અમદાવાદઃ વાઘ બકરી ટી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પારસ દેસાઈને લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફઉન્ડેશનના એક વિશેષ ઉપક્રમ 'લાયન્સ કાઉન્સિલ ઓફ્ ઇન્ડિયા' દ્વારા પ્રતિષ્ઠિત 'ચેમ્પિયન ઓફ્ ચેન્જ' સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડ એવા અગ્રણીઓને એનાયત કરવામાં આવે છે જેમણે પોતાના વ્યાવસાયિક કૌશલ્ય, ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને સમાજ પ્રત્યેના નિરંતર યોગદાન દ્વારા જનજીવન પર સકારાત્મક અને અર્થપૂર્ણ પ્રભાવ પાડયો હોય. વ્યવસાયની સાથે સાથે, પારસ દેસાઈ સર્વસમાવેશી અને ટકાઉ વિકાસના મજબૂત હિમાયતી રહ્યા છે. 'વાઘ બકરી ફઉન્ડેશન'ના માધ્યમથી તેમણે શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, પર્યાવરણીય સ્થિરતા, ગ્રામીણ વિકાસ અને જીવદયા પ્રાણી કલ્યાણને લગતી પહેલોને સમર્થન આપ્યું છે. આ પ્રતિષ્ઠિત સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં પારસ દેસાઈએ જણાવ્યું હતું કે, હું એક એવા પારિવારિક વ્યવસાયિક વાતાવરણમાં ઉછર્યો છું જે હંમેશાં સમાજને કંઈક પરત આપવાની પરંપરામાં માને છે. આ સન્માન મારા માટે નમ્રતાની લાગણી સાથે પ્રોત્સાહન પૂરું પાડનારું છે. આ એવોર્ડ લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફઉન્ડેશનના ઇન્ટરનેશનલ ડિરેક્ટર રમેશ પ્રજાપતિના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.

ચારેકોર સ્ત્ર્રોત છતાં ખારીવાડમાં પાણી માટે વલખાં









