
Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Jan 23, 2026 11:07 pm
ધોળકાના કૌકા ગામમાં પ્રસંગમાં જમ્યા બાદ 40થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ગામની હાઈસ્કૂલમાં તબીબ બોલાવીને સારવાર શરૂ કરવામાં આવી છે. ધોળકા અને વટામણની પાંચ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મીઠાઈ ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ચર્ચાઓ થઈ રહી છે
Jan 23, 2026 10:52 pm
પ્રજાસત્તાક દિવસ પહેલા સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, જૈશ એ મોહમ્મદના આતંકી ઉસ્માનને ઠાર માર્યો છે. જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકીને ઠાર માર્યો છએ. બિલ્લાવરમાં ચાર કલાક સુધા ચાલેલા એન્કાઉન્ટરમાં આતંકી ઠાર મરાયો છે. આતંકી પાસેથી અમેરિકન એમ4 એસોલ્ટ રાયફલ મળી છે.
Jan 23, 2026 10:37 pm
છોટા ઉદેપુરથી ગોંડલ જતી એસટી બસનો અકસ્માત સર્જાયો છે. ક્વાંટના ખાંડણિયા ગામે ટેમ્પો અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. એસટી બસ ગોંડલ જઈ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. બસના ડ્રાઈવર અને કંડક્ટરને ઈજા પહોંચી હતી. ટેમ્પોની બોડી કાપીને ડ્રાઈવરને બહાર કઢાયો હતો. એસટી બસમાં સવાર બે ત્રણ મુસાફરો પણ ઘાયલ થયા છે.
Jan 23, 2026 10:19 pm
ગાંધીધામમાં ગેર કાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. સરકારી જમીન પરથી દબાણો હટાવી લાયબ્રેરી બનાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી હતી. બે હજાર ચોરસ મિટર જેટલી જમીન ખાલી કરાવાઈ છે. લાયબ્રેરી કમ રીડિંગ રૂમનું નિર્માણ કરવામાં આવશે. 50 લોકોની ક્ષમતાની સોલાર પેનલ અને ગ્રીન સ્પેસની સુવિધા કરાશે. લાયબ્રેરીમાં ઈ લાયબ્રેરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાશે.
Jan 23, 2026 10:11 pm
કચ્છના ભુજમાં સસ્તા સોનાના નામે લાખોની ઠગાઈનો કેસ સામે આવ્યો છે. ઠગાઈ આચરનાર બે આરોપીને પોલીસે ઝડપી લીધા છે. સસ્તા સોનાના નામે 29 લાખની ઠગાઈ આચરી હતી. પશ્ચિમ કચ્છ પોલીસે બે આરોપીને ઠગાઈના કેસમાં ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી 24 લાખની રોકડની રિકવરી કરવામાં આવી છે. જ્યારે ફરાર થયેલા એક આરોપીની શોધખોળ હાથ ધરાઈ છે.
Jan 23, 2026 09:22 pm
ગુજરાતી રંગભૂમિમાં શોકની લાગણી ફેલાઈ છે. જાણીતા રંગભૂમિના કલાકાર રાજુ બારોટનું હૃદય રોગના કારણે નિધન થયું છે. તેઓ પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત હતાં. ઉત્તરાખંડમાં તેમને હૃદય રોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે.
Jan 23, 2026 08:59 pm
ગુજરાતમાં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. પોલીસના પેટ્રોલિંગ વચ્ચે વીજ વાયર અને અન્ય ચોરીના ગુનાઓ આચરતી ગેંગ પડકાર ફેંકી રહી છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં વીજ વાયરની ચોરી થયાની બુમરાણ ઉભી થવા પામી હતી. પોલીસ આ ગેંગને પકડવા માટે સક્રિય થતાં આ ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્યમાં એલ્યુમિનિયમના વીજ વાયરની ચોરી કરતી ગેંગના ચાર આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 7.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે અમદાવાદ ગ્રામ્યમાં થયેલી 10 ચોરીનો ભેદ ઉકેલાયો છે. એલસીબીએ ફરાર થયેલા ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
Jan 23, 2026 08:35 pm
રાજ્ય સરકારની વર્ગ 3 CCE પરીક્ષા માટેના નિયમોને મંજૂરી આપવામાં આવી છે. સામાન્ય વહિવટ વિભાગે લીલીઝંડી આપી છે. પ્રિલિમ પરીક્ષામાં હવે 100ના બેદલે 150 ગુણનું પેપર આવશે. પરીક્ષાના સિલેબસમાં થોડાક ફેરફાર કરવામાં આવ્યા છે. ગૌણ સેવા મંડળ હવે નવી ભરતી જાહેર કરશે.
Jan 23, 2026 08:26 pm
પોલીસની તપાસમાં સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવનાર એક બાળક નીકળ્યો છે. 12 વર્ષના બાળકે સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી હોવાનો પોલીસે દાવો કર્યો છે. બાળકો રમતમાં સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી હોવાનું પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે. શાકભાજીના વ્યાપારીના દિકરાએ સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી હતી. દહેગામ પોલીસે કહ્યું હતું કે, બાળકો ટોપી રમતમાં પહેરાવતા કોઈ ગુનાહિત કૃત્ય નથી.
Jan 23, 2026 08:08 pm
રાજકોટમાં સિંગતેલના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ વેપારીઓ દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આજે તેલના વેપારીઓ પર તવાઈ બોલાવાઈ હતી. સિંગતેલમાં ભેળસેળની આશંકાએ તેલના 16 વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. ઓમ અને શ્રી રામ એજન્સીમાંથી તેલના નમૂના લેવામાં આવ્યા હતાં. આરોગ્ય વિભાગના ચેકિંગને લઈને વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Jan 23, 2026 07:37 pm
ગુજરાતમાં નશાના કારોબારને જડબાતોડ જવાબ આપવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) સતર્ક બની છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં SMCની ટીમે બાતમીના આધારે દરોડા પાડીને અત્યંત મોંઘો ગણાતો 'હાઈબ્રિડ ગાંજો' ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત લાખોમાં છે તેવો જથ્થો પકડાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે.SMC એ વાસણા વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને કુલ ₹41.50 લાખની કિંમતનો હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો છે. સામાન્ય ગાંજા કરતા અનેકગણો નશો અને વધુ કિંમત ધરાવતો આ હાઈબ્રિડ ગાંજો ક્યાંથી આવ્યો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે. દર્શીલ વાછાણી, હરીકૃષ્ણ રૈયાણી આ બંને શખ્સો આ નશાના કારોબારમાં મુખ્ય ભૂમિકા ભજવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલો મોંઘો ગાંજો અમદાવાદમાં કોને વેચવાનો હતો? આ ડ્રગ્સનું નેટવર્ક કયા હાઈ-પ્રોફાઈલ લોકો કે પેડલર્સ સુધી ફેલાયેલું છે? આ જથ્થો અન્ય રાજ્યોમાંથી મંગાવવામાં આવ્યો હતો કે વિદેશી કનેક્શન છે?
Jan 23, 2026 07:34 pm
થરાદમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. થરાદ પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આત્યાધુનિક હથિયારોના પ્રદર્શન નિહાળવા જનમેદની ઉમટી છે. થરાદ ચાર રસ્તા પર જવાનો દ્વારા પરેડનું આયોજન કરાયું છે. વાવ થરાદ દેશભક્તિના રંગમાં રંગાયું છે.
Jan 23, 2026 07:01 pm
વડોદરાના બાજવાની એક મહિલાએ ઓનલાઈન વેબસાઈટ પરથી લેક્ટોડેક્સ કંપનીનો મિલ્ક પાવડર મંગાવ્યો હતો. આ પાવડર જ્યારે તેના ઘરે પહોંચ્યો અને તેણે પેકેટ ખોલીને જોયું તો તેમાં સફેદ અને કાળી જીવાત મળી હતી. આ મહિલાએ વેબસાઈટના નંબર પર ફોન કરતા જવાબ પણ એવો જ મળ્યો હતો. સરખો જવાબ નહીં મળતાં જ મહિલાને પછતાવો થયો હતો. ત્યાર બાદ આ મહિલાએ વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો અને લોકોને અપીલ કરી હતી. હજી આ ઘટનામાં કોઈ ફરિયાદ થઈ હોય તેવું જાણવા મળ્યું નથી.
Jan 23, 2026 06:41 pm
મુખ્યમંત્રીએ ગ્રામીણ આવાસના લાભાર્થીઓ માટે મોટો નિર્ણય કર્યો છે. ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની વિવિધ આવાસ યોજના માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આવાસ યોજનાઓમાં દંડનીય વ્યાજ માફી માટે વન ટાઈમ યોજના જાહેર કરવામાં આવી છએ. આવાસના હપ્તાની મુદ્દલ ભરપાઈ કરે તો દંડનીય વ્યાજ માફ થશે. 6 મહિનાની સમય મર્યાદામાં મુદ્દલ ભરપાઇ કરવાની રહેશે.9 હજારથી વધુ ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને મળશે રાહત.કુટુંબોને કુલ 154 કરોડની દંડનીય વ્યાજ રાહત મળશે.મુદ્દલ ભરી દેનારાને માલિકી હક્ક મળતા મકાન માલિક બનશે
Jan 23, 2026 06:22 pm
અમદાવાદના જાણીતા રિયલ એસ્ટેટ ગ્રુપ કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સ પર ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચનો આજે સતત ચોથો દિવસ છે. અમદાવાદ શહેરના દિગ્ગજ બિલ્ડરો પર ચાલી રહેલી આ કાર્યવાહીને પગલે સમગ્ર રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા બિલ્ડરોના નિવાસસ્થાન અને ઓફિસ સહિતના સ્થળોએ હજુ પણ સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે.અત્યાર સુધીની તપાસમાં આઇટી વિભાગને મોટી સફળતા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રેડ દરમિયાન કુલ 8 કરોડની રોકડ અને અંદાજે 7 કરોડની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 15 કરોડની મત્તા સીઝ કરવામાં આવી છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન 55 જેટલા બેંક લોકરો પણ મળી આવ્યા છે, જે આગામી સમયમાં તપાસ પૂર્ણ થયા બાદ ઓપરેટ કરવામાં આવશે. આ લોકરો ખુલતા બેનામી સંપત્તિનો આંકડો હજુ પણ વધવાની પૂરેપૂરી શક્યતા છે.
Jan 23, 2026 06:00 pm
2. Ind Vs NZ 2nd T20I Live : રાયપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર, જાણો કોણ મારશે બાજી
3. Union Budget 2026: દેશનું પ્રથમ બજેટ કેટલા કરોડનું હતું ? કોણે રજૂ કર્યુ ?
4. IPL2026 પહેલા CSKનું વધ્યું ટેન્શન, ઘરેલુ ક્રિકેટમાં આ ખેલાડી થયો ઈજાગ્રસ્ત
5. World News: દક્ષિણ ચીન સમુદ્રમાં પલટી ગયું જહાજ, બેના મોત, અનેક લોકો ગુમ
6. Union Budget 2026 : પગારદાર વર્ગને મળશે મોટી ટેક્સ રાહત? મધ્યમ વર્ગ શું ઈચ્છે છે?
8. Ahmedabad News : AMTS બસ ઓપરેટર કંપનીને AMCએ માત્ર 50 હજારનો દંડ અને નોટીસ આપી સંતોષ માન્યો
9. BMC Mayor : કઇ પાર્ટીના હશે મેયર ? એકનાથ શિંદેએ આપી પહેલી પ્રતિક્રિયા
10. Union Budget 2026 : હાઉસિંગ લોન લેનાર માટે સારા સમાચાર! બજેટ 2026થી અપેક્ષાઓ ઉંચી
Jan 23, 2026 05:35 pm
અમદાવાદમાં ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટરના પરિવારજનો સાથે SIRની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમના પિતા, પુત્ર અને ભત્રીજાનું નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેઓ હયાત મકાનમાં રહેતા નહીં હોવાનો ફોર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખોટી માહિતી આપીને મતદાર યાદીમાંથી નામ રદ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. રફીકભાઈ નામના વ્યક્તિએ વાંધો લઈને ગોમતીપુર વોર્ડના પૂર્વ કોર્પોરેટર અમઝદ ખાનના પરિવારના ત્રણ સભ્યોના નામ રદ કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Jan 23, 2026 05:19 pm
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે SIRના આંકડા બહાર પાડ્યા છે. નામ કમી કરવા 12,59,229 ફોર્મ 7 ચૂંટણી પંચને મળ્યા, મતદાર યાદીમાં નામ ઉમેરવા 6,54,594 ફોર્મ 6, 6A મળ્યા, સુધારણા તથા સ્થળાંતર માટે 5,04,835 ફોર્મ 8 મળ્યા, ચૂંટણી અધિકારી વાંધાઓ ચકાસી નિકાલ કરશે, 30 જાન્યુઆરી સુધી નામ કમી કે ઉમેરી શકાશે
Jan 23, 2026 05:12 pm
SIRમા ગેરરીતિના આક્ષેપ સાથે ખેડા કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ભાજપે સાચા મતદારોના નામ કાઢી નાંખ્યાં છે. ભાજપે મતદાર યાદીમાં ઈરાદાપૂર્વક છેડછાડ કરી છે. ભાજપે નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયાને નબળી પાડી છે. BLOને એકપણ વાંધા અરજી ન મળી.યોગ્ય જવાબ નહીં મળે તો કોર્ટમાં જઇશુ.
Jan 23, 2026 05:00 pm
વડોદરાના સાવલીમાં હત્યાના આરોપીનો આપઘાતનો કેસ સામે આવ્યો છે. 60 વર્ષિય નિરાલા પ્રસાદે આપઘાત કર્યો છે. 25 વર્ષ અગાઉ પત્નીની હત્યા કરી આરોપી ફરાર થયો હતો.થોડા દિવસ અગાઉ યુપીથી ઝડપાયો હતો
Jan 23, 2026 04:38 pm
ગાંધીનગરના દહેગામમાં સરદાર પટેલની પ્રતિમા સાથે ચેડાના કેસમાં પાટીદાર સમાજ લાલઘૂમ થયો છે. મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી છે. આવુ કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
Jan 23, 2026 04:26 pm
નવસારીમાં વોન્ટેડ આરોપી ગાંજા સાથે ઝડપાયો છે. શહેરના ગ્લો ગાર્ડન નજીકથી આરોપી ઝડપાયો છે. પોલીસે પાંચ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો ઝડપ્યો છે. આરોપી વાસુદેવ પાટીલના ઘરેથી ગાંજો મળ્યો હતો. પોલીસે 2.42 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Jan 23, 2026 04:14 pm
બોટાદના ગઢડાના ઢસા ગામમાં લૂંટની ઘટના સામે આવી છે. જલાલપર રોડ પર દુકાનદાર ઘરે જતા લૂંટાયો હતો. સુરેશ ચૌહાણને બે અજાણ્યા વ્યક્તિઓએ લૂંટી લીધા હતાં. લૂંટની ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
Jan 23, 2026 04:04 pm
અમદાવાદના ગોતામાં એએમટીએસ બસના અકસ્માત કેસમાં બસ ઓપરેટર ચાર્ટડ સ્પીડ કંપનીને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીને મનપાએ નોટીસ ફટકારી છે અને બસ સંચાલક પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.
Jan 23, 2026 03:50 pm
મહેસાણામાં વિદેશી દારુ ભરેલી કાર ઝડપાઈ છે. કારમાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. રાજસ્થાનથી મહેસાણા દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો. 1130 જેટલો બોટલો સાથે બે રાજસ્થાની પકડાયા છે. પોલીસે કૂલ 7.34 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે.
Jan 23, 2026 03:34 pm
દાહોદમાં માજી કાઉન્સિલરે ગધેડાને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. ગધેડાએ ટક્કર મારતા માજી કાઉન્સિલર દિનેશ સિકલીગરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગધેડાએ માજી કાઉન્સિલરને માથામાં લાત મારી હતી. ઈજા ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
Jan 23, 2026 03:28 pm
ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર હિરેન પટેલની ધરપકડ, હિરેન પટેલ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો, હિરેન પટેલની ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસમાં ધરપકડ, અકસ્માતમાં બે બાઈક ચાલકને ઇજા પહોંચી હતી.
Jan 23, 2026 03:18 pm
ચિતલ-ખીજડિયા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવા પ્રયાસ, ટ્રેન ઉથલાવવા ટ્રેક ઉપર પથ્થરો-ફેન્સિંગનો પોલ મૂક્યો, ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થઇ રહી હતી, સામાન્ય અવાજ જ ટ્રેન ઉભી રાખતા મોટી દુર્ઘટના ટળી, ટ્રેનના પાયલટે ટ્રેન ઉભી રાખી પથ્થરો-પોલ હટાવ્યા, ટ્રેન ઉથલાવવાના પ્રયાસને લઇ તપાસનો ધમધમાટ.
Jan 23, 2026 03:02 pm
આ બ્રિજના નિર્માણથી હાલમાં બ્રિજની નજીક આવેલા ભગવતીનગર ઇન્ડસ્ટ્રીઝ તેમજ ઉધના મેઈન રોડ ઉપરથી પસાર થતા વાહનોના ટ્રાફિકથી રાહત થશે. ભવિષ્યમાં સિદ્ધાર્થનગર રેલ્વે ઓવરબ્રિજના કામની પૂર્ણતા બાદ આ ફ્લાયઓવર મારફતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮ થી ૫૩ તેમજ સુરત એરપોર્ટ તરફ નવી સમાંતર કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. જેના કારણે આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય મનુભાઇ પટેલ, મનપાના અધિકારી- કર્મચારીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Jan 23, 2026 03:01 pm
સુરત નવસારી રોડ ક્રોસ કરતા નવીન ફ્લોરિંગ ફ્લાયઓવર જંકશન પર આવેલા આ ફ્લાયઓવર બ્રિજની લંબાઈ ૫૦૨ મીટર અને પહોળાઈ ૨૨.૫ મીટર છે. ફ્લાયઓવર બ્રિજ ૪૫ મીટર પહોળા સી.સી. રોડ સાથે ભીમરાડ વિસ્તારને જોડે છે, જ્યારે બ્રિજનો બીજો છેડો ભેસ્તાન અને કરાડવાને જોડાતા સિદ્ધાર્થનગર ખાતે ચાલતા રેલ્વે ઓવરબ્રિજના કામ સાથે સંકળાયેલો છે.
Jan 23, 2026 03:01 pm
સુરત-નવસારી રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટશે, ભીમરાડ, ભેસ્તાન અને કરાડવા વિસ્તારને વધુ બહેતર કનેક્ટિવિટી મળશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ભીમરાડથી સિદ્ધાર્થનગર થઈ ડીંડોલી જતા માર્ગ પર નવીન ફ્લોરિંગ ફ્લાયઓવર જંકશન પાસે રૂ.34 કરોડના ખર્ચે નવનિર્મિત ફ્લાયઓવર બ્રિજનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
Jan 23, 2026 02:51 pm
વન મંત્રીએ વિશેષ આનંદ સાથે જણાવ્યું કે, વન્યજીવ વસ્તી ગણતરી દરમિયાન ગુજરાતના રતનમહાલ અભયારણ્ય અને આસપાસના વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાઈ છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે. આ વાઘના કાયમી વસવાટ, સુરક્ષા અને તેની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વન વિભાગ દ્વારા સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે. વાઘના સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગ 'નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી' સાથે સતત સંપર્કમાં છે. તેમના દ્વારા સૂચવવામાં આવેલા તમામ માર્ગદર્શક સિદ્ધાંતો અને ઉપાયોનું આગામી સમયમાં રાજ્યમાં ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વાઘના સંરક્ષણની સાથે સાથે તેના ખોરાક અને વસવાટની ક્ષમતા વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે તેમ વન મંત્રી મોઢવાડિયાએ ઉમેર્યું હતું.
Jan 23, 2026 02:51 pm
NTCAની સહભાગીતાથી વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરાશે. રાજ્યમાં ઇકો ટુરિઝમને વેગ આપવામાં આવશે, સાથે જ ઇકો ટુરિઝમથી વન્યજીવ સૃષ્ટિને કોઈ નુકસાન કે ખલેલ ન થાય તે માટે વિઝિટર ગાઈડલાઈન તૈયાર કરવામાં આવશે.
Jan 23, 2026 02:37 pm
08 - Union Budget 2026 : બજેટ પહેલા કેમ અધિકારીઓને ‘લોક-ઇન’ કરવામાં આવે છે? જાણો
Jan 23, 2026 02:29 pm
રાજ્યમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર સીધી અસર, આગામી બે દિવસ હાડ થીજવતી ઠંડી પડશે, વરસાદની કોઈ શક્યતા નથી, કઠોર ઠંડીથી જનજીવન પ્રભાવિત થઈ શકે, આગામી સપ્તાહે ફરી ઠંડી વધવાની આશંકા.
Jan 23, 2026 02:23 pm
સુરત SGCCI દ્વારા શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઇને રજૂઆત, બેંકોની લોન અને વિર્કંગ કેપિટલમાં અવરોધનો આક્ષેપ, સુરત ચેમ્બરની મિલકતોને રેગ્યુલરાઇઝ કરવા માગ, મિલકતો નિયમિત થવાથી રોકાણને ગતિ મળવાનો દાવો.
Jan 23, 2026 02:18 pm
બોમ્બથી ઉડાવવાની ધમકી છતાં કાર્યવાહી નહીં: ઇસુદાન, ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા ખાડે ગઇ: ઈસુદાન ગઢવી, બાળકોને સ્કૂલે મોકલતા વાલીઓ ડરે છે: ઇસુદાન ગઢવી, ભાજપે ગુજરાતને જંગલરાજમાં ફેરવી નાખ્યું: ઇસુદાન.
Jan 23, 2026 01:55 pm
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરીના રોજ બીજું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. જેના કારણે ઉત્તર ભારતના 9 રાજ્યોમાં વરસાદ અને પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે.
Jan 23, 2026 01:54 pm
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોને રાહત મળશે તેવી વાત સામે આવી છે, રાજયમાં કમોસમી વરસાદથી ખેડૂતોને રાહત મળશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર વધશે. રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે અને રાજ્યમાં 23 અને 24 જાન્યુઆરીએ ઠંડીનું જોર વધશે અને 25 જાન્યુઆરીથી બેવડી ઋતુની અસર રહેશે સાથે સાથે રાજયમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટરન્સની અસર રાજસ્થાન તરફ રહેતા વરસાદની શકયતા નહીંવત છે.
Jan 23, 2026 01:35 pm
રાજકોટના 80 ફુટ રોડ ઉપર આવેલા સત્યમ પાર્કની ઘટના છે અને અગાઉ ફ્લેટ લીધો હતો અને સાત લાખની લોન ચડી જતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે, ઘઉંમાં નાખવાના ટીકડા ખાઇને કર્યો આપઘાતનો પ્રયાસ તો પોલીસે હાલમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Jan 23, 2026 01:35 pm
રાજકોટના 80 ફૂટ રોડ સત્યમ પાર્કમાં રહેતા સોની પરિવારે ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે અને લોનના હપ્તા ચડી જતા આર્થિક સંકડામણને લઈને પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો છે, પતિ પત્ની અને પુખ્ત વયના પુત્ર એ ઝેરી ટીકડા ખાઈ લીધા છે અને તાત્કાલિક અસરથી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને કોની પાસેથી લોન લીધી હતી અને કેટલું વ્યાજ હતુ તેને લઈ તપાસ શરૂ કરાઈ છે.
Jan 23, 2026 01:34 pm
રાજકોટમાં પતિ-પત્ની અને પુત્રએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે અને ઝેરી દવા ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. રાજકોટમાં પતિ-પત્ની અને પુત્રએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે અને આર્થિક સંકડામણના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, ત્રણેયને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Jan 23, 2026 01:09 pm
ધરજી મેણી વાડા ફળીયામાથી 37 પક્ષી ઝડપાયા, 3 મકાનોમાં વન વિભાગે પાડ્યા દરોડા, મકાનોમાંથી ચાઇનીઝ દોરી, પતંગનો જથ્થો ઝડપાયો, 38 પક્ષીમાંથી 11ના મોત, 27 સારવાર માટે મોકલાયા, ફરાર 3 આરોપીને પકડવા વન વિભાગે તપાસ હાથ ધરી.
Jan 23, 2026 12:57 pm
15 લાખ લીટરની ટાંકી માત્ર 10 વર્ષમાં જર્જરિત, વર્ષ 2011માં ટાંકીનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું, 2015માં પાણીની ટાંકીનું લોકાર્પણ કરાયું હતું, સુરત મનપા વિકાસ મોડલ પર ઉભા થયા સવાલો, તાજેતરમાં તડકેશ્વરમાં પાણીની ટાંકી તૂટી પડી હતી.
Jan 23, 2026 12:37 pm
ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂંક, વા. ચેરમેન તરીકે આશિષ પટેલની નિમણૂંક, મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિષ્ણુ પટેલની નિમણૂંક, તમામ હોદ્દેદારોની બિનહરીફ નિમણૂંક કરાઇ.
Jan 23, 2026 12:34 pm
છેલ્લા અઢી દાયકામાં ગુજરાતે શહેરીકરણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો. આ 20 વર્ષની વિકાસયાત્રાની ઉજવણી કરતાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વર્ષ 2025ને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું હતું. વ્યવસ્થિત શહેરી આયોજન, દૂરંદેશી નીતિઓ અને અસરકારક અમલીકરણ દ્વારા ગુજરાતના શહેરોએ સતત પ્રગતિ કરી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં માળખાગત સુવિધાઓ અને નાગરિક સેવાઓનું સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિકસેલું અટલ સરોવર તેનું ઉત્તમ ઉદાહરણ છે.
Jan 23, 2026 12:19 pm
અમરેલીના જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશમાં ફરજ બજાવતા 2 પોલીસકર્મી અને એક ખાનગી માણસ રૂ.3 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો. આ કામના ફરિયાદી તથા સાહેદ ઉપર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ આ કામના આક્ષેપિત નં-1 નાઓ ચલાવી રહેલ હોય અને આ કામના ફરીયાદી વિરુધ્ધ પાસા નહી કરવા તથા સાહેદના ટ્રકના અસલ કાગળોની ફાઇલ પરત આપવા માટે આક્ષેપિત નંબર-1 તથા 2નાઓ વતી આક્ષેપિત-3 નાઓએ લાંચની માગણી કરેલ અને ફરિયાદી તથા સાહેદ લાંચની રકમ આક્ષેપિતોને આપવા માટે માંગતા ન હતા.
Jan 23, 2026 12:15 pm
24 જાન્યુઆરીએ ચોથો શનિવાર હોવાથી રજા, સોમવારે 26 જાન્યુઆરીની બેંકોમાં રજા રહેશે, 25 જાન્યુઆરીએ રવિવારની બેંકોમાં રજા રહેશે, બેંક કર્મચારીઓને મીની વેકેશન મળશે.
Jan 23, 2026 12:02 pm
ગાંધીનગરના સેક્ટર 7માં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલે આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, હેડ કોસ્ટેબલ ઉપેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલાએ આપઘાત કર્યો અને ઘરમાં પંખા પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે, મૃતક છેલ્લા એક અઠવાડિયાથી રજા પર હતા અને આપઘાત કર્યો છે, પોલીસે મૃતકનો ફોન જપ્ત કર્યો છે અને તપાસ શરૂ કરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.
Jan 23, 2026 12:02 pm
ગાંધીનગરમાં વધુ એક પોલીસકર્મીનો આપઘાત સામે આવ્યો છે જેમાં હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ ઘરે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે. ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા હેડ કોન્સ્ટેબલ અને પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, 16 જાન્યુઆરીથી મૃતક ઉપેન્દ્રસિંહ રજા પર હતા અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી.
Jan 23, 2026 11:38 am
06 - Gold Silver Price Today: ચાંદીમાં પાછો વધારો, સોનામાં પણ તેજી યથાવત, જાણી લો લેટેસ્ટ રેટ
08 - Chhattisgarh: ગજબ થઇ ગયો, લોખંડનો આખેઆખો પુલ અડધી રાત્રે થઇ ગયો ચોરી
10 - Dhar Bhojshala: આજે પૂજા અને નમાજ એકસાથે, સુરક્ષા માટે 8000 જવાનો તૈનાત
Jan 23, 2026 11:27 am
વરાછા પોદ્દાર આર્કેડ કોમ્પલેક્ષ પાસે લાંચ લેતા ઝડપાયો, મસાજ પાર્લરનો ધંધો શરુ કરવા લાંચ માગ્યાનો આરોપ, લોકરક્ષક જવાન ધીરુ ઠાકરીયાએ માગી હતી લાંચ, ACBએ લોકરક્ષક જવાન અને વચેટિયાને ઝડપ્પો, વચેટિયા રોનક ત્રિવેદીને લાંચ લેતા ACBએ ઝડપ્યો
Jan 23, 2026 11:27 am
મંદિરના પાછળના ભાગેથી તસ્કરોએ પ્રવેશી ચોરી કરી, ચાંદીના આભૂષણોની ચોરી કરી તસ્કરો ફરાર, મંદિરમાં ચોરી થતા સ્થાનિક શ્રદ્ધાળુઓમાં રોષ, દાહોદ પોલીસે ચોરીને લઇ વધુ તપાસ હાથ ધરી.
Jan 23, 2026 11:01 am
કારખાનામાં આગ લાગતા 5 લોકો દાઝ્યા હતા, ખાનગી હોસ્પિટલમાં બે કામદારોના મોત થયા, ગોડાઉનમાં આગ લાગતા બ્લાસ્ટ થયો હતો, બે કામદારના મોત થતા પોલીસે તપાસ હાથ ધરી.
Jan 23, 2026 10:49 am
સેટેલાઇટની રેડ બ્રિક્સ સ્કૂલમાં મળી ધમકી, વિદ્યાનગર સ્કૂલ, કેન્દ્રિય વિધાલયમાં મળી ધમકી, નરોડાની JD હાઇસ્કૂલ, MG ઇન્ટરનેશનલને મળી ધમકી, સંત કબીર અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને ધમકી, DPS બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયેલાને ધમકી, કેલોરેક્ષ સ્કૂલ ઘાટલોડિયા, સ્વયમ સ્કૂલને ધમકી, રાંચરડા પાસે રેડ બ્રિક્સ સ્કૂલને પણ ધમકી, મેઇલ પર મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, શાળાઓને 26મીએ તિરંગો ન ફરકાવવા ધમકી, ધમકી મળતા કેટલીક શાળાઓમાં રજા જાહેર, રજા અંગે વાલીઓને મેઇલ - મેસેજથી જાણ કરાઇ, ધમકી મળતા BDDS, પોલીસ દ્વારા તપાસ શરુ, ખાલિસ્તાન અને બાંગ્લાદેશનો મેઇલમાં ઉલ્લેખ, સ્કૂલો ખાલી કરી, વિદ્યાર્થીઓને રજા અપાઇ, બપોરની શાળા મુદ્દે આચાર્ય - સંચાલકો નિર્ણય લેઃ DEO, અત્યાર સુધીની તપાસમાં કંઇ સંદિગ્ધ વસ્તુ નથી મળી.
Jan 23, 2026 10:48 am
મેમનગર સેન્ટ કબીર સ્કૂલમાં તપાસ પૂર્ણ, નવરંગપુરા સેન્ટર કબીર સ્કૂલમાં તપાસ પૂર્ણ, કોઈ સંદીગ્ધ વસ્તુઓ નહીં મળતા રાહત, સુરક્ષા એન્જસીઓએ લીધો રાહતનો શ્વાસ.
Jan 23, 2026 10:42 am
ભેખડીયામાં ડિગ્રી વગર બોગસ ડૉક્ટર પ્રેક્ટિસ કરતો, પ. બંગાળના અભિજીત તારક સરકારને પોલીસે ઝડપ્યો, દવા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી.
Jan 23, 2026 10:36 am
દિલ્હીમાં કમોસમી વરસાદ અને ઝડપી પવન ફૂંકાયા, વરસાદને કારણે ફુલ ડ્રેસ રિહર્સલમાં ભંગ પડ્યો, હવામાન વિભાગની ઝડપી પવન ફૂંકાવાની આગાહી.
Jan 23, 2026 10:30 am
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આપી ચીમકી, પ્રશાસન માફી નહી માગે ત્યાં સુધી સ્નાન નહી કરીએ, ફૂટપાથ પર જ બેસીને લડત આપતા રહેશે, તંત્રના વ્યવહારથી આઘાત લાગ્યો છેઃ અવિમુક્તેશ્વરાનંદ, ‘સન્માનપૂર્વક સ્નાન નહી તો શિબિરમાં પ્રવેશ નહી કરું’.
Jan 23, 2026 10:30 am
વડોદરાના સાવલીમાં પોલીસ કસ્ટડીમાં આરોપીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ભાદરવા પોલીસ મથકમાં હત્યાના આરોપીનો આપઘાત સામે આવ્યો છે, આરોપી નિરાલા પ્રસાદે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો. વડોદરાના સાવલીના ભાદરવા પોલીસ મથકમાં હત્યાના આરોપીએ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે અને પોલીસ કસ્ટડીમાં આરોપીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે, નિરાલા પ્રસાદ ઉંમર 60 વર્ષ નામના આરોપીએ આપઘાત કર્યો છે અને બે દિવસ અગાઉ લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરાની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
Jan 23, 2026 10:11 am
આતંકીઓ ફોનને બદલે ઇ-મેઇલથી આપે છે ધમકી, લોકેશન ટ્રેસ થવાના ભયથી ધમકીની પદ્ધતિ બદલાઇ, ધમકીભર્યા ઈ-મેઇલને ટ્રેસ કરવા મુશ્કેલ હોય છે, અમદાવાદ એરપોર્ટ, શાળાઓને મળી રહી છે ધમકી, બોમ્બની ધમકી આપનાર સામે દંડની પણ જોગવાઇ, ધમકી આપનારને પહેલીવાર દંડની પણ જોગવાઇ.
Jan 23, 2026 10:10 am
01-ટ્રેન સંખ્યા 09562 ઓખા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર મંગળવારે ઓખાથી 10:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04:20 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 27 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.
02-તેવી જ રીતે, રિટર્ન માં ટ્રેન સંખ્યા 09561 બાંદ્રા ટર્મિનસ-ઓખા સ્પેશિયલ દર બુધવારે બાંદ્રા ટર્મિનસથી 05:50 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22:50 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.
03-આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.
04-આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, એસી-3 ટાયર (ઇકોનોમી), સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.
Jan 23, 2026 10:07 am
ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. 8 હજારનો વધારો, ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ રૂ.3.35 લાખને પાર, સોનાના ભાવમાં પણ રુ. 2000નો વધારો, પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ રુ. 158000ને પાર.
Jan 23, 2026 10:04 am
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર "સ્પેશિયલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન સંખ્યા 09561 અને 09562 નું બુકિંગ તમામ PRS કાઉન્ટરો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થઈ ગયું છે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.
Jan 23, 2026 09:50 am
ભારતના વિઝા ન મળતા 3 વર્ષથી પાકિસ્તાનમાં અટવાઇ, કરાચીની રેહાનાએ વીડિયો વાયરલ, PM મોદીને અપીલ કરી, કરાચીની રેહનાએ રાજકોટના પરવેઝ સાથે લગ્ન કર્યા હતા, રેહાનાને ભારતના વિઝા ન મળતા કરાચીમાં રહેવા મજબૂર, મોદી સરકાર વિઝા મંજૂર કરે તેવી રેહાનાએ માગ કરી.
Jan 23, 2026 09:49 am
રાજકોટના વિંછીયામાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઝડપાયો છે અને સ્કૂલવાન ચાલકે બાળકી સાથે આચર્યુ હતું દુષ્કર્મ, બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડની ધરપકડ કરાઈ છે અને સ્થાનિકોમાં પણ આ મામલે રોષ જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી માત્ર 5 વર્ષ અને 10 મહિનાની માસુમ બાળકી પર 50 વર્ષીય શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાતા સમગ્ર વિસ્તારમાં આક્રોશ અને ચકચાર ફેલાઈ ગઈ છે.
Jan 23, 2026 09:35 am
ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત રહી છે અને સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 20નો વધારો થયો છે, સિંગતેલનો ભાવ વધીને રુ. 2760એ પહોંચ્યો છે, લગ્નની સિઝન શરુ થતા ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલના ભાવમાં રુ. 150નો વધારો થયો છે અને સિંગતેલનો ભાવ ડબ્બે 20 રૂપિયા વધુ અને 2760એ પહોચ્યો છે, આજ સુધીમાં સિંગતેલ 250 રૂપિયા વધ્યું છે, લગ્નની સિઝન શરૂ થવા સાથે બારમાસી સિંગતેલ ભરવાનો અંતિમ મહિનો પણ તેજી માટે કારણભૂત છે અને છેલ્લા એક મહિનામાં સિંગતેલનો ડબ્બો 150 રૂપિયા વધ્યો છે.
Jan 23, 2026 09:21 am
ઘટનાની જાણ થતાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને બોમ્બ ડોગ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચ્યું છે અને વાલીઓ બાળકોને લેવા પહોંચ્યા છે, સમગ્ર ઘટનામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પણ આ ઈમેલ મામલે તપાસ કરી રહી છે. સંત કબીરની 3 બ્રાંચને મળી ધમકી, DPS બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયેલા, કેલોરેક્ષ સ્કૂલ ઘાટલોડિયા, સ્વંયમ સ્કૂલને ધમકી મળી છે, ધમકી મળતા BDDS અને પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ છે અને સ્કૂલો ખાલી કરી વિદ્યાર્થીઓને રજા અપાઇ છે.
Jan 23, 2026 09:21 am
એક મહિના અગાઉ પણ અમદાવાદ અને ગાંધીનગરની અલગ-અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ઝેબર ,ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતા જ સ્કૂલોમાં તપાસ શરૂ કરાઈ હતી. પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તમામ સ્કૂલોમાંથી કોઈપણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ ન મળતા તપાસ પૂર્ણ કરાઈ હતી.
Jan 23, 2026 09:20 am
અમદાવાદમાં ફરી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ અને સંત કબીર સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને ઈમેલ દ્વારા આ ધમકી મળી હોવાની વાત સામે આવી છે. અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, શહેરની જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણેય બ્રાન્ચને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેને લઈને પોલીસ દ્વારા અત્યારે સ્કૂલમાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલને પણ ધમકી મળી હોવાની શક્યતા છે. હાલ તમામ સ્કૂલોના ઇમેલ તપાસવામાં આવશે અને ધમકી મળી હોય તો પોલીસને જાણ કરાશે.
Jan 23, 2026 08:54 am
ડીસા, ધાનેરા, પાલનપુરના વાતાવરણમાં પલટો, વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ, વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા, બટાકા, રાયડો સહિતના પાકમાં નુકસાનની ભીતિ.
Jan 23, 2026 08:48 am
આરોપી મોહમ્મદ સાદિક ઉર્ફે કાલુ શેખ ઝડપાયો, મેફેડ્રોન ડ્રગ્સ સહિત કુલ 3.57 લાખનો મુદ્દામાલ જપ્ત.
Jan 23, 2026 08:20 am
01-ડિઝાઈનનો ફિયાસ્કો : ૧૮ મીટરનારોડમાં ફૂટપાથ અને પાર્કિંગ બાદ માત્ર ૯ મીટર જ જગ્યા વધે તો ટ્રાફિક કેવી રીતે હળવો થશે?
02- નાણાંનો વ્યય : કામ શરૂ થયું ત્યારે કેમ કોઈએ ટેકનિકલ ખામી ન જોઈ? હવે ફરીથી નવી પોલિસી બનશે ત્યાં સુધી થયેલા ખર્ચની જવાબદારી કોની?
03-બેદરકારી : શું આ ખામીયુક્ત પ્લાન મંજૂર કરનાર તમામ એન્જિનિયરો સામે પગલા લેવાશે કે કાગળ પર તપાસ ચાલશે?
Jan 23, 2026 08:20 am
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર, શહેરના ૨૪ મીટર અને ૧૮ મીટરના રોડની પહોળાઈ મુજબ ફૂટપાથ અને પાર્કિંગની જગ્યા ફાળવવા માટે હવે નવી ’યુનિફોર્મ પોલિસી' તૈયાર કરવામાં આવશે. ખામી ભરેલી કામગીરી બદલ એન્જિનિયરિંગ વિભાગ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે." સવાલ એ ઊભો થાય છે કે શું એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસતા અધિકારીઓ ગ્રાઉન્ડ રિયાલિટી તપાસ્યા વિના જ નકશાઓ બનાવે છે?
Jan 23, 2026 08:19 am
સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એન્જિનિયરિંગ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં ૧૮ મીટરના પહોળા રોડને ખામીભરેલી ડિઝાઈન દ્વારા માત્ર ૯ મીટરમાં ફેરવી નાખવાની કામગીરીથી ભારે વિવાદ સર્જાયો છે. આ અણઘડ આયોજનને કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થવાને બદલે 'ડેથ ટ્રેપ' સર્જાય તેવી સ્થિતિ ઊભી થતા સ્ટેન્ડિંગ કમિટીએ ૧૦૦ કરોડના ખર્ચે બની રહેલા ૬ રોડના કામો તાત્કાલિક અસરથી સ્થગિત કર્યા છે.
Jan 23, 2026 08:19 am
અમદાવાદનું તંત્ર પ્રજાના પૈસા વેડફવામાં અવ્વલ હોય તેવું લાગી રહ્યું છે, અમદાવાદમાં 100 કરોડના ખર્ચ તૈયાર રોડ પ્રોજેક્ટ પર બ્રેક લગાવી છે, સીજી રોડનું ફૂટપાથ-રોડનું ભોપાળું બહાર આવતા નિર્ણય લેવામાં આવ્યો છે અને સીજી રોડ મોડલનું આંધળું અનુકરણ કરાયું હતું. અમદાવાદના 6 રોડ પ્રોજેક્ટ્સ પર બ્રેક લગાવી દેવામાં આવી છે, સીજી રોડ પર રોડ કરતાં ફૂટપાથ મોટી કરાઈ હતી અને માઉન્ટ કાર્મેલ, ગુજરાત કોલેજ રોડ પર પણ એ જ સ્થિતિ છે, પંચવટી સર્કલ પાસેના રોડમાં પણ આવી જ કામગીરી ધ્યાને આવતા હવે 100 કરોડના 6 રોડ પ્રોજેક્ટ્સ પર બ્રેક લગાવી છે, અત્યાર સુધી જે કામગીરી થઈ તે પૈસાનું તો પાણી જ ને?
Jan 23, 2026 07:55 am
એક ઘરમાંથી રૂ. 2 કરોડ રોકડા મળી આવ્યા, આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજી, શેર ટ્રેડિંગમાં સંડોવાયેલા, પોલીસે રમાકાંત ગુપ્તાના ઘરે દરોડા પાડ્યા હતા, દરોડા દરમિયાન 61.86 કિલો ચાંદી પણ મળી, પેન ડ્રાઇવ, ભારતીય અને નેપાળી ચલણ પણ જપ્ત, ઘણા દિવસોથી શેર ટ્રેડિંગની ફરિયાદો મળતી હતી, મકાનમાલિક, રાહુલ જૈન, શિવમ ત્રિપાઠીની ધરપકડ, સચિન ગુપ્તા અને વંશરાજ નામના યુવકની ધરપકડ.
Jan 23, 2026 07:51 am
સો.મીડિયા વપરાશ મુદ્દે લાગી શકે છે પ્રતિબંધ, 16 વર્ષથી નાના બાળકો માટે સો.મીડિયા પ્રતિબંધ, આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પ્રતિબંધ લાદવા વિચારણા, પ્રતિબંધને લઇ મંત્રી નારા લોકેશનું નિવેદન, ‘સરકાર ઓસ્ટ્રેલિયન કાયદાનો અભ્યાસ કરી રહી છે’, ‘નાના બાળકો સો.મીડિયાને યોગ્ય રીતે સમજી શકતા નથી’ ‘માનસિક સ્વાસ્થ્ય-સલામતી માટે સો.મીડિયા મોટો ખતરો’.
Jan 23, 2026 07:38 am
પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે પોલીસને આપી ચીમકી અને દેશી દારૂના અડ્ડાઓને બંધ કરાવવા પોલીસને ચીમકી આપી છે, પોલીસને ચીમકીનો દિલીપ ઠાકોરનો વીડિયો વાયરલ થયો છે અને સરકારની દારુબંધીની પોલ ખુદ ભાજપ નેતાએ ખોલી છે.
Jan 23, 2026 07:38 am
તો સમગ્ર ઘટનામાં આ મામલે પાટણ જિલ્લા એસપીએ કોઈ કાર્યવાહી કરી નથી અને કોઈને સસ્પેન્ડ પણ કર્યા નથી, ત્યારે ગાંધીના ગુજરાતમાં પોલીસે જ દારૂના ધજાગરા ઉડાવ્યા છે અને તેમાં પણ ધોળા દિવસે હાથમાં દેશી દારૂની પોટલી લઈ દારૂ પી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં ફરી એકવાર ખાખી બદનામ થઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે, સ્થાનિકોએ દારૂ પીધો હોય તો પોલીસ કેવો કેસ કરે છે, તો આ પોલીસકર્મીઓ સામે પણ કેસ થવો જોઈએ તેવી વાત સામે આવી છે.
Jan 23, 2026 07:38 am
પાટણ જિલ્લામાં પોલીસ યુનિફોર્મમાં જ ભાન ભૂલ્યા હોય તેમ લાગી રહ્યું છે, હારિજમાં પોલીસ યુનિફોર્મમાં ત્રણ પોલીસ કર્મચારીઓ દેશી દારૂની મજા માણી રહ્યાં છે અને સાંતલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં જ દેશી દારૂ પી રહ્યાં છે અને તેમને ખબર પડી કે કોઈ વીડિયો ઉતારી રહ્યું છે, તો તેની સાથે રકઝક પણ કરી રહ્યાં છે, સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે કોન્સ્ટેબલ અને પીએસઓમાં આ કર્મીઓ ફરજ બજાવી રહ્યાં છે.
Jan 23, 2026 07:37 am
પાટણ જિલ્લા પોલીસને લાંછન લગાડતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વર્દીમાં પોલીસકર્મીઓ દેશી દારૂ પીતા નજરે પડ્યા છે અને એક નાગરિક દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. પાટણના સાંતલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસકર્મીઓનો દેશી દારૂ પીતો વીડિયો વાયરલ થયો છે અને કોન્સ્ટેબલ અને PSO દેશી દારૂ પીતા નજરે પડ્યા છે, એક નાગરિક દ્વારા આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં દેખાય છે કે, ધોળા દિવસે પોલીસે રોડ પર દેશી દારૂ પી રહી છે.

Jan 23, 2026 07:20 am
જેમાં કચ્છના ઉત્તર ભાગમાં તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં માવઠું પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા હોવાથી યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં હવામાન વિભાગના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવવની ગતિ ૨૦થી ૨૫ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યાતઓ છે. ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફનો પવન ફૂંકાશે. કમોસમી વરસાદ અને ગાજવાજના પગલે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે.
Jan 23, 2026 07:19 am
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાના હવામાન ખાતાએ સંકેતો આપ્યાં છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતાઓ છે. બીજી તરફ અમદાવાદ સહિત રાજ્યનાં ૧૮ શહેરમાં પારો ૧૫ ડિગ્રીને પાર જતાં ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે હવે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની કોઈ જ શક્યતા જણાતી ન હોવાનું હવામાન ખાતાએ જારી કરેલી વિગતો પરથી માની શકાય છે.
Jan 23, 2026 07:19 am
નલિયામાં સૌથી ઓછું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 16.8, ગાંધીનગરમાં 16 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ભુજમાં 15.4 ડિગ્રી, દાહોદમાં 14.3 ડિગ્રી, ડિસામાં 15.3 ડિગ્રી, જામનગરમાં 14.2 ડિગ્રી, કંડલામાં 16.5 ડિગ્રી, પોરબંદરમાં 16 ડિગ્રી, રાજકોટમાં 14.8 ડિગ્રી, સુરતમાં 17.8 ડિગ્રી, ડાંગમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 23, 2026 07:19 am
રાજ્યમાં બેવડી ઋતુ વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે, સૌરાષ્ટ્ર- કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે બનાસકાંઠા અને પાટણમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું રહેવાની શક્યતા છે સાથે સાથે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
Jan 23, 2026 07:04 am
ટોચના કમાન્ડર સહિત 15 નકસલવાદી ઠાર, 'ઓપરેશન મેગાબુરુ'માં 15 માઓવાદી ઠાર, સુરક્ષા દળોનું સારંડા જંગલમાં મોટું ઓપરેશન, 2.35 કરોડનો ઇનામી અનીલ દા ઠાર મરાયો.
Jan 23, 2026 07:03 am
AMCએ બુદ્ધિનું પ્રદર્શન કરતા ભોપાળું સામે આવ્યું, સીજી રોડ મોડલનું આંધળું અનુકરણ કરાયું હતું, નવરંગપુરા રોડમાં ખામી ભરેલી ડિઝાઈન તૈયાર કરાઈ, તંત્રના અણઘડ આયોજન સામે ઉઠવ્યા હતા સવાલ, કામ શરૂ થયું ત્યારે કોઈએ ટેક્નિકલ ખામી ન જોઈ, પ્લાન મંજૂર કરનાર એન્જિનિયરો સામે પગલાં લેવાશે?
Jan 23, 2026 07:03 am
WHOના મુખ્યાલયની બહારથી અમેરિક ધ્વજ હટાવ્યો, યુનાઈટેડ સ્ટેટ્સ વિશ્વ આરોગ્ય સંગઠનમાંથી હટાવ્યું, યુનાઈટેડ સ્ટેટ્સ હવે સત્તાવાર રીતે WHOનું સભ્ય નથી, જીનીવામાં WHO મુખ્યાલયની બહારથી US ધ્વજ દૂર.
Jan 23, 2026 07:02 am
રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં જવાબ કરાશે રજૂ, GPCB અને AMC હાઈકોર્ટમાં વર્ક રિપોર્ટ સોંપશે, ઔદ્યોગિક એકમો નદીને પ્રદૂષિત કરતા હોવાની રજૂઆત.
Jan 23, 2026 07:02 am
ટીખળખોરોએ સરદાર પટેલની પ્રતિમાને ટોપી પહેરાવી, દહેગામ-અમદાવાદ રોડ પર નહેરું ચોકડીની ઘટના, લોખંડી પુરુષના અપમાનથી લોકોમાં ભારે રોષ. ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ.

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

Weather Forecast : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આજે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધબધબાટી બોલશે

Gujarat Latest News live : રાજ્યમાં વરસાદની આગાહી

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ

Dabhoi: ડભોઇ સેવા સદન પાસે જ રોડ પર ખાડાથી હાલાકી

દીવાનો ધર્મ છે બધાને પ્રકાશ આપવાનો

માયામાંથી મોહ વગેરે અનર્થો પેદા થાય છે

મને વિદ્યા આપો તો તમારું કામ કરી આપું

મૈસૂરનું દૈવી અને સાંસ્કૃતિક ગૌરવ શ્રી ચામુંડેશ્વરી દેવીનું મંદિર

કર્મના સોફ્ટવેરને સમજવું

Gujarat: ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓનું મહા-ઓપરેશન ડેલ્ટા હન્ટ, રાજ્યભરમાંથી 424 ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા