અંડરવર્લ્ડ ડોન અબ્દુલ લતીફ્ ગેંગના કુખ્યાત શાર્પશૂટર
અને રાધિકા જીમખાના હત્યાકાંડના આરોપી મોહમ્મદ તસ્લીમ ઉર્ફે મોહમ્મદ ઉમર શેખની ધરપકડ
કરીને સાત વર્ષથી ચાલતી સંતાકૂકડીનો અંતલાવ્યો છે. રાધિકા જિમખાના હત્યાકાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો તસ્લીમ વર્ષ 2019માં
પેરોલ પર બહાર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો. ઓઢવ સ્થિત રાધિકા જિમખાનામાં 3 ઓગસ્ટ 1992ના રોજ હરીફ હંસરાજ ત્રિવેદીને નિશાન બનાવવા લતીફ ગેંગના શાર્પશૂટર
તસ્લીમ સહિત શખ્સોએ ફાયરીંગ કરીને 9 લોકોની હત્યા કરી હતી. બીજી તરફ, હત્યાકાંડને લઇને
કોંગ્રેસના પૂર્વ સાંસદ રઉફ્ વલીઉલ્લાહ પૂરાવા ભેગા કરી રહ્યા હોવાથી તેમની પણ તસ્લીમ
સહિતની ટોળકીએ જાહેરમાં હત્યા કરી હતી. આ બાદ આરોપી મોહમ્મદ તસ્લીમને કોર્ટે આજીવન કેદની સજા ફટકાર્યા બાદ તે સાબરમતિ
જેલમાં સજા ભોગવી રહ્યો હતો. જો કે, વર્ષ 2019માં તસ્લીમને કોર્ટે પેરોલ આપ્યા બાદ ફરાર થઇ ગયો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યુ કે, તે પોલીસથી બચવા સતત મોબાઇલ નંબર, એડ્રેસ બદલતો અને રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિતના
રાજ્યમાં છુપાઇને રહેતો હતો. આખરે રાજસ્થાનમાં
લોકેશન મળતાં તેને ઝડપી લીધો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










