MICAએ નવી બેચ અંતગત PGP,CCC, અને CCE પ્રોગ્રામ્સના વિદ્યાર્થીઓ માટે બે અઠવાડિયાના ઓરિએન્ટેશન પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. નવી બેચમાં ૬૦% થી વધુ મહિલાઓ છે જેઓ કોર્પોરેટ, કોર્પોરેટ તથા ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. આ ઓરિએન્ટેશન કાર્યક્રમના શુભારંભ પ્રસંગે વિદ્યાર્થીઓનું સ્વાગત કરતા MICAના ડાયરેક્ટર અને સીઈઓ જયા દેવરાસ દેશમુખે ટેક્નોલોજી અને ભવિષ્યના શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું કે, પેઢીઓથી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય માહિતી મેળવવી, તેનું વિશ્લેષણ કરવું અને તેને વ્યવસ્થિત કરવામાં મદદ કરવા પર રહ્યો છે. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) એ આ સમીકરણને હંમેશા માટે બદલી નાખ્યું છે. માહિતી હવે સાર્વત્રિક રીતે બધે જ સુલભ છે, તેથી માત્ર પ્રક્રિયા કરવાની ક્ષમતા ભવિષ્યના નેતાઓની ઓળખ બની રહેશે નહીં. ખરો તફાવત કલ્પનાશક્તિ અને એવા પ્રશ્નો પૂછવાની હિંમતથી આવશે જે પહેલાં ક્યારેય કોઈએ પૂછયા નથી. ભવિષ્યની એવી શક્યતાઓની કલ્પના કરવાની સર્જનાત્મકતા અને અન્ય લોકોને તેને સાકાર કરવા માટે પ્રેરિત કરવાની ક્ષમતા જ સાચો બદલાવ લાવશે.MICAના 5Cs પાયા, કોમર્સ, કમ્યુનિકેશન, ક્રિએટિવિટી, કલ્ચર, અને કમ્યુનિટી દ્વારા વિદ્યાર્થીઓને માત્ર ભવિષ્યમાં સફ્ળ થવા માટે જ નહીં, પરંતુ તેને નવો આકાર આપવા માટે તૈયાર કરવામાં આવે છે.

બારડોલી સર્કિટ હાઉસ સામે રસ્તા પર વીજતાર પડતા નાસભાગ મચી









