જીએસઆરટીસી દ્વારા મુસાફરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે 100 કિ.મી.થી વધુ અંતરની પસંદગીની લોકલ (ઓર્ડિનરી) બસ સેવાઓમાં પણ ઓનલાઈન રિઝર્વેશનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. રાજ્યભરમાં 2,500થી વધુ બસ ટ્રિપ્સને આ વ્યવસ્થામાં આવરી લેવાઈ છે. ગત ફેબ્રુઆરી માસથી પ્રાયોગિક ધોરણે આ સેવા ચાલુ કરાઈ હતી. જેમાં મુસાફરોનો સારો એવો પ્રતિસાદ મળતા તબક્કાવાર મળીને આજની તારીખ સુધીમાં અઢી હજારથી વધુ બસ ટ્રિપોમાં આ સુવિધા ચાલુ કરાઈ છે. લાંબા અંતરની લોકલ બસોમાં 100 કિ.મી.થી વધુની મુસાફરી માટે ટિકિટ રિઝર્વેશનની સુવિધા મળશે. તેનાથી ઓછા અંતરની મુસાફરીમાં આ સુવિધા નહીં મળે.

તાલાલાનાં રમળેચી ગામે ગૌમાતાને પીવાના પાણીના અવેડા માટે 2.21લાખનું દાન અર્પણ









