સ્વચ્છ અને સતત ઊર્જાને પ્રોત્સાહન આપવા તથા નાગરિકોને પુનઃપ્રાપ્ય ઊર્જાના લાભો વિશે માહિતગાર કરવા માટે સમગ્ર દેશમાં 'બધાઈ હો બધાઈ' નામના શેરી નાટક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેના દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે જાહેર જાગૃતિ વધારવા માટે આયોજિત કરવામાં આવી રહ્યું છે. જૂન, 2026 દરમિયાન આશરે 20 જિલ્લાઓમાં પ્રસ્તુત કરવામાં આવી રહેલ આ શેરી નાટકના માધ્યમથી લોકો સુધી રૂફ ટોપ સોલર અને તેના લાભોની માહિતી સરળ, રોચક અને અસરકારક રૂપે પહોંચાડવામાં આવી રહી છે. આ યોજના એ નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા સંચાલિત એક મહત્ત્વાકાંક્ષી પહેલ છે, જેનો ઉદ્દેશ ઘરોમાં રૂફ ટોપ સોલર સિસ્ટમની સ્થાપનાને પ્રોત્સાહિત કરવાનો અને તે માટે નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજનાથી ખર્ચમાં ઘટાડો થવા સાથે દેશને સ્વચ્છ, હરિત અને ઊર્જા આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવાનો અવસર પ્રદાન કરે છે. હાસ્ય, ગીત-સંગીત અને જીવંત સંવાદોથી ભરપુર એવું આ નાટક સુંદર રીતે યોજનાના લાભો પ્રદર્શિત કરે છે.

તાલાલાનાં રમળેચી ગામે ગૌમાતાને પીવાના પાણીના અવેડા માટે 2.21લાખનું દાન અર્પણ









