સમગ્ર વિશ્વમાં રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ હતી. અમદાવાદના ખમાસા વિસ્તારમાં આવેલી અંજુમન સ્કૂલમાં પણ યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સ્કૂલના વિશાળ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ધોરણ 5 થી 10ના વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અને યોગ પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: