ગુજરાત રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. પૂર્વ દિશામાંથી આવતા ઠંડા પવનોને કારણે રાજ્યભરમાં વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો સારો એવો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જોકે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે બપોરના સમયે તાપમાનમાં વધારો થતાં લોકોને ગરમીનો અહેસાસ થઈ શકે છે.


નલિયા સૌથી ઠંડું શહેર

ગુજરાતમાં સૌથી નીચું તાપમાન હંમેશની જેમ નલિયામાં નોંધાયું છે, જ્યાં ગત રાત્રે પારો ગગડીને 9.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. આ ઉપરાંત અન્ય મુખ્ય શહેરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે.

શહેર     તાપમાન (ડિગ્રી સેલ્સિયસ)

નલિયા     9.8

અમરેલી    10.8

કંડલા     11.5

વડોદરા     12.2

કેશોદ     12.4

મહુવા    12.6

રાજકોટ     12.8

ગાંધીનગર     13.0

ડીસા       13.3

પોરબંદર      13.4

સુરત    13.8

અમદાવાદ  14.0

ભુજ   14.4

ભાવનગર   14.8

સમગ્ર રાજ્યમાં 10 ડિગ્રી આસપાસ તાપમાન રહેતા લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઠંડા પવનોની અસર હજુ થોડા દિવસો સુધી જળવાઈ રહેવાની શક્યતા છે.

  • Follow us on: