
Surendranagar: કોંઢમાં વળતર મામલે ખેડૂતોએ રોડ ચક્કાજામ કર્યો

Jan 24, 2026 11:20 pm
વાસણામાં રહેણાંક મકાનમાં આગ
અમદાવાદના વાસણામાં રહેણાંક મકાનમાં આગ,રાણાવાસમાં મકાનમાં આગ લાગતા દોડધામ,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો
Jan 24, 2026 10:55 pm
અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની સતત ત્રીજી જીત
અંડર-19 વર્લ્ડ કપમાં ભારતની સતત ત્રીજી જીત,અંડર-19માં ભારતે ન્યૂઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું,આયુષ મ્હાત્રે શાનદાર 50 રન બનાવ્યા,આરએસ એમ્બ્રીસે 4, હેનીલ પટેલે 3 વિકેટ લીધી.
Jan 24, 2026 10:49 pm
બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર
બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર,બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો,ICC એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો,બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો T20 વર્લ્ડ કપમાં સમાવેશ,સ્કોટલેન્ડનો ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ સાથે ગ્રુપ Cમાં સમાવેશ.
Jan 24, 2026 10:35 pm
ધોળકાના ધોળી ગામે કંપનીમાં આગ લાગી
ધોળકાના ધોળી ગામે કંપનીમાં આગ લાગી, પ્રીમિયર સ્પિનટેક્સ પ્રા. લી. કંપનીમાં આગ,કંપનીના બીજા માળે આગ લાગતા દોડધામ,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ.
Jan 24, 2026 10:06 pm
નવસારીની મહિલા પરત ફરતા ભાવુક દ્રશ્યો સર્જાયા
બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા પરત ફરી,ફસાયેલી મહિલા પરત ફરતા ભાવુક દ્રશ્યો સર્જાયા,સ્ટ્રોબેરી પેકિંગમાં 50-60 હજાર પગારનું કહી મોકલી હતી,બેલારૂસ જઈ તબેલામાં કામ કરાવવામાં આવ્યું,મહિલાને રહેવાની યોગ્ય સુવિધા પણ ન મળી,બેલારુસના કપરા સંજોગો અંગેઆપવીતી જણાવી,એજન્ટના કારણે ફસાઈ હોવાનો મહિલાનો દાવો,દેવું કરી એજન્ટને આપેલા રૂપિયા પરત મળે તેવી માગ.
Jan 24, 2026 09:57 pm
બનાસકાંઠામાં હીટ એન્ડ રનમાં એકનું મોત
બનાસકાંઠામાં હીટ એન્ડ રનમાં એકનું મોત,ડીસા- રાધનપુર હાઇવે પર હીટ એન્ડ રન,અજાણ્યો વાહન ચાલક બાઈકને ટક્કર મારી ફરાર,બાઈકસવાર યુવકનું હીટ એન્ડ રનમાં મોત,યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો,પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધ શરૂ કરી.
Jan 24, 2026 09:52 pm
ન્યૂયોર્કમાં ભારે પવન સાથે હીમ વર્ષા
ન્યૂયોર્કમાં ભારે પવન સાથે હીમ વર્ષા,એર ઇન્ડિયાએ ફ્લાઇટ્સ રદ્દ કરી,25 અને 26 જાન્યુઆરીની ફ્લાઇટ્સ રદ્દ,ભારે પવન અને હીમવર્ષાને કારણે નિર્ણય.
Jan 24, 2026 09:23 pm
ગાંધીનગર સેક્ટર 24માં વિરોધ પ્રદર્શન
ગાંધીનગર સેક્ટર 24માં વિરોધ પ્રદર્શન,આદર્શ નગર સોસાયટીના રહીશોએ કર્યો વિરોધ,ગટર અને પાણી સમસ્યાના કારણે વિરોધ,મહિલાઓએ મનપા સામે વિરોધ નોંધાવ્યો,પાણીની પાઇપલાઇનની હલકી ગુણવત્તાના આક્ષેપ,અનેક રજૂઆત છતાં નિરાકરણ ન મળતા વિરોધ.
Jan 24, 2026 09:22 pm
સુરતમાં 20 દિવસની બાળકીને મુકી માતા ફરાર
સુરતમાં 20 દિવસની બાળકીને મુકી માતા ફરાર,સુરત નવી સિવિલ હોસ્પિટલમાં બની ઘટના.માસૂમ બાળકીને NICU વોર્ડમાં દાખલ કરાઈ,માતા મહારાષ્ટ્રના પાલઘર જંગલ વિસ્તારની રહેવાસી,બાળકીના માથાના ભાગે જીવજંતુ કરડી ગયા હતા,બાળકીને વધુ સારવાર અર્થે સુરત લવાઈ હતી,ફરાર થતી માતા હોસ્પિટલના સીસીટીવીમાં કેદ,હોસ્પિટલના તબીબે પોલીસ ફરિયાદ નોંધાવી,ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Jan 24, 2026 09:19 pm
સુરત રેલ્વે સ્ટેશન પર DRI ની કાર્યવાહી
સુરત રેલ્વે સ્ટેશન પર DRI ની કાર્યવાહી,900 ગ્રામ કોકેઇન સાથે વિદેશી મહિલાની ધરપકડ,મુંબઈ-અમૃતસર ટ્રેનમાંથી મહિલા ઝડપાઈ,એક કરોડથી વધુની કિંમતનું કોકેઈન ઝડપાયું,અગફેડો ઓસાટાહેવમેન જોય નામની મહિલા,DRI એ વધુ તપાસ શરૂ કરી.
Jan 24, 2026 08:41 pm
UGCના નવા રેગ્યુલેશન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી
UGCના નવા રેગ્યુલેશન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી,રેગ્યુલેશનની જોગવાઇ ભેદભાવપૂર્ણઃ અરજદાર,જોગવાઇ બંધારણની વિરુદ્ધ હોવાની અરજી,જાતિ આધારિત ભેદભાવ SC-ST-OBC સુધી સીમિત,અરજદાર મૃત્યુંજય તિવારીએ દાખલ કરી અરજી,ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે UGCએ બનાવ્યા છે નિયમ,મનસ્વી રીતે નિર્ણય લીધાનો અરજદારનો આરોપ,જોગવાઇથી કેટલાક વર્ગો ઉચ્ચ શિક્ષણનો હક ગુમાવશે.
Jan 24, 2026 08:29 pm
જુનાગઢમાં મોબાઇલ વેપારીને માર મારવાનો કેસ
જુનાગઢમાં મોબાઇલ વેપારીને માર મારવાનો કેસ,ACP દ્વારા DYSPને સોંપાઈ તપાસ,વેપારીઓની રજૂઆત બાદ સોંપાઈ તપાસ,પોલીસે 5 વેપારીઓને માર માર્યો હતો.
Jan 24, 2026 08:20 pm
જયરાજ આહીરની ધરપકડથી કોળી સમાજમા ખુશી
જયરાજ આહીરની ધરપકડથી કોળી સમાજમા ખુશી,કોળી સમાજના યુવાનોએ ફટાકડા ફોડી ઉજવણી કરી,ભાવનગરની સરીતા સોસાયટીમાં ફટાકડા ફોડ્યા.
Jan 24, 2026 08:19 pm
જુનાગઢ મનપાના કોર્પોરેટર ભાજપમાંથી સસ્પેન્ડ
જુનાગઢ મનપાના કોર્પોરેટર ભાજપમાંથી સસ્પેન્ડ,વોર્ડ 3ના કોર્પોરેટર અબ્બાસ કુરેશીને સસ્પેન્ડ,ગુજસીટોક હેઠળ અબ્બાસ કુરેશી સામે થઈ છે કાર્યવાહી.પોલીસે ધરપકડ કરતા ભાજપ દ્વારા કાર્યવાહી.
Jan 24, 2026 07:56 pm
PCBના ચેરમેન મોહસીન નકવીની ICCને ધમકી
PCBના ચેરમેન મોહસીન નકવીની ICCને ધમકી,બાંગ્લાદેશને બહાર કરતા નકવીએ આપી ધમકી,બાંગ્લાદેશને અન્યાય થયો, ICCના બેવડા માપદંડ,બાંગ્લાદેશ કોઇપણ સંજોગોમાં વર્લ્ડકપમાં રમેઃ નકવી,બાંગ્લાદેશ, પાકિસ્તાન બન્ને ICCના સભ્યઃ નકવી,બન્ને સાથે અલગ-અલગ વ્યવહાર ન કરી શકાયઃ નકવી,‘પાકિસ્તાને રમવું કે નહીં તે પાક સરકાર નક્કી કરશે.
Jan 24, 2026 07:45 pm
સુરતથી બે બાળકો સ્કેટિંગ કરી અંબાજી પહોંચ્યા
બે બાળકો સુરતથી સ્કેટિંગ કરી અંબાજી પહોંચ્યા,પાશ્વ અને પંથ પટેલ અંબાજી પહોંચ્યા,5 દિવસમાં 480 કિમી અંતર સ્કેટિંગથી કાપ્યું,"નો મોબાઈલ " "નો ગેમ "નો સંદેશ પાઠવવા કરી યાત્રા,સ્થાનિકોએ ચૂંદડી ઓઢાડી બાળશક્તિને બિરદાવી.
Jan 24, 2026 07:44 pm
DGGIએ ફેક બિલિંગ અને ખોટા ITC કૌભાંડનો પર્દાફાશ કર્યો
DGGIએ ફેક બિલિંગ અને ખોટા ITC કૌભાંડનો કર્યો પર્દાફાશ,252.66 કરોડના ખોટા ITC, 1,403.66 કરોડનું ફેક ટર્નઓવર,અમદાવાદ, જામનગર અને મુંબઈમાં દરોડામાં કરચોરી બહાર આવી,દરોડા દરમ્યાન ડિજિટલ ડિવાઇસ અને દસ્તાવેજો જપ્ત કરાયા,17 GST રજિસ્ટર્ડ કંપનીઓ મારફતે કૌભાંડ ચલાવવામાં આવ્યું,સિન્ડિકેટ દ્વારા RTGS અને હવાલા દ્વારા રોકડ વ્યવહાર કરાતો,અમદાવાદના રિઝવાન ખોજા મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું,લલિત જૈન બોગસ ઇનવૉઇસ વેચાણ માટે બ્રોકર તરીકે કાર્ય કરતો,રિઝવાન અને લલિત સહિત અત્યાર સુધી કુલ 6 આરોપીની ધરપકડ,આગામી દિવસોમાં ફેક બિલોના લાભાર્થીઓ સામે કાર્યવાહી થશે.
Jan 24, 2026 07:27 pm
બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા સુરત પહોંચી
બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલા સુરત પહોંચી,સ્ટ્રોબેરી પેકિંગમાં 50-60 હજાર પગારનું કહી મોકલી હતી,બેલારૂસ જઈ તબેલામાં કામ કરાવવામાં આવ્યું,મહિલાને રહેવાની યોગ્ય સુવિધા પણ ન મળી,પરિવારને મદદ કરવા બેલારુસ નોકરી કરવા ગઇઃ મહિલા,એજન્ટોની લાલચમાં આવીને કોઈએ વિદેશ જવું નહીં: મહિલા,એજન્ટની વાતની ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવુંઃ મહિલા,બેલારુસ સરકારની પણ કોઈ ખાસ મદદ મળી નહીં: મહિલા,ત્યાંની સરકારે કહ્યું તમારા એજન્ટે ખોટું કર્યું છેઃ મહિલા,5 લાખ ખર્ચ કરી બેલારુસ નોકરી કરવા ગઈ હતીઃ મહિલા.
Jan 24, 2026 07:26 pm
કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો
કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘુસણખોર ઝડપાયો,BSFએ પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાનીને ઝડપ્યો,પીલર નંબર 1076 - 1077 પાસે ઘુસણખોર ઝડપાયો,ઘુસણખોર મામલે સુરક્ષા એજન્સીઓ તપાસ હાથ ધરી.
Jan 24, 2026 07:20 pm
સાબરમતી રિવરફ્રન્ટ પર આર્મી બેન્ડનું આયોજન,વંદે માતરમના 150 વર્ષની ઉજવણી પર આયોજન,આર્મી જવાનોએ દેશભક્તિના ગીતો પર બેન્ડ બગાડ્યા,24 અને 25 જાન્યુઆરી બે દિવસ આર્મી બેન્ડનું આયોજન.
Jan 24, 2026 06:45 pm
વડોદરામાં તોડ કરનાર પોલીકર્મી સામે કાર્યવાહી,ટ્રાફિક કોન્સ્ટેબલ અને TRB જવાન સામે કાર્યવાહી,બુલેટ પર જતા MS યુનિ.ના વિદ્યાર્થીને પકડ્યો હતો,સાયલેન્સર બાબતે કાર્યવાહી કરવાનું કહ્યું હતું,વિદ્યાર્થી જગદીશ તિવારી પાસે 3 હજાર પડાવ્યા,500 રૂપિયાનો ખોટો મેમો પણ જનરેટ કર્યો,કોન્સ્ટેબલ કિરણ જોગદિયાની હેડ ક્વાર્ટરમાં બદલી,TRB જવાન યશપાલ સિંધાને ફરજ મુક્ત કરાયો,પોલીસ કમિશનરના આદેશ બાદ કડક કાર્યવાહી.
Jan 24, 2026 06:44 pm
રાજાજી એન્ટરપ્રાઇઝ ફેક ITC કેસમાં DGGIની કાર્યવાહી,ફર્મના મુખ્ય કન્ટ્રોલર મેમોન મોહમ્મદ અફવાનની ધરપકડ,આરોપીએ 52 કરોડના ફેક બિલથી 9.29 કરોડની ITC મેળવી,27 બોગસ એકમો થકી ખોટા બિલો ઇશ્યૂ કરાયા,2 બોગસ બિલિંગ કેસમાં DGGIએ 3 આરોપીને પકડ્યા.
Jan 24, 2026 06:17 pm
પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં શ્રમિક દટાયો,ખાડામાં પાઇપલાઇનનું કામ કરી રહેલો શ્રમિક દટાયો,ભારે જહેમત બાદ 20 મિનિટે શ્રમિકને બહાર કઢાયો,JCB અને સ્થાનિક લોકોની મદદથી શ્રમિકને બહાર કઢાયો.
Jan 24, 2026 06:15 pm
ઇરાનના રેવોલ્યૂશનરી ગાર્ડની અમેરિકાને ગંભીર ચેતવણી
ઇરાનના રેવોલ્યૂશનરી ગાર્ડની અમેરિકાને ગંભીર ચેતવણી,ઇરાનની આંગળી ટ્રિગર પર છેઃ ઇરાની કમાન્ડર,ઇરાનની સેના પહેલા કરતા વધુ મજબૂત હોવાનો કર્યો દાવો,ઇરાનની સરકાર અને સેનાની પહેલા કરતા વધુ તૈયારી.
Jan 24, 2026 06:08 pm
સાંતલપુર પોલીસ મથકના 3 દારુડિયા કર્મી સામે ફરિયાદ
સાંતલપુર પોલીસ મથકના 3 દારુડિયા કર્મી સામે ફરિયાદ,પોલીસ કર્મચારીઓનો દારુ પીતો વીડિયો થયો હતો વાયરલ,સસ્પેન્શનનો ઓર્ડર લેવા ગયા ત્યારે પણ દારુ પીધો,કર્મચારીઓ દારુ પીને PIની ચેમ્બરમાં ગયા હતા,PIની સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ,કરણસિંહ ઠાકોર, ચંદુ ખરાડી, રાહી પુનડીયા સામે ફરિયાદ.
Jan 24, 2026 06:07 pm
ડીસાના સમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન,સંમેલનની ની તૈયારીઓને અપાયો આખરી ઓપ,ધારાસભ્ય માવજી દેસાઇની કમિટી સાથે બેઠક,સંમેલનમાં 50 હજારથી વધુ લોકો એકત્ર થવાની શક્યતા,રબારી સમાજના નવા બંધારણની કરાશે રચના.
Jan 24, 2026 06:07 pm
બગદાણા કેસમાં જયરાજ આહિરની ધરપકડ
બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાનો કેસ,માયા આહિરના દીકરા જયરાજ આહિરની ધરપકડ,જયરાજ આહીર વિરુદ્ધ મળેલા પુરાવાઓને ધરપકડ,જયરાજ આહીર સામે સાંયોગિક પુરાવાઓઃ પોલીસ,આરોપીઓના એકબીજાના મોબાઈલ સંપર્કોઃ પોલીસ,અન્ય ડિટેઇલ સાથે જયરાજ આહીરની કરાઇ ધરપકડઃ પોલીસ,બાલધિયાને માર મારવાના મામલે જયરાજની ખુલ્લી સંડોવણી,તમામ પુરાવાઓના આધારે જયરાજની ધરપકડઃ પોલીસ.
Jan 24, 2026 06:04 pm
2.Union Budget 2026 : Digital Indiaને મળશે નવી દિશા? ગ્રામીણ ભારત પર ખાસ નજર
3.Himachal Snowfall: પર્વતોએ ઓઢી બરફની ચાદર, રોડ રસ્તા પર બરફના થર જામ્યા
4.Gir Somnath: વહેલી સવારે યુવતીના અપહરણનો પ્રયાસ, હિંમતભર્યા પ્રતિકારથી અજાણ્યો શખ્સ ભાગ્યો
5.ICGએ બાંગ્લાદેશથી ભારત આવી રહેલી સોપારીની દાણચોરી કરતી માછીમારી બોટને ઝડપી
6.Suryakumar Yadavએ ધમાકેદાર કમબેક પછી રઘુના ચરણ કેમ સ્પર્શ્યા? કેપ્ટને ફેન્સનું જીત્યું દિલ
7.Ahmedabad: વસ્ત્રાપુર ફાયરિંગ કેસ, અકસ્માત નહીં પણ હત્યા અને આત્મહત્યાનો મામલો
9.Bagdana Case માં નવો વળાંક, જયરાજ આહીર ભાવનગર IG કચેરીએ થયા હાજર, કહ્યું- તપાસમાં પૂરો સહયોગ આપીશ
10.World News : ચીનની અવળચંડાઈ યથાવત, ચીની સેનાના 18 ફાઈટર જેટ તાઈવાનમાં ઘુસ્યા
Jan 24, 2026 05:19 pm
ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદનું IMDનું એલર્ટ,26 થી 28 જાન્યુઆરીએ પહાડી રાજ્યોમાં બરફવર્ષા થશે27 અને 28 જાન્યુઆરીએ મધ્યપ્રદેશમાં વરસાદ,કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલમાં બરફવર્ષા થશે,પહાડી રાજ્યોમાં 50-60 કિમીએ પવન ફૂંકાશે.
Jan 24, 2026 05:08 pm
પોરબંદરના ગાયવાડી વિસ્તારમાં પરમેશ્વર જવેલર્સ નામથી દુકાન ધરાવતા એક સોની વેપારીએ અન્ય વેપારીઓ સહીત કુલ 19 જેટલા શખ્સો પાસેથી સોનું અને રોકડ રકમ કુલ મળી 1.35 કરોડની છેતરપિંડી કરી હોવાની કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.આ ગુનાનો મુખ્ય આરોપી વિશાલ લોઢીયા આર્થિક સંકડામણમાં હતો અને તેણે તેના ઘરે જ ગત તા. 3 જાન્યુઆરીના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે અનેક સોની સાથે ફ્રોડ થયુ છે.
Jan 24, 2026 05:04 pm
ઉનામાં યુવક દ્વારા યુવતીનો અપહરણનો પ્રયાસ
ઉનામાં યુવક દ્વારા યુવતીનો અપહરણનો પ્રયાસ,લાયબ્રેરી ચોક વિસ્તારમા અપહરણનો પ્રયાસ,વહેલી સવારે એકલતાનો લાભ લઇ કરાયો પ્રયાસ,અજાણ્યા વ્યક્તિએ યુવતીને ખેંચવાનો પ્રયાસ કર્યો,યુવતીએ બુમાબુમ કરતા યુવક સ્થળ પર નાસી છૂટ્યો,ઘટનાના CCTV ફૂટેજ વાયરલ થતા પોલીસ હરકતમાં,પોલીસે જુદીજુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી.
Jan 24, 2026 04:54 pm
MPમાં માલગાડી પાટા પરથી ઉતરી,ઉજ્જૈનથી ગુના જતી માલગાડી પાટા પરથી ઉતરી.માલગાડીના 2 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા,યુદ્ધના ધોરણે રેલવે વિભાગે કામગીરી શરૂ કરી.દુર્ઘટના પાછળ અત્યંત ગંભીર બેદરકારીની આશંકા.
Jan 24, 2026 04:26 pm
સુરેન્દ્રનગરના વાલેવડામાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ,દારુબંધી મામલે પોલીસને રજૂઆત કરતા સમયે ચકમક ઝરી.પોલીસ બુટલેગરને છાવરતી હોવાનો ગ્રામજનોનો આરોપ,પીઆઇએ જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો આરોપ,મહિલાને વાળ ખેંચી મારવાનો કોન્સ્ટેબલ પર આરોપ.
Jan 24, 2026 04:24 pm
ભાવનગરના સિહોરમાં અસામાજિક તત્વો બેફામ,મેહુલ નામના યુવક પર કર્યો જીવલેણ હુમલો.સુરકા દરવાજા પાસે છરી વડે હુમલો,ફૈઝલ અને ગબ્બર નામના વ્યક્તિએ કર્યો હુમલો,ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડાયો.
Jan 24, 2026 04:16 pm
દાહોદના પાણીયા ગામે અજાણી મહિલાની લાશ મળી,ગામના તળાવની બાજુમાંથી મળી મહિલાની લાશ.મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો,ડોગ સ્ક્વોડ અને FSLની મદદથી પોલીસની તપાસ.
Jan 24, 2026 04:15 pm
જયપુરમાં થાર કારે સર્જયો અકસ્માત, થાર કારે બે લોકોને કચડી નાખ્યા,થારની ટક્કરથી 2 લોકોના મોત નિપજ્યા,અકસ્માતમાં 1 યુવતી ગંભીર રીતે ઘાયલ,ઘાયલ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ,થાર કારનો ડ્રાઇવર કાર છોડી ફરાર.
Jan 24, 2026 03:52 pm
ઝારથંખડના રાંચીમાં ભીષણ આગની ઘટના
ઝારથંખડના રાંચીમાં ભીષણ આગની ઘટના,બરિયાતુ પહાડી વિસ્તારમાં ટાયરના જથ્થામાં આગ,આર્મી ફાયરિંગ પ્રેક્ટિસ વિસ્તારમાં ફેલાઈ જ્વાળા,આકાશમાં કાળા ધુમાડાના ભયાનક ગોટા દેખાયા,ફાયર ફાઈટરો અત્યારે આગ પર કાબૂ કરવા પ્રયાસ.
Jan 24, 2026 03:49 pm
કોડિનારમાં પાણીના ખાડામાંથી મૃતદેહ મળ્યો, દ્વારકા રોડ પર પાણીના ખાડામાંથી મૃતદેહ મળ્યો,JCBની મદદથી ખાડામાંથી મૃતદેહ બહાર કાઢાયો,મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો,રાત્રિના સમયે પુલ પરથી પડ્યા હોવાની આશંકા,પુલ પરથી પડતા 55 વર્ષીય લખમણ ચાવડાનું મોત,કોડીનાર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ.
Jan 24, 2026 03:45 pm
અરવલ્લી વિરાસત જન અભિયાન દ્વારા યાત્રા, મેઘરજ સર્કિટ હાઉસથી યાત્રાનો પ્રારંભ કરાયો, વલુંણા આશ્રમ ખાતે પ્રકૃતિ પૂજન કરાયું, 40 દિવસ ચાલનારી યાત્રા 3 રાજ્યોમાંથી પસાર થશે, અરવલ્લી પર્વત વિસ્તારના લોકોની સમસ્યાઓ જાણશે, અરવલ્લી ગિરિમાળા બચાવવાની યાત્રા દિલ્હી પહોંચશે, પંજાબ, હરિયાણાના કાર્યકરો યાત્રામાં જોડાયા.
Jan 24, 2026 03:40 pm
આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી: શાહ, યુપીમાં ભાજપને પ્રચંડ બહુમત આપવા કરી અપીલ, ઉત્તરપ્રદેશના વિકાસ માટે ભાજપ સરકાર જરુરી: શાહ, પરિવારવાદી પાર્ટીઓથી ઉત્તરપ્રદેશનું કલ્યાણ નહીં: શાહ, PM મોદી, સીએમ યોગીએ સર્વશ્રેષ્ઠ આપ્યું: શાહ, 2027ની ચૂંટણીની જાહેરાત આજે 24 મીએ થઇ ગઇ.
Jan 24, 2026 03:35 pm
પેટ્રોલ પંપ નજીક બાવળની ઝાડીમાંથી મળ્યું નવજાત, બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનિકો પહોંચ્યા, નવજાત શિશુને રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડાયું, પોલીસે CCTVના આધારે શિશુના વાલીની તપાસ કરી.
Jan 24, 2026 03:27 pm
મોબાઇલના વેપારીઓએ બંધ પાડી વિરોધ દર્શાવ્યો, વેપારીઓએ ધારાસભ્ય સંજય કોરડીયાને કરી રજૂઆત, જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માગ.
Jan 24, 2026 03:12 pm
બે આખલાઓના યુદ્ધમાં એક આખલો ખાડામાં પડ્યો, આખલાનો મૃતદેહ JCBની મદદથી બહાર કઢાયો, મૃત આખલાને ટ્રેક્ટરની પાછળ બાંધીને લઇ જવાયો, અમાનવીય રીતે આખલાને લઇ જવાતા લોકોમાં રોષ, દાહોદ રેલ્વેના અમાનવીય કૃત્ય સામે લોકોમાં ફીટકાર.
Jan 24, 2026 03:03 pm
ચાલતું કન્ટેનર અચાનક રસ્તાની બાજુમા પલટી મારતા અકસ્માત સર્જાયો, કન્ટેનર મુંબઈ જવા નીકળ્યું હતું તે વેળા દરમિયાન બની ઘટના સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી આવ્યા સામે, ઘટનામાં ચાલકનો બચાવ કોઈ મોટી જાનહાની નહિ.
Jan 24, 2026 02:50 pm
07 - WPL 2026 : આજે RCB-DC વચ્ચે રમાશે મેચ, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ
08 - Republic Day 2026 : માટીમાં દટાયેલો અશોક સ્તંભ કેવી રીતે બન્યો ભારતનું રાષ્ટ્રીય ગૌરવ?
10 - Americaમાં વિન્ટર સ્ટોર્મનો કહેર, Air Indiaની ફ્લાઇટ્સ રદ
Jan 24, 2026 02:39 pm
શાહી કુટીર સોસાયટીમાં વહેલી તવારે ચોરીનો પ્રયાસ, કમ્પાઉન્ડ વોલની ફેન્સિંગ તોડી સોસીયટીમાં ઘૂસ્યા, સોસાયટીના ઘર નંબર 112 અને 125માં ઘૂસ્યા ચોર, સોસાયટીના CCTVમાં કેદ થયા તસ્કરો.
Jan 24, 2026 02:23 pm
28 જાન્યુઆરીએ નરસિંહ મહેતા સરોવર ખુલ્લું મુકાશે, મુખ્યમંત્રીના હસ્તે સરોવરનું થશે ઉદ્ઘાટન, 68 કરોડના ખર્ચે બ્યૂટીફિકેશનની થઈ છે કામગીરી, ત્રણ વર્ષ બાદ બ્યુટીફિકેશનની પૂર્ણ થતા ખુલ્લુ મુકાશે, મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ કર્યું નિરીક્ષણ, સરોવરની કામગીરીને અપાયો આખરી ઓપ.
Jan 24, 2026 02:10 pm
મહિલાને બાઈક ચાલકે લિફ્ટ આપીને ચલાવી લૂંટ, ઉપલિયાસર અને હરિપુરા ગામે વચ્ચે લૂંટનો બનાવ, મહિલાના એકલતાનો લાભ ઉઠાવીને ચલાવી લૂંટ, સોનાનો દોરો અને કાનની બુટ્ટી તોડીને ફરાર, પોલીસે આરોપીને ઝડપવા શોધખોળ શરૂ કરી.
Jan 24, 2026 01:55 pm
ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ, મીડિયા સભ્યો સહિત 7નો સમાવેશ, કોર્પોરેટર જૈનિક વકીલને બનાવ્યા કમિટીના ઇન્ચાર્જ, જગદીશ પટેલ, ધનસુખ ભંડેરી, મયુર સુથાર સહ ઇન્ચાર્જ, હરેશ ચૌધરીને સહ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા, પ્રવકતા અનિલ પટેલને મીડિયા ટીમની જવાબદારી, નિકુંજ ખાખીને સોશિયલ મીડિયાની જવાબદારી સોંપાઈ, કમિટી કેન્દ્ર બજેટ માટે ગુજરાત તરફથી આપશે સૂચનો, બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયામાં પ્રચાર કરશે.
Jan 24, 2026 01:47 pm
અમરેલી ડાયમંડ એસોસિએશનની મોટી જાહેરાત, જિલ્લામાં હીરાના 947 કારખાના, 47,000 રત્ન કલાકારો, ડાયમંડ વેપારીઓની મંત્રી કૌશિક વેકરિયા સાથે બેઠક, રાજ્ય સરકાર અમરેલીના વિકાસ માટે પૂરતો ટેકો આપશે, નવા માર્કેટમાં લોકર રૂમ, ટુ-ફોર વ્હીલર પાર્કિંગની સુવિધા હશે, હીરાના વેપારીઓ, દલાલો, નાના કારખાનેદારો માટે નવી તકો.
Jan 24, 2026 01:46 pm
પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યા, પ્રેમલગ્નની અદાવત રાખી સાળા સહિત બેનો હુમલો, છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી હતી, પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને ટ્રેસ કર્યા, મૃતક યુવકના સાળા સહિત બેની ધરપકડ.
Jan 24, 2026 01:28 pm
નવ નિયુક્ત SC મહિલા ચેરમેનના ધારાસભ્ય પર આરોપ, જયાબેન શાહે કિરીટ પટેલ પર કર્યા આક્ષેપ, કિરીટ પટેલે મીટિંગમાં હાજર રહેવાની ના પાડીઃજયાબેન, પાટણ ખાતે મીટિંગમાં હાજર નહીં રહે તેવું કહ્યું: જયાબેન, હિતેન્દ્ર પીઠડીયાને ફૂટેલી તોપ કહ્યાઃ જયાબેન, પીઠડીયાને કંઇ થશે તો જવાબદારી તંત્રનીઃ જયાબેન.
Jan 24, 2026 01:16 pm
નાગાબાબાનો વેશ ધારણ કરી છેતરપિંડી કરતો, વૃદ્ધ દંપતિને ચમત્કાર બતાવી દાગીના લઇ છેતરપિંડી, પોલીસે મદારી ગેંગના રાહુલનાથ મદારીની ધરપકડ કરી, મદારી ગેંગ વિરુદ્ધ રાજકોટ, ગાંધીનગર, અમદાવાદમાં ગુના.
Jan 24, 2026 12:57 pm
Jan 24, 2026 12:42 pm
ફોર્મ રદ કરવા જે નંબરનો ઉપયોગ થયો તે રાજકોટનો, ફોર્મમાં લખેલું હિતેશ રાઠોડ નામ ખોટું હોવાનું ખુલ્યું, મોબાઇલ નંબર હદાણી મહેશ હોવાનું સામે આવ્યું, મહેશભાઈ છેલ્લા 8 વર્ષથી આ મોબાઈલ નંબર વાપરે છે, થાનમાં કદી ગયા નથી અને કોઈ ફોર્મ ભર્યું નથી, મોબાઈલ નંબર કોઈએ ખોટો લખાવ્યો છે, મને છેલ્લા બે દિવસથી ફોન આવી રહ્યા છેઃ મહેશભાઇ.
Jan 24, 2026 12:42 pm
નેવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડીંગની મુલાકાત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી, રિઅર એડમિરલ તનુ ગુરૂ ગાંધીનગરમાં CMને મળ્યા, તનુ ગુરૂ નવેમ્બર 2025થી કમાન્ડિંગ ઓફિસર.
Jan 24, 2026 12:32 pm
આપઘાતને લઇ પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા, PSI બી.કે. ગોસ્વામીના ત્રાસથી આપઘાત કર્યાનો આક્ષેપ, માનસિક ત્રાસથી આપઘાત કર્યાનો પરિજનોનો આક્ષેપ, મૃતક દિગ્વિજયસિંહ ગોહિલને ન્યાય આપવા આહ્વાન, જવાબદાર PSI વિરુદ્ધ કાર્યવાહી કરવા પરિજનોની માગ, પરિવારની કલેક્ટર કચેરી પર ધરણાં બેસવાની ચિમકી.
Jan 24, 2026 12:19 pm
ગામમાં બેન્ડવાજા વગાડવા, વરઘોડાને લઇ બબાલ, ચાલુ વરઘોડામાં બબાલ થતા પથ્થરમારો થયો, પથ્થરમારાની ઘટનામાં એક મહિલા ઘાયલ.
Jan 24, 2026 12:07 pm
આયોજકોએ મૂજરો કરાવીને ડાન્સરો પર નોટો ઉડાવી હતી અને ડાન્સરો અલગ-અલગ ગીતો પર ડાન્સ કરી રહી હતી, આ કાર્યક્રમમાં સ્થાનિક મહિલાઓ અને બાળકો પણ હાજર હતા અને તે લોકો પણ શરમમાં મૂકાઈ ગયા હતા, જાહેરમાં આ પ્રકારે મર્યાદા ઓળંગનારા આયોજકો સામે કડક પગલાં લેવા જોઈએ તેવી માગ પણ ઉઠી છે.
Jan 24, 2026 12:07 pm
સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલી આનંદ પાર્ક સોસાયટીમાં વસંતપંચમીના દિવસે સરસ્વતી પૂજાનું આયોજન કરાયું હતુ અને આ પૂજામાં સ્ટેજ પર ડાન્સરો ડાન્સ કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે, અને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી પરંતુ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે કે, આયોજકોએ પૂજા રાખી હતી કે ડાન્સ ! મહિલાઓએ જાહેરમાં ડાન્સ કરતા કેટલાક લોકો ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયા હતા.
Jan 24, 2026 12:07 pm
સુરતમાં સરસ્વતી પૂજાના નામે સ્ટેજ પર ડાન્સરોએ ઠુમકા લગાવ્યા હતા અને આનંદ પાર્ક સમાજ મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ, સાંસ્કૃતિક કાર્યક્રમના નામે સ્ટેજ પર લાગ્યા ઠુમકા, તો સ્થાનિકોમાં પણ આ વાતને લઈ ગુસ્સો જોવા મળ્યો હતો. સુરતમાં સાર્વજનિક સરસ્વતી પૂજાના નામે યોજાયેલા કાર્યક્રમમાં ઠુમકા લગાવતો વીડિયો સો. મીડિયામાં વાયરલ થયો હતો અને આનંદ પાર્ક સમાજ તેમજ મિત્ર મંડળ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર પણ હાજરી આપી હતી. અને સરસ્વતી પૂજામાં આ પ્રકારે ડાન્સરોને બોલાવી સ્ટેજ પર ઠુમકા લગાવવા કેટલું યોગ્ય...?
Jan 24, 2026 11:50 am
વસ્તી ગણતરી પહેલા મકાનોની ગણતરી થશે, વસ્તી ગણતરી માટે શૈક્ષિક સંઘની 13 મુદ્દા પર રજૂઆત, વસ્તી ગણતરી અને તે પહેલા મકાનોની ગણતરી મુદ્દે રજૂઆત, વસ્તી ગણતરીમાં અન્ય સરકારી કેડરનો સમાવેશ કરવા રજૂઆત, 26 વિભાગોના કર્મીઓને વસ્તી ગણતરીમાં સમાવવા રજૂઆત, સહાયક, શિક્ષકોને 2 કરોડનો વીમો આપવા પણ માગ, વોરંટ ઈશ્યુ ન કરવા બાબતે શૈક્ષિક સંઘની રજૂઆત, સંકલનના અભાવની સ્થિતિ ન સર્જાય તે માટે રજૂઆત.
Jan 24, 2026 11:38 am
05 - Weather News : ગુજરાતમાં ફરી ઠંડીએ પકડયું જોર, બીજી તરફ IMDએ વરસાદની સાથે ઠંડીની આપી ચેતવણી
06 - Baahubali અને પુષ્પા પણ ભૂલી જશો! સાઉથની આ ફિલ્મમાં 1400 VFX શોટ્સનો વિસ્ફોટ, રચશે નવો ઈતિહાસ!
08 - Vande Mataram : વંદેમાતરમ માટે પણ ઉભુ થવુ પડશે..સરકાર બહુ જલ્દી બનાવશે નિયમ
09 - T20 World Cup મામલે બાંગ્લાદેશનો ખેલ ખતમ, ICC લઈ શકે મોટો નિર્ણય, સ્કોટલેન્ડને મળી શકે તક
10 - Union Budget 2026 : 92 વર્ષ પછી બદલાઈ ભારતીય બજેટની પરંપરા, જાણો શું થયું 2017માં
Jan 24, 2026 11:27 am
વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ આત્મીયતાથી સંવાદ સાધતા મંત્રીએ શાળામાં મળતી સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. અંતમાં, તેમણે મધ્યાહન ભોજન ખંડની મુલાકાત લઈ ભોજનની ગુણવત્તા અને સાપ્તાહિક મેનુની તપાસ કરી હતી. બાળકોને પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળે તે સુનિશ્ચિત કરવા તેમજ ભોજન વ્યવસ્થામાં સહેજ પણ કચાસ ન રહે તે માટે તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી.
Jan 24, 2026 11:26 am
તેમણે બાળકો સાથે કમ્પ્યુટર વિષયક પ્રશ્નોત્તરી કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત, તેમણે ધોરણ-૩ અને ૪ના વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓના વાંચન અને લેખન કૌશલ્યનું નિરીક્ષણ કર્યું હતું. શિક્ષકો સાથેની ચર્ચામાં મંત્રીશ્રીએ બાળકોની હાજરી વધારવા અને અભ્યાસમાં તેમનો રસ જળવાઈ રહે તે માટે રચનાત્મક પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો.
Jan 24, 2026 11:25 am
સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ આજે મૂળી તાલુકાની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. શાળાના આચાર્ય શ્રી મહિપતસિંહ જેતાવત પાસેથી તેમણે શિક્ષકોના મહેકમ, વિદ્યાર્થીઓની સંખ્યા અને શાળાની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Jan 24, 2026 11:20 am
ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલામાં 5 ના મોત, લગ્ન સમારોહમાં બ્લાસ્ટથી 10 લોકો ઘાયલ, લગ્ન પ્રસંગે બ્લાસ્ટ થતા શોકનો માહોલ છવાયો, શાંતિ સમિતિના વડા નૂર આલમ મહેસુદના ઘરે હુમલો, શાંતિ સમિતિના નેતા જિગરી મહેસુદ પણ મૃત પામ્યા.
Jan 24, 2026 11:16 am
સરપંચને ત્રણ સંતાનો હોવાની અરજી TDOને મળી, TDO દ્વારા પુરાવા સાથે હાજર રહેવા સરપંચને નોટિસ, સરપંચ નયનાબેન પટેલને 3 સંતાન હોવાની અરજી, અગાઉ બે વખત હાજર રહેવા નોટિસ અપાઇ હતી, સરપંચ 45 દિવસની રજા પર હોવાનો પંચાયતમાં રિપોર્ટ, 4 વર્ષ બાદ ઉઠેલા પ્રશ્નથી ગ્રા.પં.માં રાજકીય ગરમાવો.
Jan 24, 2026 10:55 am
ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત બે આરોપીની ધરપકડ, બે આરોપીએ 2 કરોડથી વધુનું ટ્રાન્જેક્શન કર્યું હતું, આરોપીઓની દેશમાં 35 સાયબર ગુનાઓમાં સંડોવણી, બે આરોપીઓને પોલીસે મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા.
Jan 24, 2026 10:38 am
મોરબી : આવતીકાલે તારીખ 24 જાન્યુઆરી ને શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મોરબી જિલ્લાના વિવિધ વિભાગોના આસરે 1042 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ બપોરે 2 કલાકે મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ (રામકો) (ઉમિયા નવરાત્રિ મહોત્સવ ગ્રાઉન્ડ) ખાતે યોજાશે.
Jan 24, 2026 10:37 am
મોરબી જિલ્લામાં CM વિકાસકાર્યોની ભેટ આપશે અને CM ભૂપેન્દ્ર પટેલ વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે જેમાં CM રૂ.1042 કરોડના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અને CM ભૂપેન્દ્ર પટેલ જાહેર સભાને કરશે સંબોધિત. રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા શહેર અને જિલ્લાના સંતુલિત વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ સરકારે વિકાસ કાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આશરે એક વર્ષ પહેલા રાજ્ય સરકારે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો, જેમાં મોરબીનો પણ સમાવેશ થાય છે. ત્યારથી, મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારી વધારવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટનો ઉપયોગ કરીને અનેક કાર્યો કરવામાં આવ્યા છે. હાલમાં પણ કેટલાક વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે.
Jan 24, 2026 10:31 am
પર્સનલ ટ્રેનિંગના રુપિયા પરત લેવા મુદ્દે મારામારી, યુવતીના મિત્રએ ટ્રેનિંગના રુપિયા પરત માગી હુમલો કર્યો, દોઢ વર્ષ પહેલાં યુવતીએ 32 હજાર ભર્યા હતા, ફરિયાદી-સિક્યુરિટી ગાર્ડને ચેન્જિંગ રુમમાં માર માર્યો, આનંદનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Jan 24, 2026 10:23 am
બાકી વેરા વસૂલાત માટે હોર્ડિંગ બોર્ડ લગાવાયા, મિલકત ધારકોના નળ કનેક્શન કાપી નાખવાની ચિમકી, બાલ ભવન ચોક, રેસકોર્સ વિસ્તારમાં બોર્ડ લગાવ્યા, મનપા કચેરી સહિતના સ્થળે હોર્ડિંગ-બોર્ડ લગાવ્યા, મિલકત જપ્તી, સિલીંગ સુધીના કડક પગલાંની ચેતવણી, મનપાએ વેરો વસૂલ કરવા કડક કામગીરી હાથ ધરી.
Jan 24, 2026 10:16 am
20 જેટલા પાણીના ટેન્કર ગેરકાયદે હોવાનો આરોપ, રોડ પર બેફામ ચાલતા પાણીના ટેન્કરથી લોકો પરેશાન, પાણીના ટેન્કરથી વારંવાર થઇ રહ્યા છે અકસ્માત, તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ.
Jan 24, 2026 10:10 am
નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અવર જવર કરતા હોય છે અને શ્રદ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મળ્યો મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેવી શક્યતા નકારી શકાય નહીં. ત્રાસવાદી જુથો સંગઠનો દ્વારા દેશના મહત્ત્વના ચાવીરૂપ સંસ્થાઓ તેમજ મહત્વના ધાર્મિક સ્થળોએ હુમલા કરી ભાંગફોડ તથા હિંસા કરે તેવી શક્યતા રહેલી છે. ગેર પ્રવૃતિઓના કારણે જન સલામતીના જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ના થાય તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર નામું પ્રસિદ્ધ કરી દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર તારીખ 21 જાન્યુઆરી થી તારીખ 25 માર્ચ સુધી અવર જવર પર રોક લગાવી.
Jan 24, 2026 10:10 am
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 21 ટાપુઓ પર અવરજવર માટે મનાઇ ફરમાવતુ જાહેરનામું તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરાયું છે, ભારતની પશ્રિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગર કાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. અને જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે જેમાં માત્ર 2 ટાપુઓ પર માનવ વસ્તી વસવાટ કરે છે. 22 ટાપુઓ પર માનવ માનવ વસાહત રહિત છે જેમાં નરારા ટાપુ પર સુધારેલા જાહેરનામામાં લેખિત પરવાનગીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
Jan 24, 2026 10:08 am
દ્વારકામાં 21 ટાપુઓ પર અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, અને મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 21 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી પ્રતિબંધ લગાવાયો છે. દ્વારકામાં સુરક્ષા કારણોસર કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવાયો છે, નરારા ટાપુ પર લેખિત પરવાનગીમાંથી મુક્તિ અપાઈ છે અને ગેરપ્રવૃત્તિ અને શાંતિ ભંગ ન થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યા છે. ટાપુઓ પરથી થતી ગેકપ્રવૃતિઓને ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અગાઉ પણ આવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Jan 24, 2026 10:01 am
નવરંગપુરામાં રહેલી યુવતી સાથે યુવકનું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ, પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Jan 24, 2026 09:46 am
29 ડિસેમ્બરના રોજ નવનીત બાલધિયાને મારવામાં આવ્યો હતો માર અને સમગ્ર ઘટનાા લાઈવ વીડિયો પણ સામે આવ્યા હતા, આ ઘટનામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના દીકરા જયરાજ આહીર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે કે, તેના મળતિયાઓ દ્વારા આ રીતે માર મારવામાં આવ્યો છે અને ભોગ બનનારે ન્યાય મળે તે માટે મિટિંગમાં મોટી સંખ્યામાં કોળી સમાના યુવાનો એકઠા થયા હતા, આ મેટરમાં કોળી સમાજના ધારાસભ્યો પણ મેદાને ઉતર્યા છે.
Jan 24, 2026 09:46 am
બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં હજી પણ શાંતિનું વાતાવરણ થયું નથી, આ બધાની વચ્ચે 1 ફેબ્રુઆરીએ કોળી સમાજની ન્યાય મહાસભા યોજાશે. નવનીતને ન્યાય મળે તે માટે ન્યાય મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને બોરતળાવ ખાતે કોળી સમાજના યુવાનોની બેઠક યોજાઇ હતી જેમાં નવનીતને માર મારવાના કેસમાં જયરાજ આહીર પર આક્ષેપ કરવામાં આવ્યા છે અને એસઆઈટીની કમિટી આ મામલે તપાસ પણ કરી રહી છે.
Jan 24, 2026 09:28 am
સુરતના રાંદેરમાં દુષ્કર્મની ઘટના બની છે અને મેકઅપ આર્ટિસ્ટ પાસેથી શખ્સોએ રુ. 40 લાખ પડાવ્યા છે, યુસુફ શેખ, ઇશરત શેખ, સોહેલ શેખ સામે ફરિયાદ નોંધાઈ છે અને મેકઅપ આર્ટિસ્ટે વીડિયો વાયરલ થવાની ધમકીને લઈ આ ફરિયાદ નોંધાવી છે, તો ભોગ બનેલ યુવતીનું પોલીસે મેડિકલ ચેકિંગ પણ કરાવ્યું છે, અને બે શખ્સોએ તો વારંવાર દુષ્કર્મ આચર્યુ હોવાની વાત પણ સામે આવી છે, તો ભોગ બનનાર અને ફરિયાદી કેટલા સમયથી સંપર્કમમાં હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Jan 24, 2026 09:27 am
સુરતના રાંદેરમાં દુષ્કર્મની ઘટના બની છે અને રાંદેર પોલીસે કુલ 3 શખ્સ સામે ગુનો નોંધ્યો છે, મેકઅપ આર્ટિસ્ટ સાથે આ દુષ્કર્મ થયું હોવાની વાત સામે આવી છે. સુરતના રાંદેરમાં મેકઅપ આર્ટિસ્ટ સાથે દુષ્કર્મની ઘટના બની છે અને બે ભાઇઓએ અવાર-નવાર દુષ્કર્મ આચર્યુ છે, આરોપીની બહેને વીડિયો બનાવ્યો હોવાનો આરોપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા છે, રાંદેર પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Jan 24, 2026 09:20 am
પ્રવીણનગર પાસે કાર ચાલક પર કરાયો હુમલો, કારને આંતરી હુમલાખોરોએ કર્યા હુમલો, સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઇ કેદ, વાસણા પોલીસે CCTVના આધારે તપાસ શરુ કરી, હુમલો કયા કારણોસર કરાયો તે દિશામાં તપાસ, હુમલો કરનાર 4 શખ્સોએ કારમાં કરી તોડફોડ, તોડફોડ કરી આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર.
Jan 24, 2026 09:05 am
જ્યાં ગામના કાચા મકાનમાં બાળકોને બેસાડવામાં આવે છે ત્યાંની આંગણવાડી બહેનનું કહેવું છે કે, બાળકોને અહીં આવવું દૂર પડે છે બાળકોની 46 છે પણ હવે ફક્ત 16 બાળકો આવે છે.આંગણવાડી બહેને પણ તંત્રમાં જાણ કરી છે. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે મકાનનું કામ પૂર્ણતાને આરે છે પેન્ટિંગના ફિશીંગના લેવલનું કામ બાકી છે ગામ પંચાયતમાં ઘણા સમય સુધી વહીવટદાર રહ્યા જેને લઈ સપોર્ટ મળ્યો ના હતો. સરપંચની ચૂંટણી થઈ ગઈ છે અને આ કામ મનરેગાનું કામ છે જે હવે પૂર્ણ કરી દેવામાં આવશે.
Jan 24, 2026 09:05 am
ગામના સરપંચનું કહેવું છે કે, વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે પણ બાળકોની કોઈ ચિંતા કરતા નથી. હાલ બાળકોને તેડાઘર બહેનના ઘરે બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ત્યાં વાલીઓ બાળકોને મોકલતા ગભરાય છે કારણ કે મકાન કાચું છે. આ સમગ્ર બાબતે હવે ગામના લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે તૈયાર મકાન હોવા છતાં ત્રણ વર્ષથી લોકાર્પણ કેમ નથી થયું?આ બેદરકારી માટે જવાબદાર કોણ ? નાના બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલા આ પ્રશ્ન પર તંત્રની નિષ્કાળજી ખુલ્લેઆમ સામે આવી રહી છે.વાલીઓ દ્વારા વહેલી તકે નંદઘર શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે.
Jan 24, 2026 09:04 am
પરંતુ સામાન્ય લાગતી એક બાબત,એટલે કે “નંદઘર” નામ લખવાનું કામ ન થવાને કારણે આ મકાનનું લોકાર્પણ થઈ શક્યું નથી. તેવું ગામના લોકો નું કહેવું છે.છેલ્લા ત્રણ વર્ષથી આ મકાન બંધ હાલતમાં છે. મકાન તૈયાર હોવા છતાં ગામના લગભગ 46 બાળકોને આજે પણ વૈકલ્પિક વ્યવસ્થામાં બેસાડવામાં આવે છે. તેડાઘર બહેનના ઘરે આ બાળકોને ભણતર અને પોષણ આપવામાં આવે છે,જ્યાં પૂરતી જગ્યા અને જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળે છે.નવા નંદઘરથી વંચિત રહેતા બાળકોના માતા-પિતામાં પણ રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
Jan 24, 2026 09:04 am
છોટા ઉદેપુરના સંખેડા તાલુકાના સારંગપુર ગામમાં તૈયાર થયેલું આંગણવાડીનું નવું નંદઘર આજે પણ જાણે લોકાર્પણની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે. મકાન પર રંગરોગાન,લાઇટ ફિટિંગ સહિતના તમામ કામ પૂર્ણ થયા છે, પરંતુ સામાન્ય કામ અને “નંદઘર” નામ લખવાનું બાકી હોવાને કારણે છેલ્લા ત્રણ વર્ષથી આ મકાન શરૂ થઈ શક્યું નથી.પરિણામે ગામના નાનાં બાળકો આજે પણ તેડાઘર બહેનના ઘરે બેસવા મજબૂર છે. આ છે સંખેડા તાલુકાના સારંગપુર ગામનું તૈયાર થયેલું આંગણવાડીનું મકાન.સરકાર દ્વારા નંદઘર તરીકે બનાવાયેલ આ મકાનમાં કલરકામ, લાઇટ ફિટિંગ સહિતની તમામ સુવિધાઓ પૂરી કરવામાં આવી છે.
Jan 24, 2026 08:58 am
1 ફેબ્રુઆરીએ કોળી સમાજની ન્યાય મહાસભા યોજાશે, નવનીતને ન્યાય મળે તે માટે ન્યાય મહાસભાનું આયોજન, બોરતળાવ ખાતે કોળી સમાજના યુવાનોની બેઠક યોજાઇ, નવનીતને માર મારવાના કેસમાં જયરાજ આહીર પર આક્ષેપ.
Jan 24, 2026 08:42 am
ગેરકાયદે ખોદકામ પર ખનીજ વિભાગ ત્રાટક્યુ, અમરાપુર ગીરમાં દરોડા પાડી કાર્યવાહી કરાઇ, મામલતદાર અને પોલીસની ટીમે પાડ્યો દરોડો, ગેરકાયદે ખનન કરતા જેસીબી મશીન જપ્ત, રેતી ચોરીમાં વપરાતા બે ટ્રેક્ટરો પણ જપ્ત.
Jan 24, 2026 08:34 am
5 વેપારીઓને પોલીસે માર મારતા હોસ્પિટલમાં દાખલ, ઈન્ટરનેશનલ મોબાઈલ બિલ વગર વેચતા હોવાની શંકા, ગુપ્તભાગમાં ઈલેક્ટ્રીક શોક પણ આપ્યાનો આક્ષેપ, LCB ઓફિસરમાં વેપારીઓએ માર માર્યાના આક્ષેપ, પોલીસે વેપારીઓના ઘરે પણ કરી તપાસ, પોલીસ સામે ફરિયાદ કરવા વેપારીઓ મક્કમ.
Jan 24, 2026 08:33 am
સ્કૂલોમાં ફાયર NOC, CCTV લગાવવાની સૂચના, સ્કૂલોએ ફાયર NOC મુખ્ય દરવાજા પર લગાવું પડશે, પરીક્ષા બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત, દીવાલ પર બ્લોક નંબર અને ઘડિયાળ રાખવી પડશે, પરીક્ષા પહેલા 15 મિનિટથી વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત, પરીક્ષા પૂર્ણની 15 મિનિટ પછી સુધીનું રેકોર્ડિંગ જરૂરી, તમામ પરીક્ષા કેન્દ્રો CCTVથી સજ્જ હોવા જરૂરી, સ્ટ્રોંગરૂમ રેકોર્ડિંગની અલગ ફાઈલ બનાવવી પડશે, રાજ્યમાં બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થશે.
Jan 24, 2026 08:19 am
મુસાફરોની સુરક્ષા માટે અને 26 જાન્યુઆરીને લઈ દરેક એરલાઈન્સે એડવાઈઝરી જાહેર કરી હોવાની વાત સામે આવી છે, વધારાની તપાસને લઈ થોડો સમય લાગી શકે છે એટેલે મુસાફરોએ ઘરેથી પણ વહેલું નિકળવું પડશે, ચેક-ઇન કાઉન્ટર ફ્લાઇટના 60 મિનિટ પહેલાં બંધ થશે અને બોર્ડિંગ ગેટ ફ્લાઇટની 25 મિનિટ પહેલાં બંધ થશે. મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની ચેક-ઇન બેગ સિવાય ફક્ત 7 કિલો વજનની એક જ હેન્ડબેગ સાથે રાખે.
Jan 24, 2026 08:18 am
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ પર છે અને 26 જાન્યુઆરીને લઈને સુરક્ષા એલર્ટ અપાયું છે, મુસાફરો માટે મહત્વની એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે, અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે અને મુસાફરોને 3 કલાક પહેલા એરપોર્ટ પહોંચવા સૂચના આપવામાં આવી છે. મુસાફરોને ફ્લાઇટના નિયત સમય કરતા વહેલા પહોંચવા સૂચના આપવામાં આવી છે અને ફ્લાઈટમાં બેસતા પહેલાં પણ મુસાફરોનું ચેકિંગ થશે અને હેન્ડ લગેજ અને લગેજનું બે વખત ચેકિંગ કરાશે જેમાં મુસાફરોની બેગ સ્કેન અને રેન્ડમ તપાસ કરાશે. ચેક-ઈન કાઉન્ટર 60 મિનિટ પહેલા બંધ થશે અને બોર્ડિગ ગેટ ફલાઈટ 25 મિનિટ પહેલા બંધ થશે તેવી વાત સામે આવી છે.
Jan 24, 2026 07:54 am
ખોરજ, ત્રાગડ, છારોડી, જગતપુર, વેસ્ટર્ન પ્રાઇમ, ગોતા, કાળી, ચેનપુર, રાણીપ, ચાંદલોડીયા, યદુડી, દેવસીટી, આરસી ટેકનીકલ, ભાડજ, ઉમા ગ્રીનલેન્ડ, ઉગતી, ગુલમહોર ગ્રીન, વેસ્ટર્ન પ્રાઇમથી ઓગણજથી કોપરણથી કાગમેર થી સોલા તળાવ સહિત ૧૫ તળાવને ઇન્ટલીકીંગ કરી તેને ગોતા ગોધાવી કેનાલ સાથે જોડવામાં આવ્યા છે. સોલા, એબીડી, થલતેજ, મહિલા, આંબલી, મુમદપુરા, મકરબા, સરખેજ, વિવેકાનંદ, આરએમએસ, વસ્ત્રાપુર, પાંચા, રોપડા સહિત ૧૩ તળાવનું જોડાણ સાબરમતી નદી સાથે કરાયું છે. શાલિગ્રામ-૨, શાલિગ્રામ-૧, સુરભી, નિકોલ તળાવને ખારીકટ કેનાલ સાથે જોડવામાં આવ્યા છે.
Jan 24, 2026 07:54 am
શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૩૬ તળાવોને ગોતા- ગોધાવી, સાબરમતી, ખારીકટ કેનાલ સાથે ઈન્ટરલિંક કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને તેના પરિણામે તળાવોની આસપાસના વિસ્તારોમાં ૩૦ જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા મહદઅંશે નિવારી શકાઈ છે અને તેના લીધે ભૂગર્ભ તળ સ્તર ઉંચા આવશે તેમજ કુદરતી સૌંદર્યમાં વધારો થશે.
Jan 24, 2026 07:53 am
શહેરના વિવિધ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીને સ્ટ્રોમ વોટર મારફતે તળાવોમાં પહોંચાડી તેમજ એક તળાવમાંથી વધારાનું પાણી અન્ય તળાવમાં પહોંચાડવા માટે મ્યુનિ. દ્વારા તળાવોના ઇન્ટરલીકીંગનું આયોજન કરવામાં આવ્યું છે. AMC દ્વારા હાલ ૨૨ જેટલા તળાવોને ઇન્ટરલીંકીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા કરોડોના ખર્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા તળાવોને ઈન્ટરલિકિંગ કરવા મોટાપાયે આયોજન હાથ ધરાયું છે અને આ હેતુસર કેન્દ્ર સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત જંગી રકમની પણ ગ્રાન્ટ આપવામાં આવશે.
Jan 24, 2026 07:53 am
AMC હારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાને કારણે નાગરિકોને વેઠવી પડતી હાલાકી હળવી કરવા. વરસાઠી પાલીથી તળાવો ભરવા, શહેરના પર્યાવરણમાં સુધારો કરવા અને ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવાના હેતુસર તળાવો ઈન્ટરલિંક કરવામાં આવી રહ્યા છે. શહેરના તળાવોમાં બારેમાસ પાણી ભરાવેલું રહે તે હેતુસર AMC દ્વારા રૂ. ૨૧૭ કરોડના ખર્ચે ૨૨ તળાવો ઈન્ટરલિક કરવાનું આયોજન હાથ ધરાયું છે. AMC દ્વારા અત્યાર સુધીમાં ૩૯ તળાવોનું ઈન્ટરલિંકિંગ કરવામાં આવ્યું છે અને રૂ. ૪૭ કરોડ, ૨૦ લાખના ખર્ચ ૧૦ તળાવોના ઈન્ટરલિકિંગની કામગીરી માટે ટેન્ડર પ્રોસેસ હાય ધરાઈ રહી હોવાનું જાણવા મળે છે.
Jan 24, 2026 07:53 am
અમદાવાદમાં 22 તળાવને રૂ.217 કરોડના ખર્ચે ઈન્ટરલિંક કરાશે અને વરસાદી પાણીની સમસ્યા હળવી કરવા AMCનો પ્રયાસ છે, ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે પ્રોજેક્ટ હાથ ધરાયો છે અને 10 તળાવના ઈન્ટરલિંગ માટે ટેન્ડર પ્રોસેસ શરૂ કરી છે. 47.60 કરોડના ખર્ચે 10 તળાવના ઈન્ટરલિંગની પ્રોસેસ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 36 તળાવોને ઈન્ટરલિંક કરી દેવાયા છે, 30 જેટલા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો થશે અને શહેરમાંથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા હળવી થશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા પાણીની અછત દૂર થશે.
Jan 24, 2026 07:48 am
26 જાન્યુઆરીને લઈને સુરક્ષા એલર્ટ અપાયુ, મુસાફરો માટે મહત્વની એડવાઈઝરી જાહેર, અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જાહેર, મુસાફરોને 3 કલાક પહેલા એરપોર્ટ પહોંચવા સૂચના, ફ્લાઇટના નિયત સમય કરતા વહેલા પહોંચવા સૂચના, ફ્લાઈટમાં બેસતા પહેલાં પણ મુસાફરોનું ચેકિંગ થશે, હેન્ડ લગેજ અને લગેજનું બે વખત ચેકિંગ કરાશે, મુસાફરોની બેગ સ્કેન અને રેન્ડમ તપાસ કરાશે.
Jan 24, 2026 07:33 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Jan 24, 2026 07:33 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Jan 24, 2026 07:20 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Jan 24, 2026 07:19 am
આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
Jan 24, 2026 07:19 am
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરીના રોજ બીજું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. જેના કારણે ઉત્તર ભારતના 9 રાજ્યોમાં વરસાદ અને પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે.
Jan 24, 2026 07:19 am
ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદની આગાહી સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 26 જાન્યુ.એ હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે.
Jan 24, 2026 07:19 am
રાજ્યમાં ફરી બે દિવસ ઠંડીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, વેસ્ટર્ન ડિસ્ટરન્સની અસરથી ઠંડીનું જોર વધ્યું છે અને નલિયા અને ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14.8 ડિગ્રી, અમરેલીમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 13.7 ડિગ્રી, કંડલામાં 14.2 ડિગ્રી, કેશોદમાં 14.1 ડિગ્રી, રાજકોટમાં 15.3 ડિગ્રી, ડીસામાં 14.5 ડિગ્રી, ગાંધીનગરમાં 15 ડિગ્રી, પોરબંદરમાં 16.2 ડિગ્રી, ઓખામાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 24, 2026 07:05 am
રશિયાએ જાપાનમાં 10 બોમ્બર વિમાનો ઉડાવ્યા, 11 કલાક સુધી 10 બોમ્બર વિમાનો ઉડાવતા ખળભળાટ, જાપાનમાં 10માંથી 3 પરમાણુ બોમ્બર વિમાનો સામેલ, જાપાને રશિયન હરકતને ઉશ્કેરણીજનક ગણાવી, રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું ‘અમે સફળ થયા’ વિમાનો જાપાનના વિસ્તારથી 20 કિમી દૂર ઉડ્યા, રશિયાએ 3 જૂથમાં કુલ 10 વિમાનો મોકલ્યા : જાપાન, આ મામલે આગામી સમયમાં કાર્યવાહી કરીશું :જાપાન.
Jan 24, 2026 07:04 am
વરસાદી પાણીની સમસ્યા હળવી કરવા AMCનો પ્રયાસ, ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે પ્રોજેક્ટ હાથ ધરાયો, 10 તળાવના ઈન્ટરલિંગ માટે ટેન્ડર પ્રોસેસ શરૂ કરી, 47.60 કરોડના ખર્ચે 10 તળાવના ઈન્ટરલિંગની પ્રોસેસ, અત્યાર સુધીમાં 36 તળાવોને ઈન્ટરલિંક કરી દેવાયા, 30 જેટલા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યામાં ઘટાડો, શહેરમાંથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા હળવી થશે, ભૂગર્ભ જળસ્તર ઊંચા આવતા પાણીની અછત દૂર થશે.
Jan 24, 2026 07:03 am
ટેકરીઓ અને મેદાનો પર બરફની ચાદર છવાઈ, શ્રીનગર સહિતના મેદાનોમાં પણ ભારે બરફ પડ્યો, ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામમાં બરફની ચાદર, જમ્મુ - શ્રીનગર હાઇવે અને મુઘલ રોડ બંધ, રોડ બંધ થવાના કારણે હજારો વાહનો ફસાયા, શ્રીનગર એરપોર્ટ પર 4 ઇંચ બરફ પડ્યો હતો, ફ્લાઇટ્સ રદ, વૈષ્ણોદેવી યાત્રાને અસર થઈ હતી.
Jan 24, 2026 07:03 am
સ્કૂલોમાં ફાયર NOC, CCTV લગાવવાની સૂચના, સ્કૂલોએ ફાયર NOC મુખ્ય દરવાજા પર લગાવું પડશે, પરીક્ષા બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત, દીવાલ પર બ્લોક નંબર અને ઘડિયાળ રાખવી પડશે, પરીક્ષા પહેલા 15 મિનિટથી વીડિયો રેકોર્ડિંગ ફરજિયાત, પરીક્ષા પૂર્ણની 15 મિનિટ પછી સુધીનું રેકોર્ડિંગ જરૂરી, તમામ પરીક્ષા કેન્દ્રો CCTVથી સજ્જ હોવા જરૂરી, સ્ટ્રોંગરૂમ રેકોર્ડિંગની અલગ ફાઈલ બનાવવી પડશે, રાજ્યમાં બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થશે.
Jan 24, 2026 07:02 am
ગોંડલ કોર્ટે જામીન મંજૂર કરતા જેલમાંથી આવ્યો બહાર, રીબડામાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સ્વાગત કરાયું, રાજદીપસિંહ જાડેજા પહોંચતા ભવ્ય આતશબાજી, રાજદીપસિંહ જાડેજાએ હનુમાનજીના કર્યા દર્શન, કુમ કુમ તિલક અને ફૂલહાર પહેરાવીને કરાયું સ્વાગત, રાજદીપસિંહના ઘરે મોટી સંખ્યામાં ઉમટ્યા સમર્થકો.

Surendranagar: કોંઢમાં વળતર મામલે ખેડૂતોએ રોડ ચક્કાજામ કર્યો

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

Surendranagar: કોંઢમાં વળતર મામલે ખેડૂતોએ રોડ ચક્કાજામ કર્યો