પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB), અમદાવાદ દ્વારા અમદાવાદ કેન્ટ સ્થિત વોલ્કર હૉલ ખાતે ઇન્ટર મીડિયા પબ્લિસિટી કોઓર્ડિનેશન કમિટી (IMPCC)નીબેઠકનું આયોજન પીઆઇબીના ડાયરેક્ટર જનરલ પ્રશાંત પાઠરાબેના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં પ્રશાંત પાઠરાબેએ ડિજિટલ યુગમાં માહિતીના વધતા મહત્વ પર પ્રકાશ પાડતાં કહ્યું કે, માહિતી અને ડિજિટલ સંસાધનો આજના સમયમાં સમાજના વિકાસના મહત્વપૂર્ણ આધારસ્તંભ બન્યા છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સના વધતા ઉપયોગને કારણે સરકારી યોજનાઓ અને નીતિઓને લોકો સુધી પહોંચાડવાની નવી તકો ઊભી થઈ છે, પરંતુ તેની સાથે ગેરમાર્ગે દોરતી માહિતીના પડકારો પણ વધ્યા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકશાહીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે, પરંતુ તેની સાથે જવાબદારી પણ એટલી જ જરૂરી છે. મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશન વચ્ચેનો તફાવત સમજાવતાં તેમણે કહ્યું કે, અજાણતા ફેલાતી ખોટી માહિતી અને જાણીજોઈને પ્રસારિત થતી ભ્રામક માહિતી બંને સમાજ માટે નુકસાનકારક છે. તેમણે તમામ વિભાગોને તથ્યાધારિત, વિશ્વસનીય અને સમયસર માહિતીના પ્રસાર પર ભાર મૂકવાની અપીલ કરી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: