અમદાવાદ શહેરની સરખેજ પોલીસે એક મહત્વની કાર્યવાહી કરીને હરિયાણાના ઝજ્જર પોલીસ સ્ટેશનના ચોપડે વોન્ટેડ એવા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સામે હરિયાણામાં ઇમિગ્રેશન એક્ટ (વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કે ગેરકાયદેસર પ્રવૃત્તિ) હેઠળ ગુનો નોંધાયેલો હતો.
અમદાવાદમાં હરિયાણાનો વોન્ટેડ ઝડપાયો
સરખેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે હરિયાણાનો વોન્ટેડ આરોપી અમદાવાદમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ઉજ્જવલ ગજ્જર નામના શખ્સની ધરપકડ કરી છે. ઉજ્જવલ ગજ્જર લાંબા સમયથી પોલીસની ધરપકડથી બચવા માટે નાસ્તો-ફરતો હતો.
હરિયાણા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી
આરોપી ઉજ્જવલ ગજ્જર સામે હરિયાણાના ઝજ્જર પોલીસ સ્ટેશનમાં ઇમિગ્રેશન એક્ટ અંતર્ગત ગંભીર ગુનો નોંધાયો હતો. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં વિદેશ જવા ઈચ્છુક લોકો સાથે છેતરપિંડી અથવા ગેરકાયદે રીતે સરહદ ઓળંગવા માટેના ડોક્યુમેન્ટ્સ બનાવવા જેવી બાબતો સંકળાયેલી હોય છે. સરખેજ પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે અને આ બાબતે હરિયાણાની ઝજ્જર પોલીસને જાણ કરી દેવામાં આવી છે. હાલમાં આરોપીનો કબજો હરિયાણા પોલીસને સોંપવા માટેની કાયદેસરની ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Gir Somnath: જાવંત્રી ગીર ગામમાં 54 વીઘા જમીન માટે લોહીયાળ જંગ, મકાન પર પેટ્રોલ બોમ્બ ફેંકાયા, 4 દાઝ્યા