શહેરમાં હાલ એડમિશનની મોસમ શરૂ થઈ ચૂકી છે, ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભારે મુશ્કેલીનો સામેનો કરવો પડી રહ્યો છે લાલ દરવાજા અપના બજાર બહુમાળી મકાન ખાતે આવેલી નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીમાં જાતિના પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી રહી છે.


અરજદારોનું કહેવું છે કે હાલ ઉનાળાની સિઝનમાં અસહ્ય ગરમી અને અકળાવનારા બાફ્ વચ્ચે પણ નાના બાળકો, વિધાર્થીનીઓ અને વાલીઓ વહેલી સવારથી જ લાઈનોમાં ગોઠવાઈ જાય છે. કચેરીની ધીમી કામગીરી અથવા અપૂરતી વ્યવસ્થાને કારણે લોકોને 5-5 કલાક સુધી કતારોમાં તપવું પડી રહ્યું છે. પીવાના પાણી કે બેસવાની યોગ્ય સુવિધાના અભાવે વિધાર્થીનીઓ અને વાલીઓની હાલત કફેડી બની ગઈ છે. અરજદારોની માંગ છે કે સરકારે ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ વચ્ચે આ સરકારી કચેરીઓની પ્રક્રિયા વધુ સરળ અને ઓનલાઈન કરવી જોઈએ. જ્યાં સુધી ઓનલાઈન સુવિધા પૂર્ણપણે કાર્યરત ન થાય ત્યાં સુધી બહુમાળી ભવન ખાતે વધારાના કાઉન્ટર્સ શરૂ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને આ અસહ્ય ગરમીમાં કલાકો સુધી હેરાન ન થવું પડે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: