ગુજરાતમાં આગઝરતી ગરમી અને ઉકળાટ યથાવત છે. રાજ્યમાં આજે મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સુધી રહેશે. રાત્રે ગરમ પવનો ફૂંકાતા ઉકળાટ વધ્યો છે. અમદાવાદમાં 43.2, રાજકોટમાં 43, સુરેન્દ્રનગરમાં 43.5, અમરેલીમાં 42.5, ગાંધીનગરમાં 42.8, વિદ્યાનગરમાં 42, ભુજમાં 41, કંડલામાં 42, ડીસામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા

મે મહિનાની શરૂઆત સાથે જ દેશભરમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે. કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી મુજબ, ચાલુ વર્ષે મે મહિનામાં તાપમાન સામાન્ય કરતાં પણ વધારે રહેવાની ધારણા છે. ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન જેવા પશ્ચિમ ભારતના રાજ્યોમાં આકરી લૂ (હીટવેવ) વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પૂર્વ કાંઠાના રાજ્યોમાં પણ ગરમીનો પ્રકોપ

માત્ર પશ્ચિમ જ નહીં, પરંતુ પૂર્વ કાંઠાના રાજ્યોમાં પણ ગરમીનો પ્રકોપ સતત વધતો જશે. સતત વધતા જતા તાપમાનને પગલે હવામાન વિભાગે નાગરિકોને બપોરના સમયે સાવચેત રહેવા અને ગરમીથી બચવાના ઉપાયો કરવા સૂચના આપી છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભીષણ ગરમીને કારણે પશુઓને પણ તકલીફોનો સામનો કરવો પડ્યો છે.


આ પણ વાંચોઃ Gujarat Latest News Live : એક સપ્તાહમાં પેટ્રોલ અને ડીઝલમાં લીટર દીઠ 5 અને LPG સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થશે