શહેરના વ્યાસવાડી ચાર રસ્તા પાસે શનિવારે મોડી રાત્રે પુરઝડપે જઈ રહેલા ત્રણ સવારી બાઇકચાલકે કાર સાથે અથડાતા ત્રણેય હવામાં ઉછળીને રોડ પર પટકાતા બાઇકચાલકનું મોત નિપજ્યુ હતુ. એલ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે બાઇકચાલક સામે ગુનો નોધ્યો હતો. તપાસ કરતા બાઇક પર સવાર ત્રણેય દારૂના નશામાં હોવાનું સામે આવ્યુ છે. ત્રણેય સામે પોલીસ સ્ટેશનમાં અલગથી દારૂ પીધેલાનો ગુનો નોધવામાં આવશે. રાણીપમાં રહેતો 26 વર્ષીય નરેન્દ્ર વાઘેલા મેમનગર ગુરૂકુળમાં બુટ-ચપ્પલની દુકાન ધરાવી ધંધો કરે છે. શનિવારે મોડી રાત્રે મિત્રની કાર લઈને નરેન્દ્રભાઇ, મિત્ર જીગ્નેશ ગુપ્તા, ભાઇ ચેતન વાઘેલા અને ભાભી તુલસીબેન સહિતના ચાર લોકો બહાર ફરવા ગયા હતા. ચારેય લોકો પાલડી તરફ્ જઇને ઘરે પરત જતા હતા. ત્યારે તેઓ 2.15 વાગ્યે વ્યાસવાડી પહોંચતા સામેથી પુરઝડપે ત્રણ સવારીમાં જઇ રહેલા બાઇકચાલક સાથે અકસ્માત સર્જાયો હતો. ગાડી સાથે ટકરાયેલા ત્રણેય લોકો હવામાં ઉછળીને રોડ પર પટકાતા ત્યાંથી પસાર થતા લોકોએ વાહનો ઉભા રાખીને ત્રણેયને સારવાર માટે ખસેડયા હતા. બીજી તરફ્ ટ્રાફ્કિ પોલીસને જાણ કરાતા પોલીસે કારચાલક નરેન્દ્ર વાઘેલાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ત્યારે બાઇકચાલક સહિત ત્રણેય દારૂ પીધેલા હોવાનું સામે આવ્યુ છે. જ્યારે સારવાર દરમ્યાન બાઇકચાલક ભરત નનામા (ઉ.40)ને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: