અમદાવાદનો પશ્ચિમ છેડો એટલે કે સાયન્સ સિટી રોડ આજે માત્ર એક વિસ્તાર નથી રહ્યો, પણ બદલાતા અને પ્રગતિશીલ અમદાવાદની નવી ઓળખ બની ગયો છે. એક સમયનો શાંત અને શહેરની સરહદ ગણાતો આ વિસ્તાર આજે ડેવલપમેન્ટની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે. પરંતુ, વાત ત્યા બનેલી ઊંચી ઈમારતો કે મોંઘા કાફેની નથીસ, વાત સાયન્સ સિટીના એ પોઝિટિવ વાઇબ્સની, જે સામાન્ય નાગરિકને એક સુરક્ષિત, સ્વસ્થ અને જીવવા જેવો માહોલ પૂરો પાડે છે. સાયન્સ સિટી ગ્રાઉન્ડ પરથી લઈને હેબતપુર સુધીનો આખો પટ્ટો આજે સવારના મોર્નિંગ વોકર્સથી લઈને રાત્રે પરિવાર સાથે નીકળતા લોકો માટે એક સેફ્ અને હેપી ઝોન બની ચૂક્યો છે. હરિયાળી વનરાજી, પહોળા રસ્તાઓ, અને એજ્યુકેશનલ વાતાવરણના લીધે આ વિસ્તાર આજે અમદાવાદનું 'મોસ્ટ લિવેબલ' (જીવવા યોગ્ય) લોકેશન સાબિત થઈ રહ્યું છે. સ્થાનિક સોસાયટીના સભ્યોએ કહ્યું કે, રનર્સ ક્લબ, સાયકલિંગ ગ્રુપ્સ અને સિનિયર સિટિઝન મંડળો દ્વારા અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ, જરૂરિયાતમંદ બાળકો માટે એજ્યુકેશન ડ્રાઈવ ચલાવાય છે.
