અમદાવાદની ઐતિહાસિક અને પરંપરાગત 149મી રથયાત્રા દરમિયાન આજે સમગ્ર શહેરમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર સેવાની સરવાણી વહી રહી હતી, પરંતુ આ ભક્તિમય માહોલમાં સૌથી આકર્ષક અને હૃદયસ્પર્શી દ્વશ્યો ભગવાન જગન્નાથજીના મોસાળ એવા સરસપુર વિસ્તારમાં જોવા મળ્યા હતા. અહીં વર્ષો જૂની કોમી એકતા અને ભાઈચારાની પરંપરા વધુ એક વખત ઉજાગર થઈ હતી.
ભગવાનના દર્શન કરવા ઉમટેલા લાખો શ્રદ્ધાળુઓની સેવામાં મુસ્લિમ બિરાદરો પણ khભેખભા મિલાવીને જોડાયા હતા. જાણીતા સામાજિક કાર્યકર અને અન્ય મુસ્લિમ અગ્રણીઓના નેજા હેઠળ સરસપુરમાં એક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
