વિરમગામ તાલુકાના દસલાણા ગામ પાસે આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. માંડલ તાલુકાના જાલીસણા ગામથી ભોજવા ગામે જઈ રહેલી જાનની એક સ્કોર્પિયો કાર અચાનક ચાલકે કાબૂ ગુમાવતા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી છે.
ખુશીનો માહોલ ચિંતામાં ફેરવાયો
પ્રાપ્ત વિગતો અનુસાર, માંડલના જાલીસણા ગામથી જાન ભોજવા જવા માટે નીકળી હતી. જાનૈયાઓ ઉત્સાહમાં હતા, પરંતુ વિરમગામ-બેચરાજી રોડ પર દસલાણા ગામ નજીક પહોંચતા જ સ્કોર્પિયો કાર રોડ પર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ગાડીના ટુકડા ઉડી ગયા હતા અને અંદર બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા.
