યોગ ઋષિ સ્વામી રામદેવજીના અખંડ પુરુષાર્થ અને અથાક પ્રયાસોથી યોગ આજે સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત થઈ ગયો છે. 21 જૂનના રોજ આશરે 200 દેશે એક સાથે યોગાભ્યાસ કરી યોગની સ્વીકૃત્તિને ચરિતાર્થ કરી છે. આ 12માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે સ્વામીજીએ કૃષ્ણા નદી ક્ષેત્ર, અમરાવતી, (વિજયવાડા), આંધ્રપ્રદેશ ખાતે રાષ્ટ્ર અને વિશ્વને યોગમય બનવા આહવાન કર્યું હતું. આ કાર્યક્રમને આચાર્ય બાલકૃષ્ણજીનું પણ સાંનિધ્ય મળ્યું હતું. આ વખતના યોગ દિવસની વિષયવસ્તુ હતી સ્વસ્થ આયુ માટે યોગ (Yoga for Healthy Aging). કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગ, આસનો, પ્રાણાયામ, ધ્યાન અને ધ્યાનના સંકલ્પનો અભ્યાસ કરાવવામાં આવ્યા હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુના દિશાનિર્દેશન અને નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. સ્વામીજીએ તેમના વિશે જણાવ્યું હતું કે તેઓ એક વિઝનરી મુખ્યમંત્રી હોવા સાથે તેમનામાં દૃઢતા, સેવાભાવ, સમર્પણની ભાવના અને અપ્રતિમ સર્જનાત્મક ક્ષમતા જોવા મળે છે.

કામરેજની રામકબીર શાળામાં 166 કન્યાનો પ્રવેશ









