ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે અમદાવાદના મક્તમપુરા વોર્ડમાં આમ આદમી પાર્ટી (AAP) ના એક ઉમેદવારના વિવાદિત નિવેદને રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે. AAP ઉમેદવારે જાહેરમાં ધાર્મિક લાગણી દુભાય અને કાયદાનું ઉલ્લંઘન થાય તેવા વાયદા કરતા ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે.


મક્તમપુરામાં AAP ઉમેદવારનું વિવાદિત ભાષણ

મક્તમપુરા વોર્ડના AAPના ઉમેદવારે એક સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપતા જણાવ્યું હતું કે, “જો ગુજરાતમાં AAPની સરકાર આવશે તો મસ્જિદો તૂટવા નહીં દઈએ.” આટલેથી ન અટકતા તેમણે રસ્તા પર નમાજ પઢવા માટેની છૂટ આપવાનો પણ વાયદો કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, “ગુજરાતના મુસ્લિમોની ચિંતા અમે કરીશું અને રસ્તા પર નમાજ પઢીશું.”

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની તીખી પ્રતિક્રિયા

આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 'X' (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને AAP ને આડે હાથ લીધી હતી. સંઘવીએ ગંભીર સવાલો ઉઠાવતા લખ્યુંશું આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા પાસે આ જ મુદ્દાઓ લઈને મત માંગવા જઈ રહી છે?શું આ જ મુદ્દાઓ માટે ગુજરાતની જનતા પાસે “એક મોકો” માંગે છે?શું AAP કાયદાથી ઉપર કોઈ ખાસ વર્ગને રાખવા માંગે છે?

કાયદો અને વ્યવસ્થા પર સવાલ

જાહેરમાં રસ્તા પર નમાજ પઢવા જેવા નિવેદનો આપીને AAP ના ઉમેદવાર કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોય તેવું જણાય છે. હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાતમાં કાયદો સૌની માટે સમાન છે અને કોઈ ખાસ વર્ગને કાયદાથી ઉપર રાખવાની વાત જનતા સ્વીકારશે નહીં.

આ પણ વાંચો:Local Body Election 2026: AAP ની 'કન્ટેન્ટ ચોરી' ની પેટર્ન પકડાઈ, કોપીરાઈટ ભંગના કારણે Facebook અને Instagram એકાઉન્ટ બ્લોક

  • Follow us on: