અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાની 12મી જૂને પહેલી વરસી ટાણે લાગણીસભર યાદો સાથે સિવિલ કેમ્પસ નજીક મૃતકોના સગાં-પરિજનોની હાજરીમાં 260 દિવંગત આત્માઓને શ્રાદ્ધાંજલિ અપાઈ હતી. બીજીતરફબી.જે. મેડિકલ કોલેજ દ્વારા કોલેજના ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત મહાનુભાવોએ મૌન પાળી મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં બ્રિટિશ કોન્સ્યુલેટના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. 260 દિવંગત આત્માઓની સ્મૃતિને ચિંરજીવ રાખવાના હેતુથી 260 વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું હતું. એઆઈ પ્લેન ક્રેશમાં દીકરીને ગુમાવનારા એક પિતાએ વળતર રૂપે જે રકમ મળશે તે દીકરીઓના હોસ્ટેલ માટે દાન આપવાની જાહેરાત કરી હતી.

બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમમાં અગ્રવાલ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિશિવ લાયન્સ ચેમ્પિયન









