ઇન્ડસ યુનિવર્સિટીની ઇન્ડસ ઇન્સ્ટિટયૂટ ઑફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ (IITE)ના ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગ દ્વારા સેમિકન્ડક્ટર કોન્ક્લેવઃ ડીપ ટેક, સ્પેસ ટેક અને મેન્યુફેક્ચરિંગના નવા આયામો વિષય પર ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેક્નોલોજી(GUJCOST) પ્રાયોજિત સેમિકન્ડક્ટરકોન્ક્લેવનું સફ્ળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતના ઝડપથી વિકસતા સેમિકન્ડક્ટર, ડીપ ટેક, સ્પેસ ટેક અને અદ્યતન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોની નવીનતમ પ્રગતિ, ઉદ્યોગની જરૂરિયાતો તથા કારકિર્દીની તકોથી પરિચિત કરાવવાનો હતો. કાર્યક્રમમાં ઉદ્યોગજગતના અગ્રણીઓ, સ્ટાર્ટઅપ ક્ષેત્રના નવપ્રવર્તકો તથા 260થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કોન્ક્લેવને ઉદ્યોગજગત સાથે જોડવામાં તથા પ્રતિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતો અને ટેક્નોલોજી ક્ષેત્રના અગ્રણીઓને એક મંચ પર લાવવામાં નિલેશ રણપુરા ,Associate Vice President, e-Infochips,નો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. કાર્યક્રમમાં સુધીર નાઈક ,CEO & Founder, N Cube Semicon Pvt. Ltd. તથાTreasurer, IESA, દ્વારા ભારતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ અને ઉપલબ્ધ તકો વિષે મૂલ્યવાન માર્ગદર્શન અપાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો