સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના એક એએસઆઈ (ASI) ની નિવૃત્તિ નિમિત્તે યોજાયેલી એક પાર્ટીએ વિવાદ સર્જ્યો છે. રિવરફ્રન્ટના પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર પોલીસ કર્મચારીઓ દ્વારા જ જયાફત ઉડાવવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા છે.

નિવૃત્તિ નિમિત્તે યોજાયેલી પાર્ટીએ વિવાદ સર્જ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કડક નિયમો અનુસાર, રિવરફ્રન્ટના વોક-વે કે બગીચાના વિસ્તારમાં ખાનગી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. વળી, રિવરફ્રન્ટ પર કોઈ પણ કાર્યક્રમ યોજવા માટે અગાઉથી મંજૂરી લેવી અને નિયત ફી ભરવી અનિવાર્ય છે. જોકે, આ કિસ્સામાં રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફે કોઈ પણ મંજૂરી લીધા વગર જ સીધો રિવરફ્રન્ટ પર પાર્ટીનું આયોજન કરી નાખ્યું હતું.

ગેરકાયદેસર વાહન પ્રવેશ અને પાર્ટી

સામાન્ય નાગરિકો જો રિવરફ્રન્ટ પર નાનો કાર્યક્રમ પણ કરે તો તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવે છે, પરંતુ આ પાર્ટીમાં તો પોલીસના વાહનો પણ પ્રતિબંધિત વિસ્તારમાં જોવા મળ્યા હતા. એએસઆઈની નિવૃત્તિની ખુશીમાં રિવરફ્રન્ટના કિનારે ટેબલ-ખુરશીઓ લગાવીને ખાણી-પીણીની મહેફિલ જામી હતી.

ઉભા થયેલા સવાલો

આ ઘટનાને પગલે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે નીચે મુજબના પ્રશ્નો પૂછાઈ રહ્યા છે.શું રિવરફ્રન્ટના નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? પોલીસ સ્ટેશનના સ્ટાફે AMC પાસેથી કોઈ સત્તાવાર મંજૂરી કેમ ન લીધી?રિવરફ્રન્ટ પર વાહન લઈ જવાની છૂટ તેમને કોણે આપી? પોલીસ વિભાગ દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. 

આ પણ વાંચો: Jamnagar: હિમાલય સોસાયટીમાં મકાનની અગાસી પરથી નેપાળી યુવકનો લટકતો મૃતદેહ મળ્યો, પોલીસ તપાસ તેજ