અમદાવાદમાં શહેરકોટડા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચંદ્રાવાડીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રોહિબિશન કામગીરીમાં બેદરકારી જોવા મળતા પીઆઇને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે.

અમદાવાદમાં શહેરકોટડા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચંદ્રાવાડીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રોહિબિશન કામગીરીમાં બેદરકારી જોવા મળતા પીઆઇને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો છે.

PCB ટીમે તાજેતરમાં શહેરકોટડા વિસ્તારમાં દરોડો પાડીને 77 લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો હતો. લાખો રુપિયાનો દારુ ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો.

શહેર કોટડા પોલીસની હદમાંથી લાખો રુપિયાનો દારુ ઝડપાતા પીઆઇની બેદરકારી બહાર આવી હતી જેના પગલે પોલીસ કમિશનરે તેમને સસ્પેન્ડ કર્યા છે. પીઆઇને સસ્પેન્ડ કરાતા પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : રાજ્યમાં સાયબર માફિયાઓનો આતંક, વીતેલા 9 મહિનામાં જ નોંધાઇ 1.42 લાખ ફરિયાદો