પતંજલિએ ભારતીય સંસ્કૃતિ, આધુનિક વિજ્ઞાન અને રાષ્ટ્રસેવાની ભાવનાથી ઓતપ્રોત આઈએએસ, આઈપીએસ અને અન્ય કેન્દ્રીય સેવાઓના અધિકારીઓનું સર્જન કરવાના ઉદ્દેશથી પતંજલિ સિવિલ સેવા અકાદમીના શુભારંભની જાહેરાત કરી છે. આ અભિનવ પહેલ પ્રાચીન ભારતીય જ્ઞાન અને આધુનિક વહીવટી જરૂરિયાતોના સમન્વય દ્વારા ભારતની વહીવટી વ્યવસ્થાને નવી દિશા પ્રદાન કરશે. આ અકાદમીનો ઉદ્દેશ માત્ર સફળ વહીવટી અધિકારીઓનું સર્જન કરવાનો જ નહીં પરંતુ, રાષ્ટ્રનિષ્ઠ નાગરિકો તૈયાર કરવાનો પણ છે, સ્વામી રામદેવે કહ્યું કે, વારસો અને વિજ્ઞાનથી થશે રાષ્ટ્રીય ચરિત્ર નિર્માણ. શિક્ષણ સંસારનું સૌથી મોટું રચનાત્મક કામ છે કારણ કે તે વ્યક્તિના મન, ચરિત્ર અને નેતૃત્વનું નિર્માણ કરે છે. આ અકાદમીમાં ત્રિ-શિક્ષણ મોડેલ અપનાવાશે, જેમાં આધ્યાત્મિક જ્ઞાન, વહીવટી ઉત્કૃષ્ટતા અને શૈક્ષણિક નિયમનનો સમાવેશ કરાશે. અકાદમીનો અભ્યાસક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ભારતીય જ્ઞાન પરંપરા અનુરૂપ વારસો અને વિજ્ઞાન તથા બોધિ અને શોધના સિદ્ધાંતો પર આધારિત રહેશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: