ખોખરા વોર્ડમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. ખોખરા સર્વોદય નગર ગુજરાત હાઉસિંગ બોર્ડના├ બ્લોક નંબર ૨૩, ૨૪, ૨૫ અને ૨૬ના પાછળના ભાગમાં માત્ર એક મહિના પહેલા જ પથ્થર પેવિંગ ઉખાડીને નવી ગટર લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ગટર લાઇનનું જોડાણ બ્લોક નંબર ૨૫ પાસે આવેલા મુખ્ય મેનહોલ સાથે કરવામાં આવ્યું હતું. પરંતુ કામ પૂરું થયા બાદ તંત્ર દ્વારા ભારે વેઠ ઉતારવામાં આવી હોવાનો આક્રોશ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.

સ્થાનિકોનું કહેવું છે કે ગટર લાઇનનું જોડાણ કર્યા પછી કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા અત્યંત બેદરકારી દાખવીને ખાડાઓમાં આડેધડ માટી નાખીને પુરાણ કરી દેવાયું હતું. નિયમ મુજબ તેનું યોગ્ય લેવલિંગ અને રોલિંગ કરવામાં આવ્યું ન હતું.