અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં મોટા પાયે દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. ઝોન-4 DCPની LCB સ્ક્વોડે એક બાતમીના આધારે રેડ પાડીને દેશી દારૂ બનાવવાનું આખું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે લાખોની કિંમતના મુદ્દામાલ સાથે એક મહિલા સંચાલક અને બે શ્રમિકોને જેલહવાલે કર્યા છે.


LCB સ્ક્વોડની સફળ કાર્યવાહી

મળતી વિગતો અનુસાર, ઝોન-4 DCP સ્ક્વોડના PSI એસ.એમ. પટેલની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે કુબેરનગરના એક ચોક્કસ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ધમધમી રહી છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંનું દ્રશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ફેક્ટરીમાં મોટા પાયે દારૂ ગાળવા માટેના સાધનો અને કાળી ભઠ્ઠીઓ કાર્યરત હતી.

મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત

પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાની સામગ્રીનો મોટો જથ્થો કબજે કર્યો છે, જેમાં દારૂ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલું પ્રવાહી મિશ્રણ. વેચાણ માટે તૈયાર રખાયેલો જથ્થો.દારૂ ગાળવા માટેની ભઠ્ઠીઓ, પીપ અને અન્ય સાધનો. પોલીસે કુલ ₹1.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ફેક્ટરીને સીલ કરી દીધી છે.

મહિલા નીકળી દારૂની ફેક્ટરીની માલિક

આ દરોડા દરમિયાન પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. જેમાં મુખ્ય સૂત્રધાર માનકુવર ઉર્ફે કાળી બજરંગે નામની મહિલા હોવાનું સામે આવ્યું છે. આ મહિલા જ આખી ફેક્ટરીનું સંચાલન કરતી હતી. તેની સાથે દારૂ બનાવવાની મજૂરી કરતા રામકુમાર અને અજય કુમાર નામના બે શ્રમિકોને પણ પોલીસે દબોચી લીધા છે.

આ પણ વાંચો: પારનેરા હાઈવે પર બંધ બોડીના ટેમ્પોમાંથી 24.60 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, મહારાષ્ટ્રનો ચાલક જેલહવાલે

  • Follow us on: