ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન મ્યુલ હન્ટ' અભિયાનના ભાગરૂપે અમદાવાદ પોલીસે સાયબર ઠગાઈમાં ઉપયોગમાં લેવાતા બેંક એકાઉન્ટ્સ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે માત્ર એક જ દિવસમાં મ્યુલ એકાઉન્ટ સંબંધિત 15 જેટલા ગુનાઓ નોંધીને સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
ઓપરેશન મ્યુલ હન્ટ' અભિયાન
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સાયબર ઠગાઈ દ્વારા મેળવેલા નાણાંને સગેવગે કરવા માટે બેંક એકાઉન્ટ્સને કમિશનના બદલામાં ભાડે આપનારા લોકો સામે પોલીસે આ ડ્રાઇવ શરૂ કરી છે. આ પ્રકારના એકાઉન્ટ્સને 'મ્યુલ એકાઉન્ટ' તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદ પોલીસે એક જ દિવસમાં મ્યુલ એકાઉન્ટ્સની તપાસ કરીને 15 કેસ દાખલ કર્યા છે. આ ડ્રાઇવ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આ એકાઉન્ટ્સ દ્વારા કરોડો રૂપિયાની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી છે.










