અમદાવાદમાં કાયદાનો ડર ન હોય તેવા દાદાઓની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના બજરંગ સુપર સ્ટોર ચાર રસ્તા પાસે સામાન્ય અકસ્માતની ઘટના બાદ બાઈકચાલકે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સર્જનાર બાઈકચાલક કમલેશ પરમારે વાત વણસતા તેના અન્ય સાગરિતોને ઘટના સ્થળે બોલાવી લીધા હતા.
બાઈકચાલકની દાદાગીરી
ત્યારબાદ કમલેશ પરમાર સહિતના લોકોએ સામેવાળી વ્યક્તિ પર તલવારથી હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ખુલ્લેઆમ તલવારથી હુમલો થતો સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફૂટેજના આધારે બોડકદેવ પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરીને કમલેશ પરમાર અને તેના સાથીઓ વિરુદ્ધ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે, આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.












