધ, કોન્ટ્રાક્ટર સામે જોવું, સાંભળવું, બોલવું નહિઃ સ્થાનિકો, ‘ચૂંટણી આવતા ગ્રાન્ટ વાપરવા કોન્ટ્રાક્ટરને ફાયદો’, દબાણ હટાવવા પાલિકાને કહ્યું હતું : કોન્ટ્રાક્ટર, પાલિકા રોડ ખુલ્લો ન કરે તો અમે શું કરીએઃ કોન્ટ્રાક્ટર, અમે રોડ હલકી કક્ષાનો નથી બનાવ્યો : કોન્ટ્રાક્ટર.
Jan 21, 2026 12:35 pm
400 અમેરીકન ડોલર અને 200 કેનેડીયન ડોલર અને રોકડ રકમ સહિત 4.52 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા,રાત્રે અમિતભાઈ અને તેમની પત્ની ધરે પરત આવતા બેડરૂમનો પાછળનો દરવાજો તુટેલો હતો તેમજ તીજોરી ખુલ્લી અને સામાન વેરણ છેરણ પડયો હતો,તેમજ તીજોરીમાંથી સોનાનાં દાગીનાં અને ડોલરની ચરી થઈ હોવાનું જણાતા તેઓએ આ બનાવ અંગે સોજીત્રા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી ડૉગ સ્કવોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી.
Jan 21, 2026 12:34 pm
આણંદ જિલ્લાનાં સોજીત્રાનાં કાસોર ગામમાં બંધ મકાનનાં બીજા માળનો દરવાજો તોડી તીજોરીમાંથી સોનાનાં દાગીનાં ડોલર અને રોકડ રકમ મળી સાડા ચાર લાખની મતાની ચોરીનાં બનાવમાં સોજીત્રા પોલીસે ચોરી કરનાર કૌટુબિંક ભાઈને ઝડપી પાડયો છે. કાસોર ગામમાં રાંમજી મંદીર પાસે રહેતા અંમિતભાઈ જશભાઈ પટેલ અનાજ કરીયાણાનો વેપાર કરે છે, ગત પાંચમી જાન્યુઆરીનાં રોજ અમિતભાઈનાં પિતરાઈ ભાઈની દિકરીનાં લગ્ન હોવાથી તેઓ સવારે આઠ વાગે પરિવાર સાથે પીપલગ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને રાત્રે સાડા અગીયાર વાગે ઘરે પરત આવ્યા હતા તે સમય દરમિયાન તસ્કરોએ અમિતભાઈનાં મકાનનાં બીજા માળનાં બેડરૂમનો દરવાજો તોડી મકાનમાં પ્રવેશ કરી તીજોરીમાંથી સોનાનાં દાગીનાંની ચોરી કરી હતી.
Jan 21, 2026 12:25 pm
મોડાસાથી ઠેમડા બસના ડ્રાઈવર હાર્ટ એટેકથી મોત, ચાલુ નોકરી દરમિયાન અચાનક છાતીમાં દુખાવો, સારવાર દરમિયાન ડોક્ટરે ડ્રાઇવરને મૃત જાહેર કર્યા, ટીંટોઈના વતની જયદિપસિંહ ચંપાવતનું નિધન.
Jan 21, 2026 12:13 pm
વડોદરામાં એલસીબી ઝોન 3એ સપાટો બોલાવ્યો છે અને બીયર ભરેલી આઈસર ઝડપી પાડી છે, બાતમીના આધારે આ બીયર ભરેલી આઈસર ઝડપી છે અને બટાકાની આડમાં બીયરનો જથ્થો લવાતો હોવાની વાત સામે આવી છે. વડોદરામાં એલસીબી ઝોન-3એ સપાટો બોલાવ્યો છે અને બીયરનો જથ્થો ઝડપી પાડયો છે, પોલીસે તરસાલી જાંબુઆ સર્વિસ રોડ પરથી આ બીયરનો જથ્થો ઝડપી પાડી આ એક શખ્સની અટકાયત કરી છે, પોલીસે કુલ મળીને 31 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે, બીયરનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Jan 21, 2026 11:47 am
ડિગ્રી અને લાયસન્સ વગર બોગસ તબીબ પ્રેક્ટિસ કરતો, SOG પોલીસે નકલી તબીબ સંજય પટેલે ઝડપ્યો, SOG પોલીસે ઇન્જેક્શન, દવાઓ, સાધનો જપ્ત કર્યા.
Jan 21, 2026 11:37 am
06 - Bmc Mayor 2026: મેયર પદ કોનું? એકનાથ શિંદે કે પછી બીજેપી?
07 - Gautam Gambhir માટે 'કરો યા મરો' જેવી સ્થિતિ! આગામી 6 અઠવાડિયામાં થશે કોચિંગ કરિયરનો ફેંસલો!
08 - Bangladeshમાં ભારતીયો પર હુમલાનો ભય! ભારતે કેમ પાછા બોલાવ્યા રાજદ્વારીઓના પરિવાર?
10 - Mahhi Vij : જય ભાનુશાલી સાથે છૂટાછેડા બાદ, મહિનાની અંદર જ માહીએ લીધો મોટો નિર્ણય!
Jan 21, 2026 11:30 am
પોલીસે આરોપીઓને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું, જૂની અદાવતમાં દંપતિ પર આરોપીઓએ કર્યો હતો હુમલો, બોરતળાવ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા, પોલીસે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કર્યુ.
Jan 21, 2026 10:54 am
અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે અપાઇ જવાબદારી, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે કરી જાહેરાત, ખોડલધામના સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે, ખોડલધામ કન્વીનર મીટ-2026માં કરવામાં આવી જાહેરાત.
Jan 21, 2026 10:45 am
અમરેલીના ઢૂંઢિયા પીપળીયા ગામે રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે અને વહેલી સવારે 4 લોકોને હડકાયા કૂતરાએ બચકા ભર્યા, ગામમાં કૂતરાના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. અમરેલીના ઢૂંઢિયા ગામે રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે અને લોકો સ્વબચાવ માટે લાકડી લઈને બહાર નીકળી રહ્યા છે અને જે લોકોને કૂતરાએ બચકા ભર્યા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે, ગામમાં કૂતરાના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, રખડતા કૂતરાને લઈ અગાઉ પણ ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરી હતી.
Jan 21, 2026 10:40 am
પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આરોપીનો આપઘાત, સ્વેટરના દોરાથી આરોપીએ આપઘાત કર્યો, પત્ની સાથે બોલાચાલી થતા પોલીસે અટકાયત કરી હતી, રમેશ વસાવાએ આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી.
Jan 21, 2026 10:15 am
27 વર્ષની સેવા આપ્યા બાદ NASAમાંથી નિવૃત, કુલ 608 દિવસ સુનિતાએ સ્પેસમાં વિતાવ્યા, ડિસેમ્બર 2025માં સત્તાવાર નિવૃતિ જાહેર કરી, NASAના એડમિનિસ્ટ્રેટરે આજે જાહેરાત કરી, સુનિતા વિલિયમ્સને અંતરિક્ષ વિજ્ઞાનના પથદર્શક ગણાવ્યા.
Jan 21, 2026 10:14 am
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર ઇજારદાર દ્વારા નિયમ અનુસાર આ મજૂરનું ઇન્સ્યોરન્સ કરાવેલ છે તે અંતર્ગત મજુરની આ સારવાર આવરી લેવામાં આવેલ છે. જેથી આ ઘટનાને કારણે મજૂરના કૌટુંકબીજનો પર વધારાનો નાણાકીય બોજ પડ્યો નથી. હાલ મજુરની સારવાર દરમિયાન ઇજારદારનો 1 વ્યક્તિ હોસ્પિટલમાં મજૂરની સાથે સાર સંભાળ માટે રાખેલ છે. ઈજા પામેલ મજુરની તબિયત હાલમા સુધારા હેઠળ છે. આ બ્રીજની કન્સ્ટ્રક્શનની કામગીરી જરૂરી સેફટી સાથે જ કરવામાં આવે છે જેની નોંધ લેવા વિનંતી છે.
Jan 21, 2026 10:14 am
આ દરમિયાન ઇજારદારના મેનેજર ચાર્મીલભાઈ તથા જીગરભાઈ સ્થળ પર હાજર હતા. આ ઘટનાને કારણે મજુરને કમરના ભાગમાં તથા પગના ભાગમાં ફેકચરની ઈજા થવા પામી છે. ઇજારદાર દ્વારા તે વ્યક્તિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જરૂરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ તે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે એમ વડોદરા માર્ગ અને મકાન રાજ્ય વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.
Jan 21, 2026 10:14 am
વડોદરાના ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ છે તે અન્વયે જણાવવાનું કે હાલ ગંભીરા બ્રિજ પર પુલની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. હાલમાં આ બ્રિજ માં અંદાજિત ૩૦૦ થી ૩૫૦ મજૂરો કામગીરી કરી રહેલ છે. એક મજૂર સેફટી સાધન પહેરીને પિયરની કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન સેફ્ટી બેલ્ટનો હુક યોગ્ય સ્થળે ન લગાવતા કામગીરી દરમિયાન અકસ્માતથી લપસીને નીચે પડેલ ગયો હતો.
Jan 21, 2026 09:56 am
MCX બજારમાં સોના-ચાંદીના ભાવમાં વાધારો નોંધાયો, ચાંદીનો એક કિલોના ભાવમાં રૂ.2900નો વધારો, 2900ના વધારા સાથે ચાંદીનો ભાવ 3.26 લાખે પહોચ્યો, સોનાના ભાવમાં પણ રૂ.5600નો વધારો નોંધાયો, ભાવ વધારા સાથે 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.1.56 લાખ.
Jan 21, 2026 09:55 am
ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓ પણ બંધ કરાવવા રજૂઆત, રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જરને સ્થાનિકોની રજૂઆત, સ્થાનિક પોલીસને ગેરકાયદે નોનવેજની દુકાનો તપાસવા સૂચના, ગેરકાયદે ચાલતા સ્પા-મસાજ પાર્લરો સામે કાર્યવાહી કરાશે, ટ્રાફિક મુદ્દે સ્કૂલોમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ પણ યોજાશે, રાજકોટ ગ્રામ્ય SPની ઉપસ્થિતિમાં લોક દરબાર કાર્યક્રમ યોજાશે.
Jan 21, 2026 09:37 am
આરોપીએ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી મિત્રના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને ઉતરસંડા ખાતે લઈ આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, આરોપીએ દુષ્કર્મ ગુજારી તેનો વીડિયો બનાવી વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હતી અને આણંદ પોલીસે સાંગોળપુરામાં રહેતા તુષાર બારૈયાની ધરપકડ કરી છે. તો આ સમગ્ર ઘટનામાં યુવતી ગભરાઈ ગઈ હતી અને તેણે ઘરે આવીને પરિજનોને જાણ કરી હતી.
Jan 21, 2026 09:36 am
આણંદની કિશોરી સાથે દુષ્કર્મ કરનાર ઝડપાયો છે અને કિશોરીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યુ હતુ, ઉતરસંડા ખાતે લઇ જઇ આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતુ. આણંદમાં પ્રેમજાળમાં ફસાવી કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર ઝડપાયો છે, વીડિયો બનાવી બદનામ કરવાની ધમકી આપી હતી આરોપીએ અને પોલીસે સાંગોળપુરામાં રહેતા તુષાર બારૈયાને ઝડપ્યો છે. આણંદમાં રહેતી 17 વર્ષીય કિશોરી સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, અને કુલ 2 આરોપીની ધરપકડ કરાઈ છે.
Jan 21, 2026 09:20 am
PHDની ફીમાં 260 ટકા જેટલો વધારો કરાયો, 30 હજાર સુધીનો વધુ ખર્ચ વિદ્યાર્થીઓએ કરવો પડશે, વિદ્યાર્થીઓને 12 હજાર સામે 30 હજાર ખર્ચ થશે, વિદ્યાર્થિનીઓને 7 હજાર સામે 24 હજાર ખર્ચ થશે, યુનિ.માં કરોડોની ગ્રાન્ટ છતા વિદ્યાર્થીઓ પર ભાર.
Jan 21, 2026 09:17 am
કેસ ચલાવવાનો આદેશ આપનાર જજની બદલી, જજની સંભલથી સુલતાનપુર બદલી કરવામાં આવી, 20 અન્ય પોલીસકર્મી સામે કેસ નોંધવા કર્યો હતો આદેશ, સંભલ હિંસા દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, એકાએક જજની બદલી થતા રાજકારણ ગરમાયું.
Jan 21, 2026 09:09 am
હેલિકોપ્ટર દુર્ઘટનામાં મહિલા ગંભીર રીતે ઘાયલ, વુલ્ફ ક્રીક ગ્રાઉન્ડ નજીક 4 લોકોને લઇ જતુ હેલિકોપ્ટર ક્રેશ, હેલિકોપ્ટર ક્રેશનો વીડિયો સો. મીડિયામાં વાયરલ, હેલિકોપ્ટરમાં પાયલોટ, બે પુરુષ, એક મહિલા સવાર હતા, હેલિકોપ્ટર ક્રેશની અધિકારીઓ દ્વારા તપાસ શરુ.
Jan 21, 2026 09:04 am
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસો વધતાં આરોગ્ય તંત્ર દોડતુ થઈ ગયું છે. ત્યારે રાજકોટમાં પણ હવે ટાઈફોઈડના કેસો સામે આવ્યા છે. શહેરમાં રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. શહેરમાં મિનરલ વોટર જગ વેચનારા સામે કાર્યવાહી થશે. ગેરકાયદે પાણીનો જગ વેચતા વેપારીઓ દંડાશે. છેલ્લા ચાર દિવસમાં વધુ એક ટાઈફોઈડનો કેસ સામે આવ્યો છે.
Jan 21, 2026 09:03 am
રાજકોટ આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે જેમાં વાસી અને અખાદ્ય વસ્તુઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો છે, ફૂડ શાખા દ્વારા સર્વેલન્સ અને ચેકિંગ કરી 7 કિલો વાસી મંચુરિયન, ગ્રેવી, પંજાબી સબ્જીનો નાશ કરવામાં આવ્યો છે, 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી છે અને 7 ધંધાર્થીઓને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવવામાં આવી છે, 15 સ્થળે ખાદ્ય પદાર્થના નમૂનાની ચકાસણી કરાઈ છે.
Jan 21, 2026 09:03 am
રાજકોટમાં વાસી-અખાદ્ય વસ્તુઓનો નાશ કરાયો છે અને આરોગ્ય વિભાગે 8 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો છે, 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી હતી. રાજકોટમાં આરોગ્ય વિભાગે અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો છે અને 8 કિલો વાસી વસ્તુઓનો નાશ કર્યો છે, વેપારીઓ દ્વારા વાસી વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતુ તેના આધારે આ કામગીરી કરવામાં આવી છે, 15 સ્થળેથી નમૂના લઈ તેની તપાસ કરવામાં આવી છે, સમગ્ર ચેકિંગ દરમિયાન વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
Jan 21, 2026 08:55 am
પ્રમુખજન-વિચાર ગોષ્ઠિ કાર્યક્રમમાં રહ્યા હાજર, સંઘ ભાજપને કંટ્રોલ નથી કરતુંઃ મોહન ભાગવત, ‘સ્વાર્થી રાજનીતિને કારણે આરક્ષણ પોલિટિકલ મુદ્દો બન્યો’, અમે વોટ બેંકની રાજનીતિ નથી કરતાઃ મોહન ભાગવત, 1947 નથી કે કોઇ દેશને તોડી શકેઃ મોહન ભાગવત, ‘હિન્દુ-મુસ્લિમ સાથે રહી શકે તે માટે નિયમો પાળવા પડે’, ‘સંઘ ગાંધી વિચારધારા સાથે સહમત અને તેને અનુસરે છે’, ‘નવી પેઢી કોરી સ્લેટ, સંવાદની કલા શીખવવી પડશે’.
Jan 21, 2026 08:29 am
AMC સેન્ટ્રલ ઓફિસ વિભાગના જણાવ્યાનુસાર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એજન્સીને અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસર તરીકે ભરતી માટેની લેખિત પરીક્ષા લેવા માટે કામગીરી સોંપાઈ હતી. ૨૦ જાન્યુઆરીના રોજ યોજાયેલી પરીક્ષામાં કેટલાક પ્રશ્નો સિલેબસ બહારના પુછાતા હવે પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. સિલેબસ બહારના પ્રશ્નો કેવી રીતે આવ્યા તે અંગેની તપાસ પણ કરવામાં આવશે. અમદાવાદ ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી કરવા માટે લઈને જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
Jan 21, 2026 08:29 am
AMCના ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓક્સિરની ખાલી પડેલી 8 જગ્યા ભરવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી લેખિત પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવાને પગલે ભારે હોબાળો થતાં લેખિત પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે અને આ પ્રકારે અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછવા મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ફાયર વિભાગમાં સહાયક સ્ટેશન ઓફ્સિરની જગ્યા ભરવા માટેની લેખિત પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાતાં ઉમેદવારોએ હોબાળો કરતા AMC સેન્ટ્રલ ઓફિસ દ્વારા આ પરીક્ષા રદ કરવાનો અને તા.11 ફેબુઆરીએ લેખિત પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે.
