અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં ટ્રાફ્કિ જામની સમસ્યા દિવસે-દિવસે વધુ ને વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ખાસ કરીને સવારે અને સાંજના પીક અવર્સ (ઓફ્સિ સમય) દરમિયાન પૂર્વ પટ્ટાના મુખ્ય માર્ગો અને ચાર રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળે છે, જેના કારણે નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનો કલાકો સુધી અટવાઈ પડે છે. સ્થાનિક સોર્સ અને અહેવાલો મુજબ, પૂર્વ અમદાવાદના નરોડા, ઓઢવ, નિકોલ, વટવા, અમરાઈવાડી, બાપુનગર અને રખિયાલ જેવા ગીચ વિસ્તારોમાં ટ્રાફ્કિનું ભારણ અસહ્ય બન્યું છે. આ સમસ્યા પાછળ મુખ્યત્વે કેટલાક કારણો જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. પ્રથમ તો વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ફ્લાયઓવર (ઓવરબ્રિજ) અને મેટ્રો કનેક્ટિવિટીના ધીમા ચાલતા કામોને કારણે રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. બીજા નંબરે, પૂર્વના મુખ્ય બજારો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સની બહાર પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ન હોવાને કારણે વાહનો રોડ પર જ પાર્ક કરી દેવામાં આવે છે, જેનાથી કલાકો સુધી ટ્રાફ્કિ મૂવમેન્ટ ખોરવાય છે. આ ઉપરાંત, જાહેર રસ્તાઓ પર પાથરણા બજાર અને લારી-ગલ્લાના ગેરકાયદે દબાણોને લીધે વાહનોને અવરજવર માટે ખૂબ ઓછી જગ્યા મળે છે. પૂર્વ અમદાવાદના નાગરિકોની ઉગ્ર માંગ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: