આજે સાંજે સાંજે અમદાવાદમાં મોટેરાના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2026ની ફાઇનલ રમાવાની છે. જેને લઈને સમગ્ર અમદાવાદ શહેર ક્રિકેટના રંગમાં રંગાઈ ગયું છે.ફાઈનલને લઈને અમદાવાદ શહેરમાં હોટલોના ભાડા બમણા થઇ ગયા છે.ક્રિકેટરસિકોની અતિશય ભીડને લઇને એએમટીએસની 80 રેગ્યુલર તેમજ વધારાની 50 બસો મળીને કુલ 130 બસો શહેરના જુદાજુદા વિસ્તારોમાંથી દોડાવાશે.મેટ્રો ટ્રેન પણ મોડી રાતના 12:30 સુધી દોડાવાશે.મુંબઈથી અમદાવાદ આવવા માટે બે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. બીજી તરફ એર ટિકિટનો ભાવ પણ 76 હજાર સુધી બોલાયો છે.
અમદાવાદ મુંબઇ વચ્ચે વધારાની ટ્રેનો દોડાવાશે
મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો હાઉસફૂલ થઈ જતા ક્રિકેટરસિકોની માંગને લઈને અમદાવાદ-મુંબઇ વચ્ચે વધારાની ટ્રેનો દોડાવાશે.ફાઈનલ મેચને લઈને ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ફાઈનલ મેચ જોવા બ્લેકમાં ટિકિટની ધુમ માંગ જોવા મળી રહી છે.મોં માગ્યા ભાવ મળી રહ્યા છે.ટિકિટનો ભાવ હજારોમાં બોલાઇ રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર અને એસ.જી. હાઇવે વિસ્તારની અનેક હોટલો લગભગ સંપૂર્ણ ભરાઈ ગઈ છે. રેસ્ટોરાં, કાફે અને જાહેર સ્થળોએ મોટી સ્ક્રીન પર મેચ જોવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