Jan 21, 2026 08:29 am
અમદાવાદ ફાયર વિભાગ દ્વારા લેવાતી પરીક્ષા રદ્દ કરાઈ છે, સહાયક સ્ટેશન ઓફિસર માટે યોજાઈ હતી પરીક્ષા અને સિલેબસ બહારના પ્રશ્નો પૂછાતા થયો હતો હોબાળો અને ભારે હોબાળાના પગલે પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. આગામી 11 ફેબ્રુઆરીએ ફરી યોજાશે પરીક્ષા અને રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી પરીક્ષા, પરીક્ષા આપવા 32 ઉમેરદારો થતા હતા ક્વોલિફાય અને અભ્યાસક્રમ બહારના પ્રશ્નો પૂછવા મામલે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે, બહારના પ્રશ્નો કેવી રીતે આવ્યા તે અંગેની તપાસ કરાશે અને AMC સેન્ટ્રલ ઓફિસ દ્વારા પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે.
Jan 21, 2026 08:15 am
તત્કાલીન કલેકટરના PA,કલાર્ક અને વકીલને EDનું તેડું, રાજેન્દ્ર પટેલ અને ચંદ્રસિંહ મોરીને ત્યા EDએ પડ્યા હતા દરોડા, PA જયરાજસિંહ ઝાલા, કલાર્ક મયુરસિંહ ગોહિલનેEDનું તેડું, વકીલ ચેતન કણઝરીયાને પૂછપરછ માટે દિલ્હી બોલાવાયા.
Jan 21, 2026 08:14 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દ્રષ્ટિવંત નેતૃત્વથી પ્રેરાઈ ભારત દેશ આજે રમતગમત, ફિટનેસ અને મહિલા સશક્તિકરણની એક શક્તિશાળી પુનર્જાગૃતિનો સાક્ષી બની રહ્યો છે, જ્યાં અત્યંત ગરીબ પરિવારોમાંથી આવેલા બાળકો આત્મવિશ્વાસ અને ગૌરવ સાથે વૈશ્વિક મંચ પર પગલા મૂકી રહ્યા છે. ખેતી બેંક એ માત્ર આર્થિક વ્યવહારો પૂરતી સીમિત નથી પરંતુ ગરવા ગુજરાત રાજ્યના ખમીરવંતા ખેડૂતો અને ગુજરાતનાં યુવાનોને પ્રોત્સાહન તેમજ એક સહકારથી સમૃદ્ધિના નૂતન વિચારને મૂર્તિમંત કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું કાર્ય પણ કરે છે અને સદૈવ કરતી રહેશે. ખેતી બેંક આ સિલ્વર વિજયને ગૌરવપૂર્વક વંદન કરે છે અને સહકારી દ્રષ્ટિકોણ પ્રત્યે પોતાની અડગ પ્રતિબદ્ધતાને પુનઃદૃઢ કરે છે.
Jan 21, 2026 08:14 am
અખૂટ મહેનત અને અડગ આત્મવિશ્વાસથી ખેતી બેંકની -ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરએ ટાટા મુંબઈ મેરાથોન 2026 માં રજત પદક જીતીને સપનાઓને સિદ્ધિમાં ફેરવ્યા છે. આ ગૌરવના ક્ષણે ખેતી બેંકનાં ચેરમેન ડોલર કોટેચાએ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કુમારી નિરમા ઠાકોરની આ સફળતાને ખેતી બેંક માટે ગૌરવ અને દેશની યુવા શક્તિ માટે પ્રેરણા ગણાવી છે. ખેતી બેંકનાં ચેરમેન ડોલર કોટેચાએ આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ તથા સહકાર મંત્રી અમિતભાઈ શાહના દૂરદર્શી અને પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ દેશમાં રમતગમત, ફિટનેસ અને મહિલા સશક્તિકરણને મળતું મજબૂત પ્રોત્સાહન આવી ઐતિહાસિક સિદ્ધિઓનું આધારસ્તંભ બની રહ્યું છે. ખેતી બેંકને તેની બ્રાન્ડ એમ્બેસેડર પર હૃદયથી ગર્વ છે.
Jan 21, 2026 08:14 am
તેમની સિલ્વર મેડલની આ જીત માત્ર રમતગમતની સિદ્ધિ નથી,પરંતુ સહકારથી સમૃદ્ધિનો જીવંત ઉદાહરણ છે, જ્યાં સહકાર વ્યક્તિને સશક્ત બનાવે છે, સમુદાયને ઉન્નત કરે છે અને સપનાઓને હકીકતમાં ફેરવે છે. ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલી નિરમા ઠાકોરની યાત્રા સંઘર્ષ, ત્યાગ અને અડગ સંકલ્પની પ્રેરણાદાયક કહાની છે. આર્થિક મુશ્કેલીઓ અને સામાજિક અવરોધોને પાર કરીને તેમણે આજે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં 19થી વધુ મેડલ જીત્યા છે. તેમની સિદ્ધિ એ સાબિત કરે છે કે સહકાર અને તકનો આધાર મળે તો પ્રતિભા ઇતિહાસ રચી શકે છે.
Jan 21, 2026 08:13 am
નિરમા ઠાકોરએ માત્ર પડકારજનક 41.195 કિમીનું અંતર જ પાર ન કર્યું, પરંતુ 2 કલાક, 49 મિનિટ અને 07 સેકન્ડમાં મેરેથોન પૂર્ણ કરીને ઇતિહાસમાં પોતાનું નામ પણ અંકિત કર્યું. અદભુત ધીરજ અને રમતગમતની કુશળતાનો પરિચય આપતા, પાટણ તાલુકાના હાજીપુર ગામની સાદી પૃષ્ઠભૂમિમાંથી આવેલી નિરમા ઠાકોરે 19મી ટાટા મુંબઈ ફુલ મેરેથોન 2026 માં ઇન્ડિયન ઈલાઈટ મહિલા વર્ગમાં વિજય મેળવ્યો. ગરીબ ખેડૂતની દીકરી નિરમાએ પડકારજનક 41.195 કિમીનું અંતર પાર કરી 2 કલાક, 49 મિનિટ અને 07 સેકન્ડમાં મેરેથોન પૂર્ણ કરીને ઇતિહાસ રચ્યો.
Jan 21, 2026 07:57 am
ગુજરાતમાં પણ પશ્ચિમ બંગાળ જેવા આરોપ-પ્રતિઆરોપની સ્થિતિ રાજકીય ન ઉદભવે તો જ નવાઈ! કહેવાય છે કે, મતદાર યાદીમાંથી નામો રદ્દ કરવા અને ઉમેરવા અર્થાત વાંધા અરજી માટે ૧૮મી જાન્યુઆરી છેલ્લો દિવસ હતો. આ છેલ્લા દિવસોમાં જ ચાર લાખથી વધારે વાંધા રજી થઈ છે. ECIના ગુજરાત સ્થિત ચીફ ઈલેક્ટોરલ ઓફિસર- CEOનું તંત્ર હજી સુધી વિધાનસભા બેઠક મુજબ કેટલા વોંધા અને અરજીઓ થઈ છે તેનો કોઈ વિસ્તૃત અહેવાલ જાહેર કરી શકયુ નથી ! પરંતુ, ૧૯મી જાન્યુઆરીની સ્થિતિએ તૈયાર એક સંયુક્ત બુલેટીનમાં કુલ ૨.૨૨,૦૨૩ નામો ઉમેરવાની અરજીઓ થયાનું કહેવાયુ છે. જેમાં ભાજપ તરફથી જ ૨.૭૮.૨૪૭ નામી ઉમેરવા માટેની અરજીઓ છે. ઉલ્લેખનિય છે કે, SIRની સમય પ્રક્રિયામાં ગુજરાતમાં માન્ય રાજકીય પક્ષો પૈકી એક માત્ર ભાજપે જ તમામ બુથ ઉપર પોતાના પોલિટિકલ એજન્ટ-BLLA નિયુક્ત કર્યા હતા.
Jan 21, 2026 07:57 am
સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન-SIRને કારણે ગુજરાતમાં મતદારોની સંખ્યા ૫.૦૮ કરોડમાંથી પટીને ૪.૩૪ કરોડ થઈ છે. મતદાર યાદીને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા-ECIએ જયારે બે મહિના બુથ લેવલ ઓફિસર- BIOને ડોર ટુ ડોર મોકલીને ખરાઈ કરાવી હોય અને તેના કારણે ૭૩.૭૩ લાખ બોગસ મતદારોને શોધીને પાદીમાંથી રદ કર્યા હોય તેમ છતાંય રાજકીય પક્ષો, અન્ય મતદારો દ્વારા હજી પણ ૯.૫૮ લાખ નામો "બોગસ હોવાનું શોધી કાઢતા સમગ્ર SIRની પક્રિયા સામે સવાલો ઉઠયા છે.
Jan 21, 2026 07:56 am
ગુજરાતમાં પણ પશ્ચિમ બંગાળ વાળી થવાની ભીતી છે અને ગુજરાતમાં SIR સામે મોટો પ્રશ્નાર્થ છે, SIRને લઈ ધડાધડ વાધા અરજીઓ આવી છે અને SIR બાદ 73.73 લાખ મતદારો હટાવ્યા છે, મતદારો હટાવવાનું મુખ્ય કારણ કાયમી સ્થળાંતર છે. મતદારોનું મૃત્યુ, મતદારોના સરનામા મળ્યા નથી અને મતદારોના નામ બે ઠેકાણે નોંધાતા રદ કર્યાં છે, 9.58 લાખ મતદારો રદ કરવા માટે દાવા અને 9.58 લાખ મતદારોને નોટીસ બાદ હિયરીંગ થશે, SIRના કારણે રાજ્યમાં મતદારોની સંખ્યામાં ઘટાડો થશે અને મતદારોની સંખ્યા 5.8 કરોડ માંથી 4.34 કરોડ થઈ શકે છે.
Jan 21, 2026 07:46 am
લંડનની વિકર્સ ગ્રીન પ્રાઈમરી સ્કૂલની ઘટના, સ્કૂલે હિંદુ વિદ્યાર્થી સાથે ભેદભાવ કરતા વાલીઓમાં રોષ, માતા-પિતાએ તિલક અંગે સ્કૂલને સમજવાનો પ્રયાસ કર્યો, પરંતુ સ્કૂલે વાલીની રજૂઆતને ફગાવી દીધી, ધાર્મિક ભેદભાવના કારણે 4 બાળકોએ શાળા છોડી.
Jan 21, 2026 07:42 am
સ્વામી અવિમુક્તેશ્વરાનંદને ફટકારી નોટિસ, અવિમુક્તેશ્વરાનંદે નોટિસ સામે 8 પાનાનો જવાબ રજૂ કર્યો, જવાબમાં તેમણે પોતાને નિર્વિવાદ શંકરાચાર્ય જાહેર કર્યા, ‘વહીવટીતંત્ર સુપ્રીમ કોર્ટના આદેશોનું ખોટું અર્થઘટન કરે છે’ , મારી શ્રદ્ધા પર હુમલો કરવાનો પ્રયાસ :અવિમુક્તેશ્વરાનંદ, પોલીસ પોતાના ગેરવર્તન બદલ માફી માંગે:અવિમુક્તેશ્વરાનંદ, તંત્ર દ્વારા અપાયેલી નોટિસ પણ ખોટી છે :અવિમુક્તેશ્વરાનંદ, હું જ અસલી શંકરાચાર્ય છું :અવિમુક્તેશ્વરાનંદ, કોર્ટ નિર્ણય પહેલા કોઇ પોતાને શંકરાચાર્ય ના કહી શકે:તંત્ર.
Jan 21, 2026 07:32 am
નવસારીની મીના જોષીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેમનું કહેવું છે કે, એજન્ટોના કારણે ઘણા લોકો અહીંયા ફસાયા છે અને નવસારીની મહિલાને મદદ માટે બેલારુસમાં સ્થાયી ગુજરાતી યુવાન પહોચતા થયો સમગ્ર ખુલાસો અને નવસારીની મીના જોષીએ પોતાના ઉપર ખોટા આક્ષેપ થઈ રહ્યા હોવાની પણ કરી વાત, મીનાએ ભારત પરત ફરી એજન્ટો સામે લડી લેવાની તૈયારી બતાવી છે. બેલારૂસમાં ફ્રૂટ પેકિંગમાં નોકરી અને 70 હજારથી 80 હજાર પગાર મળશે તેવું કહીને મોકલાઇ હતી.
Jan 21, 2026 07:32 am
બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલાએ વધુ એક ખુલાસો કર્યો છે અને એજન્ટ ફોન કરી ધમકીનો આપતા હોવાનો આરોપ લગાવ્યો છે, મીના જોશીએ ભારત પરત ફરી લડતની તૈયારી બતાવી છે અને મહિલાની મદદે સ્થાયી ગુજરાતી યુવાનો મદદે પહોંચ્યા છે. સુરત, વડોદરા અને ભરૂચના યુવાનો પણ બેલારુસમાં ફસાયા હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે અને બેલારુસમાં ગુજરાતી યુવાનેઓ કરી મદદની પહેલ અને યુવાનો એજન્ટોના પાપે મુશ્કેલીમાં મૂકાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જે લોકો મદદે પહોંચ્યા છે તેમનું કહેવું છે કે, અનેક લોકો બેલારુસમાં ફસાયા છે.
Jan 21, 2026 07:16 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Jan 21, 2026 07:15 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Jan 21, 2026 07:15 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Jan 21, 2026 07:15 am
આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
Jan 21, 2026 07:15 am
રાજ્યમાં બેવડી ઋતુની અસર દેખાઈ રહી છે અને ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા બે ઋતુનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે, સૌથી નીચું તાપમાન કેશોદમાં 10.2 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 13.3, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, ડીસામાં 11.9, વલ્લભ વિદ્યાનગરમાં 14.2 ડિગ્રી, વડોદરામાં 12.2, સુરતમાં 15.1 ડિગ્રી, દમણ 15.0 ડિગ્રી, ભુજમાં 14.8, નલિયામાં 10.8 ડિગ્રી, કંડલા એરપોર્ટ 11.4, અમરેલીમાં 11.6 ડિગ્રી, ભાવનગરમાં 14.6, દ્વારકામાં 17.8 ડિગ્રી, ઓખામાં 19.6, પોરબંદરમાં 11.0 ડિગ્રી, રાજકોટમાં 11.5, વેરાવળમાં 15.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.5, મહુવામાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 21, 2026 07:04 am
ડાબોસમાં કેનેડાના પીએમ કાર્નીનું મહત્વનું નિવેદન, ડેનમાર્કને સમર્થન આપવાની કરી જાહેરાત, ગ્રીનલેન્ડ મુદ્દે વૈશ્વિક રાજકારણમાં ગરમાવો, કેનેડાના વલણથી આંતરરાષ્ટ્રીય સમીકરણો બદલાશે, વૈશ્વિક નેતાઓ વચ્ચે કુટનીતિક ખેંચતાણ તેજ.
Jan 21, 2026 07:03 am
12 કલાકના રેસ્ક્યુ બાદ દીપડો પાંજરે પુરાયો, પરિવારને પોલીસે હેમખેમ બહાર કાઢ્યો હતો, ખુંખાર દીપડાને બેહોશ કરી પકડવામાં આવ્યો, દીપડો પાંજરે પુરાતા દમણ વાસીઓએ હાશકારો લીધો.
Jan 21, 2026 07:03 am
નવસારીની મીના જોષીનો વધુ એક ખુલાસો કર્યો, એજન્ટ ફોન કરી ધમકીનો આપતા હોવાનો આરોપ લગાવ્યો, મીના જોશીએ ભારત પરત ફરી લડતની તૈયારી બતાવી, મહિલાની મદદે સ્થાયી ગુજરાતી યુવાન પહોતચા ખુલાસો, સુરત,વડોદરા અને ભરૂચના યુવાનો પણ ફસાયા, લારુસમાં ગુજરાતી યુવાનેઓ કરી મદદની પહેલ, યુવાનો એજન્ટોના પાપે મુશ્કેલીમાં મુકાયાનો કર્યો દાવો, અનેક લોકો બેલારુસમાં ફસાયા હોવાનો યુવાનોનો દાવો.
Jan 21, 2026 07:02 am
લોકરક્ષક દળની 12,733 જગ્યા પર ભરતી, આજથી ભરતી માટે શારીરિક કસોટી, 15 સ્થળ પર શારીરિક કસોટીનું આયોજન, 10 લાખથી વધુ ઉમેદવારો આપેશ પરીક્ષા, શારીરિક કસોટીની પ્રકિયા CCTV હેઠળ થશે, તમામ ગ્રાઉન્ડ પર કંટ્રોલરૂમથી રખાશે નજર.
Jan 21, 2026 07:01 am
બેઠકમાં ડોનાલ્ડ ટ્ર્મ્પ નહી રહે હાજર, ફ્રાંસ પ્રેસિડેન્ટની આગેવાનીમાં યોજાશે બેઠક, મેક્રોને ટ્રમ્પને રાત્રિભોજન માટે પણ આપ્યુ આમંત્રણ, હું આ બેઠકમાં નહી જોડાઉ : ટ્રમ્પ, કારણકે મેક્રોન ત્યા લાંબો ટાઇમ નહી ટકે : ટ્રમ્પ, યુક્રેન,ડેનમાર્ક સહિત મુદ્દે વાટાઘાટોથી મનાવી શકાય: મેક્રોન.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

Panchmahal: બોડેલી સેવાસદન ખાતે જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Dabhoi: ડભોઈના બજારોમાં પ્લાસ્ટિકની તાડપત્રી ખરીદવા ઘરાકી નીકળી

Vadodara: વાઘોડિયાના વિકાસપથ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો