રાજસ્થાનના શિરોહી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ આબુ રોડ નજીક એક લગ્ન સમારંભ દરમિયાન લોહિયાળ ખેલ ખેલાયો છે. લગ્નની ધૂમધામ વચ્ચે ફાટી નીકળેલા નજીવા ઝઘડામાં ગુજરાતના એક 19 વર્ષીય આશાસ્પદ યુવકની છરીના ઘા ઝીંકીને ઘાતક હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. આ સનસનાટીપૂર્ણ બનાવઆબુ રોડ સદર પોલીસ સ્ટેશન વિસ્તારની નીચલાગઢ ચોકી અંતર્ગત આવતા ઉપલાખેજ ગામે સોમવારે મોડી રાત્રે બન્યો હતો ઘટનાને પગલે લગ્ન પ્રસંગની ખુશીઓ પલભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.


યુવગ લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો

સદર પોલીસ સ્ટેશનના અધિકારી પ્રદીપ ડાંગાએ જણાવ્યું કે, મૃતક યુવકની ઓળખ 19 વર્ષીય કાંતિભાઈ (પિતાનું નામ હોજાભાઈ) તરીકે થઈ છે, જે મૂળ ગુજરાતનો રહેવાસી હતો. કાંતિભાઈ પોતાના પરિવાર સાથે ગુજરાતથી ઉપલાખેજ ગામે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો. સોમવારે રાત્રે લગ્નની વિધિઓ અને ઉજવણી ચાલી રહી હતી તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર કેટલાક સ્થાનિક યુવકો સાથે કાંતિભાઈને ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો.

ઝઘડામાં સ્થાનિક યુવકોએ જીવલેણ હુમલો કર્યો

આ વિવાદ એટલો વધી ગયો કે ઉશ્કેરાયેલા શખ્સોએ તીક્ષ્ણ છરી વડે કાંતિભાઈ પર ઉપરાછાપરી જીવલેણ હુમલો કરી દીધો હતો. છરીના ઘા વાગવાના કારણે લોહીલુહાણ હાલતમાં કાંતિભાઈ જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાં હાજર સંબંધીઓ અને લોકો તાત્કાલિક તેની વહારે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓના કારણે વધુ પડતો રક્તસ્રાવ (લોહી વહી જવા) થવાને લીધે ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આરોપીઓ ફરાર

ઘટના બાદ આરોપીઓ અંધારાનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધીને ફરાર હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 


આ પણ વાંચો----     Gujarat Latest News Live : આબુમાં લગ્ન સમારંભમાં ગુજરાતી યુવકની હત્યા

  • Follow us on: