ઓઢવમાં વિશાલા એસ્ટેટમાં આવેલી ખાનગી કંપનીમાં છેલ્લા આઠ વર્ષથી કામ કરતા કર્મચારીએ સહકર્મી સાથે મળીને રૂ. 18.45 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં પોલીસે ગુનો નોધીને ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. આરોપીઓની પૂછપરછ કરતા મેનેજરે પોતાનો ધંધો શરૂ કરવા સહકર્મી સાથે મળીને ચોરી કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


નિકોલમાં રહેતા 40 વર્ષીય વિજયકુમાર ડોબરિયા ઓઢવમાં વિશાલા એસ્ટેટમા ખાનગી કંપની ધરાવે છે. છેલ્લા ઘણા સમયથી વિજયભાઈની કંપનીમાં પ્રોડક્શન ઓછુ થતુ હતુ. શંકા જતા ગત 28 મેંએ કંપનીના માલિકોએ રજીસ્ટર ચેક કર્યા અને ખબર પડી કે સ્ટોકની સામે પ્રોડક્શન ઓછુ થતુ દેખાઈ આવે છે. ત્યારબાદ નવેમ્બર 2025થી મેં 2026 સુધીના સમયગાળા દરમ્યાન કંપનીમાંથી ડીજીટલ સ્ટાર્ટર મીટર, પેનલ તથા અન્ય રો-મટીરીયલના જથ્થામાં રૂ.18.45 લાખની અછત જોવા મળી હતી. આ અંગે કંપનીના માલિકે તપાસ કરતા મેનેજર તરીકે કામ કરતા સાહિલ ગજેરા વારંવાર કંપનીમાં આવતા હતા. અને તેમને જ મટીરીયલ્સની ચોરી કરી હોવાનુ સામે આવ્યુ હતુ. આ અંગે ઓઢવ પોલીસે સાહિલ સામે ગુનો નોધીને સાહિલ ગજેરા, સાગર રૈયાણી અને સંકેતકુમાર પટેલની ધરપકડ કરી હતી. જેમાં સાગર અને સાહિલ પોતાની નવી કંપની બનાવવા માંગતા હતા. તે માટે કંપનીમાંથી મટીરીય્લ્સની તથા અન્ય ચીજવસ્તુ મળીને કુલ રૂ.18.45 લાખની ચોરીને અંજામ આપ્યો હતો. અને આરોપીઓ પોતાની જે નવી કંપનીના શરુ કરવાના હતા તેના માટે જે ગોડાઉન ભાડેથી રાખ્યું હતુ ત્યાંઆગળ જઈને આ ચોરીનો મુદ્દામાલ મૂકી આવતા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: