
ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

Jan 25, 2026 11:31 pm
સુરેન્દ્રનગરના મુળીમાં નજીવી બોલાચાલીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બોલાચાલી બાદ જિલ્લા પંચાયતના સભ્યના પુત્ર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ફાયરિંગમાં સત્યજિત પરમારને પગમાં ગોળી વાગી છે. નિવૃત્ત પોલીસ કર્મી હરિશચંદ્ર પરમારે ફાયરિંગ કર્યું છે. અંગત અદાવતમાં બોલાચાલી થઈ હોવાનુ અનુમાન છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
Jan 25, 2026 10:56 pm
વલસાડમાં રીક્ષાની અડફેટે શ્વાનના મોત બાદ બબાલ થઈ હતી. એક પરિવારે રીક્ષાચાલકને ટકોર કરતા મામલો બિચક્યો હતો.રીક્ષાચાલકનો સાગરિતો સાથે પરિવાર પર હુમલો, હુમલામાં પરિવારના સભ્યો ગંભીર રીતે થયા ઘાયલ. વલસાડ પોલીસે ફરિયાદ લઇ તપાસ હાથ ધરી
Jan 25, 2026 10:26 pm
અમદાવાદના સુભાષ બ્રિજના સ્પાન સલામત હોવાનો રીપોર્ટ આવ્યા બાદ મનપા અને પોલીસે જોખમી નિર્ણય કર્યો છે. સુભાષ બ્રિજ નીચે રિવરફ્રન્ટ પરનો રસ્તો ખુલ્લો કર્યો છે.અગાઉ મનપા અને ટ્રાફિક પોલીસે સુભાષબ્રિજના બંને છેડા પર સંયુક્ત રીતે બેરિકેટિંગ કર્યું હતું. સ્પાન સલામત હોવાનો 26 ડિસેમ્બરે મનપાને રીપોર્ટ મળ્યો હતો. તો હવે સવાલો એવા થયા છે કે, જો સ્પાન સલામત હોય તો બ્રિજ એક મહિના સુધી બંધ કેમ રાખ્યો. અચાનક બેરિકેટિંગ હટતાં મનપાની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે.
Jan 25, 2026 10:05 pm
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે નગરપાલિકાઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. 11 પ્રકારની સુવિધાઓ માટે પાલિકાઓને જંત્રી વગર જમીન અપાશે. પાલિકાને હવે જંત્રીના ભાવ ભરવામાંથી મુક્તિ મળશે. જેના કારણે નગરપાલિકાઓના વિકાસમાં ગતિ આવશે. રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓને 11 પ્રકારની સુવિધાઓ માટે જંત્રી વિના જ જમીન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેની સાથે ટાઉન હોલ અને ફાયર સ્ટેશન માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટ્રોમ વોટર ડ્રેનજની કામગીરી માટે પણ નિર્ણય કરવામાં આવ્યો છે. કોમ્યુનિટી હોલ અને કન્વેશન સેન્ટર માટે પણ સરકારે નિર્ણય કર્યો હોવાથી હવે જનતાની પાયાની સુવિધાઓ ઝડપી બનશે.
Jan 25, 2026 09:44 pm
અમરેલીમાં ભાવનગર સોમનાથ હાઈવે પર રાજુલાના કડિયાળી નજીક દર્શન હોટેલ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈક લઈને જતાં યુવકને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન રાજુલા પાસેના હિંડોરણા ગામનો હોવાનું સામે આવ્યું છે. મનસુખ ભોળાભાઈ પટેલ નામના યુવકના આગામી 12 ફેબ્રુઆરીએ લગ્ન હતાં. લગ્ન પહેલા યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત કેવી રીતે અને કોણે કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
Jan 25, 2026 09:30 pm
અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઈમની એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં દુબઈમાં પ્રેક્ટિસ કરતાં એક ડોક્ટર સાયબર ક્રાઈમનો ભોગ બન્યાં છે. ગઠિયાઓએ ગાંધીનગરના ક્લાસ વન અધિકારી તરીકે ઓળખ આપી બે કરોડની લોન અને 40 ટકા સબસિડી મળશે તેવી લાલચ આપી હતી. આ ગઠિયાઓએ ડોક્ટરને લોન આપવાનું કહીને 4.53 લાખ પડાવી લીધા હતાં. ડોક્ટરને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
Jan 25, 2026 09:19 pm
અમદાવાદના શાહીબાગની હોટેલમાંથી પોલીસે દરોડા પાડીને મુક્ત કરાવ્યા છે. રાજસ્થાન ભોજનાલયમાંથી 17 અને 17 વર્ષના બે બાળકોને મુક્ત કરાવ્યા છે. હોટેલ માલિક તખતસિંહ રાઠોડ સામે પોલીસે ફરિયાદ નોંધી છે.
Jan 25, 2026 08:58 pm
દાહોદમાં ગરબાડા ચોકડી બ્રિજ પરથી પસાર થતાં એક બાઈક ચાલકને પતંગની દોરી મોઢાના ભાગે વાગી હતી. દોરીનો ઘા એટલો ખતરનાક હતો કે યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મુર્તુજાભાઈ નામના યુવકને ઈજા પહોંચી હતી. સારવાર દરમિયાન યુવકને મોઢા પર 15 ટાંકા આવ્યા હતાં.
Jan 25, 2026 08:05 pm
સુરેન્દ્રનગરના પાટડીમાં બજાણા પાટડી રોડ ઉપર આવેલ સહજાનંદ સીએનજી પમ્પ ખાતે અજાણ્યા કારચાલક દ્વારા કર્મચારીને માર મારી લૂંટ કરવામાં આવી છે. ક્રેટા કારમાંથી બે વ્યક્તિઓ દ્વારા સીએનજી પમ્પના કર્મચારી ઉપર ધોકા વડે માર મારી લૂંટ ચલાવાઈ છે. કર્મચારીઓ પાસેથી રૂ.4400 લૂંટ ચલાવી માર માર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીએનજી પંપના કર્મચારી સુનિલ દ્વારા પાટડી પોલીસ સ્ટેશન ખાતે કારમાં આવેલા બે શખ્સો સામે માર મારવા અને લૂંટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી અને કારના નંબરને આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
Jan 25, 2026 07:23 pm
મોરબીમાં ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં પિતાએ 14 વર્ષની માસુમ દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા નરાધમ પિતાની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Jan 25, 2026 07:16 pm
ડાંગ જિલ્લામાં વઘઈ આહવા રોડ પર એસટી બસને અકસ્માત નડ્યો છે. બસનું સ્ટીયરીંગ જામ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ એસટી બસ ધરમપુરથી આહવા જઈ રહી હતી. બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતાં જેમાંથી બે મુસાફરોને મોઢાના ભાગે સામાન્ય ઈજા પહોંચી છે. અન્ય મુસાફરોને બીજી બસમાં બેસાડી આહવા સુધી પહોંચાડ્યા હતાં. અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને નિયંત્રિત કર્યો હતો.
Jan 25, 2026 06:25 pm
અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે હાથમતી નદી પર બનાવવામાં આવેલા કામચલાઉ ડાયવર્ઝન પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. શામળાજી તરફ જઈ રહેલી એક ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક સીધી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતે તંત્રની બેદરકારી અને નબળા કામકાજની પોલ ખોલી નાખી છે.ભિલોડા પાસેથી પસાર થતી હાથમતી નદી પર બ્રિજનું કામ ચાલતું હોવાથી વાહનોની અવરજવર માટે સાઈડમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. શામળાજી તરફ જતી આ ટ્રક જ્યારે ડાયવર્ઝન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી મારીને નદીના પટમાં ખાબકી હતી. સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે, જે મોટી રાહતની વાત છે.
Jan 25, 2026 06:22 pm
વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું એક નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં તેમણે મનપાના અધિકારીઓ સામે આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો છે. અધિકારીઓ ગાળો આપ્યા વિના કામ કરતાં નથી. ભાજપના કાર્યકરો ગાળો બોલીને લોકોના કામ કરાવે છે. અધિકારીઓ સાથે ગાળો બોલીને કામ કરાવે છે. વડોદરામાં યોજાયેલા પેવર બ્લોક કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. અગાઉ અધિકારીઓને લઈને વડોદરાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો ત્યારે સાંસદે કંઈ જુદો જ સુર વહેતો કર્યો હતો. હવે જાહેરમાં તેઓ ધારાસભ્યોના સમર્થનમાં હોય તે રીતે નિવેદન આપતાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું હેમાંગ જોશીના નિવેદન પ્રમાણે અનેક સવાલો ઉભા થયા છે કે, વડોદરામાં શું ભાજપના કાર્યકરો ગાળો બોલીને લોકોના કામ કરાવી રહ્યાં છે?
Jan 25, 2026 06:01 pm
1. Padma Awards 2026: ગૌસેવા અને સુરનો સંગમ: કચ્છના ગૌરવ 'હાજી રમકડું' ને પદ્મશ્રી સન્માન
2. Sports News : બેવફાઈ પડી મોંઘી, ઓસ્ટ્રેલિયાના આ ક્રિકેટરને ચૂકવવા પડ્યા આટલા કરોડ
3. Ahmedabad News : અમિત શાહનો ગુજરાત પ્રવાસ, 27 જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદની મુલાકાતે
4. Padma Awards 2026: સદીઓ જૂની 'માણભટ્ટ' પરંપરાના રક્ષક ધાર્મિકલાલ પંડ્યાનું રાષ્ટ્રીય સન્માન
6. Business News : દેશની ટોચની 10 કંપનીઓમાંથી 9 કંપનીના માર્કેટકેપમાં 2.51 લાખ કરોડનો ઘટાડો
8. Ahmedabad News : અસલાલીમાં ઘૂસણખોરોનો પર્દાફાશ, 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશીઓ ઝડપાયા
9. Padma Awards 2026 : આ ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર, 45 લોકોની યાદી સામે આવી
10. Canadaના બર્નાબીમાં ભારતીય મૂળના યુવકની ગોળી મારીને હત્યા, ગેંગ વોરની આશંકા
Jan 25, 2026 06:01 pm
બગદાણામાં નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ બાદ આજે રવિવારે તેને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટે આદેશ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કૂલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયરાજના જામીનની માગ કોર્ટે ફગાવી હોવાની વિગતો જાણવા મળી છે. આ ઉપરાંત તેના વકિલે જામીનની પણ માગ કરી હતી. જે કોર્ટે નકારી કાઢી છે અને તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
Jan 25, 2026 05:44 pm
બનાસકાંઠાના હડાદના મંડાલી ગામમાં આજે સવારે રસ્તે પસાર થતાં એક યુવક પર રખડતા શ્વાને હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. ભોગ બનનાર વ્યક્તિ શ્વાનથી બચવા જતાં જમીન પર પટકાયો હતો. જોકે સદનસીબે તેને કોઈ ઈજા પહોંચી નથી. જિલ્લામાં દિન પ્રતિદિન રખડતા શ્વાનના હુમલા વધી રહ્યાં છે. નાના બાળકો અને વૃદ્ધો સહિતના લોકોમાં શ્વનના હુમલાની ઘટનાઓથી ભય ફેલાયો છે.
Jan 25, 2026 05:12 pm
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 જાન્યુઆરીએ ગુજરાત પ્રવાસે આવશે. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજર રહેશે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત સમૈયો કાર્યક્રમમાં હાજરી આપશે.
Jan 25, 2026 04:48 pm
અમદાવાદના અસલાલીમાંથી ગેરકાયદે વરસાટ કરતાં ત્રણ બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા છે. બાંગ્લાદેશીઓ અગાઉ ચંડોળા તળાવ પાસે રહેતા હતા, ચંડોળા તળાવ પાસે ડિમોલિશન બાદ અસલાલી આવ્યા હતાં. કલોન મોલ્લા,મોહમ્મદ અરાફાત મોલ્લાની અટકાયત, મહિલા રીબાખાતુન મોલ્લા,3 બાળકોને કરાયા ડિટેઇન,10 વર્ષ પહેલા બાંગ્લાદેશથી ભારતમાં આવ્યા હતા
Jan 25, 2026 04:34 pm
આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં લાંબા સમયથી ટ્રાફિક અને અવરજવરમાં અડચણરૂપ બનતા દબાણો પર આખરે તંત્રએ લાલ આંખ કરી છે. ઉમરેઠ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી શહેરના મુખ્ય માર્ગો પર ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉમરેઠ બસ સ્ટોપ વિસ્તારમાં સતત લોકોની અવરજવર રહેતી હોય છે, પરંતુ રસ્તાની બંને બાજુએ ખડકાયેલા દબાણોને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ઉમરેઠ પોલીસ અને નગરપાલિકાની દબાણ શાખાની ટીમે વહેલી સવારથી જ મોરચો સંભાળ્યો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
Jan 25, 2026 04:12 pm
પંચમહાલમાં ગોધરા રેલવે સ્ટેશન પર ચેકિંગ કરવામાં આવ્યું છે. રેલવે પોલીસ અને બોમ્બ સ્ક્વોર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. પંજાબમાં રેલવે સ્ટેશન પાસે બ્લાસ્ટ થયો હતો. ફતેહગઢના સર હિન્દ રેલવે સ્ટેશન પાસે બ્લાસ્ટ થયો હતો. ગુપ્તચર વિભાગને મળેલા ઈનપુટના આધારે તપાસ કરાઈ રહી છે. રેલવે સ્ટેશનો ટાર્ગેટ હોવાની આશંકાએ ચેકિંગ હાથ ધરાયું છે.
Jan 25, 2026 04:03 pm
બાવળા બગોદરા હાઈવે પર મારામારીનો બનાવ સામે આવ્યો છે. ઢેઢાળ ચોકડી બ્રિજ પરથી યુવક નીચે પટકાયો હતો. બ્રિજ પર બે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. મારામારીમાં એક યુવક બ્રિજ પરથી નીચે પટકાયો હતો. યુવકને ઈજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. બાવળા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. યુવક નીચે પટકાયો હોવાના સીસીટીવી સામે આવ્યા છે.
Jan 25, 2026 03:39 pm
જયરાજ આહીરને મહુવા કોર્ટમાં રજૂ કરાયો, SIT જયરાજ આહીરના રિમાંડની માગ કરશે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરાયો.
Jan 25, 2026 03:36 pm
રાજ્યના હવામાન વિભાગે કરી આગાહી, પવનની ગતિમાં વધારો થતાં માછીમારોને સૂચના, બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના, પવનની ગતિ 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રહેશે ઠંડીનો ચમકારો, ઉત્તર પૂર્વના પવનોને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પવન વધુ રહેવાની શક્યતા, કમોસમી વરસાદની શકયતા નહીવતઃ હવામાન વિભાગ.
Jan 25, 2026 03:24 pm
CM ભૂપેન્દ્ર પટેલે સખી મંડળોની બહેનો સાથે કર્યો સંવાદ, સરકારે સર્જનશીલતાએ સશક્ત નારી મેળાને આપી નવી દિશા, સશક્ત નારી મેળાનો નારી શક્તિ આત્માન પ્રોત્સાહનનો ઉદે્શ્ય, વાવ થરાદમાં CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ બે દિવસ રોકાણ કરશે, શંકર ચૌધરી,મંત્રી સ્વરૂપજી ઠાકોર રહ્યા ઉપસ્થિત.
Jan 25, 2026 03:00 pm
45 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર થશે એનાયત, સામાજિક ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારને પુરસ્કાર, પદ્મ પુરસ્કારો માટે પ્રારંભિક યાદી જાહેર, ગુજરાતના 3 નામોનો યાદીમાં સમાવેશ, ધાર્મિકલાલ પંડ્યા ,નિલેશ માંડલેવાલાનો સમાવેશ, મીર હાજી કાસમભાઇને એવોર્ડ થશે એનાયત.
Jan 25, 2026 02:53 pm
ત્રણ વર્ષના બાળકનું પિતાએ જ કર્યુ હતુ અપહરણ, ગાંધીનગર સેક્ટર 7 પોલીસે આરોપી પિતાને ઝડપ્યો, પિતા બાળકને માતા પાસેથી ઝૂંટવી થયો હતો ફરાર, બાળકની હત્યા કરવાનું ફોન પર કહી પિતા થયો ફરાર, પોલીસે લોકેશનના આધારે ઈન્દ્રોડા સર્કલથી ઝડપી પાડ્યો.
Jan 25, 2026 02:47 pm
મુળીલા ગામે ભરતભાઈના ખેતરમાંથી લાશ મળી, મૃતક યુવાન મુર્તજા હીરાણી નામ હોવાનું સામે આવ્યું, મૃતદેહને કાલાવાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો, યુવાનની આત્મહત્યા છે કે હત્યા પોલીસે તપાસ શરુ કરી.
Jan 25, 2026 02:35 pm
04 - Railway News : સાબરમતીમાં ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કાર્યને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે
06 - ચેતવણી! Gmail, Facebook, Netflix સહિત 149 મિલિયન પાસવર્ડ લીક
07 - RJDમાં પેઢી પરિવર્તન, તેજસ્વી યાદવ બન્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
08 - ગ્રુપ કેપ્ટન Shubhanshu Shuklaને એનાયત કરાશે અશોક ચક્ર, ISSમાં જનાર પ્રથમ ભારતીય
09 - Mahhi Vijએ દીકરી તારાને આપી ખાસ સરપ્રાઈઝ, છૂટાછેડાના સમાચાર વચ્ચે 50 લાખની કાર ગિફ્ટ કરી
10 - USA winter storm : ભારે હિમવર્ષાથી અમેરિકા અંધારામાં, લાખો ઘરોમાં વીજળી ગુલ
Jan 25, 2026 02:20 pm
જેથી આ બાબતે તપાસમાં રહી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગે.કા. રીતે રહેતાં કોઈ બાંગ્લાદેશી નાગરિકો મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવાની સુચના આપી હતી, જે સુચના અન્વયે એ.પી. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર અસલાલી પોલીસ સ્ટેશનનાઓએ પોલીસ સ્ટેશનનના સ્ટાફને આવા સંદિગ્ધોની તપાસમાં રહેવા સુચના કરેલ જે આધારે પોલીસ સબ ઇન્સપેકટર તથા પો.હે.કોન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
Jan 25, 2026 02:20 pm
અમદાવાદના અસલાલી વિસ્તારમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી રહેતા કુલ-06 બાંગ્લાદેશી નાગરિક (3 બાળકો સહિત)ને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી અસલાલી પોલીસ. ઇન્ચાર્જ પોલીસ મહાનિરિક્ષક વિધિ ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદના તથા પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્યના તથા મદદનીશ પોલીસ અધિક્ષક અંકીતા મીશ્રા અસલાલી વિભાગ, અસલાલીનાઓએ સુચના આપેલ કે, ગુજરાતમાં ગે.કા. પ્રવેશતા બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવાની ઝુંબેશ ચાલુ હોય જે અનુસંધાને બાંગ્લાદેશી નાગરીકો વગર પાસપોર્ટ અને વિઝાએ ભારત દેશમાં પ્રવેશ કરે છે અને બહોળા પ્રમાણમાં અમદાવાદ શહેરમાં તથા અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના જુદાજુદા વિસ્તારોમાં રહે છે.
Jan 25, 2026 02:00 pm
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, એક વિધર્મી યુવક તેને ભગાડી ગયો છે. આ ઘટનાની જાણ થતાં જ સગીરાના પરિવારે તાત્કાલિક ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દીકરીના ગુમ થવાને પગલે પરિવાર શોકમાં ગરકાવ છે અને સુરક્ષિત પરત લાવવા વિનંતી કરી રહ્યો હતો. ઘટનાની વાયુવેગે જાણ થતા જ સ્થાનિક હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા છે. સંગઠનો દ્વારા આ ઘટનાને 'લવ જેહાદ' ગણાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. હિન્દુ સંગઠનોએ પોલીસ પ્રશાસન સમક્ષ કડક માગ કરી હતી કે, આરોપી વિધર્મી યુવકને વહેલી તકે ઝડપી લેવામાં આવે અને સગીરાને હેમખેમ પરિવાર પાસે પહોંચાડવામાં આવે.
Jan 25, 2026 01:59 pm
વલસાડના ધરમપુરમાં છેલ્લા 3 દિવસથી લવજેહાદનો મુદ્દો ગરમાયો હતો અને વિધર્મી યુવક સગીરાને ભગાડી ગયો હતો અને તે વિધર્મી યુવક અને સગીરા મળી આવ્યા છે અને ધરમપુર પોલીસે બંનેની અટકાયત કરી છે. વલસાડના ધરમપુરમાં લવ જેહાદ મામલે વિધર્મી યુવક અને સગીરા મળી આવ્યા છે, ધરમપુર પોલીસે બંનેની અટકાયત કરી સગીરાનું મેડિકલ કરાવ્યું છે અને વિધર્મી યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથધરી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુર શહેરમાં લવ જેહાદનો કથિત કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. આ સાથે ધરમપુર શહેરના લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
Jan 25, 2026 01:49 pm
પટનામાં RJDની બેઠકમાં લેવાયો નિર્ણય, લાલુ યાદવે તેજસ્વીને પાર્ટીની કમાન સોંપી, પક્ષમાં હવે તેજસ્વી યુગની શરૂઆત, બિહાર વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પરીવર્તન.
Jan 25, 2026 01:39 pm
રોફ જમાવતાં પ્રતાપ ધાધલને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા અને આરોપી પ્રતાપને સ્થળ ઉપર લઈ જઈ ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવ્યું હતુ, આરોપીને કડકમાં કડક સજા મળે તે દિશામાં બાબરા પોલીસે કાર્યવાહી હાથધરી છે અને સ્થાનિકોમાં પણ પોલીસની કામગીરીથી ખુશી જોવા મળી છે. બાઇક શોરૂમના માલિક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક ભરતભાઈ રાદડિયા પર તેમના જ શોરૂમમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.
Jan 25, 2026 01:38 pm
અમરેલીના બાબરામાં જીવલેણ હુમલો કરનારનું પોલીસે કાઢયું સરઘસ અને બાબરા મોટરસાઇકલ શોરૂમના માલિક ઉપર જીવલેણ હુમલો કરનારનો કાઢ્યો વરઘોડો. 21 જાન્યુઆરીએ શોરૂમના માલિક ભરતભાઈ રાદડિયા ઉપર છરી વડે કરાયો હતો જીવલેણ હુમલો અને હાથમાં અને છાતીના ભાગે છરીના જીવલેણ ઘા મારી ભરતભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં ડીઓ લેટર આપવા બાબતે શોરૂમ ઉપર આવી પ્રતાપ ધાંધલે માલિક સાથે કરી હતી માથાકૂટ.
Jan 25, 2026 01:38 pm
શિબિરમાં યુવકોના હંગામા પર અવિમુક્તેશ્વરાનંદનું નિવેદન, મેળા પ્રશાસન વચ્ચે 7 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે, અવિમુક્તેશ્વરાનંદે નિવેદન આપતા કહ્યું, ‘ગમે તે કરો, હું પીછેહટ નહીં કરું’, ‘અમે ભાજપની આંખમાં કણાની જેમ ખૂંચીએ છીએ’ ‘તેઓ જેટલો અત્યાચાર કરશે, હું તેટલાં મજબૂત પગલાં લઈશ’.
Jan 25, 2026 01:18 pm
કોર્પોરેટર સહીત સ્થાનિકો પહોચ્યા પોલીસ સ્ટેશન, વર્ષોથી રહેતા સ્થાનિકોના નામ કમી થતા વિરોધ, વોટર લિસ્ટમાંથી સ્થાનિકોના નામ થયા ગાયબ, SIRની કામગીરીમાં નામ કમી થયાનો આક્ષેપ, કુલ 112 લોકોએ 7 નંબરનું ફોર્મ ભરતા નામ કમી:સ્થાનિક, કાઉન્સિલર રુકશાનાબાનુંના પરિજનોના પણ નામ રદ્દ, BLO સાથેની વાતચીતની ઓડિયો ક્લીપ પણ વાયરલ.
Jan 25, 2026 01:09 pm
26 જાન્યુઆરી 2020માં 29 કરોડના ખર્ચે આમ્રપાલી અંડરબ્રિજ બનાવાયો હતો. વગર વરસાદે પણ આ અંડર બ્રિજમાં ભરાય છે પાણી, પાણી ભરાવાને લીધે કીચડ અને સેવાડ જામે છે. કીચડ અને સેવાડના લીધે દરરોજના બે થી ત્રણ અકસ્માત સર્જાય છે. એક તરફ કિચડવાળું પાણી અને બીજી તરફ છ ફૂટથી મોટા ખાડા. દોઢ મહિના પહેલા એક યુવાનનું બુલેટ સ્લીપ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.
Jan 25, 2026 12:59 pm
ISS પહોંચનાર પ્રથમ ભારતીય છે શુંભાશુ, શુંભાશુ 20 દિવસ અંતરિક્ષમાં રહ્યા હતા, 25 જુને અંતરિક્ષ જવા રવાના થયા હતા.
Jan 25, 2026 12:53 pm
આટકોટ રોડ પરના સૂર્યમુખી મંદિરમાં તોડફોડ અને ચોરી, અસામાજિક તત્વો દ્વારા હવનકુંડ અને દિવાલ તોડી નાખી, મંદિરમાં તોડફોડ થતા ભક્તોમાં ભારે રોષ, જસદણ પોલીસે ચોરી અને તોડફોડ મુદ્દે તપાસ હાથ ધરી.
Jan 25, 2026 12:47 pm
બેંગકોકથી હાઇબ્રિડ ગાંજો લાવવામાં આવ્યો હતો, હાઇબ્રિડ ગાંજા લાવનાર ૪ મુસાફરોની ધરપકડ, 12.50 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત, એક આરોપી વડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું, 3 આરોપીઓ પંજાબના રહેવાસી હોવાનું ખુલ્યુ.
Jan 25, 2026 12:32 pm
હેડ કોચ ગૌતમ ગંભીર ગુવાહાટી પહોંચ્યા, ત્રીજી ટી-ટ્વેન્ટી પહેલા કામાખ્યા મંદિરે કર્યા દર્શન, કામાખ્યા મંદિરે પૂજા અર્ચના કરી, ટીમની શાનદાર જીત માટે કરી પ્રાર્થના.
Jan 25, 2026 12:20 pm
રાજપારડી ગામે બિસ્માર રસ્તા મુદ્દે આંદોલન, લોકો રસ્તા પર ઉતરીને વાહનો અટકાવ્યા, વાહન વ્યવહાર બંધ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો, બિસ્માર રસ્તા મુદ્દે અનેક વખત કરાઇ છે રજૂઆત, રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાથી લોકો પરેશાન, ધૂળની ડમરીઓ ઉડતા આરોગ્ય પર પણ જોખમ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.
Jan 25, 2026 11:59 am
જૂનાગઢના બિલખા ગામે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં પાંચ જેટલા રખડતા શ્વાને બાળક પર હુમલો કરીને ઈજા પહોંચાડી છે, છ વર્ષના બાળક પર હુમલો કરતા બાળક ઈજાગ્રસ્ત થયો છે, રખડતા શ્વાનના હુમલાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જૂનાગઢના બિલખા ગામમાં રખડતાં શ્વાનનો આતંક સામે આવ્યો છે જેમાં પાંચ જેટલા શ્વાનનો બાળક પર હુમલો થતા બાળક ડરી ગયો છે અને છ વર્ષના બાળકને શ્વાને બચકા ભર્યા છે, ઈજાગ્રસ્ત બાળકને બિલખા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ છે અને વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
Jan 25, 2026 11:53 am
પાલિકાએ પકડેલા ઢોર છોડાવનાર સામે કાર્યવાહી, ઢોર માલિકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઇ, રોહિત ભરવાડ, જામા ભરવાડ સામે પાસા હેઠળ કાર્યવાહી, યશ દેસાઇ, મહેશ ભરવાડને પાસે હેઠળ કાર્યવાહી, ચારેય આરોપીઓને અલગ-અલગ જેલોમાં ખસેડાયા, સુરત, અમરેલી, દાહોદ અને વલસાડ જેલમાં ખસેડાયા.
Jan 25, 2026 11:45 am
PM મોદીની મન કી બાતનો 130મો એપિસોડ
મન કી બાત કાર્યક્રમ દ્વારા PM મોદીનું દેશને સંબોધન
26 જાન્યુઆરીએ આપણે ગણતંત્ર પર્વ ઉજવીશુઃ PM
25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ છેઃ PM
18 વર્ષે ભારતીયો મતદાતા બને છેઃ PM
આ ક્ષણ ભારતીય માટે મોટી ક્ષણ છેઃ PM
આ દિવસે પણ જન્મદિવસની જેમ ઉજવવો જોઇએઃ PM
આસપાસના લોકોએ તેમને શુભેચ્છા પાઠવવી જોઇએઃ PM
ઉજવણીથી નવા મતદારનો ઉત્સાહ વધશેઃ PM
મતદાન માટે ગ્રાઉન્ડ સ્તરે કામ કરતા લોકો ખૂબ મહત્વના
18 વર્ષના થતા જ મતદાર તરીકે રજિસ્ટ્રર કરાવોઃ PM
સોશિયલ મીડિયામાં જોરદાર ટ્રેન્ડ ચાલી રહ્યો છેઃ PM
લોકો 2016ની યાદોને તાજા કરી રહ્યાં છેઃ PM
જાન્યુઆરી 2016માં આપણે એક જર્ની શરૂ કરી હતીઃ PM
સ્ટાર્ટ અપ ઇન્ડિયાની જર્નીની 2016માં શરૂ થઇઃ PM
યુવા સાથીઓ આ જર્નીના મહત્વનો ભાગ છેઃ PM
ભારત દુનિયામાં ત્રીજા નંબરની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમઃ PM
AI, સ્પેશ, ન્યૂક્લિઅર એનર્જી, સેમી કન્ડક્ટરમાં કામ થઇ રહ્યું છે
ભારતીય સ્ટાર્ટઅપ આ સેક્ટરમાં કામ કરી રહ્યાં છેઃ PM
સ્ટાર્ટ અપ સાથે જોડાયેલા ભારતીયોને સલામ છેઃ PM
ભારતની ઇકોનોમી તેજીથી આગળ વધી રહી છેઃ PM
ભારત પર દુનિયાભરની નજર છેઃ PM
ભારત પર ક્વોલિટી પર ભાર આપવાની જવાબદારીઃ PM
થશે, થઇ જશે તેનો યુગ જતો રહ્યો છેઃ PM
ક્વોલિટી, ક્વોલિટી અને ક્વોલિટી મંત્ર પર કામ કરીએઃ PM
કાલથી આજે વધુ સારી ક્વોલિટીનો સંકલ્પ લઇએઃ PM
ક્વોલિટીમાં ન કોઇ ઊણપ હશે તેનો સંકલ્પ લઇએઃ PM
ઉત્તરપ્રદેશના આઝમગઢમાં તમસા નદીને નવુ જીવન આપ્યુઃ PM
તમસા નદી સાંસ્કૃતિક વિરાસરની એક ધારા છેઃ PM
આ નદી આ વિસ્તારના લોકોની જીવન ધોરી હતીઃ PM
પ્રદૂષણને કારણે નદીનો પ્રવાહ રોકાઇ ગયો હતોઃ PM
લોકોએ નદીને નવુ જીવન આપવાનું અભિયાન ચલાવ્યુઃ PM
લોકોએ નદીની સફાઇ કરી, કિનારે વૃક્ષો ઉગાડ્યાઃ PM
સૌના પ્રયાસથી નદી ફરીથી પુનઃ જીવિત બનીઃ PM
અનંતપુરમાં લોકોએ નાના - નાના તળાવ બનાવી ઇતિહાસ રચ્યો
એકજૂથ થઇ કર્તવ્યથી દેશમાં પરિવર્તન આવી રહ્યું છેઃ PM
ભજન અને કિર્તન સદીઓથી સંસ્કૃતિની આત્મા છેઃ PM
આજની પેઢી પણ નવા કમાલ કરી રહી છેઃ PM
યુવાઓએ ભક્તિને પોતાની જીવનશૈલીમાં ઢાળી છેઃ PM
શહેરોમાં યુવાઓ એકત્ર થઇ ભજન ગાઇ રહ્યાં છેઃ PM
કોન્સર્ટના માહોલમાં ભજનની ગુંજ જોવા મળી રહી છેઃ PM
આ ચરણ ભજન ક્લબિંગ તરીકે ઓળખાય છેઃ PM
આ ZEN - G વચ્ચે ખૂબ લોકપ્રિય બની રહ્યું છેઃ PM
મંચ આધુનિક હોઇ શકે પણ મૂળ ભાવના તે જ રહે છેઃ PM
સંસ્કૃતિ અને તહેવાર વિશ્વભરમાં ઓળખ બની રહ્યાં છેઃ PM
વિશ્વભરમાં ભારતના તહેવારો ઉજવાઇ રહ્યાં છેઃ PM
ભારતવંશી ભાઇ - બહેનોની ભૂમિકા ખૂબ મહત્વની છેઃ PM
ભારતીય જ્યાં રહે છે ત્યાં તહેવારો ઉજવી રહ્યાં છેઃ PM
મલેશિયામાં 500થી વધુ તમિલ શાળાઓ છેઃ PM
તમિલ ભાષામાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છેઃ PM
મલેશિયા - ઇન્ડિયા હેરિટેજ સોસાયટી ખૂબ સારુ કામ કરી છેઃ PM
બંને દેશોને જોડનારા સાંસ્કૃતિ સ્થળો પર વોક થાય છેઃ PM
ભારતમાં નવું નવુ થતુ જોવા મળી રહ્યું છેઃ PM
ગુજરાતમાં બેચરાજીના ચંદનકી ગામની પરંપરા અનોખી છેઃ PM
અહીના લોકો પોતાના ઘરમાં ખાવાનું નથી બનાવતાઃ PM
ગામમાં કમ્યુનિટી કિચન ચાલે છેઃ PM
સમગ્ર ગામનું આ જ કિચનમાં ખાવાનું બને છેઃ PM
છેલ્લા 15 વર્ષથી લોકો એકસાથે બેસીને ખાય છેઃ PM
બિમાર વ્યક્તિ માટે ટિફિન સેવા પણ ચાલે છેઃ PM
આ પહેલ લોકોને એકબીજાથી જોડે છેઃ PM
આનાથી પારિવારિક ભાવનાને પ્રોત્સાહન મળે છેઃ PM
સ્વચ્છતા માટે લોકો અભિયાન ચલાવી રહ્યાં છેઃ PM
બેગ્લુરૂમાં સોફા વેસ્ટ મોટો પડકાર બન્યો છેઃ PM
લોકોએ અભિયાન ઉઠાવી વેસ્ટ નિકાલ કર્યોઃ PM
સ્વચ્છતા માટે વ્યક્તિગત અને ટીમ મારફતે કામ કરવું જોઇએ
બદલાવની શરૂઆત સાધારણ રીતે થાય છેઃ PM
એક વ્યક્તિ, એક વિસ્તારથી બદલાવની શરૂઆત થાય છેઃ PM
બહેનોઇ દાસએ જિલ્લાના હરિયાળો બનાવવા પ્રયાસ કર્યોઃ PM
જાતે ખર્ચ ઉઠાવીને હજારો વૃક્ષો ઉગાડ્યા છેઃ PM
તેમના પ્રયાસથી રસ્તાના કિનારે હરિયાળી વધી છેઃ PM
Jan 25, 2026 11:43 am
07 - Bangladesh : નરસિંગડીમાં 23 વર્ષીય હિન્દુ યુવકની ક્રૂર હત્યા, ગેરેજમાં આગ લગાવી
08 - રાજ્યમાં 14 શહેરોના 48 કેન્દ્રો પર CMATની પરીક્ષાનું આયોજન
Jan 25, 2026 11:25 am
સમશેર પુરા ખાતે મહા સંમેલનનું કરાયુ આયોજન, પૂર્વ MLA ગોવા રબારી પણ સંમેલનમાં જોડાયા, ભાજપ પ્રદેશ મંત્રી સંજય દેસાઈ સંમેલનમાં હાજર.
Jan 25, 2026 11:18 am
મલુપુર ખાતે જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન કરાયું, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યાં હાજર, મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્યો પણ રહ્યાં હાજર, જિલ્લાના કુલ 207 કરોડના વિકાસ કામોની ભેટ.
Jan 25, 2026 11:04 am
ધરતીનગર વિસ્તારમાં દારુને લઇ જનતા રોડ, ઘરમાંથી દારુ અને મહિલા મળતા ગુનો દાખલ, સચિન નાયક, રાજભા લિબોલા, અંકિત સામે ફરિયાદ, દારુ અને દેહ વ્યાપાર ચાલતો હોવાનો આક્ષેપ, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
Jan 25, 2026 10:57 am
બાંગ્લાદેશ બહાર થતા PCB ચીફની ICCને ચીમકી, મોહસિન નકવીએ ભારતમાં નહીં રમવા સૂર છેડ્યો, સરકાર કહેશે તો T - 20 વર્લ્ડ કપમાંથી હટી જઈશું' મોહસિન નકવીનો ICC પર પક્ષપાતનો આરોપ, ICC બોર્ડની બેઠકમાં પણ નકવીએ કર્યો હતો વિરોધ, ‘પાક. PM નક્કી કરશે ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં’, બાંગ્લાદેશને બાકાત રાખવું ખોટું :મોહસિન નકવી, બાંગ્લાદેશને વર્લ્ડ કપમાં રમાડવું જોઈએ:મોહસિન, બાંગ્લાદેશ સાથે ખોટું થઈ રહ્યું છે:મોહસિન નકવી.
Jan 25, 2026 10:55 am
બાળકી રડતી હોવાનો અવાજ આવતા સ્થાનિક લોકોએ જોયું તો બાળકીને કોઈ મૂકીને જતું રહ્યું હતું અને જસદણ પોલીસે અલગ અલગ ટીમો બનાવી કોના દ્વારા બાળકીને તરછોડવામાં આવી છે તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે, પોલીસે અલગ-અલગ રોડ પરના સીસીટીવી તપાસ માટે લીધા છે અને બાળકીને કોઈ રાતના સમયે અથવા તો વહેલી સવારે મૂકીને ગયું હોવાની આશંકા છે, સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
Jan 25, 2026 10:55 am
રાજકોટના જસદણમાં બાવળની જાળી વચ્ચે માસુમ ફૂલ જેવી બાળકી તરછોડી દેવાઈ હતી અને સાણથલી ગામના વાસાવડ રોડ નજીકમાંથી બાળકી મળી આવી હતી, બાળકીનો રડવાનો આવતા સ્થાનિકો પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી, તો 108 એમબ્યુલન્સમાં બાળકીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ હોસ્પિટલ ખસેડાઈ હતી, માસુમ બાળકીને પગમાં કોઈ જીવજંતુ પણ કરડ્યું હતું અને હાલમાં બાળકીની તબિયત સુધારા પર છે.
Jan 25, 2026 10:54 am
રાજકોટના જસદણના સાણથલી વાસાવડ રોડ પરથી નવજાત બાળક મળી આવ્યુ હતુ અને પેટ્રોલ પંપ નજીક બાવળની ઝાડીમાંથી મળ્યું નવજાત બાળક, સમગ્ર ઘટનામાં પોલીસે શિશુના વાલીની તપાસ શરૂ કરી છે. રાજકોટના જસદણના સાણથલી વાસાવડ રોડ પરથી નવજાત બાળકી મળી આવી, બાળકનો રડવાના આવતા સ્થાનિકોએ પોલીસની લીધી મદદ અને બાળકનો રડવાનો અવાજ આવતા સ્થાનિકો પહોંચ્યા હતા અને નવજાત શિશુને રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડાયું છે, પોલીસે CCTVના આધારે શિશુના વાલીની તપાસ કરી શરૂ.
Jan 25, 2026 10:38 am
રબારી સમાજના નવા બંધારણની કરાશે રચના, મહાસંમેલનમાં રબારી સમાજનું બંધારણ નક્કી કરાશે, જુના કુરિવાજો દૂર કરી નવા નિયમોની જાહેરાત થશે, રબારી સમાજ કુરિવાજ, વ્યસન મુક્તિના શપથ લેશે, સંમેલનમાં 50 હજારથી વધુ લોકો એકત્ર થવાની શક્યતા.
Jan 25, 2026 10:32 am
બે અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ, નિપુણા તોરવણે, SP શૈલેષસિંહ રઘુવંશીને સન્માનિત કરશે, 14 અધિકારીઓને પ્રશંસનિય સેવા મેડલ એનાયત કરાશે, પ્રવિણસિંહ મલ, અશ્વિન ચૌહાણને પ્રશંસનિય સેવા મેડલ, મયુર ચાવડા, ધર્મેન્દ્ર દેસાઇ, વસંત પરમારને મેડલ અપાશે, ઘનશ્યામસિંહ સરવૈયા, સંજય પાટીલને મેડલ અપાશે, છનાભાઇ પરમાર, ગીરીશ દેસાઇને પ્રશંસનિય સેવા મેડલ, ક્રિપાલસિંહ રાણા, લાલસિંહ વિહોલને પ્રશંસનિય સેવા મેડલ, વિષ્ણુ દેસાઇ, અરવિંદ તડવીને પ્રશંસનિય સેવા મેડલ.
Jan 25, 2026 10:30 am
તો બીજી તરફ આ ઘટનામાં પરિજનોનું કહેવું છે કે, પલસર બાઈક પર ત્રણ યુવાનો હતા અને 70 થી 80ની રફતારે યુવક બાઇક ચલાવી રહ્યો હતો અને બાળકને કચડી 20 મીટર સુધી બાઇક ચાલકે ઘસડ્યો હતો, ઘર પાસે રમતા બાળકનું અકસ્માતમાં મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન છે અને પાંડેસરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે, અકસ્માત સર્જનાર યુવક પોલીસ પકડની બહાર છે.
Jan 25, 2026 10:29 am
સુરતમાં બાળકને કચડી નાખતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બાળકને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતુ, પલસર બાઇક પર ત્રણ યુવકો સવાર હતા અને બેફામ બાઇક ચલાવી યુવકે બાળકનો ભોગ લીધો છે, તો ઘટનામાં પરિજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, બાળક રમી રહ્યો હતો અને ફુલ સ્પીડમાં બાઈકના ચાલકે ઘટનાને અંજામ આપ્યો હતો.
Jan 25, 2026 10:29 am
સુરતમાં બેફામ બાઇકચાલકે બાળકનો ભોગ લીધો છે અને પાંડેસરામાં બાઇકચાલકે 5 વર્ષના બાળકને કચડ્યો હોવાની વાત સામે આવી છે, સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સુરતમાં બેફામ બાઈકચાલકના કારણે માસૂમનું મોત થયું છે અને જય મહાદેવ નગરમાં બાળક ઘર પાસે રમી રહ્યો હતો તે દરમિયાન બાઈકચાલકે બાળકને ઢસડયો હતો અને ગંભીર ઈજાના કારણે બાળકનું ઘટના સ્થળે મોત થયું હતુ, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે. ત્રણ સવારીમાં હતા અકસ્માત કરનાર યુવકો.
Jan 25, 2026 10:05 am
કલેક્ટર કચેરીને ઇ-મેઇલ આઇડી ઉપર મળી હતી ધમકી અને સરનામું અને ઓળખ ગુપ્ત રાખી મેઈલ કરવામાં આવ્યો છે, અજાણ્યા શખ્સે 10 લીટીમાં જુદી જુદી ધમકી ભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો અને આ ઈમેલ મળ્યા બાદ સ્થાનિક પોલીસ હકતમાં આવી હતી અને સમગ્ર અમરેલી કલેક્ટર કચેરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર કચેરીના અધિકારી અશોકકુમાર મકવાણાએ મેઇલ કરનાર અજાણ્યા શખ્સ સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Jan 25, 2026 10:05 am
અમરેલી કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ પણ દોડી હતી અને ઇ-મેઇલ દ્વારા ધમકી મળતા પોલીસ દ્વારા તપાસ શરુ કરાઈ છે. અમરેલી કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને સરનામું અને ઓળખ ગુપ્ત રાખી ઇ-મેઇલ કરાયો હતો, 10 લીટીમાં ધમકીભરી ભાષાનો ઉપયોગ કરી મેઇલ કર્યો હતો અને અજાણા વ્યક્તિ સામે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે, સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
Jan 25, 2026 09:50 am
ભારત માલા હાઇવે પર કરછ તરફથી આવી રહેલ કોલસો ભરેલી ટ્રક પલટી મારી ગઈ હતી અને ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારતા કોલસો હાઇવે પર વીર વિખેર થયો હતો અને ટ્રક અકસ્માત બાદ ટ્રક શીર્ષાસન હાલતમાં ટ્રક ચાલક ફસાયો હતો, ઘટના સ્થળે આજુ બાજુના વાહનો ચાલકો અને ફાયર ટીમ દોડી આવ્યા હતા અને 1 કલાકની ભારે જહેમત બાદ ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી.
Jan 25, 2026 09:50 am
બનાસકાંઠાના થરાદમાં ભારતમાલા હાઇવે પર ટ્રકે પલટી મારી હોવાની વાત સામે આવી છે, કચ્છ તરફથી આવતી કોલસા ભરેલી ટ્રકે પલટી મારી છે અને ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રક પલટી જતા ટ્રક ચાલક ફસાયો હતો અને ફાયર ટીમે ભાર જહેમત બાદ ટ્રક ચાલકને બચાવ્યો હતો, ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ થતાની સાથે પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી, ટ્રકમાં કોલસા ભરેલા હતા અને પલટી મારી હતી.
Jan 25, 2026 09:33 am
શોપિંગ સેન્ટરના 5મા માળેથી મહિલાની છલાંગ, મહિલા નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડાઇ, મહિલા સુરતથી પિયર જવાનું કહી નીકળી હતી, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.
Jan 25, 2026 09:24 am
01-તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 14807 જોધપુર–દાદર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખોડિયાર–સાબરમતી બીજીના બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર–ચાંદલોડિયા–સાબરમતી ‘એ’ કેબિન–અમદાવાદ ના રસ્તે ચાલશે. આ દરમિયાન, આ ટ્રેન સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)ના બદલે સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) પર રોકાશે.
02-તારીખ 26.01.2026ની ટ્રેન સંખ્યા 19032 યોગ નગરી ઋષિકેશ–સાબરમતી યોગા એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખોડિયાર–સાબરમતી બીજીના બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર–ચાંદલોડિયા–સાબરમતી ‘એ’ કેબિન ના રસ્તે ચાલશે. આ દરમિયાન, આ ટ્રેન સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)ના બદલે સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) પર જશે.
03-તારીખ 26.01.2026ની ટ્રેન સંખ્યા 14805 યશવંતપુર–બાડમેર એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ અમદાવાદ–સાબરમતી બીજી–ખોડિયારના બદલે પરિવર્તિત માર્ગ વાયા અમદાવાદ–સાબરમતી ‘એ’ કેબિન–ચાંદલોડિયા–ખોડિયાર ના રસ્તે ચાલશે. આ દરમિયાન, આ ટ્રેન સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)ના બદલે સાબરમતી સ્ટેશન (જેલ સાઇડ) પર રોકાશે.
04-તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 12216 બાંદ્રા ટર્મિનસ–દિલ્લી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ અમદાવાદ–સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)–ખોડિયારના બદલે પરિવર્તિત માર્ગ વાયા અમદાવાદ–સાબરમતી ‘એ’ કેબિન–ચાંદલોડિયા–ખોડિયાર ના રસ્તે ચાલશે.
05-તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 11089 ભગત કી કોઠી–પુણે એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખોડિયાર–સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ)ના બદલે પરિવર્તિત માર્ગ વાયા ખોડિયાર–ચાંદલોડિયા–સાબરમતી ‘એ’ કેબિન ના રસ્તે ચાલશે.
Jan 25, 2026 09:23 am
01-તારીખ 26.01.2026 તથા 27.01.2026ની ટ્રેન સંખ્યા 69185 અમદાવાદ–વિરમગામ મેમૂ રદ રહેશે.
02-તારીખ 27.01.2026 તથા 28.01.2026ની ટ્રેન સંખ્યા 69186 વિરમગામ–અમદાવાદ મેમૂ રદ રહેશે.
03-તારીખ 26.01.2026 તથા 27.01.2026ની ટ્રેન સંખ્યા 22959 વડોદરા–જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
04-તારીખ 27.01.2026 તથા 28.01.2026ની ટ્રેન સંખ્યા 22960 જામનગર–વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.
05-તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 20959/20960 વલસાડ–વડનગર–વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ રહેશે.
Jan 25, 2026 09:23 am
01-તારીખ 27.01.2026ની ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
02-તારીખ 27.01.2026ની ટ્રેન સંખ્યા 22926 ઓખા–અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ (01-ટ્રિપ) તેના નિર્ધારિત માર્ગ વિરમગામ–સાણંદ–સાબરમતી (જેલ સાઇડ)–અમદાવાદના બદલે પરિવર્તિત માર્ગ વાયા વિરમગામ–કટોસન રોડ–કલોલ–સાબરમતી બીજી ના રસ્તે ચાલશે તથા સાબરમતી બીજી સ્ટેશન (ધર્મનગર સાઇડ) પર શોર્ટ ટર્મિનેટ થશે. ઉપરાંત, આ ટ્રેન સાબરમતી બીજી (ધર્મનગર સાઇડ) અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ દરમ્યાન ટ્રેન સાણંદ, સાબરમતી જં. (જેલ સાઇડ) અને અમદાવાદ નહીં જાય.
Jan 25, 2026 09:22 am
યાત્રીઓને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે . વિગતવાર માહિતી માટે યાત્રીઓ કૃપા કરીને રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.inપર જઈને અવલોકન કરી શકે છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં અમદાવાદ–વિરમગામ રેલખંડ પર સાબરમતી ‘એ’ કેબિન (SBT-A) અને સાબરમતી (SBT-E) વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ સિસ્ટમના કમિશનિંગ કાર્ય માટે 27 જાન્યુઆરી, 2026ના રોજ પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.
Jan 25, 2026 09:12 am
નવનીત બાલધીયાએ કોળી સમાજનો આભાર માન્યો, ધારાસભ્ય, મંત્રી સહિત તમામનો આભાર માન્યો, સરકાર અને SITનો પણ બાલધીયાએ આભાર માન્યો, મને ન્યાય મળ્યો એવો તમામને મળતો રહેઃ બાલધીયા, આ કેસમાં સંડોવાયેલા તમામની ધરપકડ થાયઃ બાલધીયા.
Jan 25, 2026 09:02 am
સુરત રેલવે સ્ટેશન પર DRIનું ઓપરેશન, 50 ગ્રામ કોકેઈન અને 950 ગ્રામ મેથામ્ફેટાઈમાન ઝડપાયું સુરત રેલવે સ્ટેશન પર ગુરુવારે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમીના આધારે કરવામાં આવેલા આ ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે. મુંબઈ સેન્ટ્રલથી અમૃતસર જતી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલી એક વિદેશી મહિલા પાસેથી કરોડો રૂપિયાની કિંમતનું માદક દ્રવ્ય જપ્ત કરવામાં આવ્યું છે, જેનાથી સમગ્ર રેલવે તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Jan 25, 2026 08:49 am
નવી શિક્ષણ નીતિ - NEPના અમલીકરણ અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, વોકેશનલ ટ્રેનિંગ એ માત્ર ફન એક્ટિવિટી નથી પરંતુ ભવિષ્યની રોજગારીનો પાયો છે. સરકાર આ તાલીમને સર્ટિફિકેશન અને વેલિડેશન સાથે જોડી રહી છે. નવી શિક્ષણ નીતિ અને 'નમો લક્ષ્મી' જેવી યોજનાઓ દ્વારા ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે પ્રથમ હરોળમાં લાવવા તેમણે આહવાન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા અને આચાર્ય સી.ટી. ટુંડીયાએ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાની શૈક્ષણિક પ્રવૃતિઓની વિગતવાર માહિતી રજૂ કરી હતી.
Jan 25, 2026 08:48 am
વધુમાં મંત્રીએ તમામ અધિકારીઓને તાકીદ કરતાં જણાવ્યું હતું કે, માત્ર ડેટા અપલોડ કરવાને બદલે બાળકોમાં વાંચન, લેખન અને ગણનની પાયાની ક્ષમતા વિકસે તે જોવું અનિવાર્ય છે. સ્માર્ટ બોર્ડ અને ટેકનોલોજીનો ઉપયોગ પ્રદર્શન માટે નહીં પણ જટિલ વૈજ્ઞાનિક પ્રયોગો સમજાવવા માટે થવો જોઈએ. આ ઉપરાંત, દીકરીઓની સુરક્ષા માટે સેલ્ફ ડિફેન્સ અને સેનેટરી નેપ્કિન જેવી યોજનાઓની ગ્રાન્ટ લેપ્સ ન થાય તેની તકેદારી રાખવા જરૂરી સૂચનો કર્યા હતાં. મધ્યાહન ભોજનમાં 'પેરેન્ટિંગ ભાવના' રાખીને ઉત્તમ ખોરાક પીરસવા અને નવા બાંધકામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવા કડક સૂચના આપી હતી.
Jan 25, 2026 08:47 am
સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જિલ્લા તાલીમ ભવન ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકની શરૂઆતમાં તેમણે શહીદ સ્મારક અને મેઘાણી સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. બેઠકમાં શિક્ષણને સામાજિક જવાબદારી ગણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના બજેટમાં મોટો હિસ્સો ધરાવતા શિક્ષણ વિભાગની નૈતિક જવાબદારી પણ એટલી જ મોટી છે. તેમણે ઉમેર્યું હતું કે, છેવાડાના બાળકને પણ ઘરની નજીકના અંતરે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સરકારની પ્રાથમિકતા છે.
Jan 25, 2026 08:24 am
રાજકોટ ગ્રામ્ય જિલ્લા SOGએ ઉપલેટામાંથી એક મહિલાને 889 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી હતી. SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઉપલેટાના સ્મશાન રોડ પર રામગઢ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સલમાબેન રફીકભાઈ શેખ પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે તેમના ઘરે દરોડો પાડ્યો હતો.
Jan 25, 2026 08:24 am
જેતપુરના ભોજાધાર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના ઘરે ગાંજો રાખ્યો હોવાની બાતમીને આધારે સીટી પોલીસે રેડ કરતા મહિલાના ઘરમાંથી 488 ગ્રામ ગાંજો કિંમત રૂપિયા 24426નો મળી આવતા પોલીસે મહિલાની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Jan 25, 2026 08:23 am
રાજકોટમાં ગાંજા સાથે એક યુવાન ઝડપાયો છે અને શહેરના કેનાલ રોડ પાસે આવેલ કુંભારવાડા પાસેથી ઝડપાયો હતો ગાંજો, પોલીસે 1.04 લાખના ગાંજા સાથે ઝડપી પાડ્યો છે યુવાનને. રાજકોટમાં ફરી ગાંજા સાથે એક આરોપી ઝડપાયો છે, પશ્ચિમ બંગાળનો 26 વર્ષીય સૂરજ રાય રાજકોટમાં ફ્લેટ ભાડે રાખી કરતો હતો ગાંજાનું વેચાણ અને ગાંજો કોને આપવાનો હતો અને કયાંથી લાવ્યો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે કાર્યવાહી કરી છે.
Jan 25, 2026 08:06 am
આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ ખૂબ જ ચાલાકીભરી હતી. તેઓ માત્ર દિવસ દરમિયાન જ ફ્લેટોમાં ચોરી કરતા હતા. ગેંગના 8થી 9 સભ્યો પોશ સોસાયટીઓમાં રેકી કરતા અને જે ફ્લેટના દરવાજાની બહાર ઘણા દિવસોના ન્યૂઝપેપર પડ્યા હોય અથવા દરવાજા પર ધૂળ જામી હોય, તેને નિશાન બનાવતા હતા.
Jan 25, 2026 08:06 am
આ ચોરે ફકત ગુજરાતમાં જ નહી પણ અલગ-અલગ રાજયોમાં પણ ચોરી કરી હોવાની વાત સામે આવી છે, બંધ ફલેટોને લોખંડના સળીયાથી લોક તોડી ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા અને આરોપી દિનેશ અગાઉ 34 ચોરીમાં પકડાઈ ચૂક્યો છે અને તે ઉપરાંત 29 ઘરફોડ ચોરીઓનો વોન્ટેડ આરોપી છે, તે સાથે પાંચ વર્ષ પહેલા સુરતના સીટી લાઇટના એપાર્ટમેન્ટમાં સોના ચાંદીના ઘરેણા સહિત રૂપિયા 1.20 કરોડની ચોરીમાં પણ વોન્ટેડ હતો.
Jan 25, 2026 08:01 am
સુરતમાં 100થી વધુ ઘરફોડ ચોરી કરનાર તસ્કર ઝડપાયો છે અને સુરત ક્રાઇમ બ્રાંચે દિનેશ ઉર્ફે લાલાજી શાહને ઝડપ્યો છે, ઝડપાયેલ આરોપી કુખ્યાત સતપાલ ફૌજી ગેંગનો સાગરિત હોવાની વાત સામે આવી છે. સમગ્ર ભારતના અલગ-અલગ રાજ્યોમાં 100 થી વધુ ઘરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર ઝડપાયો છે અને સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપી દિનેશ ઉર્ફે લાલાજી વૃંદાવન શાહને ઝડપી પાડ્યો છે, આરોપી દેશભરમાં ઘરફોડી માટે કુખ્યાત સતપાલ ફૌજી ગેંગનો સાગરિત છે અને આ ગેંગ માત્ર ધોળા દિવસે ફ્લેટની સોસાયટીમાં પ્રવેશ કરી બંધ ફલેટોને ટાર્ગેટ કરતા હતા.
Jan 25, 2026 07:50 am
130મા મન કી બાતના એપિસોડમાં સંબોધન કરશે, 11 વાગ્યે મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરશે.
Jan 25, 2026 07:50 am
દિલ્હીમાં કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ભાષણ આપશે, આજે 12:10 વાગ્યે મતદાતા દિવસ પર ભાષણ આપશે, "માય ઇન્ડિયા, માય વોટ" થીમ સાથે ઉજવવામાં આવશે, ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
Jan 25, 2026 07:38 am
77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ, એન્ટોનિયો લુઈસ, ઉર્સુલા વોન ડેર ભારતની મુલાકાતે, 25 થી 27 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે, ભારત અને EU વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશે, ભારત સાથે સંરક્ષણ કરાર પર પણ હસ્તાક્ષર કરાશે.
Jan 25, 2026 07:30 am
રાજ્યભરમાં 15000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, દેશભરમાં 53 હજાર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ગત વર્ષ કરતા 20000 વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો, રાજ્યમાં 14 શહેરોના 48 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન.
Jan 25, 2026 07:17 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Jan 25, 2026 07:17 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Jan 25, 2026 07:17 am
આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. રાજસ્થાનનું પિલાની દેશનું સૌથી ઠંડુ શહેર રહ્યુંહતું તે દિલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી રેકોર્ડ થયો હતો. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
Jan 25, 2026 07:17 am
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરીના રોજ બીજું મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થશે. જેના કારણે ઉત્તર ભારતના 9 રાજ્યોમાં વરસાદ અને પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઈ શકે છે.
Jan 25, 2026 07:16 am
ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદની આગાહી સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 26 જાન્યુ.એ હિમાચલમાં ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે.
Jan 25, 2026 07:16 am
રાજ્યમાં હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુઠવાયા હોવાની વાત સામે આવી છે, ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીનું જોર વધ્યું છે અને નલિયામાં સૌથી ઓછું તાપમાન 5.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 9.1 ડિગ્રી, ડીસામાં 10.4 ડિગ્રી, મહેસાણામાં 11.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.6 ડિગ્રી, કંડલામાં 12.5 ડિગ્રી, રાજકોટમાં 12.5 ડિગ્રી, ગાંધીનગરમાં 13.1 ડિગ્રી, કેશોદમાં 13.4 ડિગ્રી, અમદાવાદમાં 14.2 ડિગ્રી, ભાવનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 25, 2026 07:07 am
કચ્છ તરફથી આવતી કોલસા ભરેલી ટ્રક પલટી, ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત, અકસ્માત બાદ ટ્રક પલટી જતા ટ્રક ચાલક ફસાયો, ફાયર ટીમે ભાર જહેમત બાદ ટ્રક ચાલકને બચાવ્યો.
Jan 25, 2026 06:54 am
અફઘાનિસ્તાનમાં ત્રણ દિવસમાં 61 લોકોના મોત, ભારે હિમવર્ષા, વરસાદથી 100 થી વધુ ઘાયલ, હવામાનના કારણે 15 પ્રાંતોમાં 61 લોકોના મોત, ભારે હિમવર્ષા, વરસાદથી હજારો લોકો બેઘર બન્યા, કેટલાક વિસ્તારોમાં પહોંચવું તંત્ર માટે મોટો પડકાર.
Jan 25, 2026 06:54 am
બાંગ્લાદેશેે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો, ICC એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો, બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો T20 વર્લ્ડ કપમાં સમાવેશ, સ્કોટલેન્ડનો ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ સાથે ગ્રુપ Cમાં સમાવેશ.
Jan 25, 2026 06:53 am
ભારે હિમવર્ષાને લઈ 685 રસ્તાઓ ઠપ્પ, હજારો પ્રવાસીઓ ટ્રાફિક જામમાં ફસાયા, તંત્ર, મુસાફરો માટે મોટી સમસ્યા સર્જાઈ, સૌથી ખરાબ હાલત લાહૌલ-સ્પીતિ જિલ્લાની. લાહૌલ-સ્પીતિ જિલ્લામાં 292 રસ્તાઓ બંધ, ચંબામાં 132, મંડીમાં 126 રસ્તાઓ બંધ, કુલ્લુમાં 79 રસ્તાઓ પર અવરજવર બંધ, 5,775 ટ્રાન્સફોર્મર બંધ પડતા અંધારપટ.
Jan 25, 2026 06:52 am
T-20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશની બાદબાકી, બાંગ્લાદેશ બહાર થતા PCB ચીફની ICCને ચીમકી, મોહસિન નકવીએ ભારતમાં નહીં રમવા સૂર છેડ્યો, ‘પાક. સરકાર કહેશે તો T-20 વર્લ્ડ કપમાંથી હટી જઈશું', મોહસિન નકવીનો ICC પર પક્ષપાતનો આરોપ, ICC બોર્ડની બેઠકમાં પણ નકવીએ કર્યો હતો વિરોધ, ‘પાક. PM નક્કી કરશે ટુર્નામેન્ટમાં ભાગ લેશે કે નહીં’, બાંગ્લાદેશને બાકાત રાખવું ખોટું :મોહસિન નકવી, બાંગ્લાદેશને વર્લ્ડ કપમાં રમાડવું જોઈએ:મોહસિન, બાંગ્લાદેશ સાથે ખોટું થઈ રહ્યું છે:મોહસિન નકવી.
Jan 25, 2026 06:51 am
ગુવાહાટીમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાશે, સાંજે 7 વાગ્યે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી T-20, 5 મેચની T-20 સિરિઝમાં ભારત 2-0ની આગળ, ભારત સિરીઝ જીતવાના ઇરાદે મેદાનમાં ઊતરશે, અભિષેક શર્મા, કિશન અને સૂર્યકુમાર ફોર્મમાં.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!