શુક્રવારે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટય પર્વ જન્માષ્ટમીની અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શ્રદ્ધાં અને આસ્થા સાથે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે ભગવાન જગન્નાથ મંદિર, ભાડજ હરેકૃષ્ણ મંદિર સહિતના મંદિરોમાં વિભિન્ન ધાર્મિક આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. મધરાતે બરાબર 12ના ટકોરે 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી... હાથી, ઘોડા, પાલખી, જય કનૈયાલાલ કી...'ના નાદ ગુંજી ઉઠયા હતા. આ અવસરે શહેરમાં મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કુબેરનગરમાં દહીંની હાંડીની સ્પર્ધા

યોજાઈ હતી.