આજના ઝડપથી બદલાતા વૈશ્વિક વ્યવસાયિક માહોલમાં ડિગ્રીની સાથોસાથ વિદ્યાર્થીઓને ઉદ્યોગલક્ષી કૌશલ્ય, નેતૃત્વ ક્ષમતા અને વૈશ્વિક દૃષ્ટિકોણની પણ જરૂર છે. આ જ દિશામાં નક્કર રીતે કાર્ય કરતી JG યુનિવર્સિટી આજે ગુજરાતમાંઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી રહી છે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. એમ. પી. ચંદ્રન મુજબ, 'JG યુનિવર્સિટીનું ધ્યેય માત્ર શિક્ષણ પૂરું પાડવાનું નથી, પરંતુ વિદ્યાર્થીઓને ઉદ્યોગ માટે સંપૂર્ણપણે તૈયાર કરીને તેમને સફ્ળ કારકિર્દી તરફ્ દોરી જવાનું પણ છે. અને એટલે જ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ આધુનિક ઉદ્યોગોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં શૈક્ષણિક ગુણવત્તા સાથે પ્રાયોગિક શિક્ષણ અને વ્યક્તિત્વ વિકાસને સમાન મહત્વ આપવામાં આવે છે.'JG યુનિવર્સિટીની 'સ્કૂલ ઑફ્ મેનેજમેન્ટ' વિદ્યાર્થીઓને આજના અને આવનારા સમયમાં વધુ માંગ ધરાવતા ક્ષેત્રોમાં અભ્યાસ કરવાની તક આપે છે. અહીં માર્કેટિંગ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, ફાઇનાન્સ, એપ્લાઇડ ટેકનોલોજી (AI+Management), પબ્લિક એડિમનિસ્ટ્રેશન (UPSC&GPSC), ફેમિલી બિઝનેસ, ઉદ્યોગસાહસિકતા (Entrepreneurship), ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફાઇનાન્સ,BFSI (બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ એન્ડ ઇન્સ્યોરન્સ),ACCA તેમજ MBA જેવા આધુનિક અભ્યાસક્રમો ઉપલબ્ધ છે અને તે પણ વ્યાજબી ફી તથા સ્કોલરશિપ સાથે દરેક અભ્યાસક્રમમાં જ્ઞાન અને માહિતીની સાથોસાથ ઉદ્યોગ સાથે સીધું જોડાણ થાય તે માટે લાઇવ પ્રોજેક્ટ્સ, કેસ સ્ટડીઝ, ઇન્ડસ્ટ્રી વિઝિટ્સ, એક્સપર્ટ લેક્ચર્સ, કોર્પોરેટ મેન્ટરશિપ, વર્કશોપ્સ અને ઇન્ટર્નશિપ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન જ વાસ્તવિક વ્યવસાયિક પરિસ્થિતિઓનો અનુભવ મળે છે.JG યુનિવર્સિટીનો સૌથી મોટો આધારસ્તંભ તેની મજબૂત 'Placement Ecosystem'છે. વિદ્યાર્થીઓને શરૂઆતથી જ કરિયર ગાઇડન્સ, સોફ્ટ સ્કિલ્સ ટ્રેનિંગ, ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન, રિઝયૂમ બિલ્ડિંગ અને કોર્પોરેટ એક્સપોઝર આપવામાં આવે છે, આથી તેઓ ઉદ્યોગની અપેક્ષાઓને અનુરૂપ તૈયાર થાય છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી વિવિધ લીડરશિપ પ્રોગ્રામ્સ, મેનેજમેન્ટ ફેસ્ટિવલ, બિઝનેસ કોન્ક્લેવ્સ, અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનાર, સ્પર્ધાઓ અને સામાજિક પ્રવૃત્તિઓનું સતત આયોજન કરે છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: