
ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

Jan 30, 2026 11:18 pm
તેજી બાદ સોના - ચાંદીના ભાવમાં કડાકો
સતત તેજી બાદ સોના - ચાંદીના ભાવમાં કડાકો,કોમોડિટી એક્સચેન્જમાં ચાંદી 1.1 લાખ રૂપિયા તૂટી,ચાંદીનો એક કિલોનો ભાવ 2.97 લાખ રૂપિયા પહોંચ્યો,10 ગ્રામ સોનાનો ભાવ 1.56 લાખ રૂપિયા પહોંચ્યો,સોનાના 10 ગ્રામના ભાવમાં 15 હજારનો ઘટાડો.
Jan 30, 2026 11:17 pm
સુરતના લિંબાયત વિસ્તારમાં પપ્પુ ભૈયા ગેંગના સભ્યો દ્વારા આચરવામાં આવેલી ગુંડાગીરીનો પોલીસે સચોટ જવાબ આપ્યો છે. ચાની ઉધારીના નજીવા મામલે હોટલ સંચાલક સાથે મારામારી કરનાર ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી ઘટનાસ્થળે લઈ જઈ તેમનું સરઘસ કાઢ્યું હતું.
Jan 30, 2026 10:38 pm
રાજ્યના 35 IAS અને 10 IPS દિલ્હી જશે
રાજ્યના 35 IAS અને 10 IPS દિલ્હી જશે,આસામ, કેરળ, તમિલનાડુની ચૂંટણીની તાલીમ માટે જશે,પ.બંગાળ અને પોંડિચેરીની ચૂંટણીની તાલીમ લેવા જશે,ચૂંટણીપંચે ગુજરાતના 45 અધિકારીઓની કરી છે પસંદગી,અધિકારીઓ 1 દિવસની ઓબ્ઝર્વર તરીકેની તાલીમ લેવા જશે ,5 ફેબ્રુઆરીના રોજ તમામ અધિકારી દિલ્હી જશે,45 અધિકારીઓને જે તે રાજ્યમાં જવાબદારી મળશે.
Jan 30, 2026 10:24 pm
ભરૂચના ઝઘડિયા તાલુકાના દધેડા ગામમાં થયેલી યુવાનની હત્યાના કેસમાં અંકલેશ્વર એડિશનલ સેસન્સ કોર્ટે ચાર આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે, જેને લઈ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
Jan 30, 2026 10:19 pm
બોટાદ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી
બોટાદ કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી,મેઇલ દ્વારા કલેક્ટર કચેરીને અપાઇ ધમકી,ધમકીને પગલે પોલીસ કાફલો કલેક્ટર કચેરીએ પહોંચ્યો,LCB, SOG, ડોગ સ્કવોડ દ્વારા કચેરીની તપાસ કરાઇ.કોઇ શંકાસ્પદ વસ્તુ ન મળતા પોલીસે લીધો રાહતનો શ્વાસ.
Jan 30, 2026 09:46 pm
બોલીવુડના સુપર સ્ટાર સલમાન ખાને ISPL મેચમાં પ્રશંસકોને આખા મેદાનમાં ફરીને લોકોના દિલ જીતી જીત્યો. તે ઉપરાંત પોતાની સિગ્નેચર વાળી બોલ પ્રેશકોમાં પણ ફેંક્યો. ISPL મેચમા લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમા સલમાન પોતાની દિલ્હી ની ટીમને અભિનંદન પાઠવ્યા. આજે સાંજે સુપર સ્ટાર સલમાન ખાન સુરત આવી પહોંચ્યા હતા.સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલા ISPL મેચમાં હાજરી આપી છે.
Jan 30, 2026 09:44 pm
રિલાયન્સ કોમ્યુ.ના ભૂતપૂર્વ ડિરેક્ટરની ધરપકડ,ED દ્વારા ભૂતપૂર્વ ડિરેક્ટર પુનિત ગર્ગની ધરપકડ,40,000 કરોડના બેંક લોન કૌભાંડ કેસમાં ધરપકડ.
Jan 30, 2026 09:28 pm
રાજ્યના પોલીસ વડા પોલીસ ભરતી કેન્દ્રની મુલાકાતે
રાજ્યના પોલીસ વડા પોલીસ ભરતી કેન્દ્રની મુલાકાતે,કે.એલ.એન.રાવે અમદાવાદમાં ગ્રાઉન્ડમાં મુલાકાત લીધી,શારીરિક કસોટી કેન્દ્રની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું,RFID, CCTV મોનીટરીંગ સહિત બાબતોનું અવલોકન કરાયું.
Jan 30, 2026 09:21 pm
સુરતમાં સામાન્ય સભામાંથી વિપક્ષ નેતા સસ્પેન્ડ,વિપક્ષ નેતા પાયલ સાકરિયા સામાન્ય સભામાંથી સસ્પેન્ડ,કચરા કૌભાંડ બાબતે વિરોધ પક્ષે નોંધાવ્યો હતો વિરોધ,વિરોધ વખતે મેયર દક્ષેશ માવાણીને ચડાવ્યા હતા ધક્કે.
Jan 30, 2026 09:20 pm
સુરતના કીમ-માંડવી રોડ પર ટેમ્પો ચાલક બેફામ,ચાલકે ટોલનાકાના કેબિનમાં ટેમ્પો ઘૂસાડી દીધો,કારને ટક્કર મારીને કેબિનમાં ટેમ્પો ઘૂસાડી દીધો,પોલીસે ટેમ્પોચાલકની અટકાયત કરી.
Jan 30, 2026 09:02 pm
ડાંગ જિલ્લામાં હવામાનમાં પલટો
ડાંગ જિલ્લામાં હવામાનમાં અચાનક પલટો,આહવા અને આસપાસના ગ્રામ્યમાં વરસાદ,કમોસમી વરસાદને વાતાવરણમાં ઠંડક પ્રસરી.
Jan 30, 2026 08:55 pm
દાહોદમાં ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવનાર ઝડપાયો
દાહોદમાં ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવનાર ઝડપાયો,ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓને પરેશાન કરનાર ઝડપાયો,આરોપી છુટક મજૂરી કામ કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું,ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓને પરેશાન કરતો,ફેક આઈડી ચલાવનાર શખ્સને વડોદરાથી ઝડપી પાડ્યો.
Jan 30, 2026 08:54 pm
હાઈકોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાના બહાને છેતરપિડીં,વર્ષ 2025માં HCમાં ડ્રાઈવરની ભરતી માટે થઈ હતી જાહેરાત,ઠગબાજે નોકરીમાં પાસ કરાવવાના નામે રૂ.12 લાખ પડાવ્યા,ગાંધીનગરના સેક્ટર માં રહેતા ભાડુઆતે આપી હતી લાલચ,સેક્ટર 7 પોલીસ મથકમાં પાર્થિવ કપૂર સામે નોંધાયો ગુનો.
Jan 30, 2026 08:06 pm
ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આચંકો
ઉત્તર ગુજરાતમાં નાનો ભૂકંપ નોંધાયો,ધરોઈથી 49 કિમી દૂર ભૂકંપનો આચંકો અનુભવાયો,ઉત્તર ગુજરાતમાં 7:21 વાગ્યે અનુભવાયો ભૂકંપ.
Jan 30, 2026 08:06 pm
રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં નબીરો બન્યો બેફામ,નશાની હાલતમાં 4થી 5 વાહનોને ટક્કર મારી ફરાર,નશાની હાલતમાં થાર ચાલક અકસ્માત સર્જી ફરાર,આરોપીને રોકવા રિવોલ્વરનો ઉપયોગ કરવો પડ્યો,પોલીસે આરોપીનો પીછો કરી નબીરાને ઝડપી પાડ્યો,પોલીસે આરોપીને પકડતા લોકોએ મેથીપાક ચખાડ્યો.
Jan 30, 2026 07:52 pm
કોમનવેલ્થ ગેમ્સ પહેલા વધુ એક સ્ટેડિયમ અમદાવાદમાં
આગામી કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહેલા અમદાવાદ શહેરમાં સ્પોર્ટ્સ સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા વસ્ત્રાલમાં અત્યાધુનિક ફૂટબોલ ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ નવું સ્ટેડિયમ માત્ર ફૂટબોલ જ નહીં, પણ અન્ય અનેક રમતગમતો માટેનું મહત્વનું કેન્દ્ર બનશે.
Jan 30, 2026 07:30 pm
સુરતના અમરોલી મનીષા ગરનાળામાં ગટરીયા પુર આવ્યા,ગટર લાઈન લીકેજ થતા રોડ પર પાણી જ પાણી.પાણીના કારણે ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ થયું,ગટરીયા પાણીથી દુર્ગંધ ફેલાતા વાહનચાલક પરેશાન.
Jan 30, 2026 07:20 pm
વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત્,મુજમહુડાથી લાલબાગ તરફ જતા રોડ પર ભૂવો,વોર્ડ નંબર 12માં ભૂવા પડતા લોકોને હાલાકી,વહેલી તકે ભૂવો પૂરવા માટે લોકોની માગ.
Jan 30, 2026 07:20 pm
સાબરકાંઠામાં કાપડ બનાવતી ફેક્ટરીમાં આગ,ગાંભોઈ-રણાસર હાઈવે પર આગથી દોડધામ,આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા,બી.એમ.ડી નામની કંપનીમાં લાગી આગ,શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન.
Jan 30, 2026 07:00 pm
લખતર સ સ્ટેન્ડ પાસે જોખમી પાણીની ટાંકી ધરાશાયી
લખતર બસ સ્ટેન્ડ નજીક વર્ષો જૂની અને અતિ જર્જરિત થઈ ગયેલી પાણીની ટાંકીને આખરે વહીવટી પ્રક્રિયા બાદ તોડી પાડવામાં આવી છે. જોકે, આ કામગીરી દરમિયાન ગ્રામ પંચાયત, સરપંચ અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. ટાંકી પાડતી વખતે સુરક્ષાના સાધનોનો અભાવ હોવાથી મોટી દુર્ઘટના ઘટતા સહેજમાં અટકી હતી.
Jan 30, 2026 06:54 pm
સગીરાની છેડતીના કેસમાં 10 વર્ષની સજા
શહેરના ખોખરા વિસ્તારમાં વર્ષ 2021માં બનેલી એક શરમનાક ઘટનામાં અમદાવાદની સ્પેશિયલ પોક્સો કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સગીરા સાથે તેના જ ઘરમાં ઘૂસીને શારીરિક અડપલાં અને દુષ્કર્મનો પ્રયાસ કરનાર આરોપી જગદીશ ઠાકોરને કોર્ટે તકસીરવાન ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
Jan 30, 2026 06:49 pm
ઊંઝામાં શંકાસ્પદ વરિયાળી, જીરુંનો જથ્થો ઝડપાયો
ઊંઝામાં શંકાસ્પદ વરિયાળી, જીરુંનો જથ્થો ઝડપાયો,શંકાસ્પદ જીરું, વરિયાણી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ,આરોગ્ય વિભાગે દરોડા પાડી જથ્થો ઝડપી પાડ્યો,મોટા પ્રમાણમાં વ્હાઈટ પાવડર પણ ઝડપી પાડ્યો,જીરા ઉપર અખાદ્ય વ્હાઇટ પાવડરનું કરાતું હતું કોટિંગ,9 લાખની કિંમતની શંકાસ્પદ વરિયાળી ઝડપી પાડી,6 લાખની કિંમતનું શંકાસ્પદ જીરું પણ ઝડપાયું.
Jan 30, 2026 06:40 pm
AMCના વધુ એક અણઘડ આયોજનની ખુલી પોલ
AMCના વધુ એક અણઘડ આયોજનની ખુલી પોલ,પહેલા વૃક્ષો વાવ્યા અને હવે વિકાસના નામે કાપશે,ઢોલ-નગારા સાથે વૃક્ષો વાવ્યા હવે નિકંદન કરશે,દોઢ વર્ષ પહેલા વાવેલા 700 વૃક્ષોનું નિકંદન કરાશે,ઇસનપુરમાં વિકાસના નામે વૃક્ષો નિકંદન કરાશે,ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવા વૃક્ષોનું કરશે નિકંદન,ખાલી પ્લોટમાં આયોજન વગર વાવ્યા હતા વૃક્ષો,AMCની કામગીરી સામે ઊભા થયા પ્રશ્નો,શું ટાર્ગેટ પૂર્ણ કરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું?.
Jan 30, 2026 06:34 pm
અમદાવાદમાં ફ્લાવર શોમાં ખર્ચ સામે આવકમાં ઘટાડો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત વાર્ષિક 'ફ્લાવર શો' આ વર્ષે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર તો રહ્યો, પરંતુ આર્થિક દ્રષ્ટિએ તંત્રને ખોટ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ ભવ્ય આયોજન પાછળ કુલ ₹17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેની સામે આવકનો આંકડો ₹11.61 કરોડ પર અટકી ગયો છે.
Jan 30, 2026 06:32 pm
ગિરનારની તળેટીમાં આવેલા સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરમાં વહીવટદારની કામગીરી અને કથિત ભ્રષ્ટાચારને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સંત રાજુગીરી બાપુએ વહીવટદાર પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું છે કે મંદિરના પરંપરાગત મૂલ્યો અને વ્યવસ્થા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે.
Jan 30, 2026 06:17 pm
સુરતના મહુવા તાલુકામાં પોલીસ-ખેડૂત વચ્ચે ઘર્ષણ,સણવલ્લામાં પાવર ગ્રીડની લાઈન નાખવા મુદ્દે બબાલ,યોગ્ય વળતર અંગે હજુ કોઈ સ્પષ્ટતા ન થતા આક્રોશ,વીજ લાઈન નાખવા આવતા ખેડૂતો ઉશ્કેરાયા,પોલીસે ખેડૂતોને ડિટેઈન કરતા મામલો બિચક્યો.
Jan 30, 2026 06:09 pm
સતત તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં કડાકો
સતત તેજી બાદ સોના-ચાંદીના ભાવમાં કડાકો,એક જ દિવસમાં ચાંદીમાં 60 હજાર રૂપિયાનો ઘટાડો,ચાંદીનો એક કિલોનો ભાવ 3.40 લાખ રૂપિયા પહોંચ્યો,10 ગ્રામ સોનાનો ભાવ 1.55 લાખ રૂપિયા પહોંચ્યો,સોનાના 10 ગ્રામના ભાવમાં 15 હજાર રૂપિયાનો ઘટાડો.
Jan 30, 2026 06:07 pm
ગુજરાતના ટેબ્લોને પ્રથમ સ્થાન મળતા એવોર્ડ એનાયત,ટેબ્લોની થીમ "વંદે માતરમ, સ્વતંત્રતાનો મંત્ર" હતો,મુખ્યમંત્રીના અગ્ર સચિવે દિલ્હીમાં ટ્રોફી સ્વીકારી,પ્રજાસત્તાક દિવસે રજૂ કરાયો હતો ગુજરાતનો ટેબ્લો,જ્યુરીઝ્ ચોઈસ સાથે ગુજરાતને 4 વર્ષમાં કુલ 5 એવોર્ડ.
Jan 30, 2026 06:07 pm
1.Rajkot અંધાપાકાંડમાં હાઈકોર્ટની લાલ આંખ, SPને 8 અઠવાડિયામાં નિષ્પક્ષ તપાસનો આદેશ
3.Sayla: ચોરવીરામાં ખનીજ ચોરી પર SOGનો સપાટો, 20 કોલસાના કૂવાઓ ઝડપાયા
4.Banaskantha: પાલનપુર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સ્ટાફ બહાર ખસેડાયો
5.Surat News: ગેરકાયદે પાણી માફિયા પર તવાઈ, મનપાનું બુલડોઝર એક્શન
6.Union Budget 2026: બજેટ પહેલા કેમ યોજાય છે 'હલવા સેરેમની'? જાણો 52 વર્ષે કેમ તૂટી હતી આ પરંપરા
7.Gandhinagar: કુખ્યાત ભરત રબારી ગેંગ પર ગુજસીટોકનો સકંજો, 6 સાગરીતો સામે ગુનો દાખલ
8.U19 world cup 2026: સુપર સિક્સમાં ક્યારે ટકરાશે ભારત-પાકિસ્તાન!
10.Gondal હાઈવે પર થયેલા અકસ્માતમાં મૃત થયેલાની ઓળખ થઈ, ચેસિસ નંબર અને પર્સ બની ઓળખના સાધન
Jan 30, 2026 06:06 pm
અમદાવાદ શહેરમાં સ્વિમિંગ પુલને લઈ AMCનો નિર્ણય,ઉનાળામાં રાતે 8.30 સુધી ખુલ્લા રહેશે સ્વિમિંગ પુલ,હાલ 7:30 વાગ્યે સ્વિમિંગ પુલ બંધ કરવામાં આવે છે,વધતી માંગ અને વપરાશના પગલે કરાયો નિર્ણય.
Jan 30, 2026 05:41 pm
ભારતીય ટીમે અમેરિકામાં ગૌરવ અપાવ્યું,કોલોરાડોમાં બ્રેકનરિજ સ્નો સ્કલ્પચરમાં ચેમ્પિયનશિપ,ટીમ ઇન્ડિયાએ અદભુત કલાથી કાંસ્ય ચંદ્રક જીત્યો,35મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતનો ડંકો,શિલ્પકારોની કલાત્મકતાથી દુનિયા પ્રભાવિત થઈ,આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું.
Jan 30, 2026 05:34 pm
વડોદરામાં રેલવે સ્ટેશનથી અપહરણ કરનાર ઝડપાયો,પોલીસે અપહરણકર્તા અનિલ બારીયાને ઝડપી પાડ્યો,28 જાન્યુઆરીએ પિતા પુત્ર ટ્રેનની રાહ જોતા હતા,પિતા સુઈ જતા પુત્રને એક ઈસમ ભોળવીને લઇ ગયો,અપહરણ કરનારના સીસીટીવી પણ સામે આવ્યા,હાલોલ બસ મથક ખાતે બાળક હોવાની બાતમી મળી,પોલીસે બાળકને મુક્ત કરાવી પરિવારને સોંપ્યો.
Jan 30, 2026 05:26 pm
સુરતના કામરેજમાં એસટી બસને નડ્યો અકસ્માત,બ્રેક ફેલ થતા કન્ટેનરની પાછળ અથડાઈ ST બસ,બસમાં સવાર 6 જેટલા મુસાફરોને પહોંચી ઈજા,નવી પારડી પાસે નેશનલ હાઇવે 48 પર અકસ્માત,ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા.
Jan 30, 2026 05:06 pm
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ફરી એકવાર હડકંપ મચી ગયો છે. વધુ એક વખત અજાણ્યા તત્વો દ્વારા કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી સામે આવતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી.
Jan 30, 2026 05:04 pm
અમદાવાદના સેટેલાઇટમાં ચોરીનો ભેદ ઉકેલાયો
અમદાવાદના સેટેલાઇટમાં ચોરીનો ભેદ ઉકેલાયો,કમલેશ ઉર્ફે ગૂગો પરમાર, મેહુલ પરમારની ધરપકડ,આરોપીઓએ ચોરેલા CCTV DVR નદીમાં ફેંક્યા હતા,આરોપીઓ રિક્ષામાં આવ્યા હતા ચોરી કરવા,એકથી દોઢ કલાક સુધી ઘરમાં રહીને કરી હતી ચોરી,તસ્કરોએ સેફ લોકરમાંથી 203.5 તોલાના દાગીના ચોર્યા,ઉત્તરાયણે પરિવાર દુબઈ ફરવા માટે ગયો હતો,આરોપીઓએ રૂ. 1.47 કરોડની કરી હતી ચોરી,ચોરીની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.
Jan 30, 2026 04:54 pm
સાયલામાં ખનીજ ચોરી પર SOGનો સપાટો
સુરેન્દ્રનગરના સાયલામાં ખનીજ ચોરી પર SOGનો સપાટો,ચોરવીરામાં કાર્બોસેલ ખનીજના ખનનનો પર્દાફાશ,દરોડા દરમિયાન 20થી વધુ કોલસાના કૂવાઓ ઝડપાયા,15 ચરખીઓ સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો,ખોદકામ સ્થળેથી 50 જેટલા શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું,કૂવાઓમાં કામ કરતા શ્રમિકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા.
Jan 30, 2026 04:38 pm
ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે મોટા સમાચાર,અમેરિકી મિસાઈલ ડેસ્ટ્રોયર ઈઝરાયેલના બંદરે પહોંચ્યું,યુએસએસ ડેલબર્ટ ડી. બ્લેક ઈલાત બંદરે લંગારાયું,રેડ સીમાં અમેરિકાએ સૈન્ય તાકાત અનેકગણી વધારી,ઈરાનના પરમાણુ મથકો પર સંભવિત હુમલાની અટકળો,ટ્રમ્પના કડક વલણથી મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો છવાયા.
Jan 30, 2026 04:30 pm
સુરત શહેરમાં હાલ વિકાસલક્ષી કાર્યોની હારમાળા ચાલી રહી છે, પરંતુ તેની બીજી બાજુ શહેરીજનો ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે સુરત મ્યુનિસિપલ કમિશનરે એક મહત્વનું નિવેદન આપતા સ્વીકાર્યું છે કે શહેરનો ઝડપી વસ્તી વધારો અને મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી અત્યારે વહીવટીતંત્ર માટે એક મોટો પડકાર બની રહી છે.
Jan 30, 2026 04:20 pm
રાજકોટના ગોંડલ પાસે અકસ્માતમાં 3ના મોત,અકસ્માતમાં મોતને ભેટેલાની ઓળખ થઈ,પર્સ અને ચેસિસ નંબરના આધારે થઈ ઓળખ,DNA ટેસ્ટ માટે મૃતદેહ રાજકોટ FSL ખસેડ્યા,કાર પુલ પરથી નીચે ઉતરતા પલટી મારી હતી,ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત.
Jan 30, 2026 04:18 pm
Jan 30, 2026 04:03 pm
દાહોદમાં ધોળા દિવસે ચોરી
દાહોદ શહેરના ધમધમતા એવા 'ચાર થાંભલા' વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા બે અજાણ્યા ગઠિયાઓ પાર્ક કરેલી બાઈકની ડીકીમાંથી ₹2.75 લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી પળવારમાં રફૂચક્કર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
Jan 30, 2026 03:49 pm
સાયબર ફ્રોડની ફરિયાદ વધુમાં વધુ નોંધવા આદેશ,અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતનો આદેશ,થાણા અધિકારીને ગુના નોંધી તપાસ કરવા આદેશ,સાયબર ફ્રોડની અલગ અલગ 7 ફરિયાદ નોંધાઈ,અમરેલી, સાવરકુંડલા, રાજુલામાં નોંધાઈ ફરિયાદ,જાફરાબાદ, સાવરકુંડલા, બાબરા, ખાંભામાં ફરિયાદ,APK અને આરટીઓ નામની ફાઈલ મોકલી ઠગાઈ,કુલ 14 લાખ કરતા વધુ રૂપિયા ઉપડી જતા ફરિયાદ.
Jan 30, 2026 03:45 pm
રાજકોટમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમની ધરપકડ
રાજકોટમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમની ધરપકડ,પ્રેમીએ યુવતીની માતા અને ભાઈનું કર્યું હતું અપહરણ,યુનિ. પોલીસે પ્રેમી અને મદદ કરનારની કરી ધરપકડ,ત્રંબા નજીકથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા,કૃણાલ મીઠાર અને ભરત કાળોતરાની ધરપકડ.
Jan 30, 2026 03:36 pm
કોડીન કફ સીરપ તસ્કરીનો છે મુખ્ય સૂત્રધાર શુભમ જયસ્વાલ, દુબઈમાં છુપાયેલા આરોપીને ભારત લાવવાની તૈયારી, STFની ભલામણ બાદ પાસપોર્ટ વિભાગનો નિર્ણય, રેડ કોર્નર નોટિસથી હવે દુબઈમાં રહેવું મુશ્કેલ, તસ્કરીથી 800 કરોડની અઢળક સંપત્તિ બનાવી.
Jan 30, 2026 02:59 pm
કાશી વિશ્વનાથ મંદિરમાંથી ચાંદીના મુગટની ચોરી, દર્શનના બહાને મહિલાએ આપ્યો ચોરીને અંજામ, ભક્તિના ઓથે ચોરીની શરમજનક ઘટના, ચોરીની સમગ્ર કરતૂત CCTVમાં કેદ થઈ, ગાયકવાડ હવેલી પોલીસે તપાસ હાથ ધરી, મહિલા આરોપીને પકડવા તજવીજ શરૂ કરી.
Jan 30, 2026 02:46 pm
દિલ્હીમાં કોંગ્રેસે મનરેગાના સમર્થનમાં કૂચ યોજી, કોંગ્રેસની કૂચ શરુ થાય તે પહેલાં જ પોલીસે અટકાવ્યા, કોંગ્રેસ નેતા જયરામ રમેશ, પવન ખેરા કૂચમાં જોડાયા, સરકારે મનરેગા કાયદો રદ કરવો પડશેઃ કોંગ્રેસ.
Jan 30, 2026 02:34 pm
04 - Banaskanthaના અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ, જુઓ Video
06 - Rajkot માં લૂંટારુ ત્રિપુટીનો આતંક ખતમ, એ ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચ્યા
07 - Union Budget 2026 : પ્રવાસન ક્ષેત્રની સરકાર સામે બે મોટી માંગણીઓ
08 - Union Budget 2026 : ભારતને ગ્લૉબલ હેલ્થ સેન્ટર બનાવવાનો પ્લાન,જાણો કેવું હશે હેલ્થ બજેટ ?
09 - Union Budget 2026: બજેટ બાદ આમ આદમીનું 'બજેટ' બદલાશે, જાણો સસ્તા મોંઘાનું ગણિત
10 - Union Budget 2026 : બજેટ 2026માં શું ક્રિપ્ટોકરન્સી પરના ટેક્સ ઘટાડવામાં આવશે?
Jan 30, 2026 02:08 pm
NCP વિધાયક દળની બેઠક યોજાશે, આવતીકાલે વિધાયક દળની બેઠક યોજાશે, સુનેત્રા પવાર વિધાયક દળની નેતા બની શકે, અજિત પવારના નિધન બાદ મોટો નિર્ણય, પવાર પરિવારમાં ફરી સત્તાનું પરિવર્તન આવશે.
Jan 30, 2026 01:58 pm
જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પકડ્યો, પડધરીમાં રહેતો મુળ MPનો આરોપી કાજુ બુંદેડીયા ઝડપાયો, મંગળવારે બપોરે પાંચ વર્ષની સગીરા ગુમ થઈ હતી, પોલીસના સંયુક્ત ઓપરેશનમાં માસૂમનો સુરક્ષિત છુટકારો, ત્રિકોણબાગ પાસે નાકાબંધીમાં આરોપી કાજુ ઝડપાયો, ટેકનિકલ સર્વેલન્સથી પોલીસને મળી સફળતા, ચકાસણી અર્થે બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ.
Jan 30, 2026 01:40 pm
પોઝિટિવ 2 દર્દીમાંથી એક જનરલ વોર્ડમાં દાખલ, અન્ય એક દર્દી ICUમાં નિરીક્ષણ હેઠળ, કેસ સાથે જોડાયેલા 196 વ્યક્તિઓની ઓળખ, સરકાર દ્વારા સંપર્ક આવેલ વ્યક્તિની તપાસ, તપાસ દરમિયાન એકપણ કેસ નોંધાયો નથી.
Jan 30, 2026 01:38 pm
આ અગ્રેસર સહયોગ 'આધાર એપ' ને PATHIK (પથિક - Program for Analysis of Traveler and Hotel InformatiCs) એપ્લિકેશન સાથે સાંકળે છે, જે "સ્માર્ટ પોલીસિંગ" તરફ એક મહત્વપૂર્ણ કદમ છે. આ પહેલની તકનીકી શ્રેષ્ઠતા અને વ્યવહારિક ઉપયોગિતાને કારણે તેને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય માન્યતા મળી છે. અસંખ્ય અરજદારોમાંથી, સત્તાવાળાઓ દ્વારા રાષ્ટ્રીય મંચ પર તેમની તકનીકી ઉપયોગિતા પ્રદર્શિત કરવા માટે માત્ર 11 એજન્સીઓની પસંદગી કરવામાં આવી છે.
Jan 30, 2026 01:38 pm
ખાસ વાત એ છે કે, આ ભદ્ર જૂથમાં પસંદગી પામેલ PATHIK સોફ્ટવેર એકમાત્ર લો-એન્ફોર્સમેન્ટ પ્રોજેક્ટ છે, જે સુરક્ષા માળખાના આધુનિકીકરણમાં તેની વિશિષ્ટ ભૂમિકા દર્શાવે છે. ડિજિટલ ગવર્નન્સ અને જાહેર સુરક્ષાના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ આધાર-સક્ષમ ગેસ્ટ વેરિફિકેશન માટે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) સાથે ઔપચારિક કરાર કરનાર ભારતની પ્રથમ કાયદા અમલીકરણ એજન્સી બની છે.
Jan 30, 2026 01:26 pm
ત્રિપુટીએ બાઇક, મોબાઇલની લૂંટ ચલાવી હતી, અગાઉ નકલી પોલીસ તરીકે પણ ઝડપાયા હતા, સમીર ચાનીયા, સલીમ ઠેબા, અજરુદીન સફિયા ઝડપાયા, એ ડિવિઝન પોલીસે આરોપીઓની ધરપકડ કરી.
Jan 30, 2026 01:17 pm
માંડ ફળીયામાં ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર, સુવિધા નહીં તો વોટ નહીંના નારા સાથે વિરોધ, પ્રાથમિક સુવિધાઓતી વંચિત ગ્રામજનો આકરા પાણીએ, પાકો રસ્તો, આંગણવાડીની પણ સુવિધા નથી, વીજળી વગર અંધકારમાં જીવન જીવવા મજબૂર, સકારાત્મક પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ, ચૂંટણીમાં મતદાન ન કરવાની ગ્રામજનોની ચિમકી.
Jan 30, 2026 01:07 pm
આ મહોત્સવ ત્રણ દિવસીય એટલે કે 1 ફેબ્રુઆરી સુધી યોજાશે.આ ત્રણ દિવસીય મહોત્સવમાં માત્ર બનાસકાંઠા કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી લાખો ભક્તો અંબાજી ગબ્બર ખાતે પહોંચશે અને એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો મેળવશે. મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક વર્ષથી અંબાજીમાં ભાદરવી પૂનમની સાથે સાથે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પણ આયોજન કરાય છે. જેમાં ગત વર્ષે અંદાજિત 4 થી 5 લાખ લોકો શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત અંબાજી પહોંચ્યા હતા.અને 51 શક્તિપીઠ દર્શનનો લાભો લીધો હતો ત્યારે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં ભક્તો ત્રણ દિવસમાં અહીં પહોંચશે અને 51 શક્તિપીઠ પરિક્રમાનો લાવો લેશે તેને લઈ બનાસકાંઠા વહીવટી તંત્ર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોની કોઈપણ જાતની અગવડતા ન પડે તેને લઇ પરિક્રમા પથ પર ચા- પાણી નાસ્તા સહિત આરામની સુવિધાઓનું આયોજન કરાયું છે.
Jan 30, 2026 01:07 pm
સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન અનુસાર અંબાજી ગબ્બર ખાતે 51 શક્તિપીઠોનું નિર્માણ કરાયું છે. સમગ્ર દેશ અને વિશ્વમાં આવેલા 51 શક્તિપીઠોના પ્રતિકૃતિ સમાન તમામ મંદિરોનું ગબ્બર ફરતે નિર્માણ કરાયું છે. અને દર વર્ષે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા આ શક્તિપીઠોના દર્શન માટે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે પણ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે આજે વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
Jan 30, 2026 12:56 pm
શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા જગત જનની જગદંબાના ધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે પ્રારંભ થયો છે. રાજ્યના વન પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મુક્યો છે.ત્રણ દિવસીય આ મહોત્સવમાં ભક્તો એક જ જન્મમાં એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો લઇ શકશે, વિશ્વવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી એ ભાદરવી પૂનમનો મહામેળો સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે.
Jan 30, 2026 12:50 pm
પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુનું નિવેદન, ટેકનોલોજી,પારદર્શિતા અને ‘ઝીરો એરર’નો ત્રિવેણી સંગમ, સમગ્ર ભરતી પ્રક્રિયામાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ, ‘ઝીરો એરર’ ટાર્ગેટ માટે ફુલપ્રુફ વ્યવસ્થા, દરેક સેકન્ડની ગણતરી માટે RFID ચિપનો ઉપયોગ, શારીરિક કસોટીમાં પગમાં RFID ચિપનો ઉપયોગ, ઉમેદવાર માટે સ્થળ પર જ 'અપીલ બોર્ડ'ની વ્યવસ્થા, 10 લાખથી વધુ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા.
Jan 30, 2026 12:49 pm
નાયબ કલેક્ટર સુપ્રિયા ગાંગુલીની કડક કાર્યવાહી, ટંકારીભાગોળ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા, પ્રતિબંધિત બ્લેક થેલી મુદ્દે તંત્ર લાલઘૂમ, નિયમ ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદ થશે, ગેરકાયદે દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ.
Jan 30, 2026 12:15 pm
ભાવનગરમાં આગામી 1 ફેબ્રુઆરીએ યોજાનારી 'ન્યાય સભા'ના પોસ્ટરો અને બેનરો ફાડવા બદલ પોલીસે આહીર સમાજના બે યુવકો, વિશાલ ઢીલા અને વિશાલ કોતરાની ધરપકડ કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા આ પોસ્ટરોને નુકસાન પહોંચાડવાના કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે ઉત્તેજના જોવા મળી હતી, પરંતુ ધરપકડ બાદ સ્થિતિ હાલ કાબૂમાં છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
Jan 30, 2026 11:48 am
વોર્ડ નં. 14માં પીવાના પાણીની વિકટ સમસ્યા, છેલ્લા બે મહિનાથી કાળા કલરનું પાણી આવે છે, કાળુ પાણી પીને લોકો બિમાર પડ્યા : સ્થાનિકો, પાણી પીવાથી ચામડીના રોગ પણ થયાઃ સ્થાનિકો, પાણી માટે બહારથી જગ ખરીદવા પડે છેઃ સ્થાનિકો, સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો.
Jan 30, 2026 11:45 am
03 - Rajkot News : આટકોટ-ગોંડલ રોડ પર કાર પુલ પરથી નીચે ખાબકી, કારમાં આગ લાગતા 3 લોકો જીવતા ભુંજાયા
06 - Bollywood Break : 2026ની શરૂઆત સાથે જ બોલીવુડ બ્રેક મોડમાં, લાઈમલાઈટ છોડી, સુકૂન પસંદ કર્યું!
07 - America-ઈરાન તણાવ વચ્ચે ક્યુબા કેમ બન્યું ટ્રમ્પનું નવું ટાર્ગેટ?
08 - Box Offcie પર 1,000 કરોડની કમાણી કરનાર ધુરંધર ફિલ્મ OTT પર રિલીઝ, ફેન્સને કેમ આવ્યો ગુસ્સો
09 - DEXONA ઇન્જેક્શનથી લઇને ડિજિટલ ડેથ નોટ સુધી જોધપુરમાં સાધ્વી પ્રેમ બાઇસાની મોતની ગુથ્થી ગુંચવાઇ
10 - Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવીનતમ ભાવ જાહેર, જાણો તમારા શહેરનો લેટેસ્ટ ભાવ
Jan 30, 2026 11:37 am
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બટાકાનું વાવેતર કરનાર ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. કારણકે મોંઘાભાવના બિયારણ લાવીને મહા મહેનતે બટાકાનુ ઉત્પાદન કર્યા બાદ હવે તેનો પોષણક્ષમ ભાવ માર્કેટમાં ન મળતા ખેડૂતોને વાવણીનો આર્થિક ખર્ચ પણ ન નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
Jan 30, 2026 11:33 am
કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ, ઇન્ડિગો વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ, બોમ્બ હોવાની ધમકી મળતા ઇમરજન્સી લેન્ડિંગ, 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર પ્લેનમાં સવાર, પેપરમાં લખેલી ધમકી મળતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું.
Jan 30, 2026 11:32 am
DyCM હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક, મહાશિવરાત્રી મેળાના આયોજન સંદર્ભે ચર્ચા, બેઠકમાં મનપા તંત્ર, કલેક્ટર, એસપી હાજર, ધારાસભ્ય, ભવનાથ મંદિર ટ્રસ્ટના સભ્યો હાજર, મહાશિવરાત્રી મેળા સંલગ્ન વિશેષ ગીત લોન્ચ કરાશે, બેઠક બાદ DyCM હર્ષ સંઘવીનું નિવેદન, રવેડીનો રૂટ 500 મીટર વધારાયોઃ DyCM.
Jan 30, 2026 10:52 am
25 કિમી સુધી પીછો કરી પોલીસે દારુનો જથ્થો ઝડપ્યો, પોલીસે 912 બોટલ વિદેશી દારુ ઝડપ્યો, એક ઝડપાયો, પોલીસે કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Jan 30, 2026 10:52 am
મહામંત્રી દર્શન નાયકે કરેલી RTIના આંકડા સામે આવ્યા, ચોરીના 1875 કેસ, દારુબંધીના 34505 કેસ નોંધાયા, છેલ્લા 3 વર્ષમાં NDPSના 103 કેસ નોંધાયા, સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી.
Jan 30, 2026 10:32 am
ત્યારબાદ હિંમતનગર–ખેડબ્રહ્મા ગેજ પરિવર્તન પ્રોજેક્ટ, જે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 55 કિમીથી વધુની દૂરીને આવરી લે છે, આ પ્રોજેક્ટને 2 જૂન 2022ના રોજ ₹482 કરોડની કિંમતે મંજૂરી મળી હતી. પ્રધાનમંત્રી દ્વારા 18 જૂન 2022ના રોજ આ ગેજ પરિવર્તનનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું, જેને લગભગ 3 વર્ષના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય મુખ્ય ઇલેક્ટ્રિક એન્જિનિયર (PCEE)રજનીશ કુમાર ગોયલ, IRSEE દ્વારા 28 જાન્યુઆરી 2026ના રોજ આ સેક્શનને યાત્રી અને માલગાડી સેવાઓ માટે વિદ્યુત એન્જિનોના સંચાલન હેતુ અધિકૃત કરી દેવામાં આવ્યો છે.
Jan 30, 2026 10:32 am
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળની હિંમતનગર અને ખેડબ્રહ્માને જોડતી ઐતિહાસિક મીટર ગેજ રેલવે લાઈન, જે એક સદી કરતાં વધુ સમયથી સાબરકાંઠા વિસ્તારની જીવનરેખા રહી હતી જે હવે આધુનિક બ્રોડ ગેજ સ્વરૂપમાં ફરીથી ખુલવા જઈ રહી છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે 55.672 કિમી નવનિર્મિત બ્રોડ ગેજ રેલખંડનું 25 કેવી, 50 હર્ટ્ઝ, એ.સી. ઇલેક્ટ્રિક ટ્રેક્શન પ્રણાલી સાથે ઇલેક્ટ્રિફિકેશન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. હિંમતનગર–ખેડબ્રહ્મા મીટર ગેજ સેક્શન પર 01 જાન્યુઆરી 2017થી રેલ યાતાયાત બંધ કરવામાં આવ્યો હતો.
Jan 30, 2026 10:17 am
તો પોલીસનું અનુમાન છે કે, કાર સ્પીડમાં હોવાથી કારના ચાલકનો સ્ટેયરીંગ પરથી કાબુ હટયો હતો અને આ ઘટના બની હતી, તો સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વહેલી સવારે ધુમ્મસ હોવાથી કદાચ આ ઘટના બની હોઈ શકે છે, ત્યારે મૃતદેહ જેવું તો કઈ મળ્યું નથી પણ હાડપિંજર પોલીસને મળી આવ્યા છે અને તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે, ગોંડલ પોલીસે સમગ્ર ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
Jan 30, 2026 10:16 am
પુલ નીચે કાર ખાબકતાં ભીષણ આગ લાગી હતી અને કારમાંથી લોકો બહાર નીકળે તે પહેલા જીવતા ભુંજાયા હતા, વહેલી સવારે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. મોટા માંડવા અને મોટા દડવા ગામ વચ્ચે એક કાર પુલ નીચે ખાબકતાં તેમાં ભીષણ આગ લાગી હતી. ગોંડલ પોલીસ અને ગોંડલ ફાયર વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે અને કારના દરવાજા લોક થતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. તો મૃતકમાં એક બાળક પણ હોવાની વાત છે.
Jan 30, 2026 10:16 am
રાજકોટમાં કાર અકસ્માતમાં ત્રણના મોત થયા હોવાની વાત સામે આવી છે, કાર પુલ પરથી 8 ફૂટ નીચે ખાબકતા 3ના મોત થયા છે, આટકોટ-ગોંડલ રોડ પર આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. રાજકોટમાં કાર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને આટકોટ-ગોંડલ રોડ પર કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાની વાત સામે આવી ચે, કાર પુલ પરથી નીચે ઉતરતા પલટી મારી ગઈ હતી અને ત્યારબાદ તેમાં આગ લાગતા 3 લોકો જીવતા ભુંજાયા છે, ફાયર વિભાગે તપાસ કરી શરૂ.
Jan 30, 2026 09:52 am
ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત રહી છે અને સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 20નો વધારો થયો હતો, સિંગતેલનો ભાવ વધીને રુ. 2760એ પહોંચ્યો હતો, લગ્નની સિઝન શરુ થતા ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે.
Jan 30, 2026 09:52 am
સિંગતેલ સહિતના ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે અને સિંગતેલમાં ડબ્બે રૂ. 30 નો વધારો નોંધાયો છે, રૂ.30 ના વધારા સાથે ડબ્બાનો ભાવ રૂ 2900 ને પાર પહોંચ્યો છે. 30 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. 180નો વધારો થયો છે અને સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે, કપાસિયા તેલામાં રૂ.15ના વધારા સાથે રૂ.2385 થયો છે.
Jan 30, 2026 09:38 am
આ તમામ બાબતોની ખાસ તકેદારી રાખીને જમીન ખરીદી કરવામાં આવતી હતી. અન્યોના નામે જમીન ખરીદી કરવામાં આવ્યા બાદ તે જમીન એનએ કરાવીને પોતાના નામે કરાવી દેવામાં આવતી હતી. જેથી જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ પડે નહીં. જયારે કેટલીક જગ્યાઓ તો ખેડૂતના નામે જ રાખીને પ્રોજેક્ટ ઊભો કરી દેવામાં આવતો હતો. ઈન્કમટેક્સ વિભાગના ડીઆઇ વિંગ અને તેમની ટીમ દ્વારા સતત બીજા દિવસે શરૂ રાખેલી તપાસમાં જમીનમાં, શેર બજારમાં કરેલા રોકાણની વિગતો બહાર આવી છે. આ ઉપરાંત મોટાપાયે રોકડ, જવેલરી, ડાયમંડ સહિતનો જથ્થો મળી આવ્યો છે. તેમાં મોટાપાયે જમીનમાં કરેલા રોકાણના દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે. આ તમામનો તાળો મેળવવાની કામગીરી કરવામાં આવી રહી હોવાના કારણે કેટલા રૂપિયાની મતા કબજે કરવામાં આવી છે તેની વિગતો હજુ બહાર આવી નથી.
Jan 30, 2026 09:38 am
ઇન્કમટેક્સ વિભાગે વસંત ગજેરા એન્ડ કંપનીને ૧૦ દિવસ પહેલા જ ટેક્સ ચોરી અંગે નોટિસ ફટકાર્યાના ૧૦ જ દિવસમાં લક્ષ્મી ડાયમંડ સહિતનાં સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ સતત બીજા દિવસે પણ ઈન્કમટેક્સ વિભાગે તપાસનો દોર યથાવત રાખ્યો છે. જાણકારોના કહેવા પ્રમાણે આગામી દિવસોમાં સૌથી વધુ કાળા નાણાનો ખેલ દરોડા બાદ બહાર આવવાની શક્યતા રહેલી છે. જમીન ખરીદીમાં મોટાપાયે ટેક્સ બચાવવા માટે વસંત ગજેરા એન્ડ કંપની દ્વારા અન્યોના નામે જમીન ખરીદી કરવામાં આવતી હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેમાં પોતાની ઓફિસમાં કામ કરનારાઓ પૈકી જે પણ ખેડૂત હોય તેના નામે સૌથી પહેલા જમીન ખરીદવામાં આવતી હતી, કારણ કે પોતાના અથવા તો પરિવારના નામે જમીન ખરીદી કરવામાં આવે તો જમીન ટોચ મર્યાદાનો કાયદો પણ લાગુ પડી શકે તેમ છે.
Jan 30, 2026 09:36 am
ખેડુતોની જમીનમાં ભાગીદારી કરીને પ્રોજેક્ટ તો ઊભા કરવામાં વસંત ગજેરા એન્ડ કંપનીએ મહારત હાંસલ કરી છે. તેવી જ રીતે વૃષાલના સસરા અને વસંત ગજેરાના વેવાઇની અનેક જગ્યાઓ પર આવેલી જમીનમાં પણ પોતે રોકાણ કરીને મોટા મોટા પ્રોજેક્ટ ઊભા કરવામાં આવી રહ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જેથી ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ તે દિશામાં પણ તપાસ કરે તો વેવાઇ સાથે કરવામાં આવેલા રોકાણની પણ વિગતો બહાર આવે તેમ છે. સાથે સાથે વસંત ગજેરાને ત્યાં કામ કરતા એકાઉન્ટન્ટ, લીગલ એડવાઇઝર, હીરા કંપનીના મેનેજર સહિતની પણ પુછપરછ કરવામાં આવે તો કાળા નાણાનો વેપાર કરવા માટે કેવા કેવા હથકંડા અપનાવવામાં આવતા હતા તેની હકીકતો બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેમજ તેના માટે ઇન્કમટેક્સ વિભાગે કવાયત પણ હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી છે.
Jan 30, 2026 09:36 am
ઇન્કમટેક્સ વિભાગે વસંત ગજેરા અને તેના પરિવારના સભ્યો કઇ કઇ કંપનીમાં કેટલા સમયથી ડિરેક્ટર છે અને તેમાં દર વર્ષે કેટલા રૂપિયાનું ટર્નઓવર કરવામાં આવે છે તેની પણ તપાસ શરૂ કરી છે. તેમાં એવી હકીકત જાણવા મળી છે કે વસંત ગજેરા ૩૨ કંપનીમાં ડિરેક્ટર છે, જ્યારે યુની ગજેરા ૪૧, વૃષાલ ગજેરા ૨૩ અને જતીન ગજેરા ૮ કંપનીમાં ડિરેક્ટર છે. આ તમામ કંપનીમાં મેહુલ ચોકસીની કંપનીમાં નાણાં આવ્યા છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ કે પીએનબી બેંકનો કૌભાંડી મેહુલ ચોકસી સાથે પણ રાકેશ ગિરધર ગજેરાએ ગીતાંજલી જેમ્સ શરૂ કરી હતી. તેમાં ઇનસાઇ ડર ટ્રેડિંગ કરવા બદલ સેબીએ કાર્યવાહી કરીને ગિતાંજલી જેમ્સના શેરને બે વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. સાથે સાથે મેહુલ ચોકસીને ૧.૫ કરોડ અને રાકેશ ગજેરાને એક કરોડનો દંડ કટકાર્યો હતો.
Jan 30, 2026 09:36 am
સુરતમાં ITનું સતત ત્રીજા દિવસે સર્ચ યથાવત રહ્યું છે અને લક્ષ્મી ગ્રુપ પર ITએ પાડ્યા છે દરોડા, ITની સાથે હવે EDની પણ થઇ શકે છે એન્ટ્રી અને વેવાઈની જમીન પ્રોજેક્ટમાં મોટા રોકાણનો ખુલાસો થયો છે. વસંત ગજેરાએ જમીનમાં પૈસા રોક્યાનો ખુલાસો થયો છે અને કુલ 40થી વધુ કંપનીમાં ITનું સર્ચ યથાવત છે, વસંત ગજેરા 32 કંપનીમાં છે ડિરેક્ટર અને ચુની ગજેરા 41, વૃષાલ 23 કંપનીમાં ડિરેક્ટર છે, જતીન ગજેરા પણ 8 કંપનીમાં છે ડિરેકટર, સાથે સાથે 1.50 કરોડની રોકડ પણ ITને તપાસમાં મળી આવી છે.
Jan 30, 2026 09:13 am
તેમાં પણ રિ-રજિસ્ટ્રેશન વખતે કોઇ નોંધ લીધા વગર ATS સેન્ટરોમાં વાહનનું પાર્સિંગ થઈ જાય છે. એટલે, નવા કે જૂના વાહનમાં નિયમ વિરુદ્ધ લાઇટ, હોર્ન કે બ્લેક ફિલ્મ સહિત કોઈ પણ સુધારા-વધારા કરાય હોય કે ના હોય તેની કોઈ તકેદારી રખાતી નથી. પોલીસ કે RTO ચેકિંગમાં વાહન ઝડપાય ત્યારે દંડાત્મક કાર્યવાહી કરીને સંતોષ માની લેવાય છે. પરંતુ કાયમી ઉકેલ માટે કોઇ વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી.
Jan 30, 2026 09:13 am
સુભાષબ્રિજ RTOએ 1 મહિનામાં 290 કેસ કર્યા છે, આડેધડ કેસો કરીને કાયમી ઉકેલ આવી ગયો હોવાનું માની અધિકારીઓ બેસી રહે છે. બીજી તરફ કોઈ પણ ગ્રાહક વાહન ખરીદી કરે ત્યારે વાહનમાં વ્હાઇટ LED લાઈટ ફીટ કરાવે છે. સાથોસાથ બ્લેક ફિલ્મ પણ ફિટ કરાવતા હોવા છતાં સરળતાથી વાહન ઓનલાઇન રજિસ્ટ્રેશન થઇ જાય છે અને તેમાં રેગ્યુલર નંબર પણ પડી જાય છે. જેની પાછળનું સીધું કારણ એ છે કે, RTO કચેરીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશનમાં માત્ર પુરાવા ચેક થતાં હોય છે. પુરાવા ઓકે હોય તો વાહન રજિસ્ટ્રેશન કરી દેવાય છે.
Jan 30, 2026 09:11 am
RTO પાસે ચેકિંગની સત્તા ન હોવાથી વ્હાઇટ LED લાઈટ અને બ્લેકફિલ્મ સાથે નવા વાહનોનું ઘણાં વાહન ડીલરો રજિસ્ટ્રેશન કરીને સ્થિતિનો ફાયદો ઉઠાવે છે. પરિણામે વ્હાઇટ LED લાઇટથી અંજાઈ જતાં વાહન ચાલકો ગંભીર અકસ્માતના ભોગ બને છે, છતાં સિસ્ટમમાં કોઈ સુધારો કરાતો નથી. બીજી બાજુ વાહનવ્યવહાર વિભાગની સૂચનાના પગલે અમદાવાદની ત્રણેય RTO કચેરીની ડ્રાઈવમાં જાન્યુઆરી મહિનામાં ૪૫૦ વ્હાઇટ LED લાઇટના કેસ કરાયા છે, જયારે ગાંધીનગર RTOએ પર કેસ કર્યા છે. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, પોલીસ કે RTO ડ્રાઇવમાં બ્લેક ફિલ્મ ઉતરાવી દેવાથી નિયમોનું કડક પાલન થતું નથી.
Jan 30, 2026 09:11 am
વ્હાઇટ LED લાઇટથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે અને RTO પાસે ચેકિંગની સત્તા ન હોવાથી મુશ્કેલી વધી છે, વ્હાઇટ LED અને બ્લેકફિલ્મથી થાય છે રજિસ્ટ્રેશન થાય છે તેવી વાત સામે આવી છે, વ્હાઇટ લાઇટથી અકસ્માત છતાં સિસ્ટમમાં સુધારો આવતો નથી. અમદાવાદ RTOએ 450 વ્હાઇટ LED લાઇટના કેસ કર્યા, ગાંધીનગર RTOએ 52 વ્હાઇટ LED લાઇટના કેસ કર્યા અને કાયમી ઉકેલ માટે કોઇ વ્યવસ્થા ગોઠવવામાં નથી આવી, પોલીસ કે RTO દંડાત્મક કાર્યવાહી કરી સંતોષ માને છે.
Jan 30, 2026 09:01 am
અમદાવાદ ડિવિઝન પાસેથી ટ્રેનના એન્જિન અને કોચના CCTV ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. આ ફૂટેજમાં કિમી 177/07 નજીક બે શંકાસ્પદ વ્યક્તિઓ ટ્રેન પર પથ્થરમારો કરતા જોવા મળ્યા હતા. મુખ્ય આરોપી સતેન્દ્રને સુરત રેલવે કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાંથી કોર્ટે તેને નવસારી સબ જેલમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે.
Jan 30, 2026 08:48 am
વાપી નજીક 27 જાન્યુઆરીના રોજ વંદે ભારત ટ્રેનના એક કોચ પર પથ્થરમારાની ઘટના બની હતી અને ઉદવાડા અને વાપી સ્ટેશન વચ્ચે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, જેમાં C/11 કોચનો કાચ તૂટી ગયો હતો અને મુસાફરો ગભરાઈ ગયા હતા તો રેલવે સુરક્ષા બળ દ્વારા આ મામલે તપાસ કરાઈ હતી અને સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે, મુંબઈ સેન્ટ્રલના સિનિયર ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર સંતોષ કુમાર સિંહ રાઠોરના માર્ગદર્શન હેઠળ એક વિશેષ ટીમની રચના કરવામાં આવી હતી.
Jan 30, 2026 08:47 am
વાપીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારા ઝડપાયા છે અને વલસાડ જિલ્લાના વાપી ઉદવાડા વચ્ચે આ ઘટના બની હતી, ટ્રેન પર પથ્થરમારાની ઘટના ટ્રેનના CCTVમાં કેદ થઇ હતી અને પોલીસે તેના આધારે આરોપીને ઝડપી પાડયા છે. વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનાર પોલીસે ઝડપી પાડયા છે, પોલીસે CCTVના આધારે બન્ને આરોપીને ઝડપી પાડયા છે અને આરોપીઓના રિમાન્ડ મેળવી જેલ હવાલે કરાયા છે, પથ્થરમારામાં ટ્રેનના C/11 કોચનો કાચ તૂટી ગયો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં બન્ને આરોપીને ઝડપી પાડયા છે.
Jan 30, 2026 08:46 am
પ્રયાગરાજ તંત્ર માફી માંગવા અંતે થયુ તૈયાર, શંકરાચાર્યના મીડિયા પ્રભારી યોગીરાજ સરકારે કરી પુષ્ટિ, શંકરાચાર્ય માઘ મેળો છોડી જતા રહેશે તેવુ તંત્રને અહેસાસ ન હતો, ફેબ્રુઆરીના સ્નાન પછી શંકરાચાર્યને મનાવી લેશે તેવુ માનતા હતા, લખનઉના બે મોટા અધિકારીઓએ મહારાજજીનો સંપર્ક કર્યો, પૂર્ણિમા પર માઘ મેળામાં સન્માનભેર સ્નાન કરાવવાની વાત કરી, આના પર મહારાજજીએ બે શરત મૂકી છે:યોગીરાજ, જવાબદાર માફી માંગે, લેખિત માફીનામું આપે:યોગીરાજ, ‘ચારેય શંકરાચાર્યનો પ્રોટોકોલ સ્નાન માટે લાગુ કરવામાં આવે’.
Jan 30, 2026 08:34 am
પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિનો મોટો નિર્ણય, શાળાઓના બિલ્ડિંગનું કામ વએક વર્ષમાં પૂર્ણ કરાશે, શિક્ષકોની ઘટ, ડમી શિક્ષકોની સમસ્યા દૂર કરવા વિચારણા, શાળાના મકાનો, ઓરડાઓની ઘટ દૂર કરવા વિચારણા.
Jan 30, 2026 08:17 am
સવારે 6 થી રાતે 11 વાગ્યા સુધી જાહેરાત પર પ્રતિબંધની ભલામણ, બાળકો અને યુવાનોના સ્વાસ્થ્ય પર જોખમઃ આર્થિક સર્વે, 2035 સુધીમા 8 કરોડ બાળકો મેદસ્વી થવાનું જોખમઃ સર્વે, નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કર્યો આર્થિક સર્વે, પીણાંના પ્રમોશન પર પ્રતિબંધની આર્થિક સર્વેમાં ભલામણ, ડિજિટલ વ્યસન ઝડપથી વિકસતી સમસ્યાઃ આર્થિક સર્વે, સ્માર્ટફોનનું વ્યસન લોકોના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.
Jan 30, 2026 08:07 am
ટુકડો જાહેર થવાથી ૭-૧૨માં ' ટુકડો' અથવા કલમ-૭ મુજબ પ્રતિબંધિત તેવી નોંધ બંધ થશે. વારસાઈ કે ભાગલા સરળતાથી થઈ શકશે. પારીવારીક વિખવાદોથી મહેસુલી કેસો અટકશે. પાડોશીને પહેલો હક અટકતા, બાજુના જ ખેતરમાં જમીન ભેળવવા પાડોશીનો અધિકાર રદ્દ શહેરી ક્ષેત્રો અને તેની નજીકના એરિયામાં ટુકડામાં ખેતી કે વિકાસલક્ષી ઉપયોગ કરી શકાશે. કાયદો હોવાથી વેચાણ દસ્તાવેજ પછી રેકર્ડમાં નોંધ થતી નથી. એથી દસ્તાવેજ રદ્દ થતા અટકશે.
Jan 30, 2026 08:06 am
જમીન ટુકડા અટકાવવા અને એકત્રીકરણ અધિનિયમ- ૧૯૪૭નો મૂળ હાર્દ પરીવારો વધે ખેતીની જમીન વહેંચાઈને નાની થાય તો પણ ખેતી આધારિત નિર્વાહન અને ખેત ઉત્પાદકતાનું સાતત્યપણુ જળવાઈ રહે તે હતો. પરંતુ, ગુજરાતમાં શહેરીકરણ, ઔધોગિકરણ અને વીજ-નહેર- રસ્તા- રેલ્વેના પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં લાખોની સંખ્યામાં જમીનો ટુકડામાં વિભાજીત થઈ છે. શહેરી ક્ષેત્રોમાં જ્યાં ટાઉન પ્લાનિંગ હોય ત્યાં પહેલાથી જ આ કાયદાને હળવો કરાયો છે.
Jan 30, 2026 08:06 am
એથી, વારસાઈ- ભાગલા, બિન ખેતી-NA કે પછી હકપત્રકમાં નોંધને તબક્કે જો ખેતીની જમીન ૧૦ ગુંઠા કે તેથી વધારે ક્ષેત્રફળની હશે તો તેવી સ્થિતિમાં તેના વેચાણ સહિતની તબદિલીને મંજૂરી મળી શકશે. હાલમાં આ ક્ષેત્રફળની મર્યાદા વિસ્તાર મુજબ ૨૦.૨૪ ગુંઠાથી ૮૦.૯૪ ગુંઠા સુધીની છે. જેના કારણે ખેતીની જમીન નાની થાય તેવી અવસ્થામાં તબદીલી કે વેચાણને મંજૂરી મળતી નથી. જો કે, મહેસૂલ વિભાગે જાહેર કરેલા ડ્રાફ્ટમાં સંપાદન કે કુદરતી ભૌગોલિક પરિસ્થિતિઓ બદલાતા ૧૦ ગુંઠાથી ઓછા ટુકડાની સ્થિતિમાં પણ છૂટછાટ આપવા સુચવ્યું છે.
Jan 30, 2026 08:06 am
જમીન સુધારણા એકમ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ સરકારે કાયદાની કલમ-૯ (૩) હેઠળ પેટા કલમ-૪ દાખલ કરીને શહેરી વિસ્તારો અને ગ્રામિણ વિસ્તારોમાં સરકાર જે નક્કી કરે તે દંડ ભરીને ટૂકડા ધારાના ભંગના કિસ્સામાં તબદીલી અથવા વેચાણ વ્યવહારને નિયમિત કરી શકાય તેવી જોગવાઈ કરવા પ્રસ્તાવ છે. એટલુ જ નહિ, કાયદાની કલમ- ૩, ૪ તેમજ પાંચ હેઠળની તમામ જમીનો માટે લધુત્તમ ક્ષેત્રફળ ૧૦ ગુંઠા નક્કી કરવાનું સુચવાયુ છે.
Jan 30, 2026 08:05 am
રાજ્યમાં વધતા શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને હાઈવે, નહેર, બુલેટ ટ્રેન સહિતની માળખાગત સુવિધાઓને પગલે ખેતીની જમીન નાની થઈ રહી છે. આ સ્થિતિમાં થતા ટુકડા અર્થાત બિન પિયત વિસ્તારોમાં ૮૦.૯૪ ગુંઠા અને પિયત ધરાવતા ક્ષેત્રોમાં ૨૦.૨૪ ગુંઠાથી ઓછી જમીનમાં વેચાણના વ્યવહારો પર નિયંત્રણ ફરમાવતો વર્ષ ૧૯૪૭નો ટૂકડા ધારો સુધારવા ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગે વિધેયકના મુસદ્દામાં ખેતીની જમીનમાં ૧૦ ગુંઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારને દંડ વસૂલીને નિયમિત કરવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. જેના માટે હિતધારક ખેડૂતો સમેત નાગરીકો પાસેથી ૭મી ફેબ્રુઆરી સુધીમાં સુચનો માંગ્યા છે.
Jan 30, 2026 08:05 am
ખેતીની જમીનમાં 10 ગુંઠાથી વધુના ટુકડાને નિયમિત કરાશે અને દંડ વસૂલીને વેચાણ વ્યવહાર નિયમિત કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે, પિયતમાં 20.24 ગુંઠા, બિન પિયતમાં 80.24 ગુંઠા નિયમ બદલાશે. રાજ્ય સરકારે હિતધારક ખેડૂતો, નાગરિકો પાસેથી સુચનો માંગ્યા છે અને શહેરીકરણ, બુલેટ ટ્રેન, હાઇવેને પગલે ખેતીની જમીન નાની થઇ હોવાની વાત સામે આવી છે, વર્ષ 1947નો ટુકડા ધારો સુધારવા ગુજરાત સરકારનો નિર્ણય છે અને હાલના નિયમને કારણે જમીન નાની થાય તો વેચાણને મંજૂરી નહીં, સંપાદન કે ભૌગોલિક સ્થિતિ બદલાય તો 10 ગુંઠામાં પણ છૂટછાટ અપાઈ શકે છે.
Jan 30, 2026 07:46 am
જેમાં કોલેજોને એક પણ ટકો ફી વધારો કરવો ન હોય અથવા તો 5 ટકાની મર્યાદામાં ફી વધારો કરવો હોય તેમજ ફ્રીમાં ઘટાડો કરવો હોય એવી કોલેજોએ કમિટી સમક્ષ અરજી કરવાની હતી. જે મુજબ ૪૫૦થી વધુ ટેફનિકલ કોલેજોની અરજી આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ૫ ટકાથી વધુ ફી વધારો કરવો હોય એવી કોલેજોએ માત્ર ઓનલાઇન વિકલ્પ જ પસંદ કરવાનો હતો. જેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નહોતી. માટે હવે પ ટકાથી વધુનો ફી વધારો કરવો હોય એવી કોલેજો પાસે આગામી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં અરજીઓ મંગાવવાની કાર્યવાહી કરાશે એવું FRCના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
Jan 30, 2026 07:43 am
જોકે હવે આગામી ત્રણ વર્ષ એટલે કે, વર્ષ-૨૦૨૬-૨૭. વર્ષ-૨૦૨૭-૨૮ અને વર્ષ-૨૦૨૮-૨૯ના બ્લોકની ફી નક્કી કરાશે. FRC દ્વારા તમામ કોલજોને ૨૪ ડિસેમ્બર-૨૦૨૫ સુધીમા અરજી કરવાની મુદત આપવામાં આવી હતી, પરંતુ કોલેજોએ SOP જાહેર કરવાની માગ કરી હતી. આથી એ પછી ફી નક્કી કરવા માટેની SOP જાહેર કરાઈ હતી. SOP જાહેર કર્યા બાદ એફૅડિવેટ અને દરખાસ્ત કરવાની મુદત લંબાવી ૧૯ જાન્યુઆરી કરવામાં આવી.
Jan 30, 2026 07:43 am
આ કોલેજોએ 0 ટકાથી લઈને 5 ટકા સુધીનો જ ફી વધારો માગ્યો હોવાથી કમિટી સમક્ષ એફિડેવિટ રજૂ કર્યા છે. એ સિવાય પાંચ ટકાથી વધુનો ફી વધારો માગનારી ખાનગી કોલેજો પાસે આગામી ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં દરખાસ્ત મગાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે. રાજ્યની ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, ડિગ્રી ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી. એમબીએ, એમસીએ, આર્કિટેક્ચર સહિતના વિવિધ ટેકનિકલ કોસીસમાં 700થી વધુ ખાનગી કોલેજોની આગામી ત્રણ વર્ષ માટેની ફી નક્કી કરવાની FRCએ કાર્યવાહી શરૂ કરી છે. આ કોલેજોની અગાઉ વર્ષ-૨૦૨૩-૨૪માં ફી નક્કી કરાઈ હતી.
Jan 30, 2026 07:43 am
રાજ્યની ટેક્નિકલ કોલેજોની ફી 5%થી ઓછી વધશે અને 450થી વધુ ખાનગી ટેકનિકલ કોલેજોની ફી ઓછી વધશે જેને લઈ ટેકનિકલ કોલેજોનું ફી માળખું FRC જાહેર કરશે. આ કોલેજોએ 0 થી 5 ટકા સુધીનો જ વધારો માંગ્યો છે અને 5%થી વધુ ફી માગનારી કોલેજો પાસે દરખાસ્ત મંગાવાશે અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં દરખાસ્ત મંગાવવામાં આવશે. રાજ્યની ૪૫૦થી વધુ ખાનગી ટેફનિકલ કોલેજોની વાર્ષિક ફીમાં પાંચ ટકાથી ઓછો વધારો થવાની વિગતો જાણવા મળી છે.
Jan 30, 2026 07:32 am
ટેક્સ વિભાગના અધિકારીઓ કહે છે કે, તમારે ટેક્સ ભરવાનો આવતો નથી. આ નોટીસને ધ્યાનમાં લેવાની જરૂર નથી. આ પ્રકારની ગંભીર ભૂલો અંગે ટેક્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદો પણ પહોંચી છે. આમ છતાં કોઈ ઉકેલ આવતો નથી.
Jan 30, 2026 07:32 am
એટલે પ્રોપર્ટી ધારકો પણ ચિંતામુક્ત થઈ જાય છે. પરંતુ AMCના ટાઉન પ્લાનીંગ અને ટેક્સ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી પ્રોપર્ટી ધારકને મુશ્કેલીઓ વેઠવી પડે છે. ખરેખર રજા ચિઠ્ઠી આપી દેવાયા બાદ પ્રોપર્ટી ધારકને ટેક્સ બીલ ભરવાનું આવતું નથી. આમ છતાં ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જેતે ઝોનમાંથી આડેધડ નોટીસ ફટકારે છે. વોટસઅપમાં મેસેજ કરીને પ્રોપર્ટી ધારકને બિનજરૂરી ચિંતામાં મુકે છે.
Jan 30, 2026 07:32 am
શહેરમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગવંતી બની છે, ત્યારે રિડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોને બાકી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે ફિઝીકલ અને વોટસઅપ નોટીસ ફટકારી છે. નિયમ મુજબ કોઈ નવા બાંધકામની સ્કીમમાં રજા ચિઠ્ઠી આપી દેવાયા બાદ પ્રોપટી ટેક્સ ચૂકવવાનો થતો નથી. AMCના ટાઉનપ્લીંગન અને ટેક્સ વિભાગ વચ્ચે સંકલન નહીં હોવાથી પ્રોપર્ટી ધારકોને દોડાદોડ કરવી પડે છે. અમદાવાદમાં પાંચ હજારથી વધુ મકાનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કાર્યરત છે. આગામી ત્રણ વર્ષમાં અંદાજે દસ હજારથી વધુ નવા મકાનો બનશે. નિયમ મુજબ રિડેવલપમેન્ટમાં જોડાયેલી સોસાયટીઓને નવા બાંધકામ માટે રજા ચિઠ્ઠી આપતી વખતે જૂના ટેક્સની પૂરેપૂરી રકમ વસુલાય છે.
Jan 30, 2026 07:26 am
પાછલા વર્ષને બાદ કરતા જાન્યુ.માં સૌથી ઓછી ઠંડ, 1954માં 10 જાન્યુ.એ રેકોર્ડબ્રેક 3.9 ડિગ્રી તાપમાન હતું, ચાલુ વર્ષે ત્રણ વખત 12 ડિગ્રીથી નીચે પારો ગયો, ગત વર્ષની સરખામણીએ ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો, નલિયામાં ગત વર્ષે 10 વખત પારો 7 ડિગ્રીથી નીચે ગયો.
Jan 30, 2026 07:16 am
અમદાવાદમાં રિડેવલપમેન્ટમાં ગયેલી સોસાયટીના સભ્યોને AMCએ નોટિસ ફટકારી છે, પ્રોપર્ટી ટેક્સની ફિઝિકલ અને વોટ્સએપથી નોટિસ અપાઈ છે, નિયમ મુજબ રજા ચિઠ્ઠી પછી પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો થતો નથી. AMCના ટેક્સ અને ટાઉન પ્લાનિંગ વચ્ચે સંકલનનો અભાવ હોવાની વાત સામે આવી છે, અમદાવાદમાં 5 હજારથી વધુ મકાન રિડેવલપમેન્ટમાં છે અને રિડેવલપમેન્ટમાં જુની સોસાયટી પાસેથી પૂરી રકમ વસુલાય છે અને નવા બાંધકામની રજા ચિઠ્ઠી આપતી વખતે જુનો ટેક્સ વસુલાય છે અને બીજા વર્ષથી ટેક્સની રકમ ભરવાની થતી નથી.
Jan 30, 2026 07:04 am
ગત તા.૨૮ ડિસેમ્બર-૨૦૨૪ના રોજ નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી સુધી ગગડયું હતું. આ વખતે સૌથી ઓછુ ૮.૮ ડિગ્રી તાપમાન રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ વખતે ડિસેમ્બરમાં નલિયા સિવાય ગુજરાતના એકપણ પ્રદેશમાં લઘુતમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગયું નથી. અમદાવાદ શહેરના વાત કરવામાં આવે નો ડિસેમ્બર-૨૦૨૪માં ૩૧માંથી ૧૪ દિવસ એવા હતા કે જેમાં લયુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ચાલુ વર્ષે માત્ર ૪ જ વખત અમદાવાદનું તાપમાન ૧૪ ડિગ્રીથી નીચે ઉતર્યુ છે. આ વખતે ડિસેમ્બરમાં અમદાવાદમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું.
Jan 30, 2026 07:04 am
છેલ્લાં કેટલાંક વર્ષથી ગુજરાતની ત્રણેય સિઝનમાં ખૂબ મોટો બદલાવ મળી રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં મોટાભાગે કાતિલ ઠંડીનો વર્તારો શરૂ થઈ જતો હોય છે. પરંતુ આ વખતે ગત વર્ષની સાથે સરખામણીએ કરવામાં આવે તો ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ભર શિયાળે ઠંડી કરતાં ગરમ અને ઉકળાટભર્યા દિવસોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. ડિસેમ્બર-૨૦૨૪ અને ડિસેમ્બર-૨૦૨૫માં પડેલી ઠંડી પર નજર કરવામાં આવે તો, ગત વર્ષે ડિસેમ્બરના ૩૧ દિવસમાથી કચ્છના નલિયામાં લઘુતમ તાપમાનનો પારો ૨૨ વખતલ ૧૦ ડિગ્રીથી નીચે પહોંચ્યો હતો, જે આ વખતે માત્ર ૪ વખત પારો ૧૦ ડિગ્રીથી નીચે ઉતર્યો છે.
Jan 30, 2026 07:04 am
હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.
Jan 30, 2026 07:03 am
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. હિમાલયના રાજ્યોમાં પણ વરસાદ-બરફવર્ષાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હિમાચલના સિમલા-મનાલીમાં સિઝનની પ્રથમ બરફવર્ષા થઈ. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે. હવામાન વિભાગના અનુસાર દિલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિવસ ઠંડીથી રાહત નહીં મળે. દેશના ઘણા મેદાન વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ બનાવી રહ્યું છે. મેદાન વિસ્તારમાં ઘણા શહેરોમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહ્યો છે.
Jan 30, 2026 07:03 am
ઉત્તર પ્રદેશ, હરિયાણામાં ભારે વરસાદની આગાહી IMD દ્વારા કરવામાં આવી છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વરસાદની આગાહી સાથે સાથે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 55થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
Jan 30, 2026 07:02 am
અમદાવાદમાં 12.8 ડિગ્રી, ડીસામાં11.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 10.5 ડિગ્રી, ભાવનગર 15.1 ડિગ્રી તાપમાન, કેશોદમાં 10.4 ડિગ્રી, મુન્દ્રામાં 14 ડિગ્રી તાપમાન, ભુજમાં 11.2 ડિગ્રી, પોરબંદરમાં 12.5 ડીગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં 12.6 ડીગ્રી, દીવમાં 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
Jan 30, 2026 07:02 am
રાજ્યમાં હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુઠવાયા હોવાની વાત સામે આવી છે, ઉત્તર પૂર્વીય પવનોથી ઠંડીનું જોર વધ્યું છે અને નલિયામાં સૌથી ઓછું તાપમાન 07 ડિગ્રી નોંધાયું છે. ઉત્તર પૂર્વના પવનોને કરાવ્યો કડકડતી ઠંડીનો અહેસાસ અને પવનોની ગતિ પ્રતિ કલાક 15 થી 20ની રહેતા ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે અને નલિયામાં 7 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે, આગામી દિવસોમાં હજી ઠંડી વધી શકે છે.
Jan 30, 2026 06:49 am
મોજતબાની પ્રોપર્ટીના ખુલાસાથી ઇરાનમાં ખળભળાટ, બ્લુમબર્ગે એક વર્ષ સુધી તપાસ કરી કર્યો મોટો ખુલાસો, ખોમેનેઇના પુત્રનું વચેટિયા દ્વારા રિયલ એસ્ટેટમા રોકાણ, લંડન સહિત યુરોપના દેશોમાં વિલા, રિસોર્ટ, વૈભવી હોટલો, મોજતબા પાસે 138 મિલિયન ડોલરથી વધુની બ્રિટિશ પ્રોપર્ટી, ખોમેનેઇના પુત્ર પાસે દુબઇના બેવર્લી હિલ્સમાં વિલા.
Jan 30, 2026 06:49 am
પ્રોપર્ટ ટેક્સની ફિઝિકલ અને વોટ્સએપથી નોટિસ, નિયમ મુજબ રજા ચિઠ્ઠી પછી પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો થતો નથી, AMCના ટેક્સ અને ટાઉન પ્લાનિંગ વચ્ચે સંકલનનો અભાવ, અમદાવાદમાં 5 હજારથી વધુ મકાન રિડેવલપમેન્ટમાં, રિડેવલપમેન્ટમાં જુની સોસાયટી પાસેથી પૂરી રકમ વસુલાય છે, નવા બાંધકામની રજા ચિઠ્ઠી આપતી વખતે જુનો ટેક્સ વસુલાય છે, બીજા વર્ષથી ટેક્સની રકમ ભરવાની થતી નથી, AMCમાં સંકલનના અભાવે પ્રોપર્ટી ધારકો મુશ્કેલીમાં, ટેક્સ વિભાગના અધિકારીઓ સુધી ફરિયાદો છતા ઉકેલ નહીં.
Jan 30, 2026 06:48 am
સોશિયલ મીડિયાથી અચાનક અંતર જાળવવાથી અટકળો તેજ, વિરાટ અને તેમના ભાઇ વિકાસ કોહલીના એકાઉન્ટ ડિએક્ટિવેટ,ભારત-ન્યુઝિલેન્ડ વન-ડે સીરિઝ બાદ કોહલીનું એકાઉન્ટ ગાયબ, ઇન્સ્ટાગ્રામ પર કોહલીના 27.4 કરોડથી વધુ ફોલોઅર્સ, કોહલીનું એકાઉન્ટ સર્ચ કે ફોલોઅર્સ લિસ્ટમાં દેખાતું બંધ થયું, વિરાટ, તેમની ટીમ કે મેટા તરફથી કોઇ ઓફિસિયલ નિવેદન નહીં, કોહલીનું એકાઉન્ટ ડિએક્ટિવેટ થવાથી અનેક અટકળો.
Jan 30, 2026 06:48 am
પુતિન યુક્રેન પર એક સપ્તાહ માટે હુમલો નહીં કરે, પુતિને યુક્રેન પર હુમલો ન કરવા સહમતી દર્શાવીઃ ટ્રમ્પ, પુતિનનો આ નિર્ણય યુક્રેનમાં રેકોર્ડ ઠંડીને કારણેઃ ટ્રમ્પ, અસાધારણ ઠંડીને કારણે યુક્રેન પર હુમલો રોકવા કહ્યું, ઘણાં લોકોએ મને ફોન ન કરવા કહ્યું પરંતુ પુતિને વાત માની, તાજેતરમાં પુતિને યુક્રેન પર ડ્રોન, મિસાઇલ હુમલા કર્યા હતા.
Jan 30, 2026 06:47 am
ગુજરાતની ઝાંખીને સતત ચોથા વર્ષે પોપ્યુલર ચોઇસ એવોર્ડ, પોપ્યુલર ચોઇસ એવોર્ડમાં ગુજરાતની ઝાંખીને પ્રથમ સ્થાન, રિપબ્લિક ડેના દિવસે ગુજરાતની ઝાંખીને લોકોએ પસંદ કરી, સ્વતંત્રતાનો મંત્ર, વંદે માતરમ થીમ પર નીકળી હતી ઝાંખી.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં

કુકરમુંડામાં ખેતી માટે નિયમિત વીજ આપવા ખેડૂતોની માંગણી

તાપી જિલ્લાના કાળાવ્યારા, ઝાંખરી અને કણજા સહિતના અનેક વિસ્તારોમાં બેફામ રેતીખનન

તાપી જિલ્લામાં યુરિયા ખાતર મેળવવા રઝળપાટ રાતથી એગ્રો સેન્ટરોની બહાર ખેડૂતોના ધામા

અસનાડ ગામ પાસે ફાર્મમાં રમતા છ ઝડપાયા, મહિલા સહિત 10 ફરાર

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!

પ્રગતિ માટે વ્યાપક બદલાવો - કાયમી પરિણામો

મનનો મલક અને એનું પા..પાઇ પગલી વિજ્ઞાન

Suryakumar Yadav પાસેથી છીનવાશે કેપ્ટનશીપ? કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન

Britainમાં સૈન્ય હેલિકોપ્ટર ક્રેશ, રોયલ નેવીના 3 સભ્યોનું મોત

પુણ્ય કમાવાની તદ્દન નવી રીત!