ગુજરાત રાજ્યમાં ઠંડીનો ચમકારો હજી પણ યથાવત રહેશે, તેવું રાજ્યના હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, જેના કારણે ઠંડીનો અનુભવ સતત ચાલુ રહેશે. રાજ્યમાં હાલમાં ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પરિણામે ખાસ કરીને સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાશે. આ પરિસ્થિતિ 9 થી 14 ડિસેમ્બર સુધી સામાન્ય રહેવાની શક્યતા છે.


ઉત્તર-પૂર્વના પવનોનો ધમધમાટ

રાજ્યભરના તાપમાનની વાત કરીએ તો, કચ્છનું નલિયા ફરી એકવાર સૌથી ઠંડું મથક સાબિત થયું છે, જ્યાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. પવનની ગતિ વધુ હોવાથી લઘુતમ તાપમાન ભલે સ્થિર રહે, પરંતુ શીતલહેર જેવી ઠંડીનો અહેસાસ જારી રહેશે. ખેડૂતોને તેમના રવિપાકની જાળવણી માટે આ ઠંડું હવામાન સાનુકૂળ રહેશે, જોકે લોકોને ઠંડીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Gandhinagar News : 'લવ મેરેજ' મુદ્દે સરકાર હરકતમાં, પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક, કાયદાકીય સુધારાની માંગ




  • Follow us on: