અષાઢી બીજના પાવન પર્વે ભવ્ય નગરચર્યા બાદ મોડી રાત્રે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે મંદિર પરિસરમાં પરત ર્ફ્યા હતા. જોકે, શાસ્ત્ર્રોક્ત પરંપરા અને નીતિ-નિયમોના કારણે પ્રભુને આખી રાત મંદિરની બહાર જ રાતવાસો કરવો પડયો હતો. બીજા દિવસે સવારે મંગલ મુહૂર્તમાં ભગવાનને વિધિ-વિધાન સાથે ગર્ભગૃહમાં પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા હતા. પ્રભુના નીજ મંદિરમાં પ્રવેશના આ અલૌકિક અને પવિત્ર ક્ષણના સાક્ષી બનવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો