શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ચાણક્યાપુરીમાં છેલ્લા એક મહિનાથી વાંદરાએ આતંક મચાવ્યો છે. વન્યજીવોના રહેણાંક વિસ્તારમાં પ્રવેશને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વાનરોએ એક મહિલા અને નાની બાળકી પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનું મોજું ફરી વળ્યું છે.

ચાણક્યાપુરીમાં વાંદરાનો આતંક

સ્થાનિક લોકોનું કહેવું છે કે વાનરો હવે ઘરોની અંદર સુધી ઘૂસી આવે છે અને ખાવા-પીવાની ચીજવસ્તુઓનું નુકસાન કરે છે. રસ્તા પરથી પસાર થતા લોકો પર પણ અચાનક હુમલો કરવામાં આવે છે. આ આતંક એટલી હદે વધી ગયો છે કે હવે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વૃદ્ધો અને બાળકોમાં ખાસ ડર જોવા મળી રહ્યો છે.

લાકડીના સહારે અવરજવર

સ્થાનિક રહીશો હવે પોતાની સુરક્ષા માટે જાતે જ રસ્તો શોધવા મજબૂર બન્યા છે. સોસાયટીના રહીશો જ્યારે પણ કામકાજ અર્થે બહાર નીકળે છે ત્યારે હાથમાં મોટી લાકડી રાખીને ચાલવું પડે છે. વાનરોના આતંકથી બચવા માટે આ સિવાય બીજો કોઈ વિકલ્પ હાલ દેખાઈ રહ્યો નથી.

આ પણ વાંચો: Kutch: ગુજરાત વન વિભાગની ઐતિહાસિક સિદ્ધિ, અબડાસામાં જન્મેલા ઘોરાડના બચ્ચાએ વન્યજીવ પ્રેમીઓમાં જગાવી નવી આશા