અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલ્થ અને સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ જ્યારે કોઈ ખાનગી બિલ્ડિંગ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સોસાયટી કે ફ્લેટમાં મચ્છરોના બ્રીડિંગ શોધવા નીકળે છે, ત્યારે તંત્રની કામગીરી સુપરફાસ્ટ મોડમાં આવી જાય છે. ગળામાં આઈકાર્ડ લટકાવીને રોફ્ જમાવતા અધિકારીઓ તાત્કાલિક ધોરણે, તાબડતોબ જે-તે સંસ્થા કે બિલ્ડિંગને સીલ મારી દે છે અથવા હજારો રૂપિયાનો દંડ ફ્ટકારી દે છે. પરંતુ સવાલ એ થાય છે કે સામાન્ય જનતાને કાયદાના પાઠ ભણાવતું આ તંત્ર પોતાની આંખ નીચે ચાલતી લાપરવાહી કેમ નથી જોઈ શકતું? દીવા તળે અંધારું હોય તેવા દ્વશ્યો ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફ્સિ એટલે કે દાણાપીઠ કચેરી ખાતે જોવા મળ્યા છે.


મહત્વનું છે કે દાણાપીઠ સ્થિત AMCની મુખ્ય બિલ્ડિંગની નીચે આવેલી કેન્ટીન પાસે અત્યંત કથળેલી હાલત જોવા મળી છે. અહીં ચારેય તરફ્ ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરોનું ભારે બ્રીડિંગ જોવા મળ્યું છે. જે મ્યુનિસિપલ કોર્પોરેશન આખા શહેરને સ્વચ્છતા અને મચ્છર મુક્ત અમદાવાદના સૂત્રો આપે છે, તે જ કોર્પોરેશનના મુખ્ય મથકમાં સત્તાવાળાઓની નાકની નીચે મચ્છરો ઉછરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: