સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા માટે અવારનવાર મોટી ઝુંબેશો ચલાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નરોડા આધાર કાર્ડ કેન્દ્ર ખાતે દરરોજ મોટી સંખ્યામાં નાગરિકો પોતાના આધાર કાર્ડ કઢાવવા કે તેમાં સુધારો કરાવવા માટે આવે છે. જો કે, હાલ આ સરકારી કચેરીનું કેમ્પસ એક ડમ્પ સાઈટ એટલે કે ભંગારખાના જેવું દેખાઈ રહ્યું છે.મહત્વનું છે કે કેન્દ્રની મુલાકાતે આવતા અરજદારોનું કહેવું છે કે ઓફ્સિના ખુલ્લા પરિસરમાં ચારેય બાજુ લોખંડના જૂના કાટ ખાઈ ગયેલા લારી-ગલ્લા, પાઇપો, તૂટેલી લોખંડની જાળીઓ અને કચરાના ઢગલા ખડકી દેવામાં આવ્યા છે. જે બાંકડાઓ નાગરિકોને બેસવા માટે મૂકવામાં આવ્યા છે, તેની બિલકુલ પાછળ અને આસપાસ જ આ પ્રકારનો ભંગાર પડયો હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બુહારી મૈત્રી તોડતા સગીરાએ અન્ય સગીરાનું ગળું દબાવી કાંડા પર ચપ્પુના ઘા ઝીંક્યા









