અમદાવાદ શહેરના સાયબર ક્રાઈમ વિભાગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એક ભયાનક "લવ ગુરુ" સ્કેમનો પર્દાફાશ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર “Pooja Kinnar Guruma” ના નામે ખોટી ઓળખ આપી મહિલાઓને પ્રેમ લગ્ન અને વશીકરણ જેવી સમસ્યાઓ ઉકેલવાના બહાને ઠગતા આરોપી રાજનીશ ગોવિંદલાલ ભાર્ગવાની રાજસ્થાનના બિકાનેરથી ધરપકડ કરવામાં આવી છે.
વિધિના નામે અશ્લીલતા અને બ્લેકમેઈલિંગ
આરોપી રાજનીશ અને તેની ગેંગ અનેક ફેક આઈડી બનાવી દરરોજ અંદાજે 300 જેટલી મહિલાઓને નિશાન બનાવતા હતા. પ્રેમમાં નિષ્ફળતા કે પારિવારિક સમસ્યાથી પીડાતી મહિલાઓને તેઓ "વશીકરણ" અને "શુદ્ધિકરણ વિધિ" ના નામે ફસાવતા હતા. વિધિ કરવાના બહાને આરોપી મહિલાઓના અશ્લીલ વીડિયો રેકોર્ડ કરતો અને ત્યારબાદ ફોટા એડિટ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવતો હતો.
