કનોહર ઇલેક્ટ્રિકલ્સે આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે અને શેરબજારમાં જાહેર ઓફર માટે સબ્સ્ક્રિપ્શન પ્રક્રિયા શરૂ થવાની છે.
કનોહર ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફરમાટે રૂ. 2 ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે શૅર દીઠ રૂ. 601/- થી રૂ. 632/- ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપનીની પ્રારંભિક જાહેર ઓફર 08 સપ્ટેમ્બર, 2026 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 10 સપ્ટેમ્બર, 2026 ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા 23 ઇક્વિટી શૅર માટે અને ત્યારબાદ 23 ઇક્વિટી શૅરના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. આજની તારીખે રૂ. 2ની મૂળ કિંમત ધરાવતા 74,440,000 ઇક્વિટી શૅર બાકી છે. રૂ. 2ની મૂળ કિંમત સાથેની આ ઓફરરૂ. 300 કરોડ રૂપિયા સુધીના નવા શેર અને પ્રમોટર - કે સન્સ ફેમિલી ટ્રસ્ટ દ્વારા 11,957,915 શેર માટે ઓફર-ફોર-સેલનું મિશ્રણ છે. રૂ. 64.1 કરોડ રૂપિયાના તેના નવા ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ કંપનીની ગંગોલ ઉત્પાદન સુવિધા માટે નવી મશીનરી અને સાધનો ખરીદવા માટે ભંડોળ પૂરું પાડવા માટે કરવામાં આવશે, જેથી ટ્રાન્સફોર્મર ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય, તેની બેકવર્ડ ઇન્ટિગ્રેશન સુવિધાઓનું વિસ્તરણ થઈ શકશે.
