ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં હિટવેવની આગાહી કરી છે.જેના કારણે લોકોને આવનારા દિવસોમાં તાપમાનનો કડક અનુભવ થઈ શકે છે.હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હિટવેવની સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં બે દિવસ હિટવેવ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે.તે ઉપરાંત પોરબંદર, દીવ અને સુરત જિલ્લામાં હિટવેવ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દર્શકોને ગરમીનો અનુભવ થઈ શકે છે
જ્યારે ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં પણ ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા હોવાથી યલો એલર્ટ આપવામાં આવ્યું છે.દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ હિટવેવની ચેતવણી આપવામાં આવી છે.અમદાવાદ શહેરમાં પણ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. શહેરનું મહત્તમ તાપમાન આજે 37.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 8 માર્ચે અમદાવાદમાં તાપમાન લગભગ 37 ડિગ્રી સુધી પહોંચી શકે છે.આ દરમિયાન અમદાવાદમાં યોજાનારા T20 વર્લ્ડ કપના મેચ દરમિયાન પણ દર્શકોને ગરમીનો અનુભવ થઈ શકે છે.
