સાણંદ હેલિપેડથી સભા સ્થળ સુધી યોજાશે પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો, સાણંદમાં સેમિકંડકટર યુનિટનું લોકાર્પણ કરશે PM મોદી અને માઈક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટનથી દુનિયામાં વાગશે ડંકો, કાર્યક્રમ બાદ PM મોદી ચેન્નઈ જવા રવાના થશે.


ભારતમાં સેમિકંડકટર ક્ષેત્રે નવી ક્રાંતિનો યુગ શરૂ

સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. SSD અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન થશે. 5000 લોકોને રોજગારી મળશે. જ્યારે દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકંડકટર ક્ષેત્રે નવી ક્રાંતિનો યુગ શરૂ થશે.

વડાપ્રધાન માઈક્રોન પ્લાન્ટનું લોકાર્પણ કરશે

વડાપ્રધાન અહીં માઈક્રોન પ્લાન્ટનું લોકાર્પણ કરશે, જેને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. માઈક્રોનના CEO અને MD પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. માઈક્રોન પ્લાન્ટનું ખાતમુહૂર્ત સપ્ટેમ્બર-2023માં કરવામાં આવ્યું હતું અને હવે 22,500 કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટ તૈયાર થયો છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે, આ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે ગુજરાત અને સમગ્ર ભારતના સેમિકન્ડક્ટર ઉદ્યોગને નવી ઊંચાઈ મળશે અને વિશ્વ બજારમાં ભારતનું પ્રભાવ વધશે. માઈક્રોન પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન ચેન્નઈ માટે રવાના થશે.


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં મિશ્ર ઋતુનો અહેસાસ, બપોરના સમયે ગરમી માટે રહેજો તૈયાર



  • Follow us on: