ભારત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીમાં અપાય છે. જેમાં પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણનો સમાવેશ થાય છે. ભારત સરકારે પ્રજાસત્તાક દિવસ પહેલા આ શ્રેષ્ઠ સન્માન જે લોકોને આપવામાં આવ્યું છે તેની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કૂલ 45 લોકોને આ સન્માન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ત્રણ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર
કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશના શ્રેષ્ઠ સન્માનની જાહેરાત કરવામાં આવે છે. આ વખતે 2026ના પદ્મ પુરસ્કારોમાં ગુજરાતના ત્રણ વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સાહિત અને શિક્ષણની કેટેગરીમાં આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે ઓળખાતા ધાર્મિક લાલ પંડ્યા, સુરતમાં ઓર્ગન ડોનેશનમાં જેમનું સૌથી મોટું નામ છે તેવા નિલેશ માંડલેવાલા અને કલા ક્ષેત્રમાં હાજી રમકડુંના નામથી પ્રચલિત હાજી મીર કાસમવાલાનો સમાવેશ કરાયો છે.
