ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (ઇન્ડિયનઓઇલ), વેન્ચર સેન્ટર અને CSIR-નેશનલ કેમિકલ લેબોરેટરી (CSIR-NCL)સાથે મળીને આજેNCLમુખ્ય ઓડિટોરિયમ ખાતે MC²+ IGNITE- ભારતની અગ્રણી એનર્જી ઇનોવેશન એક્સિલરેટરના પુણે આઉટરીચ કાર્યક્રમનું સહ-આયોજન કર્યું હતું. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ MCફાઉન્ડેશનની નેજા હેઠળ યોજાયેલ એડવાન્સિંગ એનર્જી ઇનોવેશન્સ કાર્યક્રમમાં દેશની ઊર્જા ક્ષેત્રની અગ્રણી કંપનીઓ, સંશોધન સંસ્થાઓ, ડીપ-ટેક ફાઉન્ડર્સ અને વૈજ્ઞાનિક સમુદાય એકત્રિત થયા હતા. મુખ્ય પ્રવચન આપતા પદ્મ વિભૂષણ ડૉ. આર. એ. માશેલકર,FRS એ આ પહેલને સમયસર અને ખરેખર ક્રાંતિકારી ગણાવી હતી. આઈન્સ્ટાઈનના સમીકરણને યાદ કરતા તેમણે વર્ણવ્યું કે દેશની ઊર્જા ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ભારતના ઇનોવેટર્સ પાછળ કેવી રીતે પ્રયોગશાળાઓ, સંપત્તિઓ, માર્ગદર્શન, મૂડી અને બજારની પહોંચ પ્રદાન કરી રહી છે, અને તેમણે સ્થાપકોને સંપૂર્ણ ઉકેલો લાવવા તેમજ ભારતને મેક ઇન ઇન્ડિયાથી ઇનોવેટ ઇન ઇન્ડિયા અને અંતે ઓન ઇન્ડિયા તરફ લઈ જવા માટે આહવાન કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

IndianOil co-hosted the Pune outreach of MC²+IGNITE, bringing energy companies, researchers and deep-tech innovators together to advance energy innovation.