હાટકેશ્વર સર્કલ, અમદાવાદના પૂર્વીય ભાગનું એક અત્યંત વ્યસ્ત અને 24 કલાક ધમધમતો વિસ્તાર છે. દરરોજ હજારો વાહનો અહીંથી પસાર થાય છે, પરંતુ આ સર્કલ ટ્રાફ્કિ વ્યવસ્થાને બદલે અરાજકતા અને નિયમોના ભંગ માટે વધુ જાણીતું બન્યું છે. અહીં રોંગ સાઈડ વાહન ચલાવવાના બનાવો દૈનિક બની ગયા છે, જે અવારનવાર ભયાનક અકસ્માતોનું કારણ બને છે.


રોંગ સાઈડ ડ્રાઇવિંગ માત્ર નિયમ ભંગ જ નથી, પરંતુ બીજાના જીવને પણ જોખમમાં મૂકે છે. અહીં ગમે ત્યારે અકસ્માત સર્જાવાનો ભય રહે છે. જો ટ્રાફ્કિ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક પગલાં લેવામાં ન આવે, તો આ સર્કલ પર વાહનો ચલાવવા મુશ્કેલ બની જશે. લોકોની ધીરજ ખૂટી રહી છે અને તેઓ હવે કાયદાના કડક અમલની માંગ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: